Book Title: Anahadani Arti Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 7
________________ માંગવું અને જાણવું ગભરાયો છું. મનને મક્કમ કરતાં વાર લાગી છે. મારી વ્યક્તિગત મર્યાદાઓને સમજવામાં જ વરસો વહી ગયાં છે. હવે થોડું થોડું સમજાય છે. જે કાંઈ ખૂટે છે તેની નોંધ રાખી છે. જે ગુમાવ્યું છે તે યાદ રાખ્યું છે. સરવાળો કેવળ એટલો જ કર્યો છે કે મારે આગળ વધવું હશે તો મારી સહાયમાં મારે જ રહેવાનું છે.' પ્રભુની સમક્ષ આત્માને સાંભરતા મંત્રીશ્વર જાગરણની દિશા શોધે છે. પ્રભુની પાસે તે સાત માંગણી કરે છે. મંત્રીશ્વર ભગવાન સમક્ષ બોલ્યા. એમના શબ્દો સંસ્કૃતભાષામાં વહી આવ્યા : शास्त्राभ्यासो जिनपतिनतिः सङ्गतिः सर्वदाऽऽर्यैः सवृत्तानां गुणगुणकथा दोषवादे च मौनम् । सर्वस्याऽपि प्रियहितवचो भावना चात्मतत्त्वे संपद्यन्तां मम भवभवे यावदाप्ताऽपवर्गः ॥ આ શબ્દો અનહદની આરતીની આશકા છે. આ શબ્દો પ્રાર્થનાસૂત્ર છે. આ શબ્દો દીવો છે અને જયોત છે. આદિનાથ ભગવાન્ સમક્ષ જોતાં જોતાં આપોઆપ આવિષ્કાર પામેલી આ કવિતા છે, ભક્તની ભક્તિ અને સાધકની સાધના છે. કલ્પના કરીએ. ભગવાન ભક્ત પર પ્રસન્ન થાય. ‘ભગવાન જાતે જ નક્કી કરી કહે કે મારે આ ભક્તને આટલું આટલું આપવું છે. જોકે આ બન્યું નથી, બનતું નથી. પણ કેવલ કલ્પના. તો ભગવાન પોતાની રીતે આપવા લાયક વસ્તુ તરીકે શું શું આપવાનું પસંદ કરે ?” મંત્રીશ્વરે જે માંગ્યું છે તે આ કલ્પનાની ભીતર જઈને માંગ્યું છે. નાનાં બાળકો કે ઊગતી જવાનીએ આવેલા તરુણો માંગે છે તેમાં અપેક્ષા હોય છે, લાંબી પરિણામદેષ્ટિ નથી હોતી. સમજદાર માણસો પોતે શું પરિણામ ચાહે છે તેની પાકી કલ્પના કરે છે. પોતાની આવડત અને પોતાના સંયોગોનો સાંધો મેળવવાની ગતાગમ તેમને પૂરેપૂરી હોય છે. મારાં ભવિષ્ય પર મારા વર્તમાનનો જ પ્રભાવ પડવાનો છે તેમ એ સમજી શક્તા હોય છે. જે મળ્યું તે લઈ લીધું અને જે થયું તે સારું થયું આવું એકાકી વલણ તે રાખતા નથી. અનહદની આરતી થાકીહારીને આખરે જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે, તેવું ઢીલું મન નથી તેમનું. તાજગી હોય અને જીતનો અણસાર હોય ત્યારે ચારેકોર તૈયારી કરી શકાય છે. પ્રાર્થના મંત્રીશ્વર કરે છે, તેમની ભાવના સમજવી છે. માણસ કોઈ કામ કરે છે તો તે પાછળ બે વસ્તુ જોવાય છે. દષ્ટિ અને પ્રવૃત્તિ. દૃષ્ટિનો મતલબ ભાવના. કામ તો કોઈ પણ હોઈ શકે પરંતુ ભાવના ભલી હોવી ઘટે. ભાવનામાં અધૂરપ કે કચાશ ન ચાલે. સાચી અને ઊંચી દષ્ટિ તે સારાં કામની પહેલી શરત. હવે દૃષ્ટિના મુદ્દે સ્પષ્ટ હોય તે માણસ પ્રવૃત્તિ, સારી અને ઉમદા જ કરવાનો છે. આમાં ચતુર્ભગી થશે. ભાવના સારી, પ્રવૃત્તિ સારી. ભાવના સારી, પ્રવૃત્તિ ખરાબ. ભાવના ખરાબ, પ્રવૃત્તિ સારી. ભાવના ખરાબ, પ્રવૃત્તિ ખરાબ. ભાવના સારી હોય તે બે ભાંગો સારા છે. ભાવના ખરાબ હોય તે બે ભાંગા સારા નથી. મંત્રીશ્વરની પ્રાર્થના એ પ્રવૃત્તિ છે. તેની પાછળની દૃષ્ટિ ખૂબ ઉત્તમ છે. તેમણે પોતાના આત્મા માટે વિચાર કર્યો છે. આત્માને લાગુ પડેલી એક એક સમસ્યાની ઓળખ તેમણે મેળવી છે. મંત્રીશ્વર બહુશ્રુત છે. તે કાળના આચાર્ય ભગવંતો પાસે આવશ્યક અને કર્મપ્રકૃતિ ભણી ચૂક્યા છે. ધર્મનો બોધ મેળવ્યા પછીનું મનોમંથન શ્રેષ્ઠ પરિણામની અપેક્ષા જગાડે છે. મંત્રીશ્વર સતત fઉં તેવું fઉં ૨ ને વિક્વસેલું ! આ લયમાં રહે છે. ધર્મના ભાવુક ભક્ત છે. ધર્મના સમર્પિત સેવક છે. તેમ ધર્મનાં સૂક્ષ્મ રહસ્યોના જ્ઞાતા છે. ભોળો ભક્ત માંગે તેથી સવાયું માંગવાની તેમની પાસે સૂઝ છે. સાથોસાથ તે મંત્રીશ્વર પદે સફળતા પામી ચૂક્યા છે. મોટા માણસો પાસે બીજાની પાસેથી કામ કઢાવવાની આવડત હોય છે અને પોતાની જાત પાસેથી કામ કરાવવાની આદત હોય છે. કામ કરવું કે કરાવવું સહેલું નથી. શું નિષ્પન્ન કરવું છે તે વિચારીને પગલાં ભરવાનાં હોય છે. આપણે આજે જે પ્રવૃત્તિ કરીએ તેની દૂરગામી અસરની કલ્પના કરતાં આવડવી જોઈએ. અથવા તો થોડાં વરસ પછીનું એક વિશાળ પરિણામ કલ્પના સમક્ષ રાખીને આજની પ્રવૃત્તિમાં જોડાતા રહેવું જોઈએ. કામમાંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54