________________
(૪.૨) મન:પર્યવજ્ઞાન
૨૪૩
છે એનો પડઘો આપણા મન ઉપર પડે. એટલે આપણને બધા એના પણ વિચારો દેખાય.
મતતા ફોટા પડે પ્રતિબિંબ સમાત પ્રશ્નકર્તા ઃ મન:પર્યવજ્ઞાનથી સામાના મનના વિચાર કેવી રીતે દેખાય ?
દાદાશ્રી: મન:પર્યવજ્ઞાન એટલે પોતાના મનના પર્યાયને બધી રીતે જાણવા, શેયરૂપે અને પોતાના મનના પર્યાય બધા જાણી જાય ત્યાર પછી સામાના મનના પર્યાય જાણવાના હોતા નથી. પણ કો'ક અહીં આવીને ઊભો રહે તો એના મનના વિચાર મને ખબર પડે. આપણા મનના પર્યાય જાણીએ એટલે આપણું મન અરીસા જેવું થઈ જાય. તેથી સામાના મનના પર્યાયના ફોટા મહીં પડે.
તમે અરીસામાં જોઈને ઊભા છો ને પાછળ કોઈ આવીને ઊભો રહે તો દેખાયને, એવું આપણું મન અરીસા જેવું થાય.
હવે મનના કહ્યા પ્રમાણે લોક ચાલે અને મનના પર્યાયને શી રીતે સમજે ? એ તો મનથી સાવ છૂટો રહેતો હોય, મનનો જ્ઞાતા-દ્રષ્ટા હોય, મન વશ થઈ ગયેલું હોય, ત્યાર પછી મનના પર્યાય સમજી શકે.
જ્ઞાતીને આંશિક મત પર્યવજ્ઞાન પોતાની મનની બધી અવસ્થા જાણે એ મન:પર્યવજ્ઞાન. આ કાળમાં મન:પર્યવ નથી થતું, તોયે મન:પર્યવ અમને અમુક અમુક અંશે વર્તે છે. સર્વાશ નથી વર્તતું, એનું કારણ છે કે કાળનું કાંઈ બળ હશે. ફક્ત જ્ઞાની પુરુષને બુદ્ધિ ના હોય એટલે ત્યાં કંઈક મન:પર્યવના છાંટા દેખાય. બાકી કોઈ જગ્યાએ મન:પર્યવ હોય જ નહીં ને ! મન:પર્યવ કોઈને હોય નહીં. અમને ફક્ત મન:પર્યવ નાના અંશમાં હોય કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ અમને ખબર પડી જાય. એટલે તમારા મનને દુઃખ ન થાય એવી રીતે અમારું બધું વર્તન હોય.
અને વીતરાગોનું મન:પર્યવજ્ઞાન કેવું હતું કે સામાનાં મનમાં શું