________________
૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
વ્યવહાર આત્મામાં જ્ઞાન-દર્શન ને ચારિત્ર વર્તે છે. નિશ્ચય આત્માનું જ્ઞાન-દર્શન ને ચારિત્ર તમને ઊભું થયું નથી. કારણ કે દર્શન શેને કહેવામાં આવે, જાણતા જ નથી ને ! આ હું જોઉં છું તે કરેક્ટ (સાચું) છે, તે આ મિથ્યા દર્શન છે. નિશ્ચય આત્મા તો તેવો જ છે. જો એનો સ્પર્શ થઈ જાયને, તો કલ્યાણ થઈ ગયું. અત્યારે તો તમને વ્યવહાર આત્માનો જ સ્પર્શ છે. અહંકાર ઊભો થયેલો છે.
વ્યવહાર આત્માને જ માન્યો નિશ્ચય આત્મા પ્રશ્નકર્તા : આ વ્યવહાર આત્મા છે એ જ અહંકાર છે ?
દાદાશ્રી : હા, એ જ અહંકાર છે. હવે આ લોકોએ એ જ અહંકારને “વ્યવહાર આત્મા’ કહ્યો છે.
પ્રશ્નકર્તા : વ્યવહાર આત્મા એને જ કહ્યો ?
દાદાશ્રી : એને જ કહ્યો અને તેથી “મારો આત્મા પાપી છે ને મારો આત્મા....”
પ્રશ્નકર્તા : અને એનો મોક્ષ કરવો ?
દાદાશ્રી : હા. એના કરતા એ આત્મા ના કહ્યો હોત ને એ અહંકાર કહ્યો હોત તો વાંધો નહીં, તો ગૂંચવાડો ઊભો ના થાત. મારો આત્મા શુદ્ધ જ છે, એવું ભાન રહેત. આ તો એવું ભાન જ નથી ને અને આને સ્થિર કરવા માંગે છે. આત્મા તો સ્થિર જ છે. આપણે આ બધો ફોડ પાડ્યો.
તે વ્યવહાર આત્માની નિંદા કરવાની કહી છે, તે આ લોક નિશ્ચય આત્માની નિંદા કરી બેસે છે. ભાન જ નથી, શામાં છે તે ? શેની નિંદા કરવાની કહી છે ?
પ્રશ્નકર્તા: વ્યવહાર આત્માની.
દાદાશ્રી : તેમાં નિશ્ચય આત્માની થઈ જાય છે. કહેશે, “મારો આત્મા પાપી છે. ત્યારે મેં કહ્યું, “હંડ, વકીલ પાસે આને લઈ લો. મારો