________________
૨૦૯
(૨) શ્રુતજ્ઞાન
દાદાશ્રી : એ શ્રુતજ્ઞાન કહેવાય કે સ્મૃતિજ્ઞાન કહેવાય. એ આત્મજ્ઞાન ન હોય. પુસ્તકમાં ઉતરે એટલે એ જડ થઈ ગયું. શબ્દનું જ્ઞાન તો એની હદમાં જ હોયને ? એ શ્રુતજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં ભગવાનની વાણી હોય તો પણ એ જડ કહેવાય ?
દાદાશ્રી : ભગવાનની વાણીય પુસ્તકમાં ઉતરે ત્યારે જડ કહેવાય. સાંભળે ત્યારે એ ચેતન કહેવાય, પણ તે દરઅસલ ચેતન ના કહેવાય. ચેતન પર્યાયને ઘસાઈને એ વાણી નીકળતી હોવાથી એ ચેતન જેવું ફળ આપે. એટલે એને પ્રત્યક્ષ વાણી, પ્રગટ વાણી કહી. બાકી આ શાસ્ત્રોમાં ઉતર્યું તે જડ થઈ ગયું, એ ચેતનને જગાડે નહીં.
શ્રુતજ્ઞાનની મર્યાદા કહી જ્ઞાનીએ ક્રમિક માર્ગમાં શ્રુતજ્ઞાનના આધારે કોઈ જીવને સિદ્ધાંત હાથમાં આવે પણ એ લખે તો એ શ્રુતજ્ઞાન થઈ જાય. હું બોલું ને કોઈ લખી લે અને બીજાને કહી સંભળાવે તે સિદ્ધાંતિક વાણી ના કહેવાય, શ્રુતજ્ઞાન કહેવાય. જે શાસ્ત્રો વાંચે ને એના એ જ શબ્દો નીકળે તો એ ટાંકીનું પાણી કહેવાય. સિદ્ધાંતિક વાણી તો જ્ઞાન પરિણામ પામીને જુદા જ શબ્દોમાં નીકળે તેને કહેવાય. વિજ્ઞાન હંમેશાં સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત ક્રિયાકારી હોય.
પ્રશ્નકર્તા ઃ તો મૃતવાણી અભ્યાસથી આત્મજ્ઞાન થાય ?
દાદાશ્રી : શ્રુતવાણી એ બધી હેમ્પિંગ” (મદદ) કરનારી વસ્તુ છે. શ્રુતવાણીથી ચિત્તની મજબૂતી થાય છે, દહાડે દહાડે ચિત્ત નિર્મળ થતું જાય છે. ચિત્ત નિર્મળ હોય અને “જ્ઞાની પુરુષ' મળી જાય, તો એ જ્ઞાન જલદી વધારે સારી રીતે પકડી શકે.
શ્રુતજ્ઞાનથી સમજાય ખરું પણ એ બુદ્ધિજન્ય જ્ઞાન કહેવાય. બુદ્ધિજન્ય જ્ઞાન જાડું હોય, એ મૂળ અસલ સ્વરૂપે ના સમજાય. બુદ્ધિજન્ય અને જ્ઞાનજન્ય એ બે જુદું છે.