________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
તો પ્રતિષ્ઠિત આત્મા કહેવાતો જ નથી. એટલે ક્રમિકમાં પ્રતિષ્ઠિત આત્મા કહેવાય જ નહીં. અક્રમમાં બાકી રહ્યો તે પ્રતિષ્ઠિત આત્મા. જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે બાકી રહ્યો, જે નિકાલી બાબતનો તે પ્રતિષ્ઠિત આત્મા. હા, જેનો નિકાલ કરવાનો છે.
પ્રશ્નકર્તા અને ક્રમિક માર્ગમાં શું કહેવાય ?
દાદાશ્રી: તે ત્યાં સુધી અહંકાર પોતે, ત્યાં આગળ વ્યવહાર આત્મા કહેવાય.
પ્રશ્નકર્તા: ક્રમિક માર્ગ આ અક્રમથી ફેર કેમ રહ્યો ? દાદાશ્રી : ક્રમિક માર્ગમાં તો ઠેઠ સુધી અહંકાર રહ્યો ને
પ્રશ્નકર્તા: તો પછી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ કંઈક ભાવ તો કરવો પડશે ને ?
દાદાશ્રી : પછી શું લેવાદેવા? પ્રશ્નકર્તા: પછી ભાવ નહીં કરવો પડે ?
દાદાશ્રી : શાનો ભાવ તે પછી ? રહ્યો જ નહીં. ભાવ જ ઊડાડી દીધો. તેથી તો આ તમને અક્રમ થયું. ક્રમિક એટલે ભાવસત્તા. ભાવની સત્તા ખસેડ ખસેડ કરી, ભાવસત્તા એટલે બ્રાંતિની સત્તા, એને ખસેડ ખસેડ કર્યું એનું નામ ક્રમિક. આ તો ભાજસત્તા ઊડાડી મેલી છે. આ અક્રમ સિદ્ધિમાં વિક્રમ ઉપર બેઠેલું છે. કારણ કે ભાવસત્તા આખી જ ઊડાડી મેલી હડહડાટ !
પ્રશ્નકર્તા: ભાવાતીત છે, ભાવથી અતીત છે. દાદાશ્રી : ભાવાતીત કરી દીધું.
પ્રશ્નકર્તા એટલે અક્રમ માર્ગને માટે આ એક નવો શબ્દ કહ્યો આપે.
દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્મા એટલે “પોતે જે પ્રતિષ્ઠા કરી છે