________________
૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
છે, કોડવર્ડમાંથી શૉર્ટહેન્ડ થાય છે અને શૉર્ટહેન્ડથી અહીંયા આગળ આમ થતું થતું આ બધી મશિનરીમાંથી હાલતું હાલતું આવી રીતે શબ્દરૂપે નીકળે, એવી આ ટેપરેકર્ડ છે. આ શોધખોળ છે મારી, અક્રમ વિજ્ઞાનની.
પ્રશ્નકર્તા : મૌલિક છે ! દાદાશ્રી : હા, મૌલિક છે.
પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ પ્રતિષ્ઠિત આત્મા વિષે કેવું છે કે એકસો માણસોને રેતીમાં સુવાડ્યા હોય તો બધાંયને એકસરખું ના લાગે. સુંવાળાને જુદું લાગે અને કઠણને જુદું લાગે.
પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ કેવો છે ? એ જેવું દેખે એવું કરે, એને શીખવાડવું પડતું નથી. એટલે સાચા પુરુષનો, ઊંચા માણસોનો સંગ હોવો જોઈએ ને ખરાબ માણસોનો સંગ હોય તો રાક્ષસી વિચારો આવે.
પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ શું છે કે નોંધ રાખે. કશીય લેવાદેવા ના હોય તોય નોંધ રાખે.
શુદ્ધ આત્મામાં કોઈ જાતનો ભાવ જ નથી. ભાવ એ પ્રતિષ્ઠિત આત્માના ભાવને ભાવ કહેવાય છે.
પ્રશ્નકર્તા પ્રશ્નો અને સમસ્યાઓ જે કંઈ થાય છે, એ પ્રતિષ્ઠિત આત્માના જ ને ?
દાદાશ્રી પ્રતિષ્ઠિત આત્માનું જ છે બધું. પ્રતિષ્ઠિત આત્મા આપણે પ્રકૃતિને જ કહીએ છીએ. પ્રકૃતિ એકલીને આપણે કહીએ છીએ તો બરોબર સમજાતું નથી. એટલે શુદ્ધાત્મા સિવાય બધુંય પ્રતિષ્ઠિત આત્મા.
પ્રશ્નકર્તા: શંકા પડે ત્યારે પ્રતિષ્ઠિત આત્માની છે એમ સમજવું? શંકા પડે છે એ પ્રતિષ્ઠિત આત્માનું કામ છે ?
દાદાશ્રી : શંકા પડે જ નહીં આમાં. મૂળ આત્મા પર શંકા પડે જ નહીં. અને પ્રતિષ્ઠિત આત્મા તો શંકાશીલ જ છે ને !