________________
yoo રાગ. ઈસ નગરીકા વણઝારાએ દેશી. ધન્ય વણિગને અવતાર, કરે સકળ પ્રાણુની સાર; વણિગ બંધ થકી છોડાવે, નર સહુને કર એડાવે. વણિગ દેતા બિણુ લક્ષ, વળી ઉતારે દુરભિક્ષ; વાણિગને નામે રાણારાય, ટાળે અકર અને અન્યાયચઢ્યાં કટક તેહને ફેરવતા, નર દકિપણું નિર્ગમતા; તિણે વાણિગનું કુળ સાર, જિણ કુળે હુવા બહુ દાતાર શાહ સારંગની કિરતિ રહી, બંધ નવલખ છોડાવ્યા સહી; શાહ સમરા કરમા જગસાર, જિણે શત્રુજે કર્યા ઉદ્ધારજગડુને યશ બોલાય, છવાયા પૃથવીનાં રાય; ભીમ શેઠ ગુજરમાં હુઆ, દીધા જલેબી ને લાડૂઆ હેમ ખેમ અંબડ જગપાળ, કઢાવી સાયરથી જાળ; એ વણિગ કુળમાંહિ હોય, કુળ વણિમ મોટું જોય.
શ્રીહીરસૂરિને જન્મ સંવત ૧૫૮૩ માં થયે હતા. એ સમર્થ સાધુની ખ્યાતિ જાણી દિલ્હીના મહાન અકબરબાદશાહે તેમને તેડું મોકલ્યું. પિતે દિલ્હી ગયા. બાદશાહે આસન તેમને માટે મંડાવેલું તે પર પિતે બેસતા નથી. અકબર કારણ પુછે છે. તે કહે છે–નીચે જીવ હોય તે હિંસા થાય. બાદશાહે તળે જીવ છાનામાના રખાવેલા તે હીરસૂરિએ જાણ્યા, તે પરથી બાદશાહની શ્રદ્ધા બેઠી. અકબરને પિતે લંબાણથી બેધ આપે છે, સાધુના ધર્મ વર્ણવે છે, અકબરના પ્રશ્નના ઉત્તર આપે છે. બાદશાહ વર માંગવાનું કહે છે, ત્યારે તે શ્રાવકો માટે પુસ્તકે (જૈન ધર્મના) માગે છે. બીજીવાર પજુસણના દિવસોમાં જીવ રક્ષા માગે છે, ત્રીજીવાર મારે ધન ન જોઈએ કહી “કીત્તેર કીજેરે જગ સારેકું બહુ સુખી” એવું માગે છે. પછી અકબર ખુશી થઈ છ ફરમાન દેશદેશ મેકલે છે, તેમાં શ્રાવણ વદ દશમીથી બાર દિવસ જીવહિંસાની મના કરે છે. વળી સૂરિની ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org