________________
(૨) વ્યવહાર આત્મા
પ૯
પ્રશ્નકર્તા: પણ એ વ્યવહાર આત્મા થકી જ નિશ્ચય આત્મા જાણી શકાય ને ?
દાદાશ્રી : (એ એનો જ) ફોટો છે ને એટલે કો'ક દહાડો જડશે. આ ફોરેનવાળાને તો વ્યવહાર આત્મા સંપૂર્ણ જ. આપણા અહીંના આ બધાય વ્યવહાર આત્મા જ ગણાય છે. પણ મનમાં કંઈક છે કે સમકિત જેવું છે અથવા મૂળ વસ્તુ છે અને બીજો આત્મા જુદો છે, એવું લક્ષ રહે એટલે એ તૈયારી કરી રહ્યા છે. બાકી છે તો અંદર વ્યવહાર આત્મા જ. હમણે જો ધર્મધ્યાન કરેને તો વ્યવહાર આત્મા કહેવાય. એવી રીતે તમે વ્યવહારિક કાર્યમાં જો મસ્ત છો, તો તમે વ્યવહાર આત્મા છો અને નિશ્ચયમાં મસ્ત છો તો નિશ્ચય આત્મા છો, મૂળ તમે ને તમે જ. આ અત્યારે જે સૂઝ પડે છેને, તે વ્યવહારિક આત્માનો ગુણ છે અને જ્યારે જ્ઞાની પુરુષ સૂઝ પાડે, ત્યારે નિશ્ચય આત્માનો ગુણ છે. ત્યારે એ સમકિત કહેવાય અને આ મિથ્યાત્વ કહેવાય.
અજ્ઞાતે ચાર્જ થાય તેવો વ્યવહાર આત્મા પ્રશ્નકર્તા : આ જે દેહ છૂટે છે, ત્યારે તેની જોડે આ વ્યવહાર આત્મા ખલાસ થઈ જાય છે ?
દાદાશ્રી : આ વ્યવહાર આત્મા ખલાસ થઈ જાય છે, પણ બીજો વ્યવહાર આત્મા ચાર્જ કરતા જાય છે. એક વ્યવહાર આત્મા ડિસ્ચાર્જ થઈ ગયો, બીજો વ્યવહાર આત્મા ચાર્જ કરીને જાય છે જોડે.
આ વ્યવહાર આત્મા એ પ્રતિષ્ઠિત આત્મા છે. પોતાની પ્રતિષ્ઠા કરેલી છે માટે. જો હજુ પ્રતિષ્ઠા કરશો તો ફરી ઊભું થશે. “હું ચંદુભાઈ છું' એવું કરશો તો પ્રતિષ્ઠાથી ફરી પાછો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થશે. આ વ્યવહારને સત્ય માનશો તો ફરી વ્યવહાર આત્મા ઊભો થશે. અસત્ય તો છે જ નહીં વ્યવહાર, અસત્ય નથી એમ સત્યેય નથી, રિલેટિવ સત્ય છે. આ સત્ય છે પણ વિનાશી સત્ય છે. “હું ચંદુભાઈ છું એ તમારું દર્શન છે, “હું ચંદુભાઈ છું એ તમારું જ્ઞાન છે, “હું ચંદુભાઈ છું એ તમારું ચારિત્ર છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર “હું ચંદુભાઈ છું’ એમાં વર્તે છે, એટલે