Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 34
________________ સજ્જનોનો સથવારો : દુર્જનોનું દૂરીણ સમજાવવા આવશે. તમારી સજ્જનતા હારી ચૂકી હોય ત્યારે તે તમને એમાંથી ઉગારશે. તમારી દુર્જનતા જીતી રહી હશે ત્યારે તે તમને અટકાવશે. તમારી દુર્જનતા જીતી ગઈ હશે તો એ તમને દૂધે ધોઈને પાછાં ઠેકાણે લાવશે. તમારા ગુણોની બાબતમાં તમે સ્વતંત્ર રીતે પ્રગતિ કરી શકવાના નથી. તમારા દોષોની બાબતમાં તમે એકલે હાથે લડી શકવાના નથી. તમારા રથમાં તમારે અર્જુનની જેમ બેસવાનું છે. તમારો સારથિ તમારો કલ્યાણમિત્ર બનશે તો જ મજા આવશે. જીતવાની અને આગળ વધવાની મજા. તમે તમારા ધર્મમાં - દાનમાં, શીલમાં, તપમાં અને ખાસ કરીને ભાવમાં સવિશેષ પ્રગતિ સાધો તો એ સથવારો મેળવીને જ સાધી શકો. એમનેમ નહીં. ૫૭ તમે જોતા રહેજો. જેમની જેમની સજ્જનતા સાબૂત છે તેમને સૌને ગુણો દ્વારા સારા પ્રસંગ મળેલા છે અને દોષો દ્વારા બૂરા પ્રસંગ તેમની જીંદગીમાં ઓછા આવે છે. તમારી માટે આ કામના લોકો છે. બીજી તરફ દોષ દ્વારા ઊભા થતા ખરાબ પ્રસંગો જેમનાં જીવનમાં ઘણા સર્જાય છે અને ગુણ દ્વારા ઊભા થતા સારા પ્રસંગોનો જેમનાં જીવનમાં દુકાળ છે એમને ઓળખી લેજો. તમારી માટે આ લોકો જોખમી છે. તમને મળનારા લોકો તમારા સ્વભાવ પર પોતાની છાપ પાડતા હોય છે. તમે જેમની વાતો સાંભળો છો, જેમને મહત્ત્વ આપો છો, જેમને આગળ રાખીને ચાલો છો તે લોકો તમારું ઘડતર કરે છે. તમારી માન્યતા અને તમારા વિચાર ઉપર તમારી નજીક રહેનારા લોકોનું મજબૂત વર્ચસ્વ હોય છે. તમે ખરાબ લોકોની વચ્ચે સારા બનીને રહો તે સપનું જેટલું સારું છે તેટલું જ કપરું છે. તમે સારા માણસોની વચ્ચે ખરાબ જ રહો તે ઘટના જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ વાસ્તવિક છે. તમારું ધ્યાન આસપાસના માણસો પર છે. તમને મળેલા બધા જ માણસોને તમે એકસરખા માનીને ચાલો છો. તમારે આ માણસોનાં સ્તર નક્કી કરવા જોઈએ. તમારા વિચારો પર જે કમજોર અસર ઊભી કરે છે તે લોકોને જુદા લીસ્ટમાં રાખવાના. તમારા વિચારોને જે બદલવા માંગતા નથી તેમને જુદા લીસ્ટમાં રાખવાના. તમારા વિચારોને જે સાચ્ચા અર્થમાં બદલી શકે છે તેમને જુદા લીસ્ટમાં રાખવાના. તમને સાચા વિચારો આપી શકે તેવા એકાદ બે સજ્જન તમને મળી ગયા હોય તો તમારું ભવિષ્ય નિશ્ચિત છે. તમારે જાતે અનહદની આરતી પસંદગી કરવાની છે. તમારા વિચારો પર પ્રભાવ પાથરનારા લોકોનું સારા હોવું કે ખરાબ હોવું - એ તમારી જવાબદારી નથી. તમારે કેવી અસર પોતાની પર ઊભી કરવી છે તે તમારે નક્કી કરવાનું છે. સામાન્ય રીતે તમે જેમને મળો તેમને સારા સમજીને ચાલો છો. આ અભિગમ બદલો. તમે સારા માણસ હોય તેમને જ મળો. તમે અરીસો છો. તમારી સામે જે આવે છે તેનો પડછાયો તમે ઝીલો છો. અરીસો સ્વતંત્ર નથી પસંદગીની બાબતમાં. એને ગુલાબ મળે તો ગુલાબનો પડછાયો પાડે ને થોર મળે તો થોરનો પડછાયો પાડે. તમે સ્વતંત્ર છો. તમારે કેવો પડછાયો પાડવો છે તમારા સ્વભાવ પર, તે તમારે નક્કી કરી લેવાનું છે. સારા પડછાયાની અપેક્ષા રાખો અને સારા માણસનો સંપર્ક રાખો. સારી અસરની ઉત્કંઠા જગાડો અને સારા માણસની ભાગીદારી કરો. ખરાબ પડછાયાનો ડર રાખો અને ખરાબ માણસથી દૂર ભાગો. ખરાબ અસરથી બચવાનો નિયમ કરો અને ખરાબ માણસથી અલગ રહો. સારા માણસ બનવા માટે ખરાબ માણસોને છોડવા જ પડે છે. ૫૮

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54