________________
૧૭ર
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા એમ નહીં, હવે એવા વિચાર આવે છે, સામાન્ય રીતે આપણને ઉંમર થાય ત્યારે થાય કે હજુ જીવીએ પાંચ-દસ વર્ષ. મને ઊલટા જ વિચાર આવે છે કે શા માટે જીવવાનું? અહીં પડી રહેવાનું શેના માટે ?
દાદાશ્રી : એ તો પેલો સહી કરાવી જાય મૂઓ, એમ કરીને. એ સહી કર્યા વગર તેડી નથી જતો.
પ્રશ્નકર્તા : પણ કરાવી જશે તોય શું ?
દાદાશ્રી : આવું તેવું ગૂંચવીને સહી કરાવી લે. મડદાને મહીં કંટાળો આવ્યો તેથી આપણે માથે લઈ લેવાનું ? મડદાનું શું થાય છે એ જોયા કરવાનું.
એટલે આ મડદું શું કરી રહ્યું છે એ આપણે જોયા કરવાનું. અકળામણ થાય તો મડદાંને, ખુશી થઈ જાય તોય મડદાને, રાજી કોકની પર થઈ જાય તોય મડદાંનું અને કો'કને તમાચો મારી દે તોય મડદાંનું. એક ફેરો મડદું જાણી જઈએ પછી ડખો ના કરે. એ તો કહેશે, મને આમ થાય છે. અરે મૂઆ, પણ છોને થાય, એ મડદાને થાય છે. તું તો જાણનાર આનો. તું જુદો અને આ મડદું જુદું.
અને આ તો કશું ઊંધું થાય નહીં, જો એને જોયા કરે તો. તમે શું કરો ? જોયા કરો છો ?
પ્રશ્નકર્તા : હા, જોયા જ કરવાનું.
દાદાશ્રી : મહાવીર ભગવાન એક પુદ્ગલને જોયા કરતા હતા, પુદ્ગલ એટલે મડદાંને.
પ્રશ્નકર્તા: હા, બધું એક જ.
દાદાશ્રી મડદાં જ જોયા કરતા હતા. આ બધા મડદાં જ છે, એને જોયા કરતા હતા. કોઈ ગાળ ભાડે છે તેય મડદું છે અને સાંભળનારોય મડદું છે. ચિઢાય છે તેય મડદું છે અને નથી ચિઢાતો તેય મડદું છે.