Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 47
________________ પ્રાર્થના-૬ ૧૭. સાચું Èવું? સાચી રીતે ફ્લેવું જબ અપના મુંહ ખોલો તુમ શિરે ટોપલો ઢોળી દેવાનો. રાઈ હોય તેનો પર્વત બનાવી મૂકવાનો. પોતાની ભૂલનો સાવ ખોટો ખુલાસો કરવાનો. બીજાની નાની ભુલને તાણીતૂસીને ભારેખમ બનાવી દેવાની. આ બધો અસત્યનો વહેવાર છે. સ્વાર્થ માટેની આ રમતમાં સામી વ્યક્તિની લાગણી દુભાશે તેનો કોઈ જ ખ્યાલ રાખવામાં આવતો નથી. મધુરતાના ભોગે બોલાતા શબ્દો હોય છે આ બધા. મંત્રીશ્વરની માંગણી એવી સરસ છે કે સમજાય તરત અને અમલ કરવામાં ખાસ્સી વાર લાગે. તમે બીજાને આ રીતે સંભળાવી દેવાની આદત કેળવશો નહીં તેમ મંત્રીશ્વર ભગવાનું સમક્ષ પ્રાર્થના કરવા દ્વારા સમજાવે છે. સાથોસાથ બીજી પણ વાત છે. તમને આ રીતે કોઈ કશુંક સંભળાવી દેતું હોય ત્યારે વિચલિત થશો નહીં. આ વાતચીત કરવાની પામર પદ્ધતિઓ છે. તમારી મોટાઈ આવાં અપમાનોને લીધે ઘટતી નથી. બલ્ક આવાં અપમાનોને હસતાં મોઢે ગળી જવામાં જ મોટાઈ છે. બજાર વચ્ચેથી ચાલી જતા હાથીની પાછળ ભસી રહેલું ચોક્કસ પ્રકારનું પ્રાણી તેની વાંકી પૂંછડીને લીધે તો પછી વગોવાયું, તેની આ પાછળ પાછળ ભસતા રહેવાની આદતે તેને પહેલેથી બદનામ કરી મૂક્યું છે. હાથીને એ ડગાવી શકતું નથી. તમારા કાનમાં ઘોંઘાટને લીધે થોડો ત્રાસ જરૂર થાય પરંતુ મનથી ડગવાનું ન હોય. તમારી સમક્ષ મધુર વાણીથી ૨જૂઆત થાય તેવી અપેક્ષા રાખશો નહીં. તમારી રજૂઆત મધુર વાણીમાં જ થાય એ મુદ્દે કદી ઉપેક્ષા કરશો નહીં. વાણી એ આત્માનો અવાજ છે. મહાત્મા, અંતરાત્મા કે દુરાત્માની પરખ તેની વાણી દ્વારા થાય છે. તમારી સચ્ચાઈ વાણીમાં વ્યક્ત થાય તે સારું કહેવાય. તમારી નબળી કડી વાણી દ્વારા વ્યક્ત થાય તે ખોટું. શરીરમાં શર્કરાતત્ત્વ વધી જાય તો કડવી દવા પીને તેને કાબૂમાં લેવાતું હોય છે. મીઠાશનો ઉપયોગ વાણીમાં વધારે પડતો ન થવો જોઈએ. મીઠાશની જેમ કડવાશ જરૂરી છે. મીઠાશ સામી વ્યક્તિના સદ્ગુણને ટેકો આપે, સદ્ભાવનાને સાચવે અને હૂંફ આપે. આ જ મીઠાશ સામી વ્યક્તિના અવગુણને ટેકો આપે, ખોટી વિચારણાને સાચવે અને છલના ઊભી કરે તેવું બની શકે છે. સામાન્ય વ્યવહારમાં મીઠાશનો ઉપયોગ વાણીમાં જરૂરી છે. ચોક્કસ સંયોગોમાં કડવાશનો ઉપયોગ કરવો પડે છે. કડવા થવાનું ગમતું નથી. ઊગ્રતા વિના કડવાશ અસરકારક બનતી નથી એવું મોટેભાગે બને છે. પ્રેમથી મારેલો તમાચો વાગતો નથી. મંત્રીશ્વર કડવાશને સાહજીક બનાવવા માટે - હિતકારી વચન - આ શબ્દ ખપમાં લીધો છે. મંત્રીશ્વરની માંગણી છે : મારું વચન પ્રિય હોય તેથી વિશેષ હિતકારી હોવું જોઈએ. પ્રિય વચન બોલવાનું લક્ષ્ય જાળવવામાં હું હિતકારી વચન બોલવાનું ના ભૂલું. હિતકારી વચન બોલવાની જરૂર પડે ત્યારે પ્રિય વચન બોલવાની ઉપેક્ષા કરીને પણ, હિતનો ઉદેશ હું જાળવું.' સમતુલા અને સંતુલન આ બંને બહુ સરસ શબ્દો છે. એક પાસું ઉઘડે અને બીજું પાસું ઢંકાયેલું રહે એમાં સમતુલા નથી. એક પક્ષની વાત સંભળાય અને બીજા પક્ષની વાત કાને ધરવામાં ન આવે એમાં સંતુલન નથી. જમણો હાથ શુકનવંતો ભલે ગણાતો. ડાબો હાથ ના હોય તો જમણા હાથની હાજરીમાં માણસ અપંગ ગણાય છે. બોલવાની બાબતમાં મીઠાશ જમણો હાથ છે. કડવાશ ડાબો હાથ છે. સંવાદિતાનો ઉદ્દેશ એ પણ હોય છે કે સાંભળનારી વ્યક્તિ સાચી વાતને સમજે અને વાતને સાચી રીતે સમજે. ભૂલ ન કરે તે

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54