________________
( ૧૨૪) રૂપચંદકુવરરાસ,
ચાર ચાર કેશીસાં ઓળ, તમે નિરધારી જે જે પળ. ૧૦ કહી એટલું વહેળી વળે, વળતું તે કહે તે સાંભળે;
ઈમ કહીને દાસી મેકલી, જાતાં તેને પ્રીતે ઝલી. ૧૧ માં માં કરતાં લીધાં નાર, એક ચપણું શું ઘેબર ચાર;
બીજા સવિ લઈ આવી તિહાં, શુરસેન બેઠે છે જિહાં. ૧૨ આપી ઘેબર કહાવ્યા બોલ, તે સઘળા તિણે કહ્યા નિટેલ;
શૂરસેને તે સવિ રખિયું, જાતાં તેને ઈમ ભાખિયું. ૧૩ કહેજે તે કુમરીને મન્ન, ઈણ નગરે છે પિળજ ત્રય;
કેશીસાં બારજ એટલું, અસત્ય ન બેલે માણસ ભલું. ૧૪ ઘર આવી કુંવરીને તેહ, કહે વાત તવ ચમકી એહ; તવ ઝાલી દાસી કહે ખરૂં, ચોથા ભાગતણું શું કર્યું? ૧૫ અતિ ચંપાવી માન્યું તિણે, ચિતે કુમરી ઉપાએ કિણે!
એ નરશું થાએ વિવાહ, તે પૂગે મનને ઉચ્છા. ૧૬ પિતા પ્રતે કહે સાંભળ વાણ, ઈણ વાતે સંદેહ મ આણુ
પરણાવે તે એ વર વરું, નહીં તે બાળકુંવારી ભરૂ. ૧૭ પિતા વિચારીને ત્યાં ગયે, સેનને હાથે ગ્રહે,
અતિ આદરે આ આવાસે, તે કુંવરી દીધી ઉલ્લાસે. ૧૮ સાંગણ શેઠ તેનું નામ, પુત્રી પુણ્યસિરિ અભિરામ; લખમીને તસ ઘર નહીં પાર, શૂરસેન સુખ વિલસે સાર. ૧૯ સરખી જોડી મળી મનોહાર, સુખ અનુભવે બેહુ નરનાર; પાળે પ્રીતિ નીર માછલી, કુંવર પ્રતે વાત પાછલી. ૨૦ એક દિન સાંભરી થયે નિરાશ, મુખે બે ચાર મૂક્યા નિશ્વાસ; તવ કુંવરી કહે પિઉ તમે ગુણી,એવડું દુખ આણે શ્યાભણી. ૨૧ કુમારે કહ્યું પૂર્વ વૃત્તાંત, પુણ્યસિરિ કહે સાંભળ કંત; સભામાંહિ હસિયે માછલે, તેહને અર્થ કહું હું ભલે. ૨૨
- તાજા. ૨ કાંગરાના બુરજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org