________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૧૩
થઈ શકો. એ શું કહે છે કે જ્યાં સુધી અમને અમારી મૂળ સ્થિતિમાં નહીં બનાવો, ત્યાં સુધી અમે તમને છોડવાના નથી. કારણ કે મારી મૂળ સ્થિતિને ખરાબ કરનારા તમે છો અને તમે અમને અમારી મૂળ સ્થિતિમાં મૂકી દો !
પ્રશ્નકર્તા : પણ એ તો મહીં આપણને કહે છે કે આ ચામડી છે, લોહી છે, હાડકાં છે, માંસ છે. આ પંચભૂતનું બનેલું છે એને અને અમારે શું ? એનું શું કામ છે ?
દાદાશ્રી: નહીં, નહીં, નહીં. ચંદુભાઈ જીવતા છે. તમે શુદ્ધાત્મા છો ને ચંદુભાઈ જીવતા છે. આ હોય લોહી-માંસ-પરુનું ને બધાનું પૂતળું, આ જીવતું છે. નિવેડો લાવવો પડે એ તો !
પ્રશ્નકર્તા ઃ અમે કોઈનું ખરાબ કરતા નથી, વ્યવસ્થિત છે એ પ્રમાણે થયા કરે.
દાદાશ્રી : ના, એવું ના ચાલે. આ શું કહે છે કે “તમે અમને ખરાબ કર્યા છે, તમે અમને આ વિકૃત બનાવ્યા. અમે જે પુદ્ગલ ચોખ્ખા હતા,
પ્યૉર હતા, શુદ્ધ હતા, તેના અમને અશુદ્ધ બનાવ્યા, ઈય્યૉર બનાવ્યા, વિકૃત બનાવ્યા તમે. “આપણે” ભાવ કર્યા ત્યારે વિકૃત થયાને !
પ્રશ્નકર્તા પણ દાદા, પુદ્ગલને, જડને વળી, સ્વકૃતિ શું ને વિકૃતિ શું?
દાદાશ્રી : મહીં પાવર ચેતન છેને ! તમે જુદા ને આ પુદ્ગલ ચેતનભાવવાળું જુદું છે. પુદ્ગલમાં પાવર ચેતન છે, સાચું ચેતન નથી.
પ્રશ્નકર્તા: પુદ્ગલને ખરાબ કોણે કર્યું ?
દાદાશ્રી : “આપણે” ભાવ કર્યા તે જ ભાવકર્મ. એ જ પુદ્ગલ ઊભું થયું. જો ભાવકર્મ ના થયો હોત તો આ પુદ્ગલ ઊભું ના થાત. પુદ્ગલને કશું લેવાદેવા નથી. એ તો વીતરાગ જ છે બિચારું. ‘તમે” ભાવ કરો એટલે તરત એ પરિણામ પામી જાય. એટલે અશુદ્ધ પરમાણુ થયા છે, તેને શુદ્ધતાથી શુદ્ધ કરવાના છે, બીજું કશું નહીં.