Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 45
________________ CO અનહદની આરતી પ્રાર્થના-૬ ૧૬. જબ અપના મુંહ ખોલો તુમ સંવાદિતા. સૌનો મનગમતો શબ્દ, અસરપરસનો વહેવાર સંવાદિતા વિના સારો ચાલતો નથી. તમારી વાત સામા માણસને સમજાય અને સામા માણસની વાત તમને સમજાય તે સંવાદિતા છે. તમારી વાત સામા માણસને ગમે અને સામા માણસની વાત તમને ગમે આ સંવાદિતાનું ફળ છે. તમારી વાત સામો માણસ સ્વીકારે અને સામા માણસની વાતને તમે સ્વીકારો આ સંવાદિતાનું લક્ષ્ય છે. બે માણસ ભેગા થાય ત્યાંથી સમાજવ્યવસ્થા શરૂ થાય છે. સૌને પોતાના મનની વાત કહેવી હોય છે, પોતાને સાંભળે અને સંભાળે તેવો સથવારો સૌને ખપે છે. પોતે કોઈને સાંભળે અને સંભાળે તેવો મમતાનો ભાવ પણ સૌનાં દિલમાં હોય છે. મનના ભાવને વ્યક્ત કરવા માટે વાણીનું માધ્યમ શ્રેષ્ઠ છે. બોલવામાં વિવેકે વર્તવાનું જેને સહજ છે તેને સંવાદિતાનો સુમધુર અનુભવ સાંપડે છે. મારે મારી હાજરી પૂરવાર કરવી છે માટે બોલું છું – એવું બને. મારે બીજાની હાજરીનો સ્વીકાર કરવો છે મારે હું બોલું છું – તેવું બને. ગમે તેમ, બોલવામાં અરસપરસ કે આમનેસામને બે પાત્રોનું હોવું જરૂરી છે. ઉચ્ચારણ અને શ્રવણ - આ બે શબ્દો સાથે પનારો પડે છે, તે એક સાથે જ. મંત્રીશ્વરની છઠ્ઠી માંગણી બોલવા અંગેની છે : મારી વાણી સૌની માટે, પ્રિયકારી, હિતકારી બને તેવું મંત્રીશ્વર માંગે છે. તમારાં શ્રીમુખેથી વ્યક્ત થઈ રહેલા શબ્દો સાંભળનારા એ શબ્દો દ્વારા પોતાના વિચારને, પોતાની લાગણીને આકાર આપે છે. તમારો શબ્દ આલંબન છે, સામા માણસનાં વિચારતંત્રનું આલંબન. તમારો શબ્દ આલંબન છે, સામા માણસનાં લાગણીતંત્રનું આલંબન. તમારા શબ્દને કાને ધરનારો માણસ, પોતાના વિચારજગતમાં એ શબ્દો દ્વારા એક અવકાશ પૂરે છે. બોલાયેલો શબ્દ કયારેય નિષ્ફળ જતો નથી. તમારો ઉચ્ચારેલો શબ્દ સામા માણસનાં મનમાં જે કોઈ વિચારનું નિર્માણ કરે છે તેની કલ્પના કરીને બોલવાનું છે. તમે સામી વ્યક્તિનાં મનમાં સારા વિચારનું આરોપણ કરી શકો તો તમારા શબ્દો સારા છે. તમે સામી વ્યક્તિનાં મનમાં, સારા ન કહી શકાય તેવા વિચારોનું આરોપણ કરી દો તો તમારા શબ્દો સારા નથી. તમારા બોલવાને લીધે સાંભળનારાના વિચારને દિશા મળે છે, તમારે યોગ્ય દિશા આપવાની છે, તમારા શબ્દો જે યોગ્ય દિશા નથી આપતા તો તમે શબ્દોનો વિનિયોગ કરવામાં ચૂકો છો. તમારા શબ્દોમાં તમારી જિન્મેદારીનું વજન હોવું જોઈએ. પૈસાની જેમ શબ્દોની કિંમત વસૂલ થવી જોઈએ. વાતો કરીએ તેમાં શબ્દો વપરાય છે. શબ્દોની પહેલા અને પછી કોણ કોણ હોય છે ? શબ્દો બોલાય તે પહેલા તમારું મન, મનના વિચાર હોય છે. શબ્દો બોલાય તે પછી સામા માણસનું મન અને એના વિચાર હોય છે. શબ્દો હોઠેથી નીકળે તે પહેલાં મનમાં ગોઠવાતા હોય છે, શબ્દો કાને પડે તે પછી મનમાં અસર નીપજાવતા હોય છે. મંત્રીશ્વર, શબ્દો બોલાઈ જાય તે પછીની અસરનો | વિચાર કરી રહ્યા છે. શબ્દોની અસર વિધાતક ન હોય તેનું ધ્યાન રાખવાનું છે, તમારા શબ્દો સામી વ્યક્તિને અવાજ તરીકે નથી સાંભળાતા. તમારા શબ્દોને એ સંદેશ તરીકે સાંભળે છે. બોલાતો શબ્દ કાન દ્વારા વંચાતો હોય છે. શબ્દ દ્વારા મન અર્થઘટન કરે છે, વિચારે છે. તમારા શબ્દોનું અર્થઘટન કરવાની ક્ષણોમાં એ શબ્દો સાંભળનાર ક્ષુબ્ધ બને તેવું ના થવા દેવાય. તમારા શબ્દો દ્વારા દુ:ખ નીપજે, તકલીફ પડે, નિરાશા થાય, અપમાન કે અવજ્ઞાનો અનુભવ થાય તો તમારો શબ્દ તમે સરિયામ વેડફડ્યો છે તેમ માનવું પડે. તમારા શબ્દો સાંભળીને સામી વ્યક્તિને તાજગીનો અહેસાસ થાય, એ તમારા શબ્દ દ્વારા હૂંફ અને હિંમત પામે, એનાં મનનું દુ:ખ ઘટે, એની ચિંતા ઓછી થાય, એ આદર અને આવકારનો અનુભવ પામે તો તમારા શબ્દોનો સાચો ઉપયોગ થયો છે તેમ કહી શકાય. પોતાના તોરમાં જીવનારા મોટા માણસોને નાના માણસો સાથે વાત કરવાની ફુરસદ હોતી નથી. મોટાઈનું અભિમાન જ, મોટા માણસ અને નાના

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54