________________
(૬) મિકેનિકલ આત્મા
ગલન સ્વભાવનો છે. મિકેનિકલ એટલે પૂરણ-ગલન. પૂરણ-ગલન એટલે અહીંથી તમે ખાવાનું પૂર્યું એટલે તમારે સંડાસ સવારમાં જવું પડે, અહીં પાણી પૂર્યું એટલે બાથરૂમમાં જવું પડે, અહીં શ્વાસ લીધો એટલે ઉચ્છવાસ થયા કરે. બેંકમાં ક્રેડિટ કરાવી આવ્યા, તે ડેબિટ થયા જ કરે. પૂરણ-ગલન, પૂરણ-ગલન, પૂરણ-ગલન બધું આ જગત. બસ, પૂરણ-ગલન અને શુદ્ધાત્મા બે જ છે, બીજું કશું વસ્તુ જ નથી. આત્મા સિવાય બીજું બધું પૂરણ-ગલન છે. આ એક જ શબ્દમાં આવો તો આનો ઉકેલ આવે એવો છે, નહીં તો ઉકેલ ક્યારેય પણ ના આવે. એક જ શબ્દ, વિધિન વન વર્ડ, કે આ પૂરણ-ગલન છે. જેટલું પૂરણ-ગલન થયા કરે છે એ બધું જ પુદ્ગલ છે. બધું જ પુદ્ગલનું, આમાં ચેતન જેવું કશું દેખાતું નથી. ચેતન દેખાય છે ખરું પૂતળું, પણ ચેતન નથી આ. ચેતનની હાજરીથી આ ચાલે છે. પકડો સાચા અપરાધીને તો થાય શુદ્ધ
૧૫૯
આ લોકોએ જે આત્મા માન્યો છે, લૌકિક માન્યતાથી આત્મા માને છે, એ તો મિકેનિકલ આત્મા છે. આ મિકેનિકલ આત્મા એ રાગદ્વેષવાળો આત્મા છે. જે ખાય છે, પીવે છે, ક્રોધ કરે છે, જે ધર્મધ્યાન કરે છે, દર્શન કરે છે તેય મિકેનિકલ આત્મા છે. તમે મૂળ સ્વરૂપે છો ને એ કંઈ કરતા નથી અને આ મિકેનિકલ આત્મા જે રાત્રે સૂઈ જાય છે, થાક લાગે છે, ગુસ્સો કરે છે, ચિઢાય છે, લોભ કરે છે, ચિંતા કરે છે, આ પગ દબાવે છે, માફી માંગે છે, તેય મિકેનિકલ છે.
હરે છે, ફરે છે, શાસ્ત્ર વાંચે છે. શાસ્ત્રનો ઉપદેશ આપે છે, ઉપદેશ લે છે, ભણે છે, ડૉક્ટર થાય છે, ડૉક્ટરી લાઈન કરે છે, યોગ કરે છે એને ચેતન માને છે આ લોકો. આમાં ચેતન બિલકુલ છે નહીં, સેન્ટ પરસેન્ટ ચેતન નથી. હવે બોલો, આવી અવળી સમજણે આ જગત કેટલું માર ખાતું હશે ? મિકેનિકલ આત્માને પોતાનો આત્મા માની લે ક્યારે પત્તો પડે ? સાચા આત્માને કોઈ જાણી શકે નહીં, જ્ઞાની સિવાય. એ મિકેનિકલની પેલી બાજુ છે સાચો આત્મા, શરીરમાં જ રહેલો છે. સાચો આત્મા હલનચલનવાળી સ્થિતિમાં જ નથી. એ ક્રિયા કરી શકે જ નહીં.