________________
૧૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આ મિકેનિકલ આત્મા તો અહંકારથી ઊભો થયો છે. એ અહંકાર વિલય થાય ત્યારે મિકેનિકલ આત્મા બંધ થઈ જાય.
મિકેનિકલ ચેતનની બહાર પોતે રહે તો એ બાંધતો નથી. મિકેનિકલ ચેતન આમ હો કે તેમ હો કે ગમે તે હો, પણ જો પોતે તન્મયાકાર ના થાય તો પોતે બંધાતો નથી. આ માર્ગ વીતરાગો પામેલા.
મિકેતિલતે કરે શુદ્ધ પણ “મૂળ રહ્યો પેલે પાર
નિશ્ચય આત્મા એ જ સાચો આત્મા છે. અત્યારે તમારી પાસે આત્મા બીજો કયો છે ? તમે જેને આત્મા માનો છો એ મિકેનિકલ આત્મા છે.
આ લોકો વ્યવહાર-નિશ્ચય એક સમજે છે. આ રિલેટિવને શુદ્ધ કરીએ તો પોતે શુદ્ધ થઈ જશે. પણ એ કેમ કરીને થાય ? અલ્યા, તું જેને શુદ્ધ કરવા જઉં છું, એ તો મિકેનિકલ આત્મા છે. આ બધો વ્યવહાર કરે છે ને, તે મિકેનિકલ આત્મા છે. આ જપ, તપ, શાસ્ત્રોનું વાંચન, ધ્યાન કરે છે એ બધું મિકેનિકલ આત્મા કરે છે. એ શેને માટે ? ત્યારે કહે, અવિચલ આત્મા પ્રાપ્ત કરવા માટે. પણ મૂળમાં ભૂલ એ છે કે આ મિકેનિકલ આત્માને હું છું, આ જ આત્મા માને છે. અને એને સુધારવા ફરે છે, એ ભૂલ છે. આત્મા એની પેલી પાર છે. આ જગત જે આત્મા ખોળે છે ને કે આત્માનું જ્ઞાન કરું તે મિકેનિકલ આત્માનું જ્ઞાન કરે છે. મૂળ આત્માનું તો ભાન જ નથી કે મૂળ આત્મા જેવી વસ્તુ શું છે તે ? મૂળ આત્મા પરમાત્મા છે. એક સેકન્ડે તમારામાં આ આત્મા આવ્યો નથી મહીં. અત્યારે છે ખરો આત્મા મહીં, પણ ક્યારથી હાજર થાય છે ? જ્યારથી તમે સેલ્ફને (પોતાના આત્માને) જાણો ત્યારથી એ હાજર થાય, ત્યાં સુધી એ હાજર થાય નહીં, ત્યાં સુધી મિકેનિકલ આત્મા. પ્રકૃતિથી ચાલ્યા કરે બધું.
પૂરણ-ગલત ત્યાં મિકેનિકલ સમજે તો આવે ઉકેલ આ મિકેનિકલ આત્મા કેમ ઓળખાય ? ત્યારે કહે, એ પૂરણ