________________
જણાયું કે તેણીને પ્રસવકાળ થતું નથી. આ પરથી વિચાર કર્યો કે પરણવાથી પ્રસવકખ થાય છે. આથી કૈમાવતજ આમરણાંત સેવવાનો નિશ્ચય કર્યો. આમ કરતાં જ્યારે ચાર વર્ષની યુવાન કન્યા તે થઈ ત્યારે પિતાએ મનમા સ્વામી મેળવવા કહેતાં “પરાણે પ્રીતિ થતી નથી માટે તેમણે કઈ લગ્નની વાત ઉચ્ચારવી નહિ” એ રોકડો જવાબ તેણુએ પરખાવ્ય. સોળ વર્ષની ભરજુવાન કન્યા થઈ ત્યારે પૂરી મદનવશ બની. સહેવાય નહિ તેમ કોઈને કહેવાય નહિ એવું થયું. આ વાત સખી શ્રીમતી જાણ ગઈ. રાત્રીએ સેહગસુંદરી ગેખમાં બેસી નગર નિહાળતી હતી તે વખતે એક ધનપતિના આવાસમાં સુંદર નાટક થતું જોયું. ચિત્ત ચંચળ બન્યું પણ સખી શ્રીમતીએ "રમણવગર ગીત-નાચ જેવાં વૃથા છે” એમ જણાવી તેને મુંગી બનાવી. છતાં ચિત્તની અસ્થિરતા શમી નહિ અને ગેખ પર દિવસનુદિવસ જઈ નાટક જોવાની લાલચ તજી ન શકી. સખીએ કઈ ચતુર પતિનું ગ્રહણ કરવાનું કહેતાં સુંદરીએ ચતુર પતિની દુર્લભતા જણાવી. આથી બંને વચ્ચે મતભેદ ચા. શ્રીમતી એ સ્ત્રીચરિત્રની વાત ઉજજેણના રાજા વિક્રમના પુત્ર વિક્રમચરિત્ર સંબંધીની સંભળાવી. (આ આડકથા પણ મુખ્ય કથા વિક્રમરાજાના સમયની હેઈ અ૬ભૂત રસ પૂરે છે.) “વિક્રમ રાજા વિદેશમાં વિક્રમચરિત્રની મા સાથે લગ્ન કરી તેને તજી ઉજેણીમાં આવ્યું. પાછળથી વિક્રમચરિત્રે ઉજે. ણમાં આવી રાજાના અનેક માણસોને અને રાજાને ખુદને છેતર્યા. રાજાએ પિતાના પુત્રને ઓળખી આનંદ દર્શાવ્યું, અને તેનું અદભૂત ચરિત્ર જોઈ “વિક્રમચરિત્ર” એ નામ રાખ્યું. રાજસભામાં રાજાએ પિતાના પુત્રના ચરિત્રપાસે લોકમુખે કહેવાતા અદ્દભૂત સ્ત્રીચરિત્ર કંઈ નથી અને જે સ્ત્રીચરિત્ર તેના કરતાં ચડી જાય તો એવું સાબીત કરનાર કઈ છે? હેય તે બતાવી આપે એ માટે નગરમાં દાંડી પીટાવી. આવામાં એક સુદતનામના શેઠની મનમોહિની નામની ચતુર કન્યાએ આ વાત જાણું પિતાની સખીને જણાવ્યું કે રાજા મૂરખ છે અને કોઈપણ જાણતો નથી. સ્ત્રીચરિત્ર પાસે વિક્રમચરિત્ર કદી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org