Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 48
________________ અનહદની આરતી સાચું Èવું સાચી રીતે ફ્લેવું ભગવાનું છે. ભગવાનું ન હોય તેમની ભૂલ થવાની સંભાવના પૂરેપૂરી છે. ભૂલ થઈ હોય અને પોતાને ભૂલનો ખ્યાલ ન આવ્યો હોય તેવું સામી વ્યક્તિમાં જોવા મળશે. તમે એને ભૂલનો ખ્યાલ નહીં આપો તો એ ભૂલમાં આગળ વધશે અને ભૂલના પરિણામો ભોગવવા મજબૂર બનશે. તમારે એને ભૂલ બતાવવાની રહેશે. ભૂલ બતાવવા માટે તરત જ કડક થવાનું ના હોય. ભૂલ બતાવવા માટે પણ પહેલો ઉપયોગ મીઠાશનો જ કરવાનો. ધીમે રહીને પૂછીએ, દોહરો કહે છે. ભૂલ પ્રેમથી બતાવી. સામી વ્યક્તિએ ભૂલનો બચાવ કર્યો, તમે મીઠાશ નથી ચૂક્યા પણ સામી વ્યક્તિ સજ્જનતા ચૂકી રહી છે. તમારી સાચી વાતને તે સાંભળી રહ્યો નથી. તમારે કડવાશ કહેતાં કડકાઈ અપનાવવી પડશે. કડવા બોલ ઉત્તમ માણસો ના બોલે તેવું વિચારીને તમે મીઠાશને પકડી રાખો તે નહીં ચાલે. હિતકારી વચન બોલવા તે જ ઉત્તમ માણસનું ખરું લક્ષણ છે. તમે વ્યાજબી વાત કરો છો કે નહીં તેની પૂરેપૂરી ખાતરી કરી લેજો . તમે તમારા મુદ્દાની સચ્ચાઈમાં સ્પષ્ટ હો તો કડક થવામાં કોઈ જ વાંધો નથી. તમે કડક થશો એ પછી સામી વ્યક્તિ તમારી વાત પર અવશ્ય વિચાર કરશે. એને ભૂલ સમજાશે. એ અટકશે. ભૂલના પરિણામોથી તે બચી જશે. એનું હિત થશે. હિતકારી વચનનું આ સુખદ કર્તવ્ય તમે ચૂકશો નહીં, મંત્રીશ્વરના શબ્દો કહે છે. ઘણી વખત એવું બને છે કે “આપણા કડક થવાને લીધે સામી વ્યક્તિ ગુસ્સામાં આવે છે. આપણને એવું લાગે છે કે આપણે એમના કષાયનું નિમિત્ત બની રહ્યા છીએ.’ આમાં બે વાત છે. સામી વ્યક્તિ ગુસ્સે થાય તેમાં પણ જો આપણા ગુસ્સા સામે વાંધો હોય અને પોતાની ભૂલનો સ્વીકાર હોય તો એના ગુસ્સાને ખમી લેવાનો. આપણે ગુસ્સો કર્યો તેની માફી માંગવાની. એણે પોતાની ભૂલ સ્વીકારી છે તે બદલ તેને ધન્યવાદ આપવાના, આ પહેલી વાત થઈ. બીજી વાત. આપણી કડકાઈને લીધે અર્થનો અનર્થ થાય અને મામલો તદ્દન ઊંધા રવાડે ચડી જાય તો, જેટલી બાજી હાથમાં છે તેટલી સમજીને સુધારી લેવાની. આપણો અધિકાર ન હોય અને સામી વ્યક્તિની પાત્રતા ન હોય તો બોલીને કશું ઉપજતું નથી. ભૂલ અને ભૂલના પરિણામથી એને બચાવવા આપણે થઈ શકતું હતું એટલું કર્યું. હવે એનાં ભાગ્ય પર છોડી દેવાનું. આપણે કહ્યું તેનું ઉપજતું નથી એવી ખોટી બળતરા નહીં રાખવાની. ભાવિભાવ. બસ. તમારી બોલવાની આવડત, સીધી સરળ વાતમાં સફળ થાય તેમાં કશી નવાઈ નથી. મુશ્કેલ અને અઘરી બાબતમાં તમારી આવડતની પરીક્ષા થાય છે. ખુશાલીની વાતોમાં તો બોલતા સૌને આવડે. કડવી વાતો કરવાની આવી કળા શીખવી પડે છે. જે મહેતા મારી શકતો નથી એ ભણાવી નથી શકતો. મહેતાએ જો ભણાવવું હોય તો એને મારતા આવડવું જોઈએ. તમારી વાત હિતકારી બને તે માટે તમારો વહેવાર સારો હોય તે જરૂરી છે. તમારો વહેવાર સારો બને તે માટે તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. તમને સામા માણસમાં તમારો સ્વાર્થ દેખાય છે માટે તમે એનામાં રસ લો છો આવું બનતું હોય તો તમારો સ્વભાવ સારો નથી. તમને સામા માણસમાં ઉજળી સંભાવના દેખાય છે, તેમને સામા માણસનું રળિયાત તત્ત્વ ગમે છે માટે તમે એનામાં રસ લો છો તો તમારો સ્વભાવ સારો છે. સામા માણસના ગુણોની અસરમાં તમે તુરંત આવો છો તો તમારો સ્વભાવ સારો છે. સામા માણસના દોષની અસર તમારી પર તુરંત પડે છે તો તમારા સ્વભાવ સારો નથી. ટૂંકમાં - તમે તમારાં અભિમાનને ગૌણ કરી શકતા હો તો તમારો સ્વભાવ સારો છે. વાતચીતમાં બગડતું હોય છે કેવળ પોતાની જક પકડવાને લીધે. તમે સાચી વાત દેઢતાથી કહી દો તે તમારી જીત છે. તમે સામી વ્યક્તિને જુઠી અને બેકાર પૂરવાર કરો તે જક છે. હિતકારી વચનનો અર્થ છે સામી વ્યક્તિના કષાયને છંછેડ્યા વિના એને કષાયોની પકડમાંથી ધીમે ધીમે બહાર લાવવી. ઇંજેક્શન તો આપવાનું જ છે. તમારો હાથ સારો હોય અને સોંય વાગવાની વેદના ન થાય તે તમારી સફળતા. સાચી વાત કહેવાની આવડત તમારામાં હોય એનાથી વાત પૂરી થવાની નથી. સાચી વાત કહેતી વખતે તમારી માનસિકતામાં તાજગી હોવી જોઈએ. બીજાની લીટીને નાની બતાવવા તમે તમારી લીટીને મોટી કરીને તાણો તે બરોબર નથી. કોઈનું સાચા હોવું અને કોઈનું ખોટા હોવું તે તેમનો સ્વતંત્ર મામલો છે. તમારું સાચા હોવું એ તમારી જવાબદારીનું મામલો છે. જાતે સાચા બનો તો સાચી વાત કરી હોય તે શોભે. જૂઠનો વેપાર કરતા

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54