________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આત્માનો સ્વભાવ નિરંતર સ્થિર જ છે. એ ચંચળ થાય ખરો ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિ ચંચળ થાય છે.
દાદાશ્રી : હા, એ આત્મા ચંચળ નથી થયો. એ જે આત્મા છે એ અચળ છે અને આ વ્યવહાર આત્મા એ સચર છે. હવે સચર એ મિકેનિકલ આત્મા છે. અહીંથી મોઢેથી ખાવાનું નાખો તો ચાલે, નહીં તો બંધ થઈ જાય. એ આત્મા મિકેનિકલ કહેવાય, એ પ્રકૃતિ કહેવાય.
૧૮૬
બધાય ધર્મના પુસ્તકો આત્માનું જ્ઞાન જાણવા લખાયા, પણ પ્રકૃતિ જાણ તો આત્માને જાણીશ. જો તેલ ને પાણી ભેગું થઈ ગયું હોય તો પાણીને પાણી જાણ ને છૂટું પાડ એટલે તેલને તું જાણીશ. માટે હવે અમે કહીએ છીએ કે પ્રકૃતિ જ્ઞાનને જાણો. ચંચળ ભાગ જે છે તે બધો જ પ્રકૃતિ છે. તેને તું જાણ. ચંચળમાં શું શું આવ્યું ? પાંચ ઈન્દ્રિયો; આંખ ના જોવું હોય તોય જોઈ જાય, નાક વાંદરાની ખાડી આવે તે ના સુંઘવું હોય તોય સુંઘી જાય. દેહ ચંચળ તે કેવી રીતે ? સામેથી મોટર ભટકાવા આવે તો ફટ દઈને બાજુએ ખસી જાય. ત્યારે મન કશું જ ના કરે. મન ચંચળ, ચિત્ત ચંચળ, તે અહીં બેઠા હોય ને સ્ટેશને જતું રહે. બુદ્ધિ પણ ચંચળ, સ્ત્રી ન્હાતી હોય ત્યારે ના જોવું એમ કહે, તે બુદ્ધિ દેખાડી દે. અને જો કોઈ એમ કહે કે ‘ચંદુભાઈ આવો' તો એકદમ છાતી કાઢે એ અહંકારની ચંચળતા.
દયા, માન, અહંકાર, શોક, હર્ષ, સુખ-દુઃખ, આ બધા દ્વંદ્વ ગુણો એ બધા જ પ્રકૃતિના જ ગુણો છે. એ પ્રાકૃત ધર્મ છે. પ્રકૃતિ એટલે ચંચળ વિભાગ, રિલેટિવ વિભાગ છે અને આત્મા, પુરુષ એ અચંચળ છે, રિયલ છે. જો પુરુષને જાણો તો આત્મજ્ઞાન થાય ત્યારે પરમાત્મા થવાય.
અચેતન ચંચળ, એની પેલે પાર ચેતત અચંચળ
પ્રશ્નકર્તા : ચંચળ એટલે શું ? એનો વિશેષ ફોડ આપો, દાદા. દાદાશ્રી : આ જે ચંચળ થાય છે એ તો મિકેનિકલ આત્મા છે બધો. મિકેનિકલ ચંચળ સ્વભાવનું છે, નિરંતર ચંચળ. સચર એટલે ચંચળ. તે