________________
(૨) વ્યવહાર આત્મા
ના કહેવાય ? પુદ્ગલને કોઈ કહે છે ? પુગલ નિશ્ચયથી ગુનેગાર છે. વ્યવહારમાં તો એ જ કહે છેને, તમે જ કર્યું આ, તમે ઢેખાળો માર્યો ! તે હું શું કહેવા માગું છું ? ઉપચારથી એ ઢેખાળો મારે છે. ઉપચારથી ઢેખાળો મારે એ ભમરડા છાપ. બોલો, હવે એ તમારો ગુનો કાઢી નાખવા માગું છું. ‘ઉપચારથી’ પણ સમજાય તોને ! હવે અનુપચરિત વ્યવહારથી એ શું કહેવા માગે છે? કોઈ જાતનો ઉપચાર કર્યા સિવાય એવો વ્યવહાર એ કયો વ્યવહાર? ત્યારે કહે, શરીર-ગરીર આખું બન્યું કેવી રીતે ? આ નાક-બાક ઘડવાનું આપણે માથે હોત તો કેટલી મુશ્કેલી ઊભી થાત ! ઘરનગર બધું કરી આપીએ પણ આ માથે જોખમદારી હોત તો કેટલી બધી મુશ્કેલી થાત ! માટે જોને, વગર જોખમદારીએ આમાં કોઈ જાતના ઉપચાર વગર થઈ ગયું છે.
અનુપચરિત વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે, એટલે આઠ કર્મો બંધાય છે અને આઠ કર્મોનું પરિણામ આવે છે તે ઉપચાર છે. આઠ કર્મો ફળ આપે છે એ ઉપચાર. ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા અને ભાવથી ભાવકર્મનો કર્તા છે, ક્રોધ-માન-માયા-લોભનો. ક્રોધ-માનમાયા-લોભ ભાવકર્મ કહેવાય. ભાવકર્મ મૂળ આત્મા નથી કરતો, પણ આ વ્યવહાર આત્મા કરે છે. વ્યવહારમાં તું માનું છું એ આત્મા, તે કર્તા છે.
પ્રશ્નકર્તા: વ્યવહારથી એ કર્તા છે.
દાદાશ્રી : વ્યવહાર આત્મા જ કર્તા છે, નિશ્ચય આત્મા કર્તા નથી. નિશ્ચય આત્મા તો કશું કર્મ જ નથી કરતો. એ નિશ્ચય આત્મા તો શું કહે છે કે આ તારો વ્યવહાર આત્મા જેવી રીતે અજ્ઞાનતાથી ઊભો થયો છે, હવે જ્ઞાન કરીને ‘તું સમાઈ જા, પોતાના સ્વરૂપમાં.
અનુપચરિત બહુ સમજવા જેવો, બહુ ઊંડો શબ્દ છે પણ ક્રમિક માર્ગમાં. અહીં આમાં તો જરૂર નથી આપણે તો. મેં તમારું ઉપચારબુપચાપ બધું કાઢી નાખ્યું. કશું ગોખવાનું રાખ્યું નથી. (જ્ઞાન મળ્યા પછી) બીજે દહાડે આત્માના અનુભવ સહિત ફરતા હોય.