Page #1
--------------------------------------------------------------------------
________________
અનહદની આરતી
Page #2
--------------------------------------------------------------------------
________________
અનહદની આરતી
પુસ્તક
: અનહદની આરતી : મુનિશ્રી પ્રશમરતિવિજયજી
લેખક
વિષય
: મંત્રીશ્વર વસ્તુપાળની સાત પ્રાર્થનાઓ
આવૃત્તિ
: પ્રથમ
:
રૂા. ૨૫-૦૦
: PRAVACHAN PRAKASHAN, 2006
લેખક તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
મુનિશ્રી પ્રશમરતિવિજયજી
(પ્રાપ્તિસ્થાન)
પૂના : પ્રવચન પ્રકાશન
૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧OO૨. ફોન : ૦૨૦-૩૨૯૨૨૦૬૯, મો. ૯૮૯૮૦૫૫૩૧૦
Email : Pravachan Prakashan@vsnl.net અમદાવાદ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ
૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ-૩૮OOO૭. ફોન : ૦૭૯-૨૬૬૩૩૮૫
મો. ૯૩૨૭૦૭૫૭૯ મુંબઈ ચંદુભાઈ વી. શાહ
૩, પુષ્પાંજલી, ગૌશાળા લેન મલાડ (ઇસ્ટ), મુંબઈ-૪૦OO૯૭.
ફોન : ૨૮૮૩૪૯૧૭, મો. ૯૮૧૯૮૧૦૫૦૩ ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ-૩૮૦૦૧૬
ફોન : ૦૭૯-૨૨૬૮૪૩૨
પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ.
પૂના-૨
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાશકીય
સમર્પણમ્
શાંતિસૌરભ માસિકમાં અનહદની આરતી-નાં નામે છપાયેલી લેખમાળા આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે.
તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી ૫. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા લિખિત - સંપાદિત ગ્રંથોને પ્રવચન પ્રકાશન નિયમિત રીતે પ્રકટ કરે છે.
તત્ત્વચિંતન અને ભાષાસમૃદ્ધિનો સમન્વય ધરાવતું આ પુસ્તક, એક ચોક્કસ અભ્યાસક્રમની જેમ વિષયનો વિકાસ સાધે છે. શ્રદ્ધાસંપન્ન વાચકોને આ પુસ્તક અવશ્ય ગમશે.
પૂજ્યપાદ અનંત ઉપકરી પિતા મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાના
પવિત્ર હાથોમાં.
- પ્રવચન પ્રકાશન
Page #4
--------------------------------------------------------------------------
________________
આરતીની જ્યોત
મંત્રીશ્વર વસ્તુપાળ ઉત્તમ કક્ષાના ધર્મસાધક અને શાસનપ્રભાવક હતા. તેમની વિદ્યાપ્રીતિ પણ ઉત્તમ હતી. સંસ્કૃતભાષામાં તેમણે નરનારીયળોનન્ટ નામનાં મહાકાવ્યની રચના કરી હતી. આ મહાકાવ્યને ભાષાકીય અને સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ દરજ્જો મળે છે. શ્રી આતિનાથ સ્તોત્ર, શ્રી નેમિનાથ સ્તોત્ર, શ્રી અંવિા સ્તોત્ર, પ્રાર્થનાřોજો દ્વારા મંત્રીશ્વરની સાહિત્ય પ્રતિભાનો અનુભવ થાય છે. વિદ્યાવ્યાસંગી હોવાને લીધે મંત્રીશ્વરે પોતાના સમકાલીન મહાકવિઓ સાથે ખાસ્સો બધો ઘરોબો કેળવ્યો હતો.
કવિ સોમેશ્વર, કવિ હરિહર, કવિ મદન, કવિ સુભટ, કવિ નાનાક, કવિ યશોવીર, કવિ અરિસિંહ જેવા સમર્થ ધુરંધરો સાથે સભામાં બેસીને કાવ્યવિનોદ કરનારા મંત્રીશ્વરની જ્ઞાનગરિમા અપૂર્વ હતી.
શ્રી અમરચંદ્રસૂરિજી મહારાજા, શ્રી વિજયસેનસૂરિજી મહારાજા, શ્રી ઉદયપ્રભસૂરિજી મહારાજા, શ્રી નરચંદ્રસૂરિજી મહારાજા, શ્રી જયસિંહસૂરિજી મહારાજા, શ્રી માણિકચચંદ્રસૂરિજી મહારાજા જેવા પરમજ્ઞાની આચાર્ય ભગવંતોની છાયામાં બેસીને જ્ઞાનગોષ્ઠી કરવાનો લાભ મંત્રીશ્વર મેળવી શકતા હતા કેમકે તેમનું અભ્યાસનું સ્તર અત્યંત ઊંચું હતું.
સમકાલીન વિદ્વાનોએ મંત્રીશ્વર વસ્તુપાળને કૂચલ સરસ્વતી (=દાઢીવાળી સરસ્વતી), સરસ્વતી કંઠાભરણ, વાન્દેવીસૂનુ, સરસ્વતીપુત્ર
જેવાં બિરૂદો આપ્યાં હતાં. મંત્રીશ્વર માટે સમકાલીનોએ કાવ્યો પણ લખ્યાં હતાં. કવિ સોમેશ્વરે નવ સર્ગનું તિામુદ્રી મહાાવ્યમ્ લખ્યું હતું, જેમાં મંત્રીશ્વરની વિજયગાથાનો આલેખ છે. ઠક્કુર અરિસિંહે મુતસંીર્તન નામનું અગિયાર સર્ગનું મહાકાવ્ય લખ્યું હતું. મંત્રીશ્વરનાં ધર્મકૃત્યોના પ્રમુખ પ્રેરણાદાતા શ્રી વિજયસેનસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરના ગિરનાર તીર્થયાત્રાસંઘ પ્રસંગે સ્ત્રીવર્ગને ગાવા માટે રેવંતરાસુ-ની રચના કરી હતી. આ સૂરિજીના શિષ્ય શ્રી ઉદયપ્રભસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરની તીર્થયાત્રાઓનું વર્ણન કરતું ધર્માચ્યુતય મહાાવ્યમ્ રચ્યું હતું. આ મહાકાવ્યની એક નકલ ખુદ મંત્રીશ્વર વસ્તુપાલે પોતાના હાથે વિ. સં. ૧૨૯૦માં લખી હતી તે આજે ખંભાતનાં જ્ઞાનભંડારમાં મૌજૂદ છે. આ જ સૂરિજીએ સુવૃતીતિજ્ઞોહિની નામની પ્રશસ્તિમાં મંત્રીશ્વર અને તેમના પૂર્વવર્તી રાજાઓના સત્કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. શ્રીનરચંદ્રસૂરિજી મહારાજાએ, મંત્રીશ્વર વસ્તુપાળની આગ્રહપૂર્ણ વિનંતીથી જ્યારભાર નામનો ગ્રંથ રચ્યો હતો, તેમણે મંત્રીશ્વરે પ્રતિષ્ઠિત કરેલાં અમુક જિનાલયોના પ્રશસ્તિ લેખો પણ લખ્યા છે. આચાર્ય શ્રી નરેન્દ્રપ્રભસૂરિજી મહારાજાએ મંત્રીશ્વર વસ્તુપાળની વિનંતીથી અહંભારમહોધિ નામનું સાહિત્યશાસ્ત્ર રચ્યું હતું. આચાર્ય શ્રી બાલચંદ્રસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરનાં જીવન વિશે વસંતવિલાસમદા-દ્રાવ્યમ્ ની રચના કરી હતી. મંત્રીશ્વર વસ્તુપાળના શત્રુંજય છરીપાલક સંઘના
Page #5
--------------------------------------------------------------------------
________________
પગથિયાં
સમાપન પ્રસંગે, સકલ શ્રીસંઘ સમક્ષ ભજવાયેલું UTઝાયુધ નાટક આ જ સૂરિજીએ રચ્યું હતું. આચાર્ય શ્રી જયસિંહસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરના યુદ્ધવિજયને વર્ણવતું દૃશ્મીરમમનમ્ નાટક રચ્યું હતું.
ગૌડ કવિ હરિહર પાસે શ્રી હર્ષકૃત નૈષધાવ્ય ની એક પ્રત હતી. ગુજરાતમાં નૈવધાવ્ય ની એક પણ પ્રત નહોતી. મંત્રીશ્વરે કેવળ એક રાતમાં આ વચ્ચે ની નકલ કરાવી લઈને ગુજરાતમાં આ મહાકાવ્યનો પ્રચાર શરૂ કર્યો હતો. નૈષધની સૌથી જૂની ટીકા ગુજરાતમાં રચાઈ છે અને સૌની જૂની હસ્તપ્રત ગુજરાતમાં જ મળે છે. પોતાની સમક્ષ નવા અને હૃદયંગમ પ્રશસ્તિ શ્લોકો રજૂ કરનાર કવિઓને મંત્રીશ્વર ખોબા ભરીને સોનામહોર ભેટમાં આપતા.
ગુજરાતનું રાજયતંત્ર સંભાળવું, સંઘની જવાબદારી અને સંઘના બહોળા વહીવટનું ધ્યાન રાખવું, તલવારનાં જોરે યુદ્ધનાં મેદાનમાં જીત મેળવવી, શાસનપ્રભાવનાનાં અગણિત કાર્યો કરવા, આ બધું કરીને પણ મંત્રીશ્વર સાહિત્યની સાધના અને સાહિત્યનો પૂજાસત્કાર જે રીતે કરતા હતા તે અભૂતપૂર્વ ઘટના કહી શકાય. અનહદની આરતી-માં મંત્રીશ્વર રચિત એક પ્રાર્થના શ્લોકનો રસાસ્વાદ છે. ચૈત્રી પૂનમ | વિ. સં. ૨૦૬૨
- પ્રશમરતિવિજય કુચાવાડા
પ્રવેશ ૧. માંગવું અને જાગવું ૨. અધ્યાતમનું બંધારણ
પ્રાર્થના-૧ 3. દર્શનથી દેશના સુધી ૪. શાસ્ત્રો : શબ્દોથી ભાવ સુધી ૫. ત્રિવેણી સંગમ ૬. શબ્દ શબ્દ શાતા
પ્રાર્થના-૨ છે. આધાર, મેરો પ્રભુ ૮. પ્રભુજી સામું જુઓ ૯. તુમ ચરણોની સેવા
પ્રાર્થના-3 ૧૦. વધુ સારા બનાવે છે સજ્જનો ૧૧. સજ્જનોનો સથવારોઃ દુર્જનોનું દૂરીણ
પ્રાર્થના-૪ ૧૨. ગુણોની ગોઠડી ૧૩. ગુણસ્થા દ્વારા ગુણોનો આવિષ્કર
પ્રાર્થના૧૪. શું નથી બોલવું ? નક્કી છે ? ૧૫. દોષ અને દ્વેષ : ગુણ અને રાણ
- પ્રાર્થના-૬ ૧૬. જબ અપના મુંહ ખોલો તુમ.... ૧૭. સાચું કહેવું સારી રીતે કહેવું
પ્રાર્થના-૭ ૧૮. જીવનની ઝળતી વારતા ૧૯. જાગી અનુભવ પ્રીત
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ
૧. માંગવું અને જાગવું
કથા છે. કાલ્પનિક છે. બોધ મજાનો છે.
કલાકાર પર પ્રભુ પ્રસન્ન થયા. પ્રત્યક્ષ મુલાકાત આપી. ખૂબ બધી વાતો કરી. આખરે છૂટા પડવાનો સમય આવ્યો. પ્રભુએ કલાકારને કશુંક માંગવા કહ્યું. કલાકાર કહે : ‘મારે પૈસા નથી જોઈતા. સમૃદ્ધિ નથી જોઈતી. ઘરબાર પરિવારનો આડંબર નથી જોઈતો. બધા માંગવા માટે જ તમારી પાસે આવે છે. મારે માંગવું નથી. મારે તમને મળવું હતું. મુલાકાત થઈ તેનો આનંદ છે. પ્રભુ, તમે માંગવાનું કહો જ છો તો મારે તમારી પાસેથી ત્રણ વસ્તુ જોઈએ છે. શાંતિ, સંતોષ અને પ્રસન્નતા.”
પ્રભુ હસ્યા. કહે : “અમે બીજ આપીએ. છોડ તો તમારે ઉગાડવા પડે.' જવાબ સાંભળી ભક્ત હસ્યો. પ્રભુએ વરદાન આપ્યું કે નહીં તેની એને પરવા ન રહી. પ્રભુએ તેને જવાબ આપી દીધો હતો. જિંદગી અજવાળી દે એવો જવાબ. ભગવાન આપે છે. ભગવાન પાસેથી માંગો તો ભગવાન ઉત્તમ જીવન અને સમાધિભર્યું મરણ અવશ્ય આપે છે. માંગવામાં મરમ હોવો જોઈએ. મંત્રીશ્વર વસ્તુપાળ માંગણીના મરમી હતા. ભગવાન પાસેથી બીજ મળે છે. બીજમાંથી છોડ ઉગાડવાની આવડત જાતે કેળવવી પડે છે. તૈયાર માલ પણ ભગવાન પાસેથી મળે. એનું લાંબું ચાલે નહીં. વારંવાર થોડું થોડું માંગ્યા કરવું તે કરતાં એક વાર મબલખ માંગી લેવું વધુ સારું.
મંત્રીશ્વરે માંગ્યું છે. મન દઈને માંગ્યું છે. જે જાગે છે તે માંગે છે. જેને જોઈએ છે તે માંગે છે. જેને જે જોઈએ છે તે જ તે માંગે છે. તમારી પાસે શું છે તે તમારી ઓળખ નથી. તમે શું માંગો છો અને તમે શું કરવા માંગો
અનહદની આરતી છો તે તમારી ઓળખ છે.
મંત્રીશ્વરે સિદ્ધાચલનાં શિખરે જે દીવો છે તેની સમક્ષ માંગણી મૂકી છે. દીવો છે આદિનાથ દાદા. અજવાસ પણ આપે. સહવાસ અને સુવાસ પણ આપે. મંત્રીશ્વર સંઘ લઈને આવ્યા છે. સંઘપતિ બન્યા છે. પ્રભુપૂજા કરીને ભાવપૂજા આટોપી રહ્યા છે. એ જમાનામાં ‘આવ્યો શરણે તુમારા' ગવાતું નહોતું. આજે ‘આવ્યો શરણે’ એ ચૈત્યવંદનની બધાઈ તરીકે ગવાય છે. મંત્રીશ્વર બધાઈની આ જ ક્ષણે ઊભા છે.
શત્રુંજયના ડુંગર પર દાદાનો દરબાર ભરાયો છે. પૂજાર્થીઓની ભીડ મચી છે. યાત્રાળુઓની ઠઠ જામી છે. શત્રુંજયનો વાયરો વહી વહીને અટકે છે. દૂર દૂર વિમલગિરિના મોર બોલી રહ્યા છે. રાયણવૃક્ષની ડાળે ડાળે નર્તન છે. મંત્રીશ્વર દાદા આદેશ્વર પ્રભુને નિહાળી રહ્યા છે. પ્રભુથી વિખૂટા પડવાની ઘડી છે. હવે ઊભા થઈને ચાલી નીકળવાનું છે. પ્રભુને છેલ્લો સંદેશો શો આપવો ?
મંત્રીશ્વર વિચારે છે : પ્રભુની ભક્તિ કરતાં મને નથી આવડતી. પ્રભુની પાસે માંગવાનો મને ક્યાં હક છે ? ભગવાનની સાથે સંવાદ જ સધાયો નથી ત્યાં માંગવું અને શી રીતે ? છતાં ભગવાન સમક્ષ ખુલાસો કરવો છે. મનની મુંઝવણ ભગવાન સામે ઠાલવી દેવી છે. આતમઝુરાપો પ્રભુને દેખાડવો છે. મારે પ્રભુ જેવા થવું છે. પ્રભુ જેવા થવા માટે પ્રભુના મારગડે ચાલવું છે. મારા સ્વભાવે મારા સંસારને ઘડ્યો. મારા સંસારે મારા સ્વભાવને ઘડ્યો. સંસાર ખરાબ છે તો મારો સ્વભાવ પણ ખરાબ જ છે. સંસાર સુધરે તેમ નથી. મારે સ્વભાવને સુધારવો છે. ઘણું મનોમંથન કર્યું છે. જાતનાં પારખાં ઘણી વાર લીધાં છે. મને જે ધર્મ સમજાયો છે તેનો એક છાંટો પણ જીવનમાં ઉતારી શક્યો નથી. મારી ઘડામણ મારા હાથે જ મારે કરવાની છે. પોતપોતાનો આત્મા છે. પોતે જ સંભાળવાનો હોય. ખરું છે. મારું મન કેળવાય તેવી રૂપરેખા મારે જોઈતી હતી. જિનવાણી અનેક ગુરુભગવંતોનાં શ્રીમુખે સાંભળી છે. આત્મનિરીક્ષણ કર્યું છે. ભીતર ડોકિયું કરીને અંધારું તપાસું છે. હિંમત હારી જવાય એટલી બધી કમજોરીની ઝાંખી થઈ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
માંગવું અને જાણવું ગભરાયો છું. મનને મક્કમ કરતાં વાર લાગી છે. મારી વ્યક્તિગત મર્યાદાઓને સમજવામાં જ વરસો વહી ગયાં છે. હવે થોડું થોડું સમજાય છે. જે કાંઈ ખૂટે છે તેની નોંધ રાખી છે. જે ગુમાવ્યું છે તે યાદ રાખ્યું છે. સરવાળો કેવળ એટલો જ કર્યો છે કે મારે આગળ વધવું હશે તો મારી સહાયમાં મારે જ રહેવાનું છે.'
પ્રભુની સમક્ષ આત્માને સાંભરતા મંત્રીશ્વર જાગરણની દિશા શોધે છે. પ્રભુની પાસે તે સાત માંગણી કરે છે. મંત્રીશ્વર ભગવાન સમક્ષ બોલ્યા. એમના શબ્દો સંસ્કૃતભાષામાં વહી આવ્યા :
शास्त्राभ्यासो जिनपतिनतिः सङ्गतिः सर्वदाऽऽर्यैः सवृत्तानां गुणगुणकथा दोषवादे च मौनम् । सर्वस्याऽपि प्रियहितवचो भावना चात्मतत्त्वे संपद्यन्तां मम भवभवे यावदाप्ताऽपवर्गः ॥
આ શબ્દો અનહદની આરતીની આશકા છે. આ શબ્દો પ્રાર્થનાસૂત્ર છે. આ શબ્દો દીવો છે અને જયોત છે. આદિનાથ ભગવાન્ સમક્ષ જોતાં જોતાં આપોઆપ આવિષ્કાર પામેલી આ કવિતા છે, ભક્તની ભક્તિ અને સાધકની સાધના છે.
કલ્પના કરીએ. ભગવાન ભક્ત પર પ્રસન્ન થાય. ‘ભગવાન જાતે જ નક્કી કરી કહે કે મારે આ ભક્તને આટલું આટલું આપવું છે. જોકે આ બન્યું નથી, બનતું નથી. પણ કેવલ કલ્પના. તો ભગવાન પોતાની રીતે આપવા લાયક વસ્તુ તરીકે શું શું આપવાનું પસંદ કરે ?”
મંત્રીશ્વરે જે માંગ્યું છે તે આ કલ્પનાની ભીતર જઈને માંગ્યું છે. નાનાં બાળકો કે ઊગતી જવાનીએ આવેલા તરુણો માંગે છે તેમાં અપેક્ષા હોય છે, લાંબી પરિણામદેષ્ટિ નથી હોતી. સમજદાર માણસો પોતે શું પરિણામ ચાહે છે તેની પાકી કલ્પના કરે છે. પોતાની આવડત અને પોતાના સંયોગોનો સાંધો મેળવવાની ગતાગમ તેમને પૂરેપૂરી હોય છે. મારાં ભવિષ્ય પર મારા વર્તમાનનો જ પ્રભાવ પડવાનો છે તેમ એ સમજી શક્તા હોય છે. જે મળ્યું તે લઈ લીધું અને જે થયું તે સારું થયું આવું એકાકી વલણ તે રાખતા નથી.
અનહદની આરતી થાકીહારીને આખરે જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે, તેવું ઢીલું મન નથી તેમનું. તાજગી હોય અને જીતનો અણસાર હોય ત્યારે ચારેકોર તૈયારી કરી શકાય છે.
પ્રાર્થના મંત્રીશ્વર કરે છે, તેમની ભાવના સમજવી છે. માણસ કોઈ કામ કરે છે તો તે પાછળ બે વસ્તુ જોવાય છે. દષ્ટિ અને પ્રવૃત્તિ. દૃષ્ટિનો મતલબ ભાવના. કામ તો કોઈ પણ હોઈ શકે પરંતુ ભાવના ભલી હોવી ઘટે. ભાવનામાં અધૂરપ કે કચાશ ન ચાલે. સાચી અને ઊંચી દષ્ટિ તે સારાં કામની પહેલી શરત. હવે દૃષ્ટિના મુદ્દે સ્પષ્ટ હોય તે માણસ પ્રવૃત્તિ, સારી અને ઉમદા જ કરવાનો છે. આમાં ચતુર્ભગી થશે. ભાવના સારી, પ્રવૃત્તિ સારી. ભાવના સારી, પ્રવૃત્તિ ખરાબ. ભાવના ખરાબ, પ્રવૃત્તિ સારી. ભાવના ખરાબ, પ્રવૃત્તિ ખરાબ. ભાવના સારી હોય તે બે ભાંગો સારા છે. ભાવના ખરાબ હોય તે બે ભાંગા સારા નથી.
મંત્રીશ્વરની પ્રાર્થના એ પ્રવૃત્તિ છે. તેની પાછળની દૃષ્ટિ ખૂબ ઉત્તમ છે. તેમણે પોતાના આત્મા માટે વિચાર કર્યો છે. આત્માને લાગુ પડેલી એક એક સમસ્યાની ઓળખ તેમણે મેળવી છે. મંત્રીશ્વર બહુશ્રુત છે. તે કાળના આચાર્ય ભગવંતો પાસે આવશ્યક અને કર્મપ્રકૃતિ ભણી ચૂક્યા છે. ધર્મનો બોધ મેળવ્યા પછીનું મનોમંથન શ્રેષ્ઠ પરિણામની અપેક્ષા જગાડે છે. મંત્રીશ્વર સતત fઉં તેવું fઉં ૨ ને વિક્વસેલું ! આ લયમાં રહે છે. ધર્મના ભાવુક ભક્ત છે. ધર્મના સમર્પિત સેવક છે. તેમ ધર્મનાં સૂક્ષ્મ રહસ્યોના જ્ઞાતા છે. ભોળો ભક્ત માંગે તેથી સવાયું માંગવાની તેમની પાસે સૂઝ છે. સાથોસાથ તે મંત્રીશ્વર પદે સફળતા પામી ચૂક્યા છે. મોટા માણસો પાસે બીજાની પાસેથી કામ કઢાવવાની આવડત હોય છે અને પોતાની જાત પાસેથી કામ કરાવવાની આદત હોય છે. કામ કરવું કે કરાવવું સહેલું નથી. શું નિષ્પન્ન કરવું છે તે વિચારીને પગલાં ભરવાનાં હોય છે.
આપણે આજે જે પ્રવૃત્તિ કરીએ તેની દૂરગામી અસરની કલ્પના કરતાં આવડવી જોઈએ. અથવા તો થોડાં વરસ પછીનું એક વિશાળ પરિણામ કલ્પના સમક્ષ રાખીને આજની પ્રવૃત્તિમાં જોડાતા રહેવું જોઈએ. કામમાં
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ
૨. અધ્યાતમનું બંધારણ
માંગવું અને જાણવું સાતત્ય અને ઉત્સાહ જળવાય તે માટે પરિણામદૃષ્ટિ અનિવાર્ય છે. ચીલાચાલુ કામકાજમાં ઘસડાતા આમઆદમીથી જુદા પડવાની પ્રતિભા નીખરવી જોઈએ આપણામાં. આજનો એક સંબંધ પાંચમાં વરસે કેટલો આગળ વધ્યો હશે તે વિચારતાં આવડવું જોઈએ. આજનો નાનો રોગ પાંચ વરસ પછી ક્યાં પહોંચશે તે સમજાવું જોઈએ. આજનું નાનું દુઃખુ પાંચ વરસ પછી વિકરાળ બની શકે છે તે ખ્યાલમાં આવવું જોઈએ. આ જિંદગીની વાત થઈ. આત્માની નિસ્બત હોય ત્યારે વાત ઔર આગળ વધવાની. આજે મારામાં કેટલા દોષો છે તેની મને ખબર હોવી જોઈએ. દરેક દોષોને પોતાનું ભવિષ્ય હોવાનું. આજે મારામાં કેટલા ગુણો છે તેની જાણ મને હોવી જોઈએ. દરેક ગુણોનું ભવિષ્ય હોવાનું. દોષોનું ભવિષ્ય ઝાંખું હોય અને ગુણોનું ભવિષ્ય ઊજળું હોય તેવી પરિણામદેષ્ટિ રાખવાની છે. રોગ ઘટે અને આરોગ્ય સુધરે તે જ રીતે દોષ ઘટે અને ગુણો સાંપડે.
‘ધર્મ કરીએ છીએ. એની મેળે આ બધું થયા કરશે. ગુણો જે મેળવવાના છે તે આવી જશે. દોષો જે ટાળવાના છે તે જતા રહેશે એની મેળે. આપણે ધરમ કરીને ભાઈ. લોકો કાંઈ કરતા નથી. આપણે આટલું તો કરીએ છીએ...” આવી ઢીલી મનોવૃત્તિ નહીં ચાલે. ધર્મ મળ્યો છે, બીજનાં રૂપમાં. છોડ આપણે ઉગાડવાના છે.
મંત્રીશ્વરે આત્માની યાત્રાની રૂપરેખા તૈયાર કરી છે. જે રસ્તે આગળ વધવું છે તેનો નકશો બનાવ્યો છે. ભગવાન સામે બોલતા પહેલાં ખૂબ સોચી લીધું છે. પોતાની રીતે વિચારોમાં સ્પષ્ટતાઓ આંકી છે. કશું અદ્ધર રાખ્યું નથી. કોઈ ગોળગોળ વાત નથી. મોઘમ અને મભમ રહેવા દીધું નથી. પોતાની વ્યક્તિગત આવશ્યકતાને સમજીને તેમણે ભગવાન સમક્ષ સાત માંગણી મૂકી છે. હકીકતમાં આ સાત મુદ્દા તેમના અધ્યાત્મભાવની કાર્યરેખા છે. તે ભગવાનને કેવળ આત્મનિવેદન કરે છે.
મંત્રીશ્વર આત્માને પરમાત્મા બનાવવા માટે સભાન છે. પરમાત્મા બનવા માટેની આત્મિક જવાબદારી પાર પાડવા તે પ્રભુ સમક્ષ પોતાના મનોરથો વ્યક્ત કરે છે. તેમને પ્રભુની મહોરછાપ જોઈએ છે.
સ્ટીફન કૉવીએ આપેલો વિચાર છે. રાષ્ટ્ર સારું ચાલે તે માટે બંધારણ ઘડવું પડે અને તેના નિયમોનું પાલન કરવું પડે તેમ મારું જીવન સારું ચાલે તે માટે મારે મારી જાત માટેનું એક બંધારણ ઘડવું. એમાં નિયમો ઘડ્યા હોય તે મુજબ જ ચાલવાનું. જિંદગી છલોછલ ભરાઈ જશે. મોટાં ગજાની સફળતા મેળવનારા લોકો પાસે પોતાની જિંદગીનાં સ્પષ્ટ લક્ષ્યો હોય છે. જો કે, લક્ષ્ય ઘડવા માટે દૃષ્ટિ હોવી જોઈએ.
ત્રણ શબ્દો છે. શક્તિ, સપનાં અને સર્જન,
આપણે શક્તિશાળી હોઈએ કે ઓછી શક્તિ હોય આપણામાં. આપણને આપણી શક્તિ અને અશક્તિનો ખ્યાલ હોવો જોઈએ. હું શું શું કરી શકું તેની મને જાણ હોય. હું શું શું કરી શકું તેમ નથી તેનું ભાન હોય. શું કરવાથી મને ફાયદો છે અને શું છોડવાથી મને નુકશાની છે તેની મને સમજ હોય. મારે મારી જિંદગી પાસેથી સમગ્રતાનાં સ્તરનું એક પરિણામ જોઈએ. તે છેલ્લાં વરસના છેલ્લા દિવસે મળે તો પણ ચાલે. વરસો વરસ ધીમે ધીમે મળતું રહે તો પણ ચાલે. એ પરિણામને નજર સમક્ષ રાખીને હું નિશ્ચિત ધોરણે સક્રિય બનું. આપણને આટલું વિચાર્યા પછી આપણી શક્તિ મુજબની સૂઝ મળશે. સૂઝ મળે તે પૂર્વે શક્તિનું તારણ નવેસરથી કાઢવાનું. આપણાં સપનાં આપણી શક્તિનો મોભો જાળવે તેવાં હોવાં જોઈએ. લાખ રૂપિયા કમાઈ શકે તેવો માણસ સો રૂપિયાની કમાણીનું સપનું જુએ તે દેવાળું ફૂંકયું કહેવાય. સપનું જોતાં પહેલાં શક્તિની જાંચતપાસ કરવી જોઈએ.
ભગવાને સપનું આપતાં પહેલાં શક્તિ બતાવી. અપ્પા સો પરમMી. આત્મા એ પરમાત્મા છે. આત્મા જો ભગવાન બની શકે તો એ બીજું શું ન
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાતમનું બંધારણ કરી શકે ? મારે ભગવાન બનવાનું છે તે સપનું થયું. મારી પાસે ભગવાન બનવાની યોગ્યતા છે. આ શક્તિ થઈ. બંને ઊંચાં. યોગ્યતા ભગવાન બનવાની છે અને સપનું શ્રીમંત બનવાનું છે તો શક્તિ ઊંચી ખરી પણ સપનું નીચું રહ્યું. યોગ્યતા સાધુ થવાની છે અને સપનું દુકાન બોલવાનું છે તો શક્તિ ઊંચી અને સપનું નીચું. યોગ્યતા બારવ્રતધારી બનવાની છે અને સપનું વિદેશ ફરવા જવાનું છે તો એ જ ઘાટ, શક્તિ ઊંચી, સપનું નીચું. બંનેનો સાંધો બેસાડવો ઘટે. સપનું શક્તિને અન્યાય કરતું હોય તેમાં આપણે કેવળ ગુમાવતા રહેવું પડશે તે નક્કી સમજવું.
શક્તિને અનુરૂપ સપનું જોવું. એ સપનાને અનુરૂપ લક્ષ્ય ઘડવા. એ લક્ષ્યને અનુરૂપ આચરણ કરવું. આ જ પ્રગતિનો ક્રમ. મંત્રીશ્વર વસ્તુપાળે સ્ટીફન કૉવીનો જનમ થયો તેનાં સેંકડો વરસો પહેલાં પોતાની જાત માટેનું એક બંધારણ ઘડી લીધું હતું. કોવીનો સિદ્ધાંત પણ સમજવા જેવો છે. આપણે પોતાની માટે ઘડેલું બંધારણ રાખી મૂકવાનું નથી. તે રોજેરોજ વાંચવાનું છે. તેના આધારે રોજેરોજ ગઈકાલ અને આવતીકાલને સરખાવતા રહેવાની છે. બંધારણ એ રોજિંદું આહ્વાન છે. સવારે ઊઠીને વાંચવું. રાત્રે સૂતાં પહેલાં વાંચવું. બંધારણની ભાષા માવજતથી ઘડવી. શક્તિ, સપનાં અને સર્જનનો ત્રિકોણ બંધારણમાં આલેખેલો હોય. વાંચીએ ને નશો ચડે, વાંચીએ તેમ નવો ઉમંગ જાગે. લાંબું મનોમંથન અને ઊંડું આત્મનિરીક્ષણ કર્યા પછી જ બંધારણ ઘડી શકાય. એક વખત તમે તમારી જાતનું બંધારણ ઘડી લીધું પછી તમે જિંદગીના રાજા છો.
મંત્રીશ્વર માંગે છે તે આત્મનિવેદન છે. પોતાનું સર્જન, પોતાનું સપનું અને પોતાની શક્તિ અરસપરસને પોષતાં રહે તેવી એમની માંગણી છે. આત્મા માટેની માંગણી છે. આત્મા તરીકેની માંગણી છે. સાત મુદ્દા છે.
પહેલો મુદ્દો : શાસ્ત્રનો અભ્યાસ. બીજો મુદ્દો : ભગવાનને વાસ્તવિક નમસ્કાર. ત્રીજો મુદ્દો : સજ્જનોનો સમાગમ. ચોથો મુદ્દો : ગુણવાન જનોની પ્રશંસા.
અનહદની આરતી પાંચમો મુદ્દો : દોષવાન જનોના દોષો માટે સંપૂર્ણ મૌન. છઠ્ઠો મુદ્દો : વાણીમાં મધુરતા અને સચ્ચાઈનો સુમેળ. સાતમો મુદ્દો : આત્મતત્ત્વનો વિચાર.
આ સાત વાનાં માંગ્યાં. પણ માંગતાં પહેલાં આ સાત જ માંગવા છે તેની વિચારણા લાંબો સમય ચાલી છે. દરેક માંગણી પોતપોતાની રીતે પરિષ્કૃત છે. તારવેલું નવનીત માંગ્યું છે.
દરેક મુદો અનન્ય સાધારણ છે. મંત્રીશ્વર માંગે છે :
પ્રભુ, મારે તમારા શબ્દો સમજવા છે. તમારી વાણીનાં રહસ્યો મારે પામવાં છે. જિનશાસનના અઢળક શાસ્ત્રો અને ગ્રંથોનો મારે અભ્યાસ કરવો છે. સતત નવું ભણવું છે. સૂત્ર ગોખું, અર્થ સમજું, પરમાર્થ પામે તેવી તમન્ના છે. આજે જેટલાં શાસ્ત્રો ઉપલબ્ધ છે તે મારે સાંભળવાં છે, વાંચવા છે. ગૃહસ્થજીવનમાં વાંચી શકાય તે શાસ્ત્રો ગુરુનિશ્રાએ વાંચવાં છે. સાધુજીવનમાં જ વાંચવા મળે તે શાસ્ત્રો સાધુ બનીને ગુરુમુખે પામવા છે ને વાંચવાં છે. શાસ્ત્રો તમારી વાણી છે. શાસ્ત્રો તમારા સાધુની આંખ છે. મારાં જીવનમાં સતત શાસ્ત્રનો અભ્યાસ ચાલે, સ્વાધ્યાયની સરવાણી અખૂટ વહે તેવી કૃપા કરજો .
મંત્રીશ્વર માંગે છે :
પ્રભુ, મારે તમને વંદવા છે. પગે પડું ને પૂજા કરું તે વંદના છે. તમારા શબ્દો દ્વારા જીવનમાં સુધારો લાવતો રહું તે સાચી વંદના છે. તમને સાચાં રૂપે ઓળખવા છે. તમારી આરાધનાના તમામ મારગની ઓળખ પામવી છે. તમને મારા બનાવવા માટે મારે તમારા બનવું છે. મને તમારા વગર ચેન ના વળે તેવું પાગલપન ખપે છે. તમારા ધર્મ પાછળ મરી ખૂટવાનો રોમાંચ મને ખપે છે. તમારા શબ્દોનું મારા જીવનમાં અવતરણ થાય તેવી પ્રત્યક્ષાનુભૂતિ ખપે છે. તમારી કૃપાને સંવેદી શકું. તમારી કરુણાને લેખે લગાડું તેવી ઊંચાઈ જોઈએ છે. પધારો, મારા નાથ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અધ્યાતમનું બંધારણ
મંત્રીશ્વર માંગે છે :
પ્રભુ, તમારી સાથે પ્રેમ બંધાયા પછી દુનિયાદારીમાં રસ ના રહે તેવું કરજો . જીવીશ તો લોકોની વચ્ચે રહેવું જ પડશે. બધાને મળવાનો નિયમ જાળવી ન શકાય. કોઈને ના મળવાનો સંકલ્પ જાળવી ન શકાય. વચલો રસ્તો કાઢી આપજો. જેમને મળું તે સારા લોકો હોય, સારા લોક હોય તે મને મળે. મારી આસપાસ સારા માણસ હોય અને હું સારા માણસોની આસપાસ રહું. તમારી પાસેથી મારે જોઈએ છે સારા માણસની ઓળખાણ અને સારા માણસો સાથે સંબંધ.
મંત્રીશ્વર માંગે છે :
મારા બોલ ઊજળા હોય. મારાં વચન વિધાયક હોય. મારા શબ્દો ગુણવાચક હોય. બીજાના ગુણોનો હું પ્રચારક બનું. બીજાએ મેળવેલા સદ્દગુણો જોતા અને ગાતા આવડે. જેમની પ્રશંસા કરું તે સારું જીવન જીવતા હોય. જેમનાં વખાણ કરું તે ખરેખર ઉત્તમ વ્યક્તિ હોય. મારા શબ્દોમાં ગુણાનુરાગ અને ગુણાનુવાદ મહોરે તેવી કૃપા કરજે.
મંત્રીશ્વર માંગે છે :
મારી નજર બંધ રાખું તો રસ્તે ચાલી ના શકું. ખુલ્લી આંખે જ જીવવું પડે છે. જે દેખાય તે જોવું પડે છે. સામે મળનારા માણસો પાપી હોય, દોષિત હોય, હીન હોય કે પંકાયેલા હોય, તેમને જોઈને મને કેવળ દયા આવે એમની, નિંદા અને અપપ્રચારનું માધ્યમ મારી જીભ ન બને. દોષો ગાવાનો વારો મારો ન આવે. બૂરાઈ બોલવાનો મોકો મને મળે જ નહીં. મારા ફાળે ભૂંડી વાતો ન આવે. આવા પ્રસંગે મને મૌન યાદ આવે, ચૂપ રહેવાનું ગમે અને હળવેથી સરકી જતા આવડે તેવી કળા તું શીખવજે, પ્રભુ.
મંત્રીશ્વર માંગે છે :
હું બોલું તેમાં કડવાશ ન હોય, ઉગ્રતા કે આવેશ ન હોય. મારી રજૂઆત તોછડી ન હોય. મારી જબાન ગંદી ન હોય. મારી વાતો સાંભળનારને મીઠાશ અને મહેક મળે. મારી પાસે બેસનારો મધુર સંવેદન પામે. મારી વાણી દ્વારા કોઈ ખટરાગ પેદા ન થાય. સાથોસાથ, કહેવાજોગી,
૧0
અનહદની આરતી સાચી વાત કહેવાની હિંમત મારામાં હોય, ખોટી વાતનો મક્કમ જવાબ આપવાની આવડત મારામાં હોય. પ્રભુ, તારે મારી બોલીને ઘડવાની છે. પ્રિય વચન હિતને નુકશાનકારી ન નીવડે. હિતકારી વચન પ્રિયભાવને ધક્કો ન પહોંચાડી દે. તલવારની ધાર પર ચાલવા જેવી આ વચનસાધનામાં મને વિજયની વરમાળ આપજે.
મંત્રીશ્વર માંગે છે :
જનમતાં પહેલાં હું હતો. મર્યા પછી હું હોઈશ કેમ કે હું આત્મા છું. હું જીવું. હું શરીરનાં સ્તરે તમામ કાર્યો સંભાળ્યું. ભલે. મારો આતમા ભુલાય કે હિજરાય તેવું તું બનવા ના દેતો, પ્રભુ, મારા સંસારને હું આત્માની દૃષ્ટિએ નિહાળી શકું. મારા આત્માને હું તારી દૃષ્ટિએ નિહાળી શકું. તને હું યથાર્થ રૂપે, મારા જ આત્મા તરીકે નિહાળીને જાગરણ અનુભવી શકું તેવું કરજે.
મંત્રીશ્વરના શબ્દોમાં આરતી છે. અનહદની આરતી. સાત પ્રાર્થના છે. સાતેય અદ્ભુત છે. સમજીને સ્વીકારવા જેવી માંગણી છે. ખાસ તો, આ માંગણી એ અધ્યાત્મનું બંધારણ છે. રોજ વાંચવા જેવું.
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૧
3. દર્શનથી દેશના સુધી
પરમાત્મા જીવતા હતા. લોકો પ્રભુ પાસે આવીને બે રીતે લાભ પામતા. દર્શન દ્વારા અને દેશના દ્વારા. પ્રભુને જોઈને પાપનાશનમ્ થતું. પ્રભુને સાંભળીને મોક્ષસાધનમ્ થતું. પ્રભુ મોક્ષમાં ગયા. એમનાં દર્શન અને એમની દેશનાનો અસ્ત થઈ ગયો..
શ્રી શુભવીર મહારાજા લખે છે : દુષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા. આ પડતો કાળ છે. તેમાં બચાવે તો બે જ તત્ત્વ બચાવે. જિનમૂર્તિ અને જિનવાણી. પ્રભુનાં દર્શનની ખોટ જિનમૂર્તિનાં દર્શનથી પુરાય છે. પ્રભુની દેશનાની ખોટ જિનવાણીનાં અવગાહન અને આચમનથી પુરાય છે. પ્રભુની હાજરીમાં જે લાભ દર્શન અને દેશના દ્વારા લેવાતો તે આજકાલ જિનમૂર્તિ અને જિનવાણી દ્વારા લેવાનો રહે.
પ્રભુનાં દર્શન તો રોજ કરવાનાં હોય, કરીએ છીએ. પ્રભુના શબ્દોને રોજ જુહારવાનું. નથી બનતું. પ્રભુના શબ્દો જુહારવા હોય તો પ્રાકૃતભાષા અને સંસ્કૃત ભાષાનું ભણતર હોવું જોઈએ, આપણને તો ગુજરાતીનાં ફાંફાં છે. હૃસ્વ અને દીર્થની ભૂલો થાય છે. પરમાત્માનો મહિમા તેમના શબ્દોને લીધે છે. પ્રભુ કેવલી બનતાવેંત તીર્થંકર નામકર્મનો રસોદય સંવેદનાની દશાએ પહોંચે છે. દેશના આપે પ્રભુ અને એમનું તીર્થંકર નામકર્મ ભોગવાતું જાય, પ્રભુની દેશના એ જ પ્રભુનો વાસ્તવિક તીર્થંકરભાવ છે. વીતરાગદશા એ તીર્થંકરભાવનું અવિનાભાવી કારણ છે. તીર્થંકરની દેશના માટેનો નિયમ છે કે – એ દેશના સાંભળ્યા પછી પર્ષદામાં દીક્ષા લેનારા અવશ્ય જાગી નીકળે છે. પ્રભુની દેશનામાં જ ગણધરોના આત્માનો પ્રતિબોધ થાય છે ને ચતુર્વિધ સંઘનાં મંડાણ થાય છે. પ્રભુની દેશના એ પ્રભુનો ભગવદ્ભાવ છે. પ્રભુની
અનહદની આરતી દેશના સર્વાંગસ્પર્શી અને સત્યસુવાસિત હોય છે માટે પ્રભુ પૂજા-પાત્ર છે. પ્રભુ દેશનામાં આતમાની અંતરંગ ઓળખ આપે છે માટે પ્રભુનાં દર્શન પુણ્યકારી છે. પ્રભુનું વ્યક્તિત્વ તેમની દેશના વિના અધૂરું લાગે. પ્રભુનું વ્યક્તિત્વ તેમની દેશના દ્વારા સંપૂર્ણ અભિવ્યક્ત થાય. પ્રભુ જીવંત હોય ત્યારે શ્લોક આ રીતે બોલવો જોઈએ.
देशना देवदेवस्य देशना पापनाशिनी ।
देशना स्वर्गदा दिव्या देशना मोक्षसाधिका ।। અને, આ દેશનાનો જે મહિમા છે એ જ મહિમા આજે શાસ્ત્રોનો અને સારાં પુસ્તકોનો છે. પ્રભુની પ્રતિમાનો આજે જે મહિમા છે તેથી સવાયો મહિમા પ્રભુની વાણીનો થવો જોઈએ. દેરાસરો એ દર્શનગૃહો છે તો ઉપાશ્રય એ દેશનાગૃહ બનવા જોઈએ. દર્શન માટે અને પૂજા માટે દેરાસરમાં ભીડ થતી હોય તેમ ઉપાશ્રયમાં ધાર્મિક અભ્યાસ માટે, વ્યાખ્યાન સાંભળવા માટે અને સહવાંચન કરવા માટે ભીડ થતી હોવી જોઈએ. પ્રભુનાં દર્શન કરનારા પ્રભુની દેશના તરફ બેદરકાર રહેતા હોય તો ધર્મ માટીપગો સમજવો.
પ્રભુની મૂર્તિ શ્રદ્ધાનું આલંબન છે, જગતનું સર્વોત્તમ આલંબન. પરંતુ પ્રભુની મૂર્તિ વિચારોનું ઘડતર નહીં કરે, પ્રભુની મૂર્તિ સારા શબ્દોની ધારા વહેતી નહીં મૂકે. મૂર્તિ પાસે તો અઢળક મૌન છે. પ્રભુ દ્વારા વિચારોનું ઘડતર અને સંસ્કારોનું પરિવર્તન જો ઝંખતા હોઈએ તો શાસ્ત્રો અને સારાં પુસ્તકોનો સહારો જ લેવો પડશે.
જીવન પૈસાથી નથી જીવાતું. જીવન ઘરબાર કે પરિવારથી નથી જીવાતું. જીવન વિચારથી જીવાય છે. પૈસા, ઘરબાર કે પરિવાર વિચારને પ્રભાવિત કરે છે ને જીવનની દિશા બંધાતી જાય છે. વિચાર એ જ જિંદગી છે. વિચાર એ જ આત્મા છે. વિચાર એ જ આપણું ખરું અસ્તિત્વ છે. જો વિચાર સારા હોય તો જિંદગી કે આત્મા કે અસ્તિત્વને સારાં કહી શકાય. વિચાર સારા ન હોય તો જિંદગી કે આત્મા કે અસ્તિત્વને સારાં નહીં કહી શકાય. જીવનને સુધારવા માટે વિચાર સુધારવા જોઈએ. અને તે માટે શાસ્ત્રો અને સારાં પુસ્તકો સાથે પાકી દોસ્તી કરવી પડે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૩
દર્શનથી દેશના સુધી
મંત્રીશ્વર વસ્તુપાળની પહેલી પ્રાર્થનામાં દર્શનથી દેશના સુધી જવાની માંગણી કરે છે.
શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. સારાં પુસ્તકોનું વાચન કરવું જોઈએ. શાસ્ત્રો ભણવા માટે એક ગુરુ નક્કી કરવા જોઈએ. સારાં પુસ્તકોનું વાંચન કરવા માટે ઉત્તમ માર્ગદર્શક માથે રાખવા જોઈએ. ગુરુ વિના શાસ્ત્રો અને માર્ગદર્શન વિના પુસ્તકો અસરકારી નથી બનતાં. માહિતીમાં વધારો થાય પણ દેશનાનું સ્તર ન ઘડાય.
સવાંચન એ સ્વાધ્યાયનો પર્યાય છે. સતત જીવાતી જિંદગીમાં આપણે લાખો વિચારોનો સામનો કરતા રહીએ છીએ. સુનામીનાં મોજાંથી માંડી કચ્છના ભૂકંપ સુધીની તીવ્રતાથી સેંકડો તણાવો મગજ પર આક્રમણ કરતા રહે છે. માનસિક તંગ દશા આપણી સ્વસ્થતાને ઘાયલ કરે છે. ઊકળતાં તેલની જેમ મનમાં સતત ખળભળી રહેલા રાગ અને દ્વેષ એ આપણી સૌથી મોટી પરેશાની છે. ઢાંચો પડી ગયો છે મનમાં. રાગમાંથી ષમાં જઈએ. દ્વેષમાંથી રાગમાં જઈએ. સાધુ છà ગુણઠાણેથી સાતમે જાય. સાતમે ગુણઠાણેથી છકે આવે. એમની એ સાધના. આપણે રાગથી દ્વેષ તરફ અને દ્વેષથી રાગ તરફ જઈએ. આપણો આ સંસાર. To અને From બદલાયા કરે. આ વિચારગત બંધાણથી અળગા થવા સદ્વાંચનનો સહારો લેવાનો છે.
વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રિન્સિપાલે વિદાય સમારંભમાં પ્રોફેસરો અને યુવાન વિદ્યાર્થીઓને પોતાનું આખરી વક્તવ્ય આપેલું. તેમાં તેમણે કહ્યું હતું : મારી વરસોથી ઘડાયેલી માન્યતા આજે હું પ્રથમ વાર જાહેર કરું છું. મેં સેંકડો શિક્ષકો અને હજારો વિદ્યાર્થીઓને મારી દષ્ટિથી જોયા છે. એના આધારે હું ચોક્કસ તારણ પર આવ્યો છું કે રોજ કમસેકમ અડધો કલાક નવું વાંચન કરનાર વ્યક્તિ જો નિયમિત રીતે એ વાંચન ચાલુ રાખે છે તો ત્રણ વરસ પછી તેનું સંપૂર્ણ પરિવર્તન થઈ જાય છે. મારો અનુભવ એમ કહે છે.
આપણી સમક્ષ આ અનુભવવાણી આવી છે. આપણે પ્રેરણા લેવાની. રોજ મારે નવું વાંચન સતત કરવાનું છે. વાંચન એ મગજનો ખોરાક છે. વાંચન એ આત્મબળનું આલંબન છે. મન પોતાની રીતે વિચારતું જ રહે છે.
૧૪
અનહદની આરતી મનને સારું આલંબન નહીં આપીએ તો એ પોતાની મેળે આલંબન શોધી લેશે. તકલીફ એ છે કે મન જે આલંબન શોધી લેશે તે ખરાબ જ હોવાનું. આપણે શબ્દોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે મન એ શબ્દનો અર્થ શોધવા પૂરઝડપે કામે લાગી જાય છે. શબ્દ સાંભળવા. અર્થ સમજવો. શબ્દ વાંચવી. અર્થ પકડવો. મનની આ ગતિ છે. મોટા ભાગે આપણા કાને પડતા શબ્દો અને આપણી આંખેથી વંચાતા શબ્દો નમાલા હોય છે. સાર વિનાના અને ચીલાચાલુ. આપણને શબ્દો દ્વારા શીખવા મળતું ન હોય તો એ શબ્દોનું, એ વાતોનું શ્રવણ કે વાંચન નકામું નીવડે છે. વાંચવું છે તે સંકલ્પ આપણે કરવો જોઈએ. વાંચન સારું જ કરવું છે તેમ આપણે જ નક્કી રાખવું છે. સારા શબ્દો અને સારી વાતો શોધી કાઢવાં છે. મનને સતત એ વાતોના હવાલે રાખવું છે. વિચારોની ખરીદી કરવી છે. વિચારોની ખેતી કરવી છે. વિચારની આગળ સદ્ અવશ્ય મૂકવો છે.
વાંચીએ અને યાદ ન રહે તેનો વાંધો નથી. વાંચતી વખતે આનંદ આવે છે તે પૂરતું છે. આખું વ્યાખ્યાન સાંભળ્યા પછી માંડ પાંચ વાક્યો યાદ રહે છે પરંતુ વ્યાખ્યાનની અસર તો વર્તાય જ છે ને. વાંચવાનું મન થાય એટલે તરત જ એ માટેની શિસ્ત ગોઠવાતી જાય. ક્યારે વાંચવું ? શું વાંચવું? શી રીતે વાંચવું ? શું કામ વાંચવું ? આ સવાલોના જવાબ શોધી લેવા પડે. વાંચવામાં રસ પડે છે તો વાંચન માટેનો એક સમય નક્કી કરી રાખવો જોઈએ.
આપણો દુકાનનો સમય નક્કી હોય છે. જમવાનો, સ્કૂલે જવાનો, ઊંઘવાનો કે ટી.વી. જોવાનો ટાઈમ નક્કી હોય છે. કેમ કે રસ છે, જવાબદારી માની છે. જો વાંચન જવાબદારી લાગે તો વાંચનનો સમય અવશ્ય નક્કી થાય. દિવસ ઊગે છે. ચોવીસ કલાક હાથમાં હોય છે. ઘડિયાળ દર કલાકે ડંકો વગાડે છે. સમયના આ નાના ટુકડાઓમાં કઈ જગ્યાએ સવાંચનનું સરનામું લખવું તે નક્કી કરી લેવું જોઈએ. રોજનું અડધો કલાક વાંચવાનું થાય તો મહિને પંદર કલાક વંચાય. વરસે એકસો એંસી કલાક થાય. મતલબ એ થયો કે રોજ અડધો કલાક વાંચનારો લગભગ સાડા આઠ દિવસ વાંચનને ફાળવે છે, વરસે દહાડે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૧
૪. શાસ્ત્રો : શબ્દોથી ભાવ સુધી
દર્શનથી દેશના સુધી
વાંચન માટેનું સ્થાન નક્કી હોય. રોજનું વાંચન એ જગ્યાએ જ કરવું. અલબત્ત, જગ્યા કરતાં વાંચન વધુ અગત્યનું છે. જગ્યા નિયત ન રહેતી હોય ચાલશે. વાંચન તો નિયમિત ચાલવું જ જોઈએ. જો જગ્યા નિયત રાખી હોય તો વાતાવરણનો સ્પર્શ વાંચનને વહારે આવે છે.
- વાંચનની જેમ અભ્યાસ પણ જરૂરી. નવું શીખવું. સદ્દગુરુ પાસે કે પછી શિક્ષક પાસે ગોખવું, સમજવું, યાદ રાખવું અને આત્મસાતું કરવું આ સાધારણ ક્રમ. વાંચનમાં ચોપડીઓ અને પુસ્તકો આવે. અભ્યાસમાં શાસ્ત્રો અને ગ્રંથો. વાંચન એકલા બેસીને કરવાનું. અભ્યાસ વિઘાદાતારકને થાય. વાંચન મરજી મુજબનું હોઈ શકે. અભ્યાસ પરંપરા મુજબનો હોય. અઢી હજાર અને એકસોથી વધુ વરસ પૂર્વે પ્રભુએ દેશનાઓ આપી. પ્રથમ દેશના ખાલી ગઈ. પછીની બીજી દેશનાએ ધર્મતીર્થ સ્થપાયું. તે સમયે ભગવાનના મુખે ત્રિપદીનો ઉચ્ચાર થયો. તેના આધારે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. આ દ્વાદશાંગીમાં સકલ આગમ સમાયા. આગળ રચાયાં નવાં શાસ્ત્રો, નવા ગ્રંથો, નવી વૃત્તિઓ અને નવાં વિવરણો. ધારા વહેતી રહી. નૂતન સર્જનો મળતાં ગયાં. આજ લગી એ ગ્રંથોની સરવાણી ચાલી આવી છે. આજે શાસ્ત્રો મળે છે તેના સગડ પ્રભુનાં સમવસરણમાં પહોંચે છે. શાસ્ત્રોનું વાંચન સમવસરણમાં પ્રવેશ કરાવે છે. શાસ્ત્રોનાં સૂત્રો પ્રભુના માલકૌસબદ્ધ અવાજનો પડઘો છે. આગમોની ગાથાઓ ગણધારી ભગવંતોની સૃષ્ટિ છે. શાસ્ત્રો અને શાસ્ત્રીય ટીકાઓ પ્રભુની હાજરીનો ઊજળો પડછાયો છે.
મંત્રીશ્વરે કેવળ સદ્વાંચન નથી માંગ્યું. મંત્રીશ્વરે શાસ્ત્રનો અભ્યાસ માંગ્યો છે. સારાં પુસ્તકો વાંચીને મનનું ઘડતર કર્યું હશે તો શાસ્ત્રોની ભાષા અને શૈલી અઘરી નહીં પડે. આ દષ્ટિપૂર્વક વિચારપ્રેરક પુસ્તકોનું સતત વાંચન કરતા રહેવું જોઈએ.
કોઈને નિર્ણય લેવામાં વાર લાગે ત્યારે ડર લાગી રહ્યો છે તેમ માની લેવાય છે. નવું કામ શરૂ કરવાનું હોય તો કામ કરવાનો વાંધો નથી હોતો. તે કામની આગળ નવું હોવાનું વજન હોય છે તેની ફડક રહે છે. નિર્ણય નથી થતો. આવું કેમ બને છે ? કલ્પના કરવાની આવડત નથી હોતી માટે. સુવાંગ સોચીને મંડી પડનારા ઓછા મળે છે કેમ કે ઠીક ઢંગથી આગળનું પેખનારી નજર નથી હોતી.
વાતો કરીએ છીએ. એકના એક મુદ્દા આમનેસામને ઊછળતા હોય છે. કપડાં નવાં હશે. દાગીના નવા હશે. વાતો એ જ જૂનીપુરાણી, બજારપુરાણ, રસોઈકાંડ, પૈસાશાસ, ઘરવાળા મહાકાવ્યમ્. વાતોમાં દમ નથી હોતો. બન્ને પક્ષે નવી વાતોની હાજરી નાકબૂલ છે.
સારી વાત સાંભળ્યા પછી યાદ નથી રહેતી. અડધીપડધી યાદ રહે તો બે-પાંચ દિવસમાં વિસારે પડે છે. કમજોર યાદશક્તિ છે, જેમાં ચોક્કસ બાબતો જ ભૂલી જવાની આદત આપણને પીડ છે. ખાસ કરીને નવું હોય તે ભુલાઈ જાય છે. મગજમાંથી નીકળી જ જાય છે.
આ ત્રણ નાની સમસ્યા છે. અનિર્ણાયકતા, એકવિધતા અને ભૂલકણો સ્વભાવ. આવી નાની નાની સમસ્યાઓનું આખું કટક આપણને ઘેરી વાળ્યું છે. નિયમિત રીતે નવું અને નક્કર વાંચન કરીએ તો આ કીડીઓ દરભેગી થઈ જાય.
વાંચન કરીએ. નવો મુદ્દો આવે તેની સાથે પનારો પાડીએ. ગલી કૂંચીઓ વચ્ચેથી એ મુદ્દા સાથે પસાર થઈએ. સાદો લાગતો મુદ્દો અસાધારણ લાગે. દરવખતે એવું બને. તાત્ત્વિક વાંચન કરતા હોઈએ તેથી રોજ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૮
શાઓ : શબ્દોથી ભાવ સુધી
૧૭ નવા મુદ્દા સાથે સાધારણથી અસાધારણ સુધીની યાત્રા થાય. ન વિચારી શક્તા હોઈએ તેવી દિશાને આવકારવાની આદત પડે. સરવાળે નિર્ણયશક્તિ વધે.
વાંચન કરીએ. ગમે. ગમતાનો ગુલાલ કરીએ. વાંચેલું વહેંચીએ. સુંદર પ્રતિભાવ મળે. ફરી વખત નવું વાંચ્યું હોય તે વહેંચીએ. આપણી વાતોમાંથી બેઠા ઘાટની એકવિધતા બહિષ્કૃત થઈ જાય. જે વાંચેલું હોય તેમાં નવો ઉમેરો કરવાનો. નવું ઉમેરાયું તે વાતોમાં વહેતું મૂકવાનું. આપણી વાતોમાંથી ગામગપાટા બાદ થઈ જાય. વાત કરવાની નવી મજા આવે. તત્ત્વચર્યા અને ધર્મવાદ.
- દૃશ્ય જોવું અને અક્ષરો જોવા. આંખોના જ બેય કામ. દૃશ્ય જોયા પછી આંખોને બીજું કશું કરવાનું નથી. અક્ષર જોયા પછી મગજને લાંબી કેડી સાંપડે છે. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું - મુહપત્તીનો આ પહેલો બોલ છે તો શબ્દ, અર્થ, ભાવ કરી સમજું આ વાંચનાનો પહેલો કોલ છે. વાક્યખંડો અને સળંગ લખાણ એક ભાવ પીરસે છે. શબ્દોમાં એ નથી. શબ્દો દ્વારા એ છે. એ શબ્દોમાંથી છે. શબ્દો તો ABCD છે. ભાવ સાવ નોખો છે.
શાસ્ત્રનો અભ્યાસ ભાવોનું નવસર્જન કરનારી મથામણ છે. આપણા આત્માને ભાવોની ભૂખ છે. નાના બાળકને રસોઈ બનાવતા ન આવડે. રસોઈ પીરસો તો એ ખાય જરૂર. આત્મા આ બાળ જેવો. એને ભાવોનું નિર્માણ કરતાં નથી આવડતું. ભાવો ફુટ થાય તેની સમક્ષ. એ સ્વીકારે. આત્મા મૂળે તો પરમાત્મા છે. એનું પરમતત્ત્વ દબાયેલું છે. સારો ભાવ મળે. થોડો ઉઘાડ આવે. આત્માને પરમની ઝાંખી થાય. આપણાં તમામ અનુષ્ઠાનો ભાવનું ઘડતર કરવા માટે છે. આપણે કેવા ભાવ સુધી પહોંચવું છે તેની કલ્પના આપણને નથી. શાસ્ત્રોનું વાંચન જે જે ભાવોની આવશ્યકતા છે તે તે ભાવોને ઢંઢોળે છે.
સામાન્ય રીતે શાસ્ત્રો ત્રણ વિભાગમાં વહેંચાયેલાં છે. ભાવનાલક્ષી શાસ્ત્રો, જીવનલક્ષી શાસ્ત્રો અને પદાર્થલક્ષી શાસ્ત્રો.
ભાવનાલક્ષી શાસ્ત્રો સ્વાર્થની દુનિયાથી દૂર લઈ જાય છે. સ્વાર્થભંગ થાય તેનાં દુ:ખ સામે હિંમત આપે છે. સ્વાર્થનો રસ નવાં પાપ ન કરાવે તેની
અનહદની આરતી ચેતવણી આપે છે. સ્વાર્થ જેવા જ અહંને ઘટાડવાનું કહે છે. મનનું જગત જેટલી રીતે વિક્ષુબ્ધ થઈ શકે તે તમામ બાબતોને આવરી લેતી સમાધાયક વિચારસરણી રજૂ કરે છે. કથાઓ, ઉપદેશો, પ્રેરણાઓ દ્વારા આપણી વિચારસૃષ્ટિને વાળ અને અજવાળે તે ભાવનાલક્ષી શાસ્ત્રો.
જીવનલક્ષી શાસ્ત્રો જીવનચર્યાની રૂપરેખા આપે છે. અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ વિના સંસારી જીવી નથી શકવાનો. આ બે પુરુષાર્થમાં વિવેકનો સ્પર્શ હોવો જોઈએ. જીવનલક્ષી શાસ્ત્રો અર્થ અને કામમાં શાનો શાનો પરિહાર કરવો તે સમજાવે છે. અનીતિનું ધન ન ખપે. પરંદારાથી વિરમણ લેવું. નીતિનું ધન મર્યાદામાં રાખવું. સ્વદારામાં પણ સંતોષ જ રાખવો. અર્થ અને કામ પાપની પ્રવૃત્તિઓ છે તે શી રીતે કરવી એ સંસારીને શીખવવું નથી પડતું. અર્થ અને કામમાંથી પાપની બાદબાકી શી રીતે કરવી તે સમજાવવું પડે છે. ના કહીને, નિષેધ કરીને નિરવદ્યભાષામાં માર્ગદર્શન આપે છે જીવનલક્ષી શાસ્ત્રો. સાથોસાથ, પૂજા, પ્રતિક્રમણ, ગુરુવંદન જેવાં ધાર્મિક અનુષ્ઠાનોનું આચરણ કંઈ રીતે થાય, આશાતના અને વિરાધના શું હોય, તેમનાથી બચવા શું કરવું ? જીવનલક્ષી શાસ્ત્રો આ શીખવે છે.
વાચક જસની ગાથા યાદ આવે છે.
विधिकथनं विधिरागो विधिमार्गस्थापनं विधीच्छूनाम् ।
अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ ધર્મક્રિયાનો બોધ, ધર્મક્રિયાની શ્રદ્ધા, ધર્મક્રિયાની ઉપાદેયતાનો પ્રચાર અને અધર્મક્રિયાનો પ્રતિકાર આ ચાર તત્ત્વો દ્વારા અમે અમારાં પ્રભુશાસનની ભક્તિ કરી છે.
જીવનલક્ષી શાસ્ત્રો સદાચારોની સુરેખ સમજણ આપે છે.
પદાર્થલક્ષી શાસ્ત્રો ઊંચા દરજ્જાની બૌદ્ધિક ક્ષમતા માંગી લે છે. આત્મા શું છે ? જગત શું છે? આત્મા શરીરમાં શું કામ છે ? આ જગત કંઈ રીતે ચાલે છે? આત્મા આ જગતમાં જ રહેવાનો કે જગતથી છૂટો થવાનો ? આ જગત સિવાયનું કોઈ બીજું વિશ્વ છે? આ શરૂઆતી પ્રશ્નોને સંતોષે છે પદાર્થલક્ષી શાસ્ત્રો. જીવનચેતના ધરાવનારાં પ્રાણીઓની વિરાટસૃષ્ટિ.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૯
શાઓ : શબ્દોથી ભાવ સુધી આત્માને સંસારમાં બાંધી રાખનારાં કર્મોની અજાયબ દુનિયા. કર્મોને લીધે આત્મા રખડે છે તેનું ચોગાન જે જગત બને છે તેનો અપરિસીમ વિસ્તાર. પદાર્થ એટલે વસ્તુતત્ત્વ. સાચી વાતોનો સરવાળો.
ભગવાનની આજ્ઞા પાછળનાં ઊંડાં રહસ્યો. ભગવાને સ્થાપેલા ધર્મનાં એક એક અંગોની મહત્તા. ભગવાને પ્રરૂપેલી વિશ્વવ્યવસ્થા સામેના પડકારોનો ઠોસ જવાબ. દાર્શનિકક્ષેત્રે ચાલતી દુરૂહશૈલીની અપરંપાર ચર્ચાઓ. આ પદાર્થલક્ષી શાસ્ત્રો છે.
જોકે, શાસ્ત્રો તે કેવળ શાસ્ત્રો છે. તેમને ચોક્કસ સીમાડામાં બાંધી શકાય નહીં. જે શાસ્ત્ર જીવનલક્ષી હોય તે ભાવનાલક્ષી અને પદાર્થલક્ષી પણ હોઈ શકે છે. જે શાસ્ત્ર પદાર્થલક્ષી છે તે જીવનલક્ષી અને ભાવનાલક્ષી પણ હોઈ શકે છે. જે શાસ્ત્ર ભાવનાલક્ષી છે તે પદાર્થલક્ષી અને જીવનલક્ષી પણ હોય શકે છે. આપણે આપણા અરીસાથી જોઈએ છીએ. આપણે નાનકડો સ્વાર્થ સાધવો છે. માટે શાસ્ત્રોને આ રીતે વહેંચ્યાં છે.
ભાવનાલક્ષી શાસ્ત્રોમાં આ નામો આવશે.
શાંત સુધારસ, ઉપમિતિભવપ્રપંચા, સંવેગરંગશાળા, અધ્યાત્મકલ્પદ્રુમ, પ્રશમરતિ, જ્ઞાનસાર, ઉપદેશમાલા, ઇત્યાદિ.
જીવનલક્ષી શાસ્ત્રોમાં આ ચાર નામો આવશે. શ્રાદ્ધવિધિ પ્રકરણ, ધર્મસંગ્રહ, ધર્મબિંદુ, આચારોપદેશ.
શ્રીપંચપ્રતિક્રમણ સૂત્રો તથા ત્રણ ભાષ્યનો સમાવેશ આ શાસ્ત્રોમાં થશે. ઉપરાંત યોગશાસ્ત્ર, નવપદપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ઇત્યાદિ.
પદાર્થલક્ષી શાસ્ત્રોમાં ઘણાંબધાં નામો થશે. જીવવિચાર. નવતત્ત્વ. છ કર્મગ્રંથ. દંડક અને સંગ્રહણી.
તત્ત્વાર્થસૂત્ર. લોકપ્રકાશ. શ્રીહરિભદ્રસૂરિજી મ.ના ગ્રંથો. શ્રી યશોવિજયજી મ.ના ગ્રંથો.
આ નામો લખ્યા તે સિવાય અગણિત નામો છે. આપણે જાત સમક્ષ પાઠ્યક્રમ મૂકી રહ્યા છીએ. આટલાં નામો તો ઉપયોગમાં લો. આગે આગે ગોરખજી જાગવાના જ છે.
૨૦
અનહદની આરતી હવે વિચારીએ. ભાવનાલક્ષી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે ? આ શાસ્ત્રોમાંથી કેટલાં વાંચ્યાં ? જીવનલક્ષી અને પદાર્થલક્ષી શાસ્ત્રોમાંથી પણ કેટલાં વાંચ્યાં છે? આ વાંચન દ્વારા જે ભાવ ઊઠે તે અનુભવ્યા કે કેમ ?
મંત્રીશ્વર વસ્તુપાળની માંગણીનું ફલક આ સ્તરે વિસ્તર્યું છે. આપણને આ શાસ્ત્રો વાંચવાની ઇચ્છા હોવી જોઈએ. ગુરુભગવંત સમક્ષ બેસીને એક પછી એક શાસ્ત્રોમાંથી પસાર થવાનું છે. જીવનની સાર્થકતા આમાં છે. આ દેશનાની પૂજા છે. મગજને શ્રમ પડે તે રીતે શાસ્ત્રો ભણવાથી ઊંડા સંસ્કારો ઘડાય છે
આપણે ભણતર શીખ્યા જ નથી. આપણું શાસ્ત્રજ્ઞાન વ્યાખ્યાનોમાં સમાઈ ગયું છે. સવારે નવથી દેશ-માં સાંભળ્યું તે શાસ. વ્યાખ્યાન એ શાસ્ત્રોનો અર્થવિસ્તાર છે. વ્યાખ્યાન એ સાક્ષાત જિનવાણી છે. વ્યાખ્યાન કદી ન ચૂકાય. તે સાચું. પરંતુ શાસ્ત્રનો અભ્યાસ તો વ્યાખ્યાનથી વિશેષ સ્થાને છે. વ્યાખ્યાનમાં કોઈ એક શાસ્ત્રવચનનો અર્થવિસ્તાર હોય છે. મૂળ સૂત્રનો અર્થ વ્યાખ્યાનની ધરી. અર્થ આધારિત વિચારવિસ્તાર તે વ્યાખ્યાનનો વ્યાસ. મુદ્દાની વાત એ છે કે શાસ્ત્રો ભણવાં જોઈએ તે અપેક્ષા, કેવળ વ્યાખ્યાન સાંભળી લેવાથી સંતોષાતી નથી. વ્યાખ્યાનમાં શાસ્ત્રો ભણવાની પાત્રતા કેળવાય. પાત્રતા પછીનું ભણતર તો અભ્યાસથી જ આવે. ભાવનાલક્ષી અને જીવનલક્ષી અને પદાર્થલક્ષી શાસ્ત્રો આપણે ભણીએ તે માટે રચાયાં. આપણે તે ભણવાનું ભૂલી ગયા. ભણ્યા નહીં માટે એવા ભાવો પણ ન પામ્યા.
ચોક્કસ રીતે આપણે ધર્મના અભ્યાસની આદત પાડવી જોઈએ. રોજેરોજ ત્રણેય પ્રકારનાં શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. અથવા ગુરુભગવંત પાસે એક શાસ્ત્ર પણ એ રીતે ભણવું કે ભાવના, જીવન અને પદાર્થનો નવતર બોધ અવશ્ય મળે. શાસ્ત્રોના મૂળ શબ્દો પાસે જવાથી આપણે સાક્ષાત્ તે શાસ્ત્રકારના સંપર્કમાં આવીએ છીએ. એ શાસ્ત્રનો અભ્યાસ ચાલુ રહે ત્યાર સુધી એ પુરાતન મહર્ષિનો સત્સંગ ચાલુ રહે છે. શાસનાં મૂળમાં અરિહંત પરમાત્માની દેશના છે. શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે આપણને એ દેશનાનો વારસો મળે છે. ગૃહસ્થ અવસ્થામાં ભણી શકાય એવા અનેક અનેક શાસ્ત્રો આપણી પ્રતીક્ષા કરે છે. આવે છે કોઈ આગળ ?
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રાર્થના-૧
૫. ત્રિવેણી સંગમ
એકલવ્ય વખણાય છે તેનાં બે કારણ છે. એ ગુરુવગર ભણ્યો, તૈયાર થયો અને ગુરુ પાસે ભણેલા વિદ્યાર્થીઓ કરતા આગળ નીકળી ગયો ગુરુની મૂર્તિ પાસેથી એણે જીવંત ગુરુનું કામ લીધું. તો સાક્ષાતુ ગુરુ મળ્યા ત્યારે ગુરુ દક્ષિણા રૂપે તેણે જમણા હાથનો અંગૂઠો ધરી દીધો. પોતાની પ્રતિભાનું ગળું કાપ્યું જાણે. એકલવ્યનો અંગૂઠો કપાયો તે ગુરુનું પાપ. અંગૂઠો કાપવામાં વિચાર ન આવ્યો તે એકલવ્યનું પુણ્ય. આ કાળમાં એકલવ્ય જોવા મળતા નથી, અંગૂઠો દેખાડનારા જ મળે છે હવે. પરંતુ - આ કાળમાં એકલા ભણીને તૈયાર થઈ શકે, એવા એકલવ્ય મળવાના જ નથી. અંગુઠો તો પછી આવે. પહેલાં તો એકલા ભણવું પડે. એકલવ્ય થવા જેવું નથી. અંગૂઠો આપવાની ના નથી, એકલા ભણવાની ના છે, આ ધર્મશાસ્ત્રનો મત છે.
શાસ્ત્રનો અભ્યાસ અનિવાર્ય છે. અભ્યાસ માટે ગુરુસાંનિધ્ય તદ્દન અપરિહાર્ય છે. ડૉક્ટરની રજા વિના દવા લો તે કદાચ નુકશાન ન કરે. ગુરુની નિશ્રા વિના જ્ઞાન મેળતો તે અવશ્ય નુકશાન કરે. ધર્મનો અભ્યાસ કરવાનું મન થયું તે જ ઘડીએ ગુરુનું સરનામું શોધવાનું હોય. શાસ્ત્રના શબ્દો પ્રભુમિલનનું માધ્યમ છે. ગુરુ પ્રભુમિલનના માર્ગદર્શક છે. શાસ્ત્રના શબ્દોમાં ચેતના છે. ગુરુ એ ચેતનાની ચિનગારી છે. ગુરુ અથવા શિક્ષક ન મળે ત્યાં સુધી શાસ્ત્રોનું અધ્યયન કરાય નહીં. અભ્યાસની ભૂમિકારૂપે સારાં પુસ્તકો અવશ્ય વંચાય.
શાસ્ત્રનો બોધ પામવો છે અને ગુરુની નિશ્રા ચૂકવી નથી. આ બે સંકલ્પ સાથે જોઈએ. શાસ્ત્રો પાસે ગુરુ વિના જઈએ તો નુકશાની. ગુરુ પાસે શાસ્ત્રો વિના જઈએ તો બંને પક્ષે જોખમ. ગુરુનો ઉપયોગ, શાસ્ત્રના પરમાર્થ સુધી
અનહદની આરતી પહોંચવા માટે કરવાનો છે. ગુરુ એ વ્યક્તિ નથી. ગુરુ એ ટપાલી છે. જૂના જમાનામાં ગામડે પૉસ્ટકાર્ડ લાવતો ટપાલી, ડોસીમાને કાગળ આપતો. ડોસી ટપાલી પાસે જ કાગળ વંચાવીને સમાચાર મેળવતી. ડોસીને આંખે ઝાંખપ હોય અને વાંચવાનું શીખેલી ના હોય. વાસ્તે ટપાલી વાંચી આપે. આપણે ડોસીમા છીએ ધર્મની બાબતમાં. આંખો કહેતાં સમજશક્તિ ઝાંખી છે. ધર્મની બારાખડી શીખ્યા નથી માટે સાચી વાત સાપ બરાબર લાગે છે. ગુરુ શાસ્ત્ર આપશે અને ગુરુ જ શાસ્ત્ર વાંચી બતાવશે. એકલા હાથે શાસ્ત્રમાં પ્રવેશ નથી થઈ શકવાનો.
શાસ્ત્ર-અભ્યાસનો પહેલો નિયમ છે ગુરુનિશ્રા. શું ભણવું તે ગુરુ નક્કી કરે. કેટલી વાર સુધી ભણવું તે ગુરુ નક્કી કરે. શી રીતે ભણવું તે ગુરુ, નક્કી કરે. આ હકીકત શ્રમણ સંઘ પૂરતી મર્યાદિત નથી. શ્રાવક સંઘ માટે આ જ નિયમ છે. મંત્રીશ્વર વસ્તુપાળે શ્રીનચંદ્રસૂરિજી મહારાજાને છરીપાલક સંઘમાં નિશ્રાદાન કરવા વિનંતી કરી ત્યારે કહ્યું હતું : 'ભવન, મદં ભવેત્સમીપે आवश्यक-नवतत्त्व-कर्मप्रकृत्यादिकमधीतवान्, अतो भवानेव मम निश्रादाता ગુરુ: I હું આપની પાસે આવશ્યકસૂત્રો, નવતત્ત્વ અને કર્મપ્રકૃતિઓ શીખ્યો છું, માટે આપ જ આ સંઘમાં નિશ્રાદાતા બનો. મંત્રીશ્વર ધર્મનું ભણ્યા હતા તે તો ખરું. ભણવા માટે તેમણે ગુરુનિશ્રા રાખી હતી તે અગત્યનું છે. રાજા કુમારપાળ ધર્મનું ભણ્યા, તે શ્રીમદ્ હેમાચાર્યભગવંત પાસે અને તેમના શિષ્યો પાસે. ભીષ્મ પિતામહની માતા ગંગાદેવી સાધ્વીજી ભગવંત પાસે ધર્મ ભણી હતી, મહાસતી મયણાદેવી પણ.
શાસ્ત્રના અભ્યાસનો સંકલ્પ આપણને ગુરુ સાથે નાતો બાંધવા કટિબદ્ધ બનાવે છે. ગુરુ પાસે ભણવાની પદ્ધતિ બે હોઈ શકે. એક, ગુરુ પાસે રહીએ અને ભણીએ. બે, ગુરુ પાસે થોડો સમય માંગીને એ સમયે ભણવા માટે જઈએ.
પહેલી પદ્ધતિમાં ધર્મબોધ ઝડપી અને પરિણામદાયક નીવડે છે. ગુરુ પાસે રોકાયા છીએ. ઘરબારથી દૂર છીએ. ગુરુ કેન્દ્રસ્થાને રહે તે રીતે થોડા દિવસો કે મહિનાઓ ગુરુનિશ્રામાં રોકાણ રાખ્યું છે. ચોવીસ કલાક ગુરુની નજર આપણી પર છે. તેમ ચોવીસ કલાક ગુરુ પર આપણી નજર છે. ગુરુ પાસે રહીને ભણવાથી ગુરુનાં જીવનની ઊંડી અસર આત્મા સુધી પહોંચે છે. એકાદ બે શાસ્ત્રો ભણાઈ ન જાય ત્યાર સુધી સાથે ને સાથે જ રહેવું. એ
Page #17
--------------------------------------------------------------------------
________________
ત્રિવેણી સંગમ શાસ્ત્રોનો અભ્યાસ પૂરો થાય પછી ઘેર જવાનું થાય. ભલે. ગુરુ પાસે ફરી વાર રહેવા આવવાની બાધા લઈને જવું. ફરી મળવા માટે વિખૂટો પડે તે ભક્ત. દરવરસે સંસારનું વૈકૅશન પાડીને થોડો વખત ગુરુનિશ્રાએ રહી જવું. આ પહેલી પદ્ધતિ છે. કોઈ પણ ઉંમરે અમલમાં મૂકી શકાય તેવી આ પદ્ધતિ આજે પ્રચલિત નથી. પ્રયોગ તરીકે અજમાયશ કરવા જેવી છે.
બીજી પદ્ધતિમાં ગુરુભગવંત આપણાં ગામે આવે તેની રાહ જોવાની છે. ગુરુ પધારે એટલે તેમની પાસે જઈને આપણા અભ્યાસ માટે સમય માંગવાનો. ગુરુની સ્થિરતા આપણા માટે વસૂલ થવી જોઈએ. તેમની પાસે ભણવામાં પ્રમાદ ન નડી જાય તેની જાગૃતિ રાખીને ધગશપૂર્વક ભણવું. મુંબઈના એક ડૉક્ટર ધર્મના અભ્યાસ માટે ગુરુભગવંત પાસે પહોંચ્યા. તેમની પાસે દિવસે ભણવાનો સમય નહોતો. ઇચ્છા આકંઠ હતી, અલબતું. ગુરુભગવંતે તેમને જ સમય નક્કી કરવા જણાવ્યું. ડૉક્ટર રાતે બાર વાગે જ ઘેર આવતા.
ક્ષમાયાચનાના ભાવ સાથે તેમણે રાતે બાર વાગે ભણવાની ઇચ્છા વ્યક્ત કરી. ગુરુભગવંતે હા ભણી. એ ડૉક્ટર રોજ રાતે બારથી બે ભણ્યા. તદન અપવાદરૂપ આ કિસ્સો છે. આવો સમય માંગીને ગુરુભગવંત પર અત્યાચાર ન કરાય. એ ગુરુભગવંત તો સમર્થ હતા. બધા ગુરુભગવંત આવું ન કરી શકે, સમજવાનું એ છે કે ડૉક્ટરે ભણવા માટે ગુરુભગવંત શોધ્યા અને તેમનો સમય મેળવ્યો. આપણે સુયોગ્ય રીતે આ કામ કરવાનું. ગુરુભગવંતનો અને આપણો સમય મૅચ થાય તેવો ટાઈમ નક્કી કરવો પડે. વ્યાખ્યાન ઉપરાંતનો આ ધર્માભ્યાસ છે. વ્યાખ્યાને છોડીને ભણવા ન બેસાય, વ્યાખ્યાન સાંભળવા મળે તે મુજબ જ શાસ્ત્રના અભ્યાસનો અલગ સમય ગોઠવાય. વહેલી સવારે કે રાતે આ સમયખંડ ગોઠવી દેવાનો.
ભણવામાં સૂત્ર પણ આવે અને અર્થ પણ આવે. ગુરુભગવંત પાસે સૂત્ર લેવાના અને અર્થ શીખવાના. મતલબ સુત્ર ગોખવાનું છે તેવી તૈયારીપૂર્વક જ ગુરુભગવંતનો સમય લેવાનો. આપણે નવકાર – પંચિંદિય અને બીજાં સૂત્રો શીખ્યા. સુત્રો આપ્યાં કોણે ? પાઠશાળાના શિક્ષકે. ગુરુભગવંતનાં શ્રીમુખે સૂત્ર નથી લીધાં. સાધક પાસેથી સૂત્ર લીધું હોય તો સાધના કેવી મહોરી ઉઠે ?
અનહદની આરતી આપણે ધર્મનો - શાસ્ત્રનો અભ્યાસ કરીને તેમાં સૌથી પહેલું ગોખવાનું છે. શાસ્ત્રના અભ્યાસનો બીજો નિયમ તે કંસ્થીકરણ. ગાથા મોઢે કરવાની. જૂના જમાનામાં ચોટલી બાંધીને ભણવામાં આવતું. મંત્રી પેથડશાહ રાજદરબાર જવા માટે પાલખીમાં બેસે તે સમયે ગોખતા. આમ રાજાના ધર્મદાતા ગુરુદેવ શ્રી બપ્પભટ્ટિસૂરિજી મહારાજા રોજની હજાર ગાથા ગોખતા. ધર્મનાં ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય તખ્તો ગજવનારા શ્રી આત્મારામજી મહારાજા રોજની ત્રણસો ગાથા ગોખતા. ગોખવું એ ખૂબ જ લાભકારી મનોવ્યાયામ છે. ધર્મના શીખાઉ વિદ્યાર્થીઓ જ નહી બલ્ક ધર્મના મર્મજ્ઞ ગીતાર્થો પણ ગોખે છે. દસહજારની જનમેદની ભેગી કરનારા વ્યાખ્યાનકાર મહાત્મા રોજ સવારે એક ગાથા નવી અવશ્ય ગોખે છે તેવું આજના જમાનામાં જોવા મળે છે. નેવું વરસની ઉંમરે સવારે અડધો કલાકમાં પાંચ નવી ગાથા ગોખીને માથાના વાળમાં કાળી સેરો જીવતી રાખનારા શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગઈકાલ જેટલા દૂર નથી. એક જ દિવસમાં સાડાત્રણસો ગાથાનું પપ્નીસૂત્ર કંઠસ્થ કરનારા મહાત્માઓનાં તો નામ કેટલાં ગણાવવા ? વરસાદને લીધે ગોચરી ન જવાનું હોય તેથી વરસાદ ન અટકે ત્યાર સુધી ગાથા જ ગોખવી તેવી બાધા. લઈને મંડી પડનાર સાધુભગવંત છેક સાંજે વરસાદ અટકે ત્યારે અઢીસો ગાથા ગોખી ચૂક્યા હોય તેવું આજના સમયમાં બને છે. ગોખવાની મજા કંઈ અલગ છે. માંહી પડ્યા તે મહામુખ માણે એવો ઘાટ છે.
આપણે નવી ગાથા ગોખી શકતા હોઈએ અને ન ગોખીએ તો આપણી શક્તિનો ઉપયોગ ન કરવાનું મોટું પાપ બંધાય છે. ભવિષ્યમાં બુદ્ધિ જ નથી મળતી – એ પાપને લીધે. જેટલો સમય નીકળી શકે તેની મર્યાદામાં રહીને પણ ગોખવું તો ખરું જ. સૂત્ર ગુરુ આપે. ગોખવાનો સમય આપણે કાઢવાનો. ઓછું ગોખાતું હોય, ગાથા ચડતી ન હોય એટલે ગોખવું નથી તેમ માનવું નહીં. તમે શું ગોખો છો તે મહત્ત્વનું નથી, તમે કેવા ભાવથી ગોખો છો તે મહત્ત્વનું છે. કલાકમાં અડધી ગાથા ચડતી હોય તો પણ ગોખવું. માષતુષ મુનિને તો એક પદ પણ કંઠસ્થ થતું નહોતું. થાક્યા વગર ગોખતા રહ્યા. વહેલું મળ્યું કેવળજ્ઞાન. સૂત્રો ગોખાય, સ્તવનો-સજઝાયો-સ્તુતિઓ ગોખાય. આવશ્યકક્રિયા અને દૈનિક ધર્મચર્યામાં જે કાંઈ મોઢે હોવું જોઈએ તે બધું ધીમે ધીમે ગોખતાં જવું. શાસ્ત્રનો અભ્યાસ આ જ ક્રમે ચાલશે. ગોખવા
Page #18
--------------------------------------------------------------------------
________________
ત્રિવેણી સંગમ
પ્રાર્થના-૧
૬. શબ્દ શબ્દ શાતા
માટેના ગ્રંથોની આખી હારમાળા ખડી છે. જીંદગી આખી ગોખીશું તોય ખૂટે તેમ નથી. આપણું બજેટ હોય તે મુજબ અવશ્ય ગોખવું.
જે સૂત્ર કંઠસ્થ થાય તેના અર્થ સમજવા. જે સુત્ર કંઠસ્થ થઈ શકે તેમ નથી તેના અર્થ પણ શીખવા. સૂત્રની રચના ગણધરો દ્વારા થઈ. સૂત્રનો અભ્યાસ એટલે ગણધરો સાથે વાર્તાલાપ. સૂત્રમાં સંનિહિત અર્થનો ઉપદેશ તીર્થકરોએ આપ્યો. અર્થનો અભ્યાસ એટલે તીર્થકરો સાથેનો સંવાદ. અર્થ યાદ નથી રહેતા, વિચારમાં નથી ઉતરતા માટે સુત્રોનો સહારો લઈ અર્થ યાદ રાખવાના છે. કેવળ સૂત્રથી કામ ન ચાલે. અર્થ પણ જોઈએ. ગુરુ પાસેથી અર્થની જાણકારી મેળવવી. તે તે સુત્રોનો શાબ્દિક અર્થ સમજવો. સૂત્ર દ્વારા જે સંદેશ પામવાનો છે તે મેળવવો. સૂત્ર શીખામણ આપે છે તે અર્થ દ્વારા સાનમાં સમજવી, મારા આત્માને આ અર્થ કંઈ રીતે લાભકારી નીવડે છે તેનું મનોમંથન કરવું. અર્થ દ્વારા આત્મપરીક્ષા કરવી. હું ક્યાં છું અને કેવો છું ? અર્થ દ્વારા આત્મનિરીક્ષણ સાધવું ? હું કંઈ દિશામાં જઈ રહ્યો છું. અર્થનો ટકોરો આત્માને વાગવો જોઈએ. અર્થનો પડઘો ભીતરમાં પડવો જોઈએ. ગુરુભગવંતો વ્યાખ્યાનમાં જે શૈલીથી સમજાવે છે તે મુજબ અર્થના સથવારે મનોમંથન થવું જોઈએ. આપણો સંસાર વિચારો દ્વારા ઘડાયો છે. સુત્રમાંથી નીપજતો અર્થ નવા વિચાર ઘડે અને એ અર્થાનુસારી વિચાર સ્થિર બને તો સંસાર ઘટે. આત્માનાં સ્તરે જીવતા સંસ્કારોએ આપણને સંસારમાં બાંધી રાખ્યા છે. અર્થો શીખીને, તે આત્મસાત કર્યા બાદ જે વિચાર કરીશું તે નવતર સંસ્કારો ઘડશે. સંસારને કમજોર થવું જ પડશે. તીન બાત હૈ.
૧. ગુરુભગવંતની નિશ્રા સ્વીકારવી. ૨. રોજ નવાં સૂત્ર કંઠસ્થ કરવા. ૩. સૂત્રનો અર્થ શીખી, તેની ભાવના સુધી પહોંચવું.
શક્તિ, સપનું અને સર્જન આ ત્રણ તબક્કે શાસ્ત્રાભ્યાસના નિયમોનો ત્રિવેણીસંગમ થશે. મંત્રીશ્વર વસ્તુપાળની પહેલી પ્રાર્થના ઘંટારવ બની જશે.
શાહી ખૂટે તો પૈન ચાલતી નથી. પેટ્રોલ ન ભરો તો ગાડી ચાલતી નથી. નવું ભણતા ના રહો તો ધર્મની તાજગી જીવંત રહેતી નથી. અઘરું, તરત જ ન સમજાય તેવું ભણવાથી મગજને ઉદ્દીપન મળે છે. સમજાય નહીં તેથી કંટાળો કરવો તે અણઘડ હોવાની નિશાની છે. મગજને સતત કસતા રહેવું એ જ ઘડતરની પ્રક્રિયા છે. મગજને આદત ના પડે ત્યાર સુધી મગજ અસહકાર આંદોલન ચલાવે. ગભરાયા વગર અઘરું અઘરું ઝીંકતા રહ્યા મગજ પર, તો એક દિવસ મગજની સાન ઠેકાણે આવે છે. સહેલું ભણવાની આદત રાખીશું તો મગજને એશઆરામ મળશે. મગજ પાસેથી કચકચાવીને કામ લેવું જોઈએ.
આપણી શક્તિ પાસેથી આપણે કામ નથી લઈ શકતા તેનો મતલબ એ થાય છે કે આપણને શક્તિ પર વિશ્વાસ નથી, પરિણામની શ્રદ્ધા નથી, લડવાનું ઝનૂન નથી. મોટી નદીઓનાં વહેણો કાળમીંઢ શિલાઓમાં બાકોરાં પાડી આરપાર નીકળી જાય છે. સેંકડો વરસના ધસારાથી પથ્થરોને પણ પાણી ફાડી નાંખે છે. શું આપણે પાણી જેટલા પણ શક્તિશાળી નથી ? આજ સુધી જે આવડ્યું છે તેમાં પુરુષાર્થ ઓછો અને વારસો વધુ છે. વગર પુરુષાર્થે આવડેલું – તરત નથી આવડ્યું. નવું હતું. ધીમે ધીમે સદી ગયું. એ શીખવાનું લક્ષ્ય નહોતું. છતાં આવડી ગયું. હવે શીખવાનું લક્ષ્ય રાખવાનું છે. પાપ સામેની લાંબી લડાઈ તે મોટું લક્ષ્ય છે. એ લડાઈના દાવપેચ શીખવા તે અવાંતર નાનું લક્ષ્ય છે. પૈસા મુખ્ય લક્ષ્ય છે. ભણવું તે અવાંતર છતાં અનિવાર્ય લક્ષ્ય છે. પૈસા કમાવા હોય તો સ્કૂલની ડિગ્રી જોઈએ આ સંસારી નિયમ છે. ધર્મ કમાવો છે તો સૂત્રોનો અભ્યાસ હોવો જોઈએ એ ભગવાનનો નિયમ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
શબ્દ શબ્દ શાતા
આપણે ઇતિહાસ શીખવાનો છે. શાસકોનો અને શાસ્ત્રોનો એમ બે પ્રવાહમાં વહ્યો છે ઇતિહાસ. પ્રભુ વીર પછીની પરંપરામાં હજારો નામો યશસ્વી સૂર્ય બન્યા છે. સૌની જીવનકથા સાંભળીને, વાંચીને યાદ રાખી લેવી છે. એક સુંદર સૂત્ર છે. ભરતેસર બાહુબલિ સૂત્ર. વાર્તાઓનો ખજાનો જ જોઈ લો. દરેક વાર્તાઓની પાછી અવાંતર કથાઓ. આ દરેક વાર્તાઓ સત્યઘટના છે. તે યાદ હોય. તેમાંથી બોધ તારવતાં આવડતું હોય, એકલા બેઠા બેઠા વાર્તા વાગોળ્યા કરીએ. બોધ મમળાવતા રહીએ. ધર્મચિંતા અચૂક સધાય. ધ્યાનથી ભણીને વાર્તાઓ યાદ રાખવી પડે છે. એ રીતે પાટપરંપરા આવે છે. પ્રભુવીર પછી ગુરુ શ્રીસુધર્માસ્વામી. પછી શ્રીજંબૂસ્વામી. આ ધારા છેક આપણા ભવનિતારક ગુરુ સુધી આવે છે. તે આખી મોઢે હોવી જોઈએ.
પ્રાચીન કે અર્વાચીન કથાને આત્મસાધક બનાવવા માટે દૃષ્ટિ કેળવવી પડે. આ મહાપુરુષોએ દીક્ષા શા માટે લીધી ? દીક્ષા લીધા બાદ શું સાધના કરી અને કેવી તકલીફો વેઠી ?
તેમના હાથે ધર્મ કોણ કોણ પામ્યા? તેમને કયા સંજોગોમાં કેવળજ્ઞાન કે સમાધિમરણ મળ્યું ? કંઈ ગતિમાં ગયા ? આ સવાલો વિચારવા જોઈએ. માહિતી મેળવવાનો મારગ માત્ર નથી આ. આ જાતને ઢંઢોળવાનો ઉપાય છે. તેમની જગાએ આપણે હોઈએ તો શું કરીએ તે વિચારતા રહેવાનું ? પૂરી પ્રામાણિકતાથી સરખામણી કરીને એ કેટલા ઊંચા છે તે પૂરવાર કરવાનું. સરખામણી કરવાની રીત પ્રશ્નો દ્વારા ઘડાય છે. + મારે દીક્ષા લેવી હોય અને મને મોટાભાઈ ના પાડી દે તો હું શું કરું ?
આ પ્રશ્ન નંદીવર્ધનની કથામાંથી મળે છે. પ્રભુવીરનાં અંતિમ બે વર્ષના
ગૃહસ્થાવાસમાંથી. + મને સામા માણસનો ડર લાગે તો ઊભો રહું કે છટકી જાઉં, ભાગી
જાઉં ? આ સવાલ પૂછવાનો મોકો સમવસરણના દરવાજે ઊભા રહી
પ્રભુવીરને જોઈ રહેલા બ્રાહ્મણકુળ શિરોમણિ શ્રી ઇન્દ્રભૂતિજી આપે છે. + રોજ ઘેરબેઠા નવાણું પેટી મળતી હોય તો મને દીક્ષા યાદ આવે? આ
સવાલ શાલિભદ્રજીની કથામાંથી જાગે.
અનહદની આરતી + મને દરિયામાં ધકેલી દેવામાં આવે તો મારા મનમાં શું વિચાર જાગે, તેમ
જ મારાં મોઢામાં કયા શબ્દો હોય? શ્રીપાળ રાજાની કથામાંથી આ પ્રશ્ન
ઊઠે. + મારું માથું દુખતું હોય અને પત્નીનો અવાજ મગજમાં ઘણની જેમ
ઝીંકાતો હોય તો દીક્ષાનો સંકલ્પ સૂઝે કે મોટો ઝઘડો થઈ જાય? અનાથી
મુનિની કહાનીનો આત્મલક્ષી સવાલ. + તમારા છ મહિનાના ઉપવાસથી અભિભૂત થયેલો ભારતનો
સર્વસત્તાધીશ તપનું પ્રેરણાબળ શું છે તેમ સવાલ કરે તો શું જવાબ આપો ? આત્મપ્રશંસાની બાદબાકી થાય ? આ સવાલ આવે છે શ્રાવિકા ચંપાબાઈના પ્રસંગમાંથી..
કથાઓમાં જીવનના જ પ્રસંગો હોય છે. પ્રસંગે પ્રસંગે નવી નવી પ્રેરણા મળતી હોય છે. દૃષ્ટિપૂર્વક કથાનો અભ્યાસ થવો જોઈએ. અને ફરી સવાલ, જૈન રામાયણ અને જૈન મહાભારતની સ્વતંત્ર ખાસિયત સાથેની કથા આખી આવડે છે ? શાસ્ત્રોનો અભ્યાસ તો થતા થશે. આપણને તો શાસ્ત્રીય કથાઓ સુદ્ધાં આવડતી નથી. એક બે વાર વાંચો તો યાદ રહી જાય તેવી સેંકડો વાર્તાઓ આપણે વાંચી નથી. ચૂકી ગયા છીએ.
અને ઇતિહાસ. જિનશાસનનાં દરવાજે અને શિખરે ફરકતી ધર્મની ધ્વજા પર આવેલા અઘોર આક્રમણોની કોઈ જાણકારી છે ? જૂના યુગોમાં આપણા ધર્મ પર જે અપરંપાર આક્રમણો થયાં તેની માહિતી મેળવવા કદી મથામણ કરી છે ? બૌદ્ધધર્મ, હિન્દુધર્મ, મુસ્લિમ ધર્મનાં નાનાંમોટાં આક્રમણો વેઠતા આવ્યા છે. પૂર્વપુરુષો. કદી કોઈની ખબર રાખી છે ? મૂર્તિઓ અને મંદિરોની સલામતી માટે માથું વધેરીને મૂકી દેનારા કોઈના લાડકવાયાઓનાં નામ યાદ છે ? ઇતિહાસને ભણવાનું ભૂલી જઈશું તે દિવસે આપણે ઇતિહાસમાંથી ભૂંસાઈ જઈશું. શબ્દો યાદ આવે છે ઉર્દૂ કવિના :
કુછ બાત હૈ કિ હસ્તિ મીટતી નહીં હમારી,
સદીઓ રહા હૈ દુશ્મન દરેઝમાં હમારા. શાસ્ત્રો અને ગ્રંથોનો આગવો ઇતિહાસ છે. રચનાઓ થઈ તેની કથા.
Page #20
--------------------------------------------------------------------------
________________
ર૯
શબ્દ શબ્દ શાતા વિષયવસ્તુ અને સંદર્ભની વાસ્તવિક વાર્તા. એ કાળ અને તે સમયનું ચિત્રણ કરતા શબ્દો અને સૂત્રોનું મૂળભૂત અર્થઘટન, નવા મતોનાં ઉત્થાન. નવા માર્ગોનો પ્રારંભ. મૂળમાર્ગની સુદીર્થ પરંપરા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આ ત્રણ ભાષામાં એટલું બધું સાહિત્ય છે કે સાત જિંદગી ઓછી પડે. કંઈ રચના કોણે કરી ? કયારે થઈ ? કોની માટે ? આ બધું સમજવાની સગ્ગી જવાબદારી આપણી છે.
સમય ફાળવીને મહેનત કરીશું નહીં તો જાણી શકાશે નહીં. જૂના જમાનામાં ગૃહસ્થો પણ ગ્રંથો લખતા. ઠક્કર ફેરૂએ વાસ્તુસાર અને રત્નસાર લખ્યા. મંત્રી મંડને કેટલાય ગ્રંથો લખ્યા. દરેક ગ્રંથનાં નામમાં અંતે મંડન હોય. પ્રાસાદમંડન, કાવ્યમંડન. વસ્તુપાળે અત્યંત અઘરી ભાષામાં લખ્યું સંસ્કૃત મહાકાવ્ય : નરનારાયણાનંદ. તે પૂર્વે રાજા કુમારપાળ લખી ચૂક્યા હતા : આત્મનિંદાસ્તવના અને તે પૂર્વે કવિ ધનપાલ લખી હતી વિશ્વવિખ્યાત કથા : તિલકમંજરી. કવિ વાભટ્ટે કાવ્યાનુશાસનમ્ રચ્યું હતું.
આપણે આવા ગ્રંથકાર સુશ્રાવક ના હોઈએ તો વાંધો નથી. વાંધો એ છે કે આપણે કેમ પ્રાચીન ગ્રંથોનો ઇતિહાસ જાણતા નથી ? આ જમાનાની વાત લો. અરિહંતવંદનાવલિ અત્ર તત્ર સર્વત્ર ગવાય છે. તેના કર્તા શ્રીચંદ્ર. ચંદુલાલ શાહ, તેમણે પ્રાકૃતભાષામાં અરિહંતનું વર્ણન વાંચ્યું. રોમાંચિત થયા. એક હાથે ઊતરી આવી અરિહંતવંદનાવલિ. રત્નાકરપચ્ચીસી તો સંસ્કૃતમાં છે. આપણે ગાઈએ છીએ તે ગુજરાતી અનુવાદ છે. તેના કર્તા છે શામજીભાઈ માસ્તર. આ ચંદુભાઈ પ્રાકૃતમાં અને શામજીભાઈ સંસ્કૃતમાં ઊંડા ઊતર્યા હતા. તો વંદના અને પચીસી મળી. આપણે ક્યાં છીએ ? ઊંડા ઊતરવાની વાત તો જવા દો. કાંઠે છબછબ પણ નથી કરતા. આજકાલ ટોળાબંધ નીકળી આવેલાં છાપાંઓનાં જોરે ધર્મનો બોધ નક્કર રીતે વધવાનો નથી. પ્રચારમાધ્યમનાં આ મુખપત્રો આપણને ટેકો આપશે. પ્રગતિ તો શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જ થવાની.
જીવવિજ્ઞાનનું વ્યાપક વિશ્વ અતાગ છે. વરસો ગુજારવાં પડશે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને ઝાંખો પાડી દે તેવું સૂક્ષ્મ વિશ્લેષણ છે આપણાં શાસ્ત્રોમાં. જનમ, જીવન અને મરણની ઝીણામાં ઝીણી વિગતો દરેક જીવો
અનહદની આરતી માટેની અલગ અલગ નોંધાયેલી છે. તેમની ચેતનાનું અને વેદનાનું સ્તર પણ પ્રસ્તુત થઈ ચૂક્યું છે. અહિંસા અને અભયદાનના અનંત સીમાડા દાખવતાં જીવવિજ્ઞાનનાં શાસ્ત્રો કેટલા ભણ્યા છીએ આપણે ?
કર્મવિજ્ઞાન. આત્માની રજેરજનો ઇતિહાસ લખનારા કર્મો શું છે તેનું તો એવું ઝીણવટભર્યું વિવરણ કર્યું છે. શાસ્ત્રકારોએ, કે એ વાંચીએ તો આંખો ફાટી જાય. હરઘડી અને હરપળ કર્મોનું આક્રમણ આત્મા પર જારી જ રહેવાનું છે. કર્મ કેવું બંધાય ? કોને લીધે બંધાય ? ઉદયમાં કંઈ રીતે આવે ? ભોગવાય કંઈ રીતે ? પુરું શી રીતે થાય ? તેના પ્રકારો કેમ કરીને જુદા પડે છે? તેનો બોધ ભર્યો છે કર્મશાસ્ત્રોમાં. જિંદગી ઓછી પડે એટલો ખજાનો છે. લૂંટવાનું ગજું હોવું જોઈએ.
સપ્તભંગી અને સ્ટાદ્વાદ, તર્કબદ્ધ રજૂઆત અને સંપૂર્ણ પ્રામાણિક વચન. વસ્તુના સ્વભાવનું પારદર્શી વિવેચન. સપ્ત નયની અડાબીડ સૃષ્ટિ. નિશ્ચય અને વ્યવહારના અનોખા નિયમો. પ્રભુનાં કેવળજ્ઞાનનો આ વારસો બુદ્ધિમત્તા વિના ઝીલી શકાતો નથી અને પુરુષાર્થ વિના તે ગળાથી નીચે ઊતરતો નથી.
જીવવિજ્ઞાન, કર્મવિજ્ઞાન અને સાદ્વાદને સમજીએ તે પછીનું ભણતર શું હોઈ શકે ? આધુનિક વિજ્ઞાન અને તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન આપણા ધર્મસમક્ષ જે પ્રશ્નો મૂકે છે, પડકાર ફેંકે છે તેના જવાબ ખોળવા જોઈએ. આપણે જાતે જ લડત આપી શકીએ તેવી તાકાત હોવી જોઈએ. ભણતરમાં મયણા સુંદરી માટે શ્રીપાળ રાજાના રાસમાં લખ્યું છે કે તે નવતત્ત્વની સુ-જાણ હતી. આપણે સુ-જાણ ન થઈ શકીએ તો કમસેકમ જાણકાર તો બનીએ જ.
અર્થનું ઉપાર્જન અને ઐહિક આનંદપ્રમોદ, આમાં મનનું રોકાણ કરી રાખ્યું છે. આપણે. વિષયની લાલસા સતત પુનરાવર્તન દ્વારા એષણાઓનો નશો ગાઢ બનાવી રાખે છે. ધર્મબોધની દિશામાં એકાદ પગલું ભરીને આપણે સંતુષ્ટ બની જઈએ છીએ. તો પૈસામાં દરેક પગલે અસંતોષ વધે છે. ધર્મનાં ભણતરમાં નવું શીખવાનો સમય નથી અને ઘરમાં દર વર્ષે નવાં ફર્નિચર અને નવી વાનગી અને નવાં કપડાં આવ્યા જ કરે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-ર
૭. આધાર, મેરો પ્રભુ
શબ્દ શબ્દ શાતા
મંત્રીશ્વર મુદ્દાસર માંગે છે. સારા શબ્દો પાસે જવું છે. મનમાં સારા શબ્દો ભરી લેવા છે, પ્રાણવાયુને શ્વાસો દ્વારા ભીતરમાં ભરીએ તે રીતે તે શબ્દો ઘૂંટવા છે. તે શબ્દો પર મંથન કરવું છે. શાસ્ત્રના શબ્દો સાથે લગાવ બાંધવો છે. શાસ્ત્રકારોની ભાષામાં બોલતા થવું છે, શાસ્ત્રકારોની શૈલીથી વિચારતા થવું છે. આપણા આત્મા પાસે કેવળજ્ઞાન છે. છદ્મસ્થતાનો પડદો નડે છે. ઠીક છે. અંદર તો તેજનો ફુવારો છે જ. શાસ્ત્રો એ કેવલ્યવાણી છે. શાસ્ત્રના શબ્દોને આત્મા સુધી મોકલશું. અંદરનું કૈવલ્ય - આ શબ્દોમાં સંનિહિત કૈવલ્યની સ્પર્શના પામશે તો ધરતીકંપ થવાનો જ છે. ભગવાને કૈવલ્ય પામ્યા પછી શબ્દો હાથમાં લીધા, દેશના રૂપે. આપણે એ શબ્દો દ્વારા કૈવલ્ય સુધી પહોંચવું છે, ઢંઢોળવા માટે એને.
ભણવાની મહેનત વધે. ભણવાનો રસ વધે. ક્ષયોપશમ વધે. જ્ઞાનાવરણના પગ ધ્રુજવા માંડે. ભણવામાં શ્રદ્ધા હોય. ભણવાનાં ઊંચાં સપનાં હોય. મોહનીયના પગ ઢીલા પડે.
ન પરણે તે વાંઢો કહેવાય. ન ભણે તે ઘાંઘો કહેવાય. ગુરુ સામસામ છે. શાસ્ત્રો હાથોહાથ છે. જિંદગી સહીસલામત છે. મગજ સાબૂત છે. ખૂટે છે શું? સમયના સાંધા મેળવીને ભણવા માંડો.
અક્ષરે અક્ષરે અજવાળું પામશો. શબ્દ શબ્દ શાતા પામશો.
પ્રભુની ભક્તિ કરનારા મહાપુરુષો. તીર્થંકર નામકર્મ બાંધે છે રાવણ. અજાણ્યા લોકોને પ્રભુદર્શન કરાવવા દેરાસર બંધાવે છે પેથડશાહ. શત્રુંજયગિરિરાજની ટોચ પર બે વાર જીર્ણોદ્ધાર કરાવે છે વાભટ્ટ. પ્રભુ આદિનાથ ભગવાનની નિર્વાણભૂમિને તીર્થ બનાવે છે ચક્રવર્તી ભરતરાજા. આબુ ગિરિરાજને અજાયબી જેવાં જિનાલયોનો મુગુટ ચડાવે છે વિમલમંત્રી અને વસ્તુપાળ-તેજપાળ.
એમની તોલે આવે તેવી પ્રભુભક્તિ આપણે શી રીતે કરી શકવાના હતા ? ભક્તિ માટે ભાવના અને શક્તિ એમ બન્નેનો ખપ પડે છે. આપણી ભાવના એવી ઊંચી નથી કે કુમારપાળના પુત્ર નૃસિંહદેવની જેમ સોનેરી શિખરોવાળાં દેરાસર બંધાવવા રડતા હોઈએ. આપણી ભાવના પ્રભુભક્તિ પર સંપૂર્ણ કેન્દ્રિત થઈ શકી નથી. કદાચ, એવી ભાવના જાગી. શક્તિ હોવી જોઈએ ને ? ભાવના અને શક્તિમાં મંદતા હોય તે હકીકતમાં પુણ્યોદયની મંદતા છે. ભાવનાને ઊંચકી લે તેવું ક્ષાયોપથમિક પુણ્ય મેળવવું જોઈએ. ભાવનાને સાકાર કરે તેવાં ઔદયિક પુણ્યનું બળ હોવું જોઈએ. પ્રભુભક્તિની પ્રવૃત્તિઓ પુણ્યનું નિર્માણ કરે છે.
મંત્રીશ્વર વસ્તુપાળ બીજી પ્રાર્થનામાં – તીર્થકરોને વાસ્તવિક નમસ્કાર કરવાની ભાવના અને શક્તિ માંગે છે. મંત્રીશ્વર પોતાના ધર્મને મૂલવી શકે છે. ધર્માત્મા પોતાનો ધર્મ જોઈને વિચારતો રહે છે. પ્રભુએ ફરમાવેલો ધર્મ ખૂબ ઊંચો છે. હું ધર્મ કરું છું તે કેવળ ઝાંખી છે. વાસ્તવિક ધર્મ તો ખૂબ આગળની ભૂમિકામાં વસે છે, એમ ધર્માત્મા સમજતો હોય. ભગવાનને નમસ્કાર કરવા મળે તેવી માંગણી કરીને મંત્રીશ્વર શું સિદ્ધ કરે છે ? પોતે
Page #22
--------------------------------------------------------------------------
________________
33
અનહદની આરતી
આધાર, મેરો પ્રભુ રોજેરોજ પૂજા કરે છે, ઉત્તમ ભક્તિ કરે છે અને માંગણી પણ એની જ કરે છે. હાથમાં રોટલી રાખીને એ ફરી રોટલી માંગે છે. સમજવા જેવું છે. મંત્રીશ્વરને અત્યારે જે ધર્મ થાય છે તે ગમે છે. આ ધર્મ અખંડ રીતે ચાલ્યા કરે તેવી મંત્રીશ્વરની ઇચ્છા છે. કેવળ આટલી જ ઇચ્છા નથી. આ ધર્મમાં સતત નવો નવો ધર્મ ઉમેરાયા કરે તેવી એમની ઝંખના છે. જોકે, બધાની ઇચ્છા આવી જ હોય.
મંત્રીશ્વર ઊંચું નિશાન તાકે છે. તીર્થકરને નમસ્કાર કરવાથી આત્માને જે ઉત્કૃષ્ટ લાભ થઈ શકતો હોય તેનો એમને ખપ છે. પ્રભુને વાંદવાથી સાંપડી શકે તેવી સમૃદ્ધિ કે મોટાઈમાં તેમને રસ નથી. પ્રભુને નમસ્કાર કરવા દ્વારામાં છેલ્લામાં છેલ્લું ફળ જે મળતું હોય તે પામવું છે. ભગવાનની ભક્તિ કરવી છે અને ભક્તિનો શ્રેષ્ઠ પ્રભાવ અનુભવવો છે. જયવીરાયના શબ્દો : હોઉ મમં તુહ પભાવ. પ્રભુ કેટલી હદે પ્રભાવ પાથરી શકે છે તેની કલ્પના થઈ શકવાની નથી. આપણી ભક્તિ પ્રભુના પ્રભાવને ઇજન આપે તેવી હોવી જોઈએ. આપણી પાત્રતા પ્રભુના પ્રભાવને આપણા તરફ ખેંચી લાવે તેવી હોવી ઘટે. પ્રભુનો પ્રભાવ જાતે સક્રિય થાય ત્યારે શું શું ન આપે ? પ્રભુને વંદના કરવી છે. પ્રભુને વાંદવાથી જે પ્રભાવ વહેતો આવે તેનો સાક્ષાત્કાર કરવો છે. આપણી વંદના પ્રભુના પ્રભાવને નજીક બોલાવે તેવી નથી. નાગકેતુએ પુષ્પપૂજા કરતી વખતે વંદના સિદ્ધ કરી. પ્રભુનો પ્રભાવ જાગી ઊઠ્યો. કેવળજ્ઞાન મળ્યું. આપણે એવું ગાવું છે કે પ્રભુ ડોલે. આપણે એવું બોલવું છે કે પ્રભુ મલકાય. આપણે એ રીતે પૂછવું છે કે પ્રભુને જવાબ આપવો જ પડે. પ્રભુમાં પ્રભાવ સમાયેલો છે. આપણે ભક્તિ દ્વારા એ જાગૃત કરવાનો છે. પ્રભુના પ્રભાવને સ્પર્શે તેવી ભક્તિનાં મૂળ શાસ્ત્રના અભ્યાસ સુધી જશે. શાસ્ત્રો વાંચ્યાં છે. શાસ્ત્રો દ્વારા સતું અને અસતુનો વિવેક કેળવ્યો છે. આપણી જિંદગીમાં સતું ઓછું અને અસતુ ઘણું છે તે જોઈને દાક્યા છીએ. જીવ ખૂબ વલોવાયો છે. પ્રભુ પાસે સથવારો માંગ્યો છે. પ્રભુ પ્રભાવ બતાવી સાચવી રહ્યા છે.
શારાના અભ્યાસ દ્વારા મનોમન અંક્તિ થતી ત્રણ રેખાઓ આ રહી. પાપની પહેચાન. પાપનો પસ્તાવો. પાપપરિહારની ભાવના.
પાપને પાપ તરીકે જોવું તે વંદનાની ભૂમિકા. પાપની હાજરી ડંખે તે વંદનાનું ઉત્થાન. પાપ ઘટાડવાની ઇચ્છા જાગે તે છે વંદનાની અનુભૂતિ. આત્માનું સ્વરૂપ નિષ્પાપ છે. પરમાત્મા નિષ્પાપ છે. આપણે નિષ્પાપ નથી. પ્રભુ પાસે જઈને પોતાની નિષ્પાપ અવસ્થા યાદ આવે અને આજે આત્માને ઘેરી વળેલાં પાપોના પડછાયાનો પારાવાર વલોપાત પ્રભુ સમક્ષ વ્યક્ત થાય તે છે વંદના. પાપથી બચવાની ઇચ્છા પ્રભુની ભક્તિ દ્વારા દેઢ થાય છે. પાપોની હાજરીનો અણગમો પ્રભુભક્તિ દ્વારા વધતો જાય છે. પોતાનું એક એક પાપ અલગ અલગ તારવીને પ્રભુને જણાવ્યા કરીએ. દરેક પાપ બદલ પ્રભુસમક્ષ જ પોતાની જાતને ઠપકો આપીએ. પાપો જીવનમાંથી ઘટતાં ન હોય તો પાપનો પસ્તાવો પણ ઘટવો ના જોઈએ.
પ્રભુ પાસે આપણો આધ્યાત્મિક સ્વાર્થ કેવળ એક જ છે : સવ્વપાવપ્પણાસણો. બધાં પાપો ખતમ કરવાં છે ? પ્રભુ સિવાય કોણ બચાવશે આ પાપોથી. પ્રભુ સિવાય કોણ ઓળખાવશે આ પાપોને ?
બીજી વાત. જીવનમાં ઢગલાબંધ પાપો ચાલુ રહ્યાં હોય તો પ્રભુને મળવાનો હક નથી આપણને પ્રભુની મૂર્તિને અડવું હોય તો નાહવું પડે છે. પૂજાનાં કપડાં પહેરવાં પડે છે. પ્રભુને પ્રાર્થના કરવી હોય તો જીવનમાં સફાઈ હોવી જોઈએ. ગમે તેવા આદમી પ્રભુને મળી ના શકે. પ્રભુનો મોભો હોય છે. પાપથી બચવું છે. પ્રભુ પાસે ઈલાજ છે. પ્રભુને મળવું છે. પાપોથી બચતા રહેવું પડશે. બન્ને દિશાએ જાગવાનું છે.
જિંદગીનું એક મિશન બનાવવું પડશે. કાગળ લઈને તેની પર પૈનથી લખવાનું. આજ સુધી કરેલાં પાપોનું લિસ્ટ બનાવવાનું. ભગવાન્ સિવાય કોઈ નહીં વાંચે તેવા વિશ્વાસ સાથે બધું જ લખવું. પાપો થયાં છે. પાપો કર્યા છે. પાપો ન ગમ્યાં તોપણ કર્યા. પાપો ગમ્યા માટે કર્યો. બિનજરૂરી હતાં તે પાપ પણ કર્યા. જરૂરી હતાં તે પાપો કરવાં જ પડ્યાં. પાપ મેં કર્યા છે. મારાં પાપોની જિમેદારી મારી જ હોય. સીધી વાત છે. કેટલાં પાનાં ભરાશે તેની ફિકર નથી રાખવી. બધાં જ પાપોની નોંધ કરી લેવી છે.
- આ પાપોમાં હવે બે વિભાગ કરવાના. થઈ ચૂકેલાં પાપો અને ચાલુ રહેલાં પાપો. થઈ ચૂકેલાં પાપો તો ભૂતકાળ બની ચૂક્યાં છે. બાળપણમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૫
૩૬
અનહદની આરતી
ધન્નાજીને ના ગમી. ભલે. આપણી માટે તે કામની છે. પાપ છોડવું છે. એક પછી એક પાપ છોડતા જવું.
પ્રૉજેક્ટ ફાઈલ બનવી જોઈએ. હવે પછીના ત્રણ મહિના દરમ્યાન મારે આ પાપ ઓછું કરવું છે. સમયમર્યાદા સાથેનું લક્ષ્ય. આ વરસે મારે કુલ મળીને ત્રણથી ચાર પાપો ઓછાં કરવાં છે. તેમાંનું એક પાપ ત્રણ મહિને છોડવું છે. દાખલા તરીકે એઠા મોઢે વાંચવાની આદત-પંદર દિવસમાં છોડી દેવી છે. પછી ત્રણ મહિના લઈશ, એઠાં મોઢે ટીવી જોવાની આદત છોડવા
માટે.
આધાર, મેરો પ્રભુ મારામારી કરતા હતા, જૂઠું બોલતા હતા, ગંદી માટી ખાતા હતા. એવાં બધાં અગણિત પાપો. આજની જીવાતી જિંદગીમાં ચાલુ રહેલાં પાપો ગણવા બેસીએ તો એની સંખ્યા નાનીસૂની નથી. આ વર્તમાન પાપો એ આત્મા પરનું પ્રવર્તમાન જોખમ છે. ભગવાને અઢાર પાપસ્થાનક સમજાવ્યાં છે. આપણી જિંદગીમાં આ અઢારે વરણ ભેગી થઈ છે. ભૂતકાળનાં પાપોનો હિસાબ આપણે ચૂકવવાનો છે. આજનાં પાપોનો હિસાબ ચૂકતે કરવો જ પડશે. પાપ પ્રવૃત્તિરૂપે શરીર કે મન દ્વારા થાય છે અને પસાર થઈ જાય છે પરંતુ એના લિસોટા આત્મા પર રહી જાય છે. સાપના લિસોટા જાતે ભૂંસાઈ જાય છે, પાપના લિસોટા ભૂંસવા મહેનત કરવી પડે છે.
આજની તારીખે જીવનમાં ચાલી રહેલાં પાપોમાંથી તદ્દન અનિવાર્ય હોય તે પાપો ન છૂટી શકે તે અલગ વાત. જે પાપો અનિવાર્ય નથી તે છૂટવા જોઈએ. ખાવાનો શોખ પાપ છે. એ પાપ અભક્ષ્ય વસ્તુ સુધી લઈ જાય છે.
ભક્ષ્ય વસ્તુમાં તીવ્ર આસક્તિ હોય છે. ખાવાના શોખ માટે પૈસા, પૈસા માટે ધંધો. ધંધા માટે અનીતિ. અનીતિ માટે જૂઠ પ્રપંચ, જૂઠ માટે મગજમાં તરંગતુક્કા. એક પાપ હજાર પાપને ખેંચી લાવે છે.
આંખોને જોવાનું પાપ ગમે છે. દિવસમાં દિલભરીને જોવા માટેનાં મનપસંદ આલંબનો જોતા રહીએ છીએ. સંતોષ નથી થતો. નવી શોધ ચાલુ રહે છે. ભૂખ વધ્યા કરે છે. ઓડકાર આવતો નથી. અજીર્ણ સદી ગયું છે.
હિંસા ચાલુ રહી છે. ભગવાને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીની હિંસા સમજાવી. હિંસામાં પ્રત્યક્ષ ભાગ હોય અને પરોક્ષ સહકાર હોય, કરણ કરાવણ અને અનુમતિ હોય. કેટલી બધી હિંસા થતી હોય છે. આખા દિવસમાં.
પરિગ્રહનું પાપ. દિવસે ન વધે એટલું ટેન્શન રાતે વધે. રાતે ન વધે એટલું ટેન્શન દિવસે વધે. પાપોની દુનિયામાં ભૂલા પડી ગયેલા આતમરામને શોધી કાઢવો મુશ્કેલ છે. ધર્મના રસ્તે પ્રગતિ કરવી હશે તો પાપો ઘટાડવા પડશે. એક ઝાટકે તમામ પાપો છૂટી જાય તે શક્ય નથી. થોડાં થોડાં પાપો ઘટાડવા. એક એક પાપ નક્કી કરીને છોડતા જવું. શાલિભદ્રજીની નીતિ
પાપ છોડવાનું નક્કી થાય. પાપ સામે લડવાનું ઝનૂન જાગે. પાપ છોડવા માટે યોજના બને. યોજનાનો અમલ થાય. મન ઢીલું પડે તો મક્કમતાપૂર્વક સામનો કરવો પડે. તબિયત સાથ ન આપે તો હિમ્મત જાળવવી પડે. પાપ છોડવા જાનની બાજી લગાવી દેવાની.
સવાંચન કર્યું હશે. શાસ્ત્રનો અભ્યાસ થયો હશે તો છોડવાલાયક પાપો નજર સમક્ષ દેખાતાં રહેશે, એ પાપો ન છોડવાથી થનારી નુકશાની યાદ આવતી રહેશે અને એ પાપો છોડવાથી થનારા લાભો પણ મનમાં સ્પષ્ટ હશે. આ અંતર્જગતમાં ચાલતું યુદ્ધ છે. ભગવાન પાસે આ યુદ્ધમાં જીત મળે તેવી માંગણી મંત્રીશ્વર કરે છે.
પાપો પાનખરનાં પાંદડાંની જેમ ખરતાં રહે તે ભક્તનું સપનું હોય. પરમાત્મા અને આપણા આત્મામાં ફરક ઊભો રાખનારાં આ પાપો જ છે. ભીતરના ભગવાનને આ જ પાપો દબાવી રાખે છે. પાપોને છોડી દેવાની તમન્નાની તીવ્ર અસર ભૂતકાળ પર પડે છે. ગઈ કાલ સુધી રસપૂર્વક પાપો કરેલાં. એના સંસ્કારો જમા થયેલા છે. આજે થઈ રહેલાં પાપો ના છૂટે તોપણ આ પસ્તાવો નકામો નથી જવાનો. એ જૂનાં પાપોના લિસોટાને ભૂસ્યા કરશે. જિંદગીનાં ઘણાં વરસો ગુજાર્યો છે આપણે. પાપો બેસુમાર થઈ ચૂક્યાં છે. એ પાપના પોટલાને દીવાસળી ચાંપે છે પસ્તાવો. પાપ છોડવાની ભાવના કયારેય નિષ્ફળ જતી નથી.
પરમાત્મા સમક્ષ જતા પહેલાં પાપોની પહેચાન મેળવી હોય, પાપનો
Page #24
--------------------------------------------------------------------------
________________
આધાર, મેરો પ્રભુ
39
પસ્તાવો કેળવ્યો હોય. પ્રભુ સમક્ષ આ પાપોથી બચવાની પ્રાર્થના કરતા હોઈએ. પાપોની આલમમાં ખળભળાટ મચે જ. સંસાર પાસે જઈને પાપો દ્વારા આત્માને ધક્કા માર્યા છે. હવે પરમાત્મા પાસે જઈને પસ્તાવા દ્વારા પાપને ધક્કા મારવાની જરૂર છે.
પાપપરિહારની ભાવના પ્રભુને નમસ્કાર કરવાની સર્વાંગીણ પાત્રતા આપે છે. પાપનો પસ્તાવો પ્રભુ માટેનું અપરંપાર આકર્ષણ પેદા કરે છે. પાપની પહેચાન પ્રભુનો મહિમા સ્ફુટ કરે છે. ભગવાન હથિયાર છે. ઢાલ છે, પાપો સામે. ભગવાન સારથિ છે, પાપ સામેનાં યુદ્ધમાં. લડવૈયા આપણે છીએ. પાપો સામેનો જંગ આપણે જ ખેડવાનો છે. પ્રભુ જીતાડશે.
પ્રાર્થના-૨
૮. પ્રભુજી સામું જુઓ
પરમ તત્ત્વની સંવેદના પામવાનો એક માત્ર માર્ગ છે પરમાત્મવંદના. પરમાત્માની સમક્ષ બેસીને જગતને ભૂલી શકે તે વંદનાનો હકદાર. પરમાત્મા પાસે આવીને સ્વાર્થને વીસરી શકે તેને વંદનાની અનુભૂતિ સાંપડે. પરમાત્માને જોવાના અને ઓળખવાના બે માર્ગ છે. પ્રભુના ગુણોની ઓળખ પામવી તે એક. પ્રભુના ઉપકારોને સમજવા તે બીજો. ધર્મસાધના એટલે ગુણ નિર્માણની પ્રક્રિયા. હકીકતમાં ગુણોનું નિર્માણ નથી હોતું. ગુણો અંદર છે જ. ગુણોનું પ્રકટીકરણ થાય છે. પ્રભુમાં ગુણો જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ કેળવવાની.
પ્રભુની પ્રતિમા પથ્થરમાંથી પ્રકટી છે. હવે, પથ્થરને પ્રતિમામાં ફેરવી કે પથ્થરમાંથી પ્રતિમા નીપજી ? બંને સવાલ મજાના છે. પથ્થર તો પત્થર જ હતો. અખંડ કે તોડેલો. પથ્થર પ્રતિમા નથી બનતો. પથ્થરમાં પ્રતિમા છુપાયેલી હોય છે. પ્રતિમા સિવાયનો ભાગ કાઢી નાંખો એટલે મૂર્તિ નીખરી આવે. શિલ્પી મૂર્તિને નથી બનાવતો. શિલ્પી પ્રતિમાને નથી ઘડતો. શિલ્પી વધારાનો ભાગ ઉતારી દે છે. મૂર્તિ જાતે પ્રકાશિત થાય છે. આત્મા માટે આવું જ બને છે. આત્માની ભીતર પરમાત્મા છૂપાયો છે. શરીર અને કર્મોએ મળીને સંસારનું કોચલું આત્મા પર બાંધ્યું છે તેમાં પરમાત્મા ઢંકાઈ ગયા છે. એ કોચલું ખરી જશે તે દિવસે પરમાત્મા જાતે બહાર આવવાના છે. પ્રભુ સમક્ષ આ કોચલું તોડવા જવું છે. પ્રભુનો સૌથી મોટો ગુણ આ છે. પ્રભુ કોચલાની બહાર છે. પ્રભુની મુખમુદ્રા પર અપૂર્વ આભા છે તે કર્મો અને શરીરની બાદબાકીમાંથી નીપજી છે. પ્રભુનાં દર્શન કરતી વખતે શરીર વિનાની જીવનચેતના અને કર્મો વિનાની આત્મચેતનાનો સાક્ષાત્કાર થવો જોઈએ.
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રભુજી સામું જુઓ
પ્રભુ વીતરાગ છે અને કેવળજ્ઞાની છે. આ બે ગુણોની જુગલબંદી અજબ છે. પ્રભુ ફક્ત કેવળજ્ઞાની હોય અને વીતરાગ ન બન્યા હોય તેની કલ્પના કરીએ. વિચાર જામતો નથી. વીતરાગભાવ વિનાનું કેવળજ્ઞાન હોઈ જ ના શકે. પરંતુ જો હોય તો એ કેટલું બધું જોખમી બની જાય ? જગતના તમામ પદાર્થો દેખાય. તમામનું આકર્ષણ જાગે ને તમામ દુઃખોનો ડર કે ત્રાસ જીવતો હોય મનમાં. આપણા રાગ અને દ્વેષ આલંબન આધારિત છે. કેવળજ્ઞાન માટે કોઈ જ આલંબન અદશ્ય નથી. તમામનું સંપૂર્ણ દર્શન થયું હોય તો ભયંકર ઉદ્વેગ અને હતાશા થવાની પણ સંપૂર્ણ સંભાવના છે. પિંગળાનું વાસ્તવિક ચરિત્ર જોઈને રાજા ભરથરી અંદરથી તૂટી ગયા હતા. જીવ ભલો હતો તે વૈરાગની વાટ પકડી લીધી. જાણકારી પૂર્ણતાનો સ્પર્શ પામે અને મન સાબૂત ન હોય તો ઝંઝાવાત મચી જાય. કેવળજ્ઞાન થાય છે તે પછી વીતરાગભાવને લીધે મનોજનિત પ્રતિભાવો રહેતા જ નથી. આપણે બોલીએ અને સાંભળીએ છીએ કે મોહનીય કર્મ તૂટ્યું અને કેવળજ્ઞાન આવ્યું. તદ્દન વહેવારુ સત્ય છે. આ મોહનીયકર્મની હાજરીમાં જો કેવળજ્ઞાન આવી જાય તો આત્મા પર અવ્યવસ્થાનો હાહાકાર મચી જાય. પ્રભુએ કેવળજ્ઞાન અને વીતરાગભાવની જુગતે જોડી ભલી રાખી. પ્રભુ પાસે બેસીને આ સદ્ગુણ પર વિચારતા રહીએ તો મૂર્તિની સ્મિતછવિ નિત્યનવીન લાગે. પ્રભુ પાસે આ અપૂર્વ સંપદા છે. એવી અદ્ભુત કે સોચતા રહીએ તેમ સ્તબ્ધતા વધતી જાય.
3E
પ્રભુનાં કેવળજ્ઞાનનો વિચાર. ભૂતકાળ સંપૂર્ણ જાહેર. વર્તમાન પરિપૂર્ણ સ્પષ્ટ. ભવિષ્ય અત્યંત વ્યક્ત. પ્રભુની જાણ બહાર કશું નથી. પ્રભુને કોઈ અંધારામાં રાખી ના શકે. પ્રભુને ન સમજાય તેવો કોઈ વિચાર કે વિસ્તાર જ નથી જગતમાં. ભાષામાત્રનો બોધ. પદાર્થમાત્રનું જ્ઞાન. પરિસ્થિતિમાત્રની જાણકારી. દરેક સંયોગોના દરેક કાટખૂણાથી પ્રભુ વાકેફ. કશું નવું નથી. કશું જૂનું નથી. બધું જ છે કેવળ દૃશ્યમાન. આંખોથી જોવાનો ઉપચાર છે. બાકી
આત્મા જ દેખી રહ્યો છે. વગર આંખે સકલ જગતનાં દર્શન થાય. કલાપીના શબ્દો :
આ ચશ્મ જે બુરજે ચડ્યું, આલમ બધી જ નિહાળવા,
એ ચશ્મને કોઈ રીતે રોકી તમે શકશો નહીં.
અનહદની આરતી
પ્રભુનું જ્ઞાન તટસ્થ છે. પ્રભુનાં જ્ઞાનમાં પારદર્શી તેજ છે. પ્રભુ મને દેખે તો ? પ્રભુ મારાં શરીરને નીરખે. ઍક્સૉ વિના મારા હાડેહાડને પારખે. નખશિખ દેહનું આંતરનિરીક્ષણ કરે. હૃદયના ધબકારા દેખાય. કૉનૉરરી બ્લોક થઈ હોય તો તેય દેખાય. ફેફસાં અને આંતરડાં અને પિત્તાશય અને નસોનું જાળું દેખાય. અંદર જતો શ્વાસ, ચૂસાતો ઑક્સિજન અને બહાર નીકળતો શ્વાસ, ફેંકાતો કાર્બન-પ્રભુ જોઈ શકે. વાળની સંખ્યા કહી શકે. ધોળા અને કાળાની જુદી ગણતરી કરાવી શકે. શરીરમાં રમતે ચડેલા રોગો જોઈ શકે. સાત ધાતુની શતરંજ ચાલે છે તેની દરેક ચાલ ભાળી શકે. શરીરની અંદર છૂપાયેલો આત્મા પ્રભુને દેખાય. આત્માને શરીરનાં પીંજરામાં પૂરનારાં કર્મો પ્રભુને દેખાય. કર્મો કેટલાં વરસ સુધી ચાલે તેટલાં છે એ સ્ટૉક પ્રભુ જોઈ શકે. નવાં કર્મોનું આગમન પ્રભુને દેખાય. કાર્યણશરીરનું જોડીદાર તૈજસ શરીર દેખાય. એ તૈજસ શરીરમાં રહેલી પાચકશક્તિ, તેજોલેશ્યા અને શીતલેશ્યાની નિર્માણશક્તિ પ્રભુ ભાળે. અત્યારે આત્મા પર જેટલાં પણ કર્મો છે તે કર્મો કેટલા ભવો દ્વારા બંધાયાં છે તે ભવોની સંખ્યા પ્રભુને મોઢે હોય. (મોઢે હોય તેમ લખવું કે બોલવું તે પ્રભુનું અપમાન છે. પ્રભુને ખ્યાલમાં હોય તેમ સમજવું. મોઢે હોય એ ભાષા આપણને મોઢે છે વાસ્તે લખવી પડે.) એકેક ભવમાં કેટલાં કર્મો બાંધ્યાં તેનો હિસાબ પ્રભુ પાસે હોય જ. અત્યારે આત્મા પર રહેલાં કર્મો આગળ કેટલા ભવો સુધી ચાલવાના છે તેની પ્રભુને ખબર હોય. તો એ ભવો દરમિયાન નવાં કર્મો ઊભા થવાનાં છે તેની સંપૂર્ણ ગણતરી પ્રભુને હોય. આ કર્મોની નીચે ઢંકાઈ રહેલા આતમરામમાં વસતું કેવળજ્ઞાન પ્રભુને પ્રત્યક્ષ દેખાય. પ્રભુનાં જ્ઞાનની સીમા નથી. પ્રભુ કેવળજ્ઞાની છે માટે જ પ્રભુ અનંતજ્ઞાની છે.
४०
પ્રભુનો વીતરાગભાવ. ગરીબને શ્રીમંતાઈ ન સમજાય તેવો અકળ. પ્રભુ માન માટે મરતા નથી. પ્રભુને ગુસ્સો આવતો નથી. પ્રભુનાં મનમાં રાજીપો રેલાતો નથી. પ્રભુનાં દિલમાં પ્રેમભાવ જાગતો નથી. પ્રભુ ભેદભાવ કે પક્ષપાત રાખી શકતા નથી. પ્રભુને સ્તવનાની અસર નથી, અપમાનની અસર નથી. પ્રભુ પ્રશંસા અને નિંદામાં લેપાતા નથી. પગલે પગલે કમળ મૂકાય કે માથે તલવાર ઝીંકાય પ્રભુની પ્રસન્નતામાં ફેર નથી પડતો. પ્રભુ
Page #26
--------------------------------------------------------------------------
________________
૪૨
અનહદની આરતી
પ્રભુજી સામું જુઓ આકાશ છે, દિવસ અને રાત વિનાનું. પ્રભુ દરિયો છે, ભરતી અને ઓટ વિનાનો. પ્રભુ નદી છે, ઉગમબિંદુ અને સંગમભૂમિ વિનાની. પ્રભુ ફૂલ છે, ઋતુનાં બંધન વિનાનું. પ્રભુ પડઘો પાડતા નથી. પ્રભુ પાસે પ્રતિભાવ કે પ્રતિક્રિયા છે જ નહીં. પ્રભુ શરીરધારી હોય ત્યારે શરીરથી અળગા હોય છે. શરીરની કશી અસર તેમના ભાવજગત પર નથી હોતી. પ્રભુનું આત્મતત્ત્વ તદ્દન મિરરપૉલિડ હોય છે. પાણી સરકી જાય તેમ નિમિત્તો સરકી જાય છે. પાણીમાં પથ્થર પડે તો વમળ સર્જાય પરંતુ થીજેલાં બરફમાં વમળ નથી સર્જાતાં કેમ કે પથ્થર ડૂબતો નથી. પ્રભુનો આત્મા નિમિત્તના પથ્થરને અંદર ડૂબવા દેતો નથી. વમળો સર્જાય ?
પ્રભુના અનંતાનંત ગુણો છે. કિતને ગાઉં, કિતને દેખું? તો પ્રભુના ઉપકારો.
આપણને મળેલાં સુખનાં મૂળિયાં ધર્મ સુધી પહોંચે છે. ધર્મ વિના સુખ મળી શકતું નથી. ધર્મની આરાધના કરો એટલે ભવિષ્યમાં સુખ આવશે તે નક્કી થઈ જાય. આજે તમારી પાસે સુખસામગ્રી છે એટલે ભૂતકાળમાં તમે ધર્મ કર્યો છે તે નિશ્ચિત બની જાય છે. આ ધર્મનું વહેણ પ્રભુ દ્વારા મળ્યું. પ્રભુ ધર્મનો ઉબોધ કરે. સૌ એ ધર્મ સ્વીકારે. પ્રભુ નહીં તો ધર્મ નહીં. ધર્મ નહીં તો સુખ નહીં. આપણને મળેલાં સુખના મૂળમાં ધર્મના સ્થાપક ભગવાન છે. આ પ્રભુનો અંગત ઉપકાર. આ સુખથી વિશેષ ઊંચું સુખ આત્મા પાસે છે. તેનો ઉપદેશ પ્રભુએ આપ્યો તે પ્રભુનો જગજાહેર ઉપકાર. કર્મને વશવર્તી રાખનારાં સુખોથી દૂર ભાગવાની પ્રેરણા વીતરાગપ્રભુએ આપી. સુખોનું આકર્ષણ આત્મશક્તિનું અવરોધક છે તેનો બોધ પ્રભુએ આપ્યો. આત્મસુખની દિશામાં તાકવાનું પ્રભુએ શીખવું. આત્માની આગળ પરમ લખીએ તો પરમાત્મા થાય. આપણું એ સાચું રૂપ. સુખની આગળ પરમ લખીએ તો પરમસુખ થાય. આપણે એ સાચું સુખ. ખોટું રૂપ છોડવા માટે ખોટાં સુખથી ચેતવાનું કહીને પ્રભુએ ઉપકારની હદ વાળી દીધી. બીજા ઉપકારો યાદ જ આવતા નથી. આ એક ઉપકાર જ રોમરોમ પર છવાઈ રહે છે જાણે.
કોઈ આત્મા સિદ્ધિગતિ પામે તે વખતે અવ્યવહારરાશિનો એક જીવ વ્યવહાર રાશિમાં આવે. ધર્મની પહેલી રેખા તો હજી અંકાતી નથી પરંતુ ધર્મ
સુધી પહોંચવા માટેનું પહેલું પગથિયું આ હોય છે. વ્યવહારરાશિમાં પ્રવેશ સિદ્ધભગવંતનો ઉપકાર. આપણે વ્યવહારના જીવ થયા.
તીર્થંકર ભગવંતો દેશના આપે. ધર્મતીર્થની સ્થાપના થાય. ગણધરો સંચાલક બને. ગણધરોની પરંપરામાં સૂરિભગવંતોની આખેઆખી પરંપરા ચાલે. આજે આપણને અનેક અનેક તારક મુનિભગવંતોનાં દર્શન થાય છે તે ધર્મતીર્થની સ્થાપનાનો વારસો છે. ગુરુવંદન કરીએ, વ્યાખ્યાન સાંભળીએ કે નિશ્રાવર્તી બની આરાધના કરીએ તે વેળાએ યાદ આવે ધર્મતીર્થની સ્થાપનાનો મૂળભૂત ઉપકાર.
પ્રભુના ઉપકારો અનંત છે. આવે નાહીં અંત.
ગુણો અને ઉપકારોની જીવંત સંવેદના સાથે પ્રભુ સમક્ષ બેસવું તે ભક્તિ. પ્રભુના ગુણો મને મળે તેવી ઉત્કંઠા હોવી જોઈએ. પ્રભુના શબ્દો દ્વારા ધર્મ ઘડાયો છે તે સમજીને પ્રભુને ભેટવાનું છે.
પ્રભુનાં મંદિર અને પ્રભુનાં બિંબ આતમાનો વિસામો છે. રોજ પ્રભુ પાસે જવાનું. સમય ઘણોબધો ફાળવવાનો પ્રભુભક્તિમાં. મારાથી જે થઈ શકે તે બધું જ કરવાની મારી તૈયારી છે તેમ લાગવું જોઈએ. એક દેરાસરનાં દરેક જિનબિંબો. એક ગામનાં દરેક દેરાસરો. સમય મુજબની આ દેવયાત્રા ચાલે. દેવદ્રવ્ય કેટલો સરસ શબ્દ છે ? મારું દ્રવ્ય હતું તે હવે દેવદ્રવ્ય થયું. પ્રભુની માલિકીનું બન્યું. મારું ધન ભગવાનનાં ખાતે જમા. મારી મહેનતનો પૈસો પ્રભુની સ્વીકૃતિ પામ્યો. મારા પરિગ્રહને વધારનારો પૈસો મારા ધર્મને વધારનારો બની ગયો. દેવદ્રવ્ય શબ્દ અદ્ભુત છે. દેરાસરમાં ગુંજતો આ શબ્દ આપણા જીવનને અડવો જોઈએ. ધન જો દેવદ્રવ્ય બને તો મારું શરીર દેવનું દ્રવ્ય ન બની શકે ? આ મારો આત્મા દેવનું દ્રવ્ય ન બની શકે ? દેવદ્રવ્ય ભગવાન સિવાય બીજે કશે ન વપરાય તેમ મારું શરીર અને મારો આત્મા ભગવાન સિવાય બીજે ક્યાંય કામ ન કરે. ભક્તની આ દેવ-દેહ-ભાવના અને દેવ-આત્મ-ભાવના તીવ્ર થવી જોઈએ.
પ્રભુની ભક્તિ માટે રોજ નવું સપનું આવે. પ્રભુની ઉપાસનામાં રોજ નવો ઉમેરો થાય. પ્રભુનાં નામે થનારી આરાધનામાં નવી ભરતી અને નવું પૂર ઊમટે. પ્રભુની વાણી અને પ્રભુની ભક્તિ એ ડાબી-જમણી આંખ.
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૨
૯. તુમ ચરણોની સેવા
પ્રભુજી સામું જુઓ
૪3 પ્રભુની સાક્ષાત્ હાજરી ખપે. મૂર્તિ જોઈને મન મનાવવાનું નાકબૂલ. પ્રભુનો સાદ સાંભળવો છે. પ્રભુનો હાથ માથે મુકાવવો છે. પ્રભુનાં ચરણોને આંખની બંધ પાંપણો દ્વારા સ્પર્શવાં છે. પ્રભુનાં ચરણની આંગળીઓ પર કપાળ મૂકવું છે. પ્રભુની સુવાસિત શ્વાસધારાનું આચમન લેવું છે.
પ્રભુને મળવાની પ્યાસ. પ્રભુને જોવાની તીવ્ર તલપ. પ્રભુની મૂર્તિમાં સાક્ષાત્ પ્રભુનો વસવાટ દેખાય હવે. મૂર્તિની આંખોમાં અગમના ઇશારા વર્તાય. મૂર્તિનાં સ્થિર સત્ત્વમાં પ્રભુની ઉપસ્થિતિ જણાય. પ્રભુમૂર્તિ નીરખતાં હૈયું હિલોળે ચડે. પ્રભુમૂર્તિને સ્પર્શતાં તો નખશિખ રોમાંચિત.
પ્રભુની ભક્તિથી આત્માનો સંસાર કપાવાનો છે. પ્રભુની ભક્તિથી જીવન ઉજમાળ થવાનું છે. પ્રભુ માટેનો અનહદ આદરભાવ વધતો જાય તેમ આત્માને કનડી રહેલા રાગદ્વેષનું જોર નબળું પડતું જાય. પ્રભુ સાથેની ક્ષણોમાં આનંદ મળે તેમાં કર્મોની તાકાત તૂટતી જાય.
પરમાત્મા ઉપકાર કરે તે માટે ભક્તનો ભક્તિભાવ પ્રચંડ હોવો જોઈએ.પરમાત્મા ધોધમાર વરસે તે માટે ભક્તના ગળે ચાતકપંખીની ચીસ જોઈએ.પરમાત્મા આંગણે પધારે તે માટે આતમના અવાજે પોકાર કરવો જોઈએ.
ભગવાનની ભક્તિ કરવામાં જીવનની કૃતાર્થતા છે. ભગવાને જે આપ્યું છે તે કોઈ આપી શકે નહીં. આપણી પાસે આપવા જેવું છે તે ભગવાન સિવાય કોઈને આપી શકાય નહીં. અને આપણી પાસે આપવા જેવું જે કોઈ છે તે ભગવાન પાસેથી જ આવ્યું છે. ભગવાનની મહેરબાની વિના જીવનનું પાંદડું પણ ફરકતું નથી. ભગવાને જે આપ્યું. તે જ ભગવાનને આપવાનું છે. આમાં સમર્પણભાવ છે. સર્વાગીણ અર્પણ. રોજ પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ તેમ જ પ્રભુનાં ધામમાં - જિનમંદિરમાં જઈએ છીએ. આપણાં સપનાંઓ આ બે મહામંગલ તત્ત્વોની આસપાસ ગૂંથવાનાં.
પ્રભુ માટેનાં સપનાં. દેરાસરની દરેક મૂર્તિને રોજ આંગી કરવી જોઈએ. મારે અને મારા હાથે. નથી થતું. કમસેકમ એવું બને કે મહિનામાં કે વરસમાં મૂર્તિઓના વારા ગોઠવીને હું એક પછી એક મૂર્તિને આંગી કરું. પાષાણનાં પ્રતિમાજી અને પંચધાતુનાં પ્રતિમાજી, મારાં દેરાસરમાં જેટલાં છે તેની સંખ્યા મેળવીને તે મુજબ રોજ આંગી કરવી. આમાં કરીશ એ રીતે કે રોજના એક ભગવાનની આંગી તો હંમેશ પ્રમાણે થાય જ. એ ઉપરાંત રોજ એક નવા ભગવાનની આંગી. ફૂલો સુંદર મળે છે. આખા દેરાસરને ફૂલોથી ઢાંકી દઉં તો મારી ભક્તિ લેખે લાગે. તેમ નથી કરી શકાતું. તો દેરાસરનાં દરેક પ્રતિમાજીને હું ફૂલોની માળા પહેરાવીશ. એ ન થાય તો રોજ એક ભગવાનને ફૂલની માળા પહેરાવીશ. માળાની સગવડ ન થાય તો ફૂલો ચડાવીશ. સિઝન મુજબ જેટલી જાતનાં ફૂલ મળે તે ભગવાનને ચડાવીશ. દેરાસરની
Page #28
--------------------------------------------------------------------------
________________
તુમ ચરણોની સેવા
અનહદની આરતી
બહાર ફૂલો વેચાય છે. એક દિવસ હું દેરાસરની બહાર ઊભો રહીને ફૂલો વહેંચીશ. દરેક પૂજાર્થીને મારા હાથે છાબડી ભરીને ફૂલ આપીશ. કહીશ : લાભ આપો. ભક્તિનો લાભ. ચૈત્યવંદન તો રોજ એક જ કરું છું. બધા ભગવાન અલગ સમયે કેવલી થયા ને અલગ સમયે મોક્ષમાં ગયા. મારે એક જ ચૈત્યવંદનમાં બધાને સાચવી લેવાના ? આવું નહીં કરું. દરેક ભગવાનનાં ચૈત્યવંદન થાય તો ઉત્તમ. નહીં તો રોજ મૂળનાયક ઉપરાંત બીજા એક ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરીશ. મૂળનાયક સમક્ષ હોઉં તેવા જ ભાવથી સ્તવન
ગાઈશ. જ પ્રભુભક્તિ માટેનાં સ્તવનો હજારો છે. મારાથી બધાં કંઠસ્થ નથી થઈ
શકવાનાં. હું સ્તવનોનો સ્વાધ્યાય કરીશ. સારા અને સ્વચ્છ મુદ્રણમાં પ્રકાશિત થયેલાં સ્તવનો વાંચીશ. તેના રાગ શીખીશ. સ્તવનના રચયિતા મહાપુરુષો કેટલા બધા છે. શ્રી આનંદઘનજી મ., શ્રી માનવિજયજી મ., શ્રી ન્યાયસાગરજી મ., શ્રી શુભવીરજી મ., શ્રી રૂપવિજયજી મ., શ્રી ભાણવિજયજી મ., શ્રી પદ્મવિજયજી મ.. શ્રી જિનવિજયજી મ., શ્રી વીરવિજયજી મ., શ્રીકીર્તિવિમલજી મ., શ્રી વિનયવિજયજી મ., શ્રી મેઘવિજયજી મ. નામોનો પાર નથી. એકેક મહાપુરુષોએ સંખ્યાબંધ સ્તવનો લખ્યાં છે. બધાં સ્તવનો ગોખવાં મુશ્કેલ છે. કબૂલ. મારે તો એ વાંચવાં છે, વાગોળવાં છે. સ્તવને સ્તવને અવનવા મધુર ભાવો નીતરે છે તેમાં ભીંજાવું છે. પૂજાઓ અઢળક છે. ચોસઠ પ્રકારી પૂજા. એકથી વધુ સ્નાત્રપૂજાઓ. નવપદની પૂજાઓ. નંદીશ્વર દ્વીપની પૂજા. નવાણું અભિષેકની અને નવાણું પ્રકારી એ બે પૂજા. પંચજ્ઞાનની પૂજા. સત્તરભેદી પૂજાઓ. એકવીસ પ્રકારી પૂજા, અષ્ટપ્રકારી પૂજાઓ. પિસ્તાળીસ આગમની પૂજાઓ. આ સૂચિ ઘણી લાંબી થશે. આ દરેક પૂજાઓના ઢાળ છે, તેમની દેશી છે ને તેમના શાસ્ત્રીય રાગ છે. મારે તે શીખવા છે. ગાતાં નથી આવડતું. વાંધો નથી. પૂજાના અર્થો તો સમજું. એ પૂજાની કડીઓ વાંચું તો સહી. પ્રભુની પૂજાના ભાવભર્યા આંદોલનો મેળવવા પૂજાના
શબ્દોથી ઉત્તમ બીજું શું હોઈ શકે ? સ્તોત્રો છે. સંસ્કૃત ભાષામાં અપરંપાર. ભક્તામર અને કલ્યાણમંદિરની જેવાં અગણિત સંસ્કૃતસ્તોત્ર છે. સંસ્કૃત ભણીને તે તમામ સ્તોત્રો વાંચું. આ જ રીતે બેહિસાબ સ્તુતિઓ મળે છે પ્રભુની પ્રાચીન અને નવીન. બધી વાંચવી છે. પ્રભુને વિનવણી કરવાના શબ્દો પાસે ભક્ત નહીં જાય તો કોણ જશે ? ચોવીસ પ્રભુ વર્તમાન ચોવીશીના. અતીત ચોવીશી અને અનાગત ચોવીશી અલગ. મહાવિદેહના વીસ તીર્થકરો. દરેકનાં નામ વાંચવાં છે. મોઢે જ કરવાં જોઈએ. ઓછામાં ઓછાં વાંચું તો જરૂર. દરેક પ્રભુનાં જીવનની કથા મેળવું. વાંચું. યાદ રાખું . પ્રભુના માબાપ અને પરિવારનાં નામો. પ્રભુના શિષ્ય પરિવારની સંખ્યા. પ્રભુનો વિચાર કરવામાં આ અજોડ અક્ષરો અવ્વલ ફાળો આપે. તીર્થોની યાત્રા કરું. તીર્થે તીર્થે પ્રભુ જુદા. પ્રભુમાત્રનો ઇતિહાસ જેમ જુદો એમ તીર્થમાત્રનો ઇતિહાસ જુદો. દરેક તીર્થનો ઇતિહાસ જાણું. ખાંખાખોળાં કરું. ગ્રંથોનાં પાનાં ઉકેલું. ઇતિહાસ વાંચીને પછી તીર્થયાત્રા થાય તો આનંદ અનેરો નીવડે. તીર્થયાત્રા શાંતિથી કરું. દિવસો વધુ કાઢે યાત્રા માટે. ઉતાવળ કદી ના કરું. પ્રભુને મળવાનું નિરાંતે જ. પ્રભુની પૂજાનાં વસ્ત્રો, વાસણો અને સાધનો ઉચ્ચ કોટિનાં રાખું. બને તો દેરાસરનાં બધાં કામ માથે ઉપાડી લઉં. એક ટીમ બનાવું ભક્તોની. જે કેવળ પૂજાવસ્ત્રધારી બનીને દેરાસરની જવાબદારી ઉપાડી લે. આમ ન બની શકે તો ? પૂજારી સાથે દોસ્તી જમાવું. તેનાં સુખદુ:ખ સમજું. પૂજારી તો પ્રભુનો પડછાયો. તેને રાજી રાખવામાં પ્રભુભક્તિની પરોક્ષ પ્રાક્ષિકી મળે. વહીવટ અને ટ્રસ્ટીશીપ તેની રીતે ભલે કામ કરે. મારે તો પૂજારીનો લાભ લેવો છે. પૂજારીને ઘેર જમવા બોલાવું. તેની માંદગીમાં સંભાળ લઉં. નાનામોટા પ્રસંગોમાં તેની પડખે રહું. પૂજારી રાખવા તે તો મજબૂરી છે આપણી, પણ જો રાખ્યા જ છે પૂજારીને, તો એ પ્રસન્ન રહેવા જોઈએ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૮
અનહદની આરતી
તુમ ચરણોની સેવા
૪૩ પૂજાઓ અને પૂજનો વહેવાર બની ચૂક્યા છે. આયોજક હોય તે આમંત્રણ આપે. મહેમાન હોય તો યજમાન માટે આવે. બેય એકબીજાનું ધ્યાન રાખે. ભગવાન રહી જાય બાજુમાં. ના. આવું નહીં થવા દઉં. પૂજા કે પૂજનના પ્રસંગે મારાં આંગણે આવશે ત્યારે મારું ધ્યાન પ્રભુમાં અને પૂજા-પૂજનની વિધિમાં હશે. આવનાર ભલે ના મળે. પ્રભુ મળે તે મહત્ત્વનું છે. સામે છેડે મારે પૂજામાં જવાનું હશે તો આખી પુજા કે સંપૂર્ણ પૂજનમાં બેસીશ. એ ન બને તો પૂજા કે પૂજન પૂરતા બેસવું છે તેવો વિચાર રાખવાને બદલે ભક્તિસંવેદનાની ભાવનાથી બેસીશ. મુખ્ય વાત એ રહેશે કે : મારા દ્વારા આયોજિત અનુષ્ઠાન પ્રાસંગિક નહીં હોય, એ હશે આધ્યાત્મિક અને પારમાત્મિક. મારા આનંદ માટેના અને મારા ભગવાન માટેનાં હશે એ સૌ અનુષ્ઠાન. મારાં ગામમાં જેટલાં દેરાસરો છે તેનાં મહિનામાં એકાદ વાર અવશ્ય દર્શન કરીશ. વાલી મુનિ તો દરિયાપાર દર્શન કરવા જતા પ્રભુનાં. રોજનો ક્રમ હતો, મારે રોજ સમય નથી. પણ મારા ગામનાં દેરાસરોમાં
હું દર્શન કરતો જ રહીશ. ચોક્કસ અને નિયમિત.. કી મારા પરિવારના દરેક સભ્ય દેરાસરે અવશ્ય જતા હોય અને પૂજા
કરતા હોય તેવું તંદુરસ્ત વાતાવરણ હશે ઘરમાં. દેરાસરના દરવાજે લાગતી પત્રિકા વાંચવાનું ચૂકીશ નહીં. દૂર દેશાવરના પ્રભુભક્તિના પ્રસંગોની વધામણી વાંચવામાં ઓછો લાભ નથી. દેરાસરનાં બૉર્ડ પરની સૂચના વાંચીશ. સૂર્યોદય અને સૂર્યાસ્ત વાંચતો રહીશ. ભગવાનના દરવાજે મારા માટેની સૂચના હોય તે વાંચવી જ પડે.
પ્રભુભક્તિ શ્વાસોમાં વસે. પ્રભુપ્રીતિ ધડકનની જેમ જીવે. પ્રભુનો રાગ સૂરજની જેમ ઊગે, આથમે કદી નહીં. પ્રભુ સાથે ભાવના તદાકાર બનવી જોઈએ . પ્રભુનું સંમોહન આત્માને અવશ બનાવી રાખે તે સૌભાગ્ય છે.
મનોવિજ્ઞાન એમ કહે છે કે : આપણો સ્વભાવ આશરો શોધવાનો છે. દુઃખ જણાવીએ. હિંમત મેળવીએ. પ્રતીક્ષા કરીએ. મળીને ખુશી પામીએ. ન મળવાની વેદના અનુભવીએ. પરાશ્રિત હોવાનો અનુભવ મનને
ગમે છે. જો સામેથી અનુકૂળ પ્રતિભાવ મળતો હોય તો. આ પ્રતિભાવ પણ વસ્તુતઃ આપણે નક્કી કરેલો હોય છે મનમાં. પ્રભુ સાથેનો પરાશ્રિત ભાવ અંતરંગ આનંદનું ઉત્થાન કરે છે. પ્રભુ સાથેના પ્રેમમાં આપણો સ્વાર્થ અને આપણો અહં વેગળો રહે છે. આ મોટી વાત છે. આપણી લાગણી સાથે સજ્જડ વળગી રહેલા સ્વાર્થ અને અહંના વિચારોની પ્રભુભક્તિના સમયે બાદબાકી થતી રહે છે.
સ્વાર્થવિહાણો મનોભાવ. અહંવિરહિત મનોગત. સુખની ક્ષણો હોય છે. સામી વ્યક્તિને મહત્ત્વ આપતી વખતે આપણા મનમાં કોઈ અપેક્ષા રહેતી હોય છે. સામી વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે એ વ્યક્તિ આપણી માટે શું કરી શકે છે તેનો સુરેખ અંદાજ હોય છે આપણને, સ્વાર્થનાં ચોકઠાં અને અહંની ચાલબાજી આગળ વધે છે સંબંધમાં, પ્રભુ સમક્ષ આવું નથી બનતું. સ્વાર્થ અને અહંભાવે મનમાં તાણ ઊભી રાખે છે તે પ્રભુના પ્રેમમાં ગાયબ થાય છે. પ્રભુની પ્રીતિનો આંતરિક ઉદ્દેશ આ ભૂમિકા સિદ્ધ કરવાનો છે.
પ્રભુ વિના જેને નથી ચાલતું તેને સ્વાર્થ અને અહં વિના ચાલી જાય છે. સ્વાર્થ અને અહં વિના જેને નથી ચાલતું તેનું જીવન પ્રભુ વિના એમનું એમ ચાલી જાય છે. પ્રભુનો આશરો હોવાની લાગણી આપણા તનાવને ઘટાડે છે. પ્રભુની ઉદારતા પર વિશ્વાસ છે તેને લીધે પાપોની કબૂલાત થાય છે અને અપરાધગ્રંથિનું વજન તૂટે છે. પ્રભુની અગમ અગોચર શક્તિની કલ્પના મનને હોય છે તેથી અંતરમાં પ્રચંડ આશાવાદ ઊભો હોય છે. જે હિંમતને ખૂટવા નથી દેતો. પ્રભુની પ્રાર્થના દ્વારા આપણી ભીતરી તાકાતનું નવસર્જન થાય છે એમ આજનું ચિકિત્સાશાસ્ત્ર ડંકો વગાડીને કહે છે. આપણી પોતાની શક્તિગત સંભાવનાઓને પ્રાર્થના જાગ્રત કરે છે. શાસ્ત્રશુદ્ધ ભાષામાં કહીએ તો - ભીતરમાં પડેલું પુણ્ય આલંબનસાપેક્ષ બનીને પ્રભુ દ્વારા ઉદયમાં આવી શકે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૩
૧૦. વધુ સારા બનાવે છે સજ્જનો
તમારી પાસે થોડાક સારા વિચારો છે. તમે થોડા ગુણો મેળવી ચૂક્યા છો. તમારા હાથે થોડાં સત્કાર્યો પણ થઈ રહ્યા છે. હજી વધુ સારા વિચારો મેળવવા છે. હજી વધુ ગુણો પામવા છે. હજી નવાં સત્કાર્યો કરવા છે. તમે સારા છો. તમે હજી વધુ સારા બનવા માંગો છો.
સારા હોવાની એક ટકાવારી હોય છે. ૬૦ ટકા સારા હોવું, ૭૦ ટકા કે ૮૦ ટકા કે ૯૦ ટકા સારા હોવું અને છેવટે ૧૦૦ ટકા હોવું. તમે સારા છો. તમારી ટકાવારી શું છે ? સારા હોવું એ આજનો તબક્કો છે. વધારે સારા બનવું તે આવતી કાલનો તબક્કો છે. સારા બનવા અંગે ત્રણ મુદા છે.
૧. હું અત્યારે જેવો છું તેનાથી મારે વધારે સારા થવું છે. ૨, મારે ઉત્તમ પુરુષોની જેમ ખૂબ જ સારા બનવું છે. ૩. મારે ભગવાનની જેમ સો ટકા સારા થવું છે.
પહેલા મુદાને લીધે બીજા મુદાને અવકાશ મળે છે. મારી પાસે મારા વિચારો છે. પરંતુ જેમની પાસે મારાથી વિશેષ સારા વિચારો છે તે મારા આદર્શ પુરુષ બનશે. મારી પાસે થોડા ગુણો છે પરંતુ જેમની પાસે મારાથી વિશેષ સારા ગુણો છે તે મારા આદર્શ પુરુષ બનશે. ધર્મસાધના એ આત્મવિકાસની પ્રક્રિયા છે. સતત નવું પામતા રહેવું, સતત આગળ વધતા જવું. સતત પ્રગતિ સાધતા રહેવું. જયાં છીએ ત્યાં અટકી રહેવું નથી. જેવા છીએ તેવા જ રહેવાનું નથી.
નવા વિચારો, નવા ગુણો અને નવાં સત્કાર્યો પામવા છે. આજે આપણી પાસે જે નથી તે મેળવવું છે. આપણામાં જે ખૂટે છે તેની પૂર્તિ કરી
પ0
અનહદની આરતી લેવી છે. એ ખૂટતી કડી મેળવવા કોઈનો સંગાથ જોઈશે. આપણાથી આગળ હોય, આપણા કરતાં ઊંચાં સ્તરે પહોંચ્યા હોય તેવા ઉદાત પુરુષકને પહોંચવું પડશે.
મંત્રીશ્વર વસ્તુપાળની ત્રીજી માંગણી છે : મારે સજ્જનોનો સત્સંગ કરવો છે. મારે સાધુપુરુષોની સંગતમાં રહેવું છે. મારો સંબંધ સારા માણસો સાથે જોડાય.
મંત્રીશ્વર પોતે સર્વોત્તમ વ્યક્તિમત્તા ધરાવે છે. તેમને સારા સંબંધની માંગણી કરવાનું મન થાય છે તેની કોઈ ભૂમિકા તો હશે જ. પોતે ખરાબ માણસ હોય ને સારા બની જવા માટે સત્સંગની અપેક્ષા રાખતા હોય તેવું તો છે જ નહીં. મંત્રીશ્વર વધુ સારા બનવા માંગે છે. પોતે કેટલા સારા છે તેની પોતાને ખબર છે. પોતે કેટલા સારા બનવું જોઈએ તેની કલ્પના તેઓ કરી શકે છે. પોતાનામાં શું ખૂટી રહ્યું છે તે બીજા જાણી શકવાના નથી. પોતે તો સમજે જ છે.
વાત સંબંધની છે. સંબંધો ઘણા હોય છે. જન્મજાત સંબંધ. એમાં માબાપ - ભાઈબહેન - કાકા-કાકી-મામા-મામી - દાદાદાદી – નાના-નાની આવે. આપણો જન્મ થયો ત્યારના આ બધા આપણા બનીને બેસેલા છે. સામાજીક સંબંધ. પાડોશી-પરિચિતો-જ્ઞાતિજનો - મિત્રો. આ બધા સાથે લેવાનો અને દેવાનો સંબંધ હકડેઠઠ રહે છે. વ્યાવસાયિક સંબંધ ભાગીદાર - મેનેજર - બૉસ - કારકુન-શેઠ - ઘરાક, આ બધા લગભગ રોજ મળે છે. આ સંબંધો ઉપર વિચાર્યા બાદ સારા સંબંધની માંગણી મંત્રીશ્વર કરે છે. જન્મજાત, સામાજીક કે વ્યાવસાયિક સંબંધમાં વિશ્વાસ રાખવાનો હોય છે તેમાં કોઈ બાંધછોડ નથી, નવા સંબંધની તલાશ કરતી વખતે લક્ષ્ય સ્પષ્ટ છે. પોતાની ભીતરમાં તાકવાનું જેમને ફાવે છે તેમને સગુણોની નવી નવી ખરીદી કરવામાં ખૂબ રસ પડે છે. સદ્ગુણો જેમનામાં જોવા મળે છે તેમની પાસે જવાનું, તેમની સાથે રહેવાનું જેમને ગમે તે આત્મરસિયો હોવાનો. આપણે શું મેળવ્યું છે તે આપણું ભાગ્ય છે. આપણે શું મેળવવું છે તે આપણો પુરુષાર્થ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
વધુ સારા બનાવે છે સજ્જનો
સારા માણસ સાથે સંબંધ રાખવામાં ફાયદો ભરપૂર છે અને નુકશાન સદંતર નથી. અલબત્, સારા માણસ સાથે સંબંધ રાખવા માટે ખુદ આપણે સારા બનવું પડે છે. આપણે જો ૪૦ ટકા સારા છીએ તો આપણી માટે કામના સારા માણસ કોણ ? જેઓ ૬૦ ટકા, ૭૦ ટકા સારા છે તેઓ. જો આપણે એકાદ ટકો પણ સારા નથી તો સારા માણસો આપણાથી દૂર રહેશે. તેઓ આપણી સાથે વાત જ નહીં કરે. આપણી સમકક્ષાએ રહેલા સારા માણસો આપણને સથવારો આપે છે. આપણાથી ઉપરની કક્ષાએ રહેલા સારા માણસો આપણને પ્રેરણા આપે છે. આપણો સંબંધ સારા માણસો સાથે હોવો જોઈએ તે આ અર્થમાં. આપણી જેમ જ સારા હોય તેમની સાથે રહીને આગળ વધવાનો સંકલ્પ કરવાનો છે. આપણાથી આગળ નીકળી ગયા હોય તેમની પાસે જઈને પ્રેરણા મેળવવાની છે.
૧
મજાની વાત એ છે કે - તમે સારા માણસ છો માટે જ તમને બીજી વ્યક્તિઓમાં સારા માણસનાં દર્શન થઈ શકે છે. દુર્યોધનને આખાં શહેરમાં કોઈ જ સારો માણસ ના મળ્યો કેમ કે દુર્યોધન પોતે સારો માણસ બની શક્યો નહોતો. સારા માણસ સાથે સંબંધ રાખવાનો વિચાર આવે છે તે આપણા સારા હોવાનો બહુ મોટો પુરાવો છે. સામી વ્યક્તિને સારો માણસ સમજીને તેનામાં વિશ્વાસ મૂકવા જેટલી શ્રદ્ધા હોય તો આપણે બહુ ખરાબ માણસ નથી.
હવે સ્વાર્થની વાત. આપણે સારા છીએ અને છીએ તેથી વધુ સારા બનવા માંગીએ છીએ તો આપણી માટે એ જ સારા માણસો કામના છે જે આપણાથી આગળ હોય. જેમના સંપર્કમાં રહેવાથી આપણા આત્માને નવો નવો લાભ સાંપડે છે તે આપણી માટે સજ્જન છે. પહેલાં તો આપણામાં જે વિચાર નથી, જે ગુણો નથી અને આપણી પાસે જે સત્કાર્યો નથી તેની બાબતમાં આપણે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. આ બધું મારે મેળવવું છે. તેવી તીવ્ર ઉત્કંઠા મનમાં હોવી જોઈએ. એકલે હાથે એ બધું મેળવી શકાતું હોત તો આપણે બીજાની પાસે હાથ લંબાવવાની જરૂર નહોતી. પણ હકીકત એ છે કે બીજાના સંગાથ વિના હવે નવી સિદ્ધિ મળી શકે તેમ નથી. તો સજ્જન પુરુષ પાસેથી મારે જે મેળવવાનું છે તેનો ખ્યાલ પણ સ્પષ્ટ હોવો જોઈએ. ગુણો કે
અનહદની આરતી વિચારો મેળવવા માટે એ વ્યક્તિ સમક્ષ વિદ્યાર્થી બનીને ઉપસ્થિત થવું જોઈએ.
પર
ગુણોની બાબતમાં એક સચ્ચાઈ હંમેશા સમજી લેવી જોઈએ કે ગુણો વ્યક્તિમાં જ જોવા મળે છે. ગુણ વિનાની વ્યક્તિ કદાચ, જોવા મળશે પણ વ્યક્તિ વિનાનો ગુણ ક્યારેય જોવા નહીં મળે. ગુણ જોઈતો હશે તો ગુણવાન વ્યક્તિ પાસે જઈને ઝોળી ફેલાવવી પડશે. એ ગુણિયલ વ્યક્તિનો વિશ્વાસ જીતવો પડશે. એને આપણામાં રસ પડે તેવો વહેવાર રાખવો પડશે. એને આપણી સાથે સંબંધ રાખવાનું ગમે તેવો સ્વભાવ કેળવવો પડશે. ગુણવંતા સજ્જનો મફતમાં નથી મળતા.
તીર્થંકરોના આત્માની જેમ આપણે સ્વયંસંબુદ્ધ હોત તો બીજાની ગરજ રહેવાની નહોતી. આપણે તો સ્વયં સંક્ષુબ્ધ છીએ. ખોટા વિચારો કરીને જાતને અકળાવી દઈએ છીએ. સારાં કામ થતાં નથી. ખરાબ કામો છૂટતાં નથી. ભૂલો દેખાતી નથી. ગુણો કેળવાતા નથી. સંસારની પામર સફળતાનું અભિમાન થઈ આવ્યું છે તેની ધૂનમાં સાચી વાતો પણ સાંભળી શકતા નથી. એકલા એકલા ધર્મમાં આગળ વધવાનું આપણું ગજું નથી. એક સક્ષમ ભાગીદાર અને માર્ગદર્શક સાથે રાખવો જ પડશે.
ગુણોની સમજણ મેળવી લીધા પછી કામ શરૂ થાય છે. એ ગુણને જીવનમાં ઉતારવો છે. હવે કઠણાઈ શરૂ થઈ. ગુણ સાંભળ્યા, ગમ્યા અને એ કેળવવાનો સંકલ્પ કર્યો તે બધું મનોમન થયું છે. એ જીવનમાં અવતરિત કરવાનું નક્કી કર્યું એટલે આપણી વહેવારુ દુનિયા નવેસરથી નજર સામે આવી. જેમકે - જૂઠું નથી બોલવું - એમ સાંભળવું અને વિચારવું અને નક્કી કરવું, સહેલું છે કેમ કે એ મનમાં થાય છે. દુકાને બેસીને ખરેખર જૂઠું ન બોલવાનો સંકલ્પ પાળવો હોય તો ભારે પડી જાય છે.
ઉપરાંત, એકાદ ગુણને મેળવ્યા પછી તેને આત્મસાત્ કરવા માટે સઘન પુરુષાર્થ કરવો પડે છે. ગુણનો કશો અનુભવ ન હોય તો થોડો ક્ષોભ થાય છે. આવો સદ્ગુણ આત્મસાત્ શી રીતે થશે ?
આવા સંયોગોમાં ભાંગ્યાના ભેરૂની મૈત્રી કામ લાગે છે. સારા
Page #32
--------------------------------------------------------------------------
________________
વધુ સારા બનાવે છે સજ્જનો
માણસની સાદી વ્યાખ્યા એટલી જ છે કે એ આપણને સારા બની રહેવામાં સહાય કરે છે.
ЧЗ
થોડીક બાંધછોડ અભિમાન સાથે કરવાની છે. સારા માણસને આપણો કબજો સોંપવાનો. આપણાં અપલક્ષણોથી વિગતે ચર્ચા તેની સાથે કરવાની. આપણે જે ગુણો મેળવવાની ઇચ્છા રાખીએ છીએ તે ગુણો તેમને જણાવવાના. આપણને શેની સમજ નથી પડતી તે જણાવી દેવું.
સાધુ મહાત્મા સાથે આવી કલ્યાણમૈત્રી થઈ શકે છે. પરિવારના કોઈ પણ સભ્ય સાથે આવો સત્સંગ કેળવી શકાય છે. બજારમાં કે વ્યાખ્યાનમાં ભેગા થઈ જતાં કોઈ સાધર્મિક સાથે આવો સંબંધ થઈ શકે છે. સુવાસ ફેલાવતાં ફૂલ જેવા સજ્જનો આપણને અવશ્ય સુવાસિત બનાવે છે.
સારા માણસો સંબંધ કેળવે તેમાં સ્વાર્થ નથી હોતો. સારા માણસો આપણી સદ્ભાવનાને તુરંત સમજી શકે છે. સારા માણસોને સંબંધની સાથે અહં રાખવાનું ગમતું નથી. સારા માણસોને સાચી વાત કહેતા સંકોચ થતો નથી. સારા માણસો જૂઠ બોલતા નથી આપણી સાથે. સારા માણસો સ્પર્ધા રાખતા નથી.
સારા માણસના સ્વભાવની સારી અસર આપણી ઉપર પડે. સારા માણસના ગુણો જોઈને આપણને એવા ગુણો પામવાની ઇચ્છા થાય. સારા માણસો સાથેની વાતચીતમાં મહોરતી સંસ્કારિતાનો સ્પર્શ આપણી શૈલીને થાય. સારા માણસની સૌમ્ય અને સરળ રજૂઆત આપણને સુધારતી રહે. સારા માણસ આપણને વધુ સારા બનાવે.
પ્રાર્થના-૩
૧૧. સજ્જનોનો સથવારો ઃ દુર્જનોનું દૂરીણ
કોઈ પણ માણસનું ઘડતર બીજાના હાથે જ થાય છે. માણસ એકલે હાથે ખરાબ પણ ના બની શકે, સારો પણ ના બની શકે. માણસ સારો બને છે તે બીજા દ્વારા. માણસ ખરાબ બને છે તે બીજા દ્વારા. તમે સારા બનશો કે ખરાબ બનશો તે નક્કી કરવાનું સમીકરણ સહેલું છે. તમે કેવા લોકો સાથે રહો છો તે જોઈ લો. તમારું સ્તર તેના પરથી નક્કી થઈ જશે. તમારું ભવિષ્ય પણ તેનાથી પરખાઈ જશે. હજી પણ વધારે ચોખવટ કરવી હોય તો જાતે તપાસી લો કે તમને કેવા માણસો ગમે છે ? તમારી નજર કોની પર ઠરેલી રહે છે ? તમને જે માણસો ગમતા હશે, તમે એવા જ થવાના છો. તમને જે માણસો સાથે ભળવાનું ગમતું નથી તે માણસો તમારી માટે પ્રેરણારૂપ બની શકતા નથી. તમને પૈસા ગમતા હશે તો ગરીબ માણસ સાથે ભળવાનું નહીં ગમે. તમને મીઠાઈનો શોખ હશે તો તમારી માટે આંબેલખાતું ત્રાસજનક બની શકે. તમને જે નથી ગમતું તે તત્ત્વ ખરાબ હોઈ શકે. તમને જે નથી ગમતું તે સારું હોઈ શકે. તમને સારું તત્ત્વ નથી ગમતું તો તમે સારા માણસ ન હોઈ શકો. તમને સારા માણસો સાથે મૈત્રી બાંધવાનું મન છે તો તમે સારા છો. તમને ખરાબ માણસ સાથે મૈત્રી બાંધવાનું મન છે તો તમે ખરાબ છો. પંદરવીસ માણસનું ટોળું ઊભું હોય. એમાં એક માણસને તમારે અલગ તારવવાનો હોય તો તમે એને સારા માણસ તરીકે અલગ તારવી શકો અને બીજા માણસને ખરાબ માણસ તરીકે અલગ તારવી શકો. તમારી વાત આ રીતે કરીએ તો પંદર-વીસનાં ટોળામાં તમને કોઈ અલગ તારવતું હોય ત્યારે એ તમને સારા માણસ તરીકે અલગ તારવે કે ખરાબ માણસ તરીકે ? તમે વિચારી લો. તમારે સારા માણસ તરીકે બીજાથી જુદા પડવાનું છે. તમને
Page #33
--------------------------------------------------------------------------
________________
૫૬
સજ્જનોનો સથવારો : દુર્જનોનું દૂરીkણ
પપ ખરાબ માણસ તરીકે બીજાથી અલગ તારવવામાં આવે તો તમને નહીં ગમે. તમે આ દુનિયામાં રહેતા અબજો માણસોમાં માંડ ચાળીસ-પચાસ માણસો સાથે જીવો છો. થોડાક માણસોની વચ્ચે સારા પૂરવાર થવાનું છે. એકાદ બૅટ્સમૅનનાં જોરે મૅચ જીતી શકાય પરંતુ સિરીઝ જીતવા માટે તો બધા જ
પ્લેયરે સારું રમવું પડે. એકાદબે ગુણોના સહારે સારા માણસ બની શકાય પરંતુ ધર્માત્મા બનવા માટે તો બધાં જ સ્તરે સારા બનવું પડે છે. સારા ધર્માત્મા બનીને તમે જીવનનો સોનેરી અધ્યાય લખી શકો છો. તમારે જરૂર છે એક મજબૂત આધારની.
તમે નાનપણમાં પરાધીન હતા. માનસિક રીતે તમે પરવશ હતા. આ દિવસોમાં તમને સંસ્કારો અને વિચારો મળ્યા છે. એ મેળવવા તમે મહેનત કરી નથી. આપખુદ અવતરણ હતું એ. અત્યારે તમારી પાસે પસંદગીનો અવકાશ છે. પસંદગીનું પૃથક્કરણ કરીને પસંદગીને બદલી શકવાની મોકળાશ છે. તમે ધારી ન શકો એવી ઊંચાઈ તમે સાધી શકો છો. ગુણો એવા છે કે તમે એમને જાણો તો તુરંત જીવનમાં ઉતારી શકો. તમારું જીવન તમને દેખાતું નથી. તમને તમારા જીવનના ટુકડાઓ દેખાય છે. ભારતને નહીં જાણનારાને ભારતનો નકશો બતાવો તો તેને કેવળ રેખાઓ વચ્ચેની જગ્યા દેખાય છે તેમ તમને કેવળ તમારાં વરસો સાથે જોડાયેલા થોડા કિસ્સાઓ દેખાય છે. તમારા જીવનમાં બનતા હરકોઈ પ્રસંગોમાં તમારા ગુણો અને દોષો અગત્યનો ભાગ ભજવે છે. પ્રસંગોની સંખ્યા જો એકસોની હોય તો તેમાં સંખ્યાઆધારિત મૂલ્યાંકન કરવું જોઈએ. આ બધા પ્રસંગો બન્યા તેમાં પચાસ પ્રસંગો એવા હશે જે સારા હશે, પચાસ પ્રસંગો એવા હશે જે ખરાબ હશે. સારા પ્રસંગોને ઉજવણીના પ્રસંગો નથી ગણવાના. ગુણોનો સિંહફાળો ધરાવતા પ્રસંગો તે સારા પ્રસંગો છે. તો રડવાના કે નુકશાનીના પ્રસંગોને ખરાબ પ્રસંગો નથી સમજવાના. દોષોનો વાઘફાળો ધરાવતા પ્રસંગો તે ખરાબ પ્રસંગો છે. દાખલા તરીકે, વ્યાખ્યાન સાંભળીને તમે જીવનભર માટે કોઈ એક બાધા લીધી તો એ તમારા માટે સારો પ્રસંગ બન્યો. આ પ્રસંગ પાછળ તમને ધર્મશ્રવણ નામનો સદ્દગુણ કામ લાગ્યો કહેવાય. તમે દુકાને બેસીને એક ભલા ઘરાકને ચાલીસનો માલ સિત્તેરમા પકડાવી દીધો તો એ તમારી માટે ખરાબ
અનહદની આરતી પ્રસંગ કહેવાય. આ ખરાબ પ્રસંગ પાછળ તમારી ધનલાલસા નામના દોષનો ફાળો છે તેમ કહેવાય. તમારી જીંદગીમાં જે કાંઈ પણ બને છે તે નાનું અને મોટું હોય છે. બંનેમાં ફાળાની દૃષ્ટિએ કોનો ભાગ વિશેષ છે તે તમારે શોધતા રહેવાનું છે. ગુણોના ફાળા દ્વારા બને તેવા પ્રસંગો ખૂબ બધા હોવા જોઈએ. દોષોના ફાળા દ્વારા ઘટિત થતા પ્રસંગો સાવ ઓછા હોવા જોઈએ. તમારા સજ્જન કે ધર્માત્મા હોવાની આ પારાશીશી છે. આવું નથી બનતું ને ? એટલે જ સજ્જનનો સંગાથ રાખવાનો છે. સજ્જનની સાથે સંબંધ રાખશો, એની સાથે વહેવાર હશે વાતચીતનો. એનાં જીવનમાં ડગલે અને પગલે ઊભા થતા પ્રસંગોમાં ગુણોનો ફાળો વિશેષ હોવાનો છે. દેખાશે.
આ આખો મુદ્દો તમે બીજી રીતે પણ વિચારી શકો. તમારાં જીવનમાં નાના કે મોટા પ્રસંગો બને છે તે જેમ સત્ય છે એ રીતે નાના કે મોટા પ્રસંગો બનવાના રહી જાય છે તેમ પણ બને છે. દાખલા તરીકે તમારી સમક્ષ પર્યુષણનો પહેલો દિવસ હોય છે અને તમે સવારે નાસ્તો કરવા બેસી જાઓ છો ત્યારે તમારા હાથમાંથી ઉપવાસ નામની સારી ઘટના છટકી જાય છે. આનું કારણ તમારો આહાર સંજ્ઞા નામનો દોષ છે. તમારી સમક્ષ ચોરી કરવાનો સરળ મોકો છે અને તમે એ રસ્તે જવાનું ટાળી દો છો, ત્યારે તમારાં જીવનમાંથી એક ખરાબ ઘટનાને આગોતરો જાકારો મળે છે. આનાં મૂળમાં તમારો નૈતિકતા નામનો ગુણ છે. સારી ઘટના બની શકતી હતી તે ના બની અને ખરાબ ઘટના બની શકતી હતી તે અટકી ગઈ આવું પણ બને છે. સજ્જન સારી ઘટના ચૂકતો નથી. ખરાબ ઘટનાને તક આપે તે સજ્જન રહી શકતો નથી. સારી ઘટના બનતા બનતા રહી જાય ત્યાં સજજનતા હારે છે. ખરાબ ઘટના બનતા બનતા રહી જાય ત્યાં સજ્જનતા જીતે છે. તમે તમારાં જીવનને આ રીતે પણ મૂલવી શકો છો. તમારા જીવનમાં વધારે વખત કોની જીત થાય છે અને વધારે વખત કોની હાર થાય છે તે તમારે જાતે તપાસી લેવાનું છે. તમારી માટે આ અઘરું છે. તમને તમારો નાનો ગુણ વધુ પડતો મોટો લાગે છે. તમને તમારો દોષ સાવ નાનો લાગે છે. સાચું અને સ્વસ્થ મૂલ્યાંકન તમારામાં નથી. તમારી સાથે કલ્યાણમૈત્રી રાખનારો સજજન તમને આ દૃષ્ટિએ ખૂબ કામ લાગશે. સજ્જનતાની હાર થતી હોય તે વખતે એ
Page #34
--------------------------------------------------------------------------
________________
સજ્જનોનો સથવારો : દુર્જનોનું દૂરીણ
સમજાવવા આવશે. તમારી સજ્જનતા હારી ચૂકી હોય ત્યારે તે તમને એમાંથી ઉગારશે. તમારી દુર્જનતા જીતી રહી હશે ત્યારે તે તમને અટકાવશે. તમારી દુર્જનતા જીતી ગઈ હશે તો એ તમને દૂધે ધોઈને પાછાં ઠેકાણે લાવશે. તમારા ગુણોની બાબતમાં તમે સ્વતંત્ર રીતે પ્રગતિ કરી શકવાના નથી. તમારા દોષોની બાબતમાં તમે એકલે હાથે લડી શકવાના નથી. તમારા રથમાં તમારે અર્જુનની જેમ બેસવાનું છે. તમારો સારથિ તમારો કલ્યાણમિત્ર બનશે તો જ મજા આવશે. જીતવાની અને આગળ વધવાની મજા. તમે તમારા ધર્મમાં - દાનમાં, શીલમાં, તપમાં અને ખાસ કરીને ભાવમાં સવિશેષ પ્રગતિ સાધો તો એ સથવારો મેળવીને જ સાધી શકો. એમનેમ નહીં.
૫૭
તમે જોતા રહેજો. જેમની જેમની સજ્જનતા સાબૂત છે તેમને સૌને ગુણો દ્વારા સારા પ્રસંગ મળેલા છે અને દોષો દ્વારા બૂરા પ્રસંગ તેમની જીંદગીમાં ઓછા આવે છે. તમારી માટે આ કામના લોકો છે. બીજી તરફ દોષ દ્વારા ઊભા થતા ખરાબ પ્રસંગો જેમનાં જીવનમાં ઘણા સર્જાય છે અને ગુણ દ્વારા ઊભા થતા સારા પ્રસંગોનો જેમનાં જીવનમાં દુકાળ છે એમને ઓળખી લેજો. તમારી માટે આ લોકો જોખમી છે. તમને મળનારા લોકો તમારા સ્વભાવ પર પોતાની છાપ પાડતા હોય છે. તમે જેમની વાતો સાંભળો છો, જેમને મહત્ત્વ આપો છો, જેમને આગળ રાખીને ચાલો છો તે લોકો તમારું ઘડતર કરે છે. તમારી માન્યતા અને તમારા વિચાર ઉપર તમારી નજીક રહેનારા લોકોનું મજબૂત વર્ચસ્વ હોય છે. તમે ખરાબ લોકોની વચ્ચે સારા બનીને રહો તે સપનું જેટલું સારું છે તેટલું જ કપરું છે. તમે સારા માણસોની વચ્ચે ખરાબ જ રહો તે ઘટના જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ વાસ્તવિક છે. તમારું ધ્યાન આસપાસના માણસો પર છે. તમને મળેલા બધા જ માણસોને તમે એકસરખા માનીને ચાલો છો. તમારે આ માણસોનાં સ્તર નક્કી કરવા જોઈએ. તમારા વિચારો પર જે કમજોર અસર ઊભી કરે છે તે લોકોને જુદા લીસ્ટમાં રાખવાના. તમારા વિચારોને જે બદલવા માંગતા નથી તેમને જુદા લીસ્ટમાં રાખવાના. તમારા વિચારોને જે સાચ્ચા અર્થમાં બદલી શકે છે તેમને જુદા લીસ્ટમાં રાખવાના. તમને સાચા વિચારો આપી શકે તેવા એકાદ બે સજ્જન તમને મળી ગયા હોય તો તમારું ભવિષ્ય નિશ્ચિત છે. તમારે જાતે
અનહદની આરતી
પસંદગી કરવાની છે. તમારા વિચારો પર પ્રભાવ પાથરનારા લોકોનું સારા હોવું કે ખરાબ હોવું - એ તમારી જવાબદારી નથી. તમારે કેવી અસર પોતાની પર ઊભી કરવી છે તે તમારે નક્કી કરવાનું છે. સામાન્ય રીતે તમે જેમને મળો તેમને સારા સમજીને ચાલો છો. આ અભિગમ બદલો. તમે સારા માણસ હોય તેમને જ મળો. તમે અરીસો છો. તમારી સામે જે આવે છે તેનો પડછાયો તમે ઝીલો છો. અરીસો સ્વતંત્ર નથી પસંદગીની બાબતમાં. એને ગુલાબ મળે તો ગુલાબનો પડછાયો પાડે ને થોર મળે તો થોરનો પડછાયો પાડે. તમે સ્વતંત્ર છો. તમારે કેવો પડછાયો પાડવો છે તમારા સ્વભાવ પર, તે તમારે નક્કી કરી લેવાનું છે. સારા પડછાયાની અપેક્ષા રાખો અને સારા માણસનો સંપર્ક રાખો. સારી અસરની ઉત્કંઠા જગાડો અને સારા માણસની ભાગીદારી કરો. ખરાબ પડછાયાનો ડર રાખો અને ખરાબ માણસથી દૂર ભાગો. ખરાબ અસરથી બચવાનો નિયમ કરો અને ખરાબ માણસથી અલગ રહો. સારા માણસ બનવા માટે ખરાબ માણસોને છોડવા જ પડે છે.
૫૮
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૪
૧૨. ગુણોની ગોઠડી
ડૉ. એમ. સ્કૉટ પૅક કહે છે કે ‘બીજાની માટે વિચારી જ ન શકે તેવા આત્મમુગ્ધ માણસોને નાસિસિસ્ટ કહેવા જોઈએ.’ પોતાની માટે જે કામનું હોય તેનો પૂરેપૂરો વિચાર કરવામાં બુદ્ધિમત્તા છે. પરંતુ પોતાનાં કામનું હોય તેનો જ વિચાર કરવો તે વધારે પડતું છે. પૂર્વગ્રહની જેમ એક આત્મગ્રહ હોય છે. પોતાની ખાસિયત, પોતાની લાગણી, પોતાની ઇચ્છા, પોતાની પીડા, પોતાની મૂંઝવણ, પોતાની આશા-નિરાશા પર જ કેન્દ્રિત રહીને જીવનારો આદમ બીજાને કામ લાગતો નથી, એ આદમ પોતાને શાંતિ આપી શકતો નથી. ડૉ. આંટ કહે છે કે નાર્સિસિસ્ટ માણસો દુ:ખી થવા જ નિર્માયા હોય છે. પોતાની જાત વિશે અને પોતાનાં ભવિષ્ય વિશેનાં ઉચ્ચ સપનાં જોવાની ઉમદા વૃત્તિમાં સ્વાર્થનું વજન ઉમેરાય અને બીજાની સહેજે દરકાર ન રહે તેવું નાર્સિસિસ્ટના કિસ્સામાં અચૂક બને છે. નાની નાની વાતોમાં નાર્સિસિઝમ વ્યક્ત થતું જાય છે. પોતાની પ્રશંસા સાંભળીને અઢળક રાજીપો. પોતાને કામ લાગે તેવા માણસોની ઉપયોગિતા પ્રમાણે સંબંધ. કામ ન લાગે તેવા માણસોની ઉપેક્ષા કે તેમનો વિરોધ. પોતાની ઇચ્છા સાથે બાંધછોડ કરવાની અશક્તિ. બીજાની ઉપર વિશ્વાસ મૂકવામાં સતત સંકોચ. પોતે કરેલા ઉપકારો યાદ રાખવાની અને યાદ કરાવવાની આદત. પોતાને થયેલો અન્યાય ખમવામાં હીણપતનો તીવ્ર અનુભવ. નાની વાતોમાં મોટા ઝઘડા. દોષનો ટોપલો પોતાનાં માથે ન આવે તે માટે જૂઠું બોલવાની તૈયારી. બીજાની નિંદા સરળતાથી થાય. પોતાની નિંદાથી ખૂબ ગભરાય. વાતે વાતે ખુલાસા કરવા જોઈએ. બીજાની સાથે સરખામણી કરીને પોતાનું અભિમાન પંપાળે અથવા નાનપ અનુભવે. આવું બધું બનતું રહે છે નાર્સિસિઝમના પ્રભાવતળે. પોતાને
૬૦
અનહદની આરતી સારા માનવાથી આત્મવિશ્વાસ બંધાય છે. એકમાત્ર પોતે જ સારો છે તેવું માનવાથી જીવન બંધિયાર બની જાય છે. આપણે સારા હોઈએ તે દેખાડવાનું હોતું નથી. ફૂલ રૂપાળું દેખાવા માટે ખીલતું નથી. સારા હોવાનો અર્થ કેવળ એટલો કે તમે તમારી જાતને સતત સુધારવા તૈયાર છો. સારા હોવાનો બીજો અર્થ એ પણ છે કે તમે જેટલે અંશે સુધરી ચૂક્યા છો તેમાંથી હવે પાછીપાની કરવા માંગતા નથી. તમને બીજા લોકો આદરસત્કાર આપે તે માટે તમારે સારા બનવાનું ન હોય. રોટલી દેખાડવા માટે નથી હોતી, ખાવા માટે હોય છે. સજ્જનતા દેખાડવા માટે નથી હોતી, એ અંતરંગ અનુભવ માટે હોય છે. નાર્સિસ લોકો તો પોતાની પ્રતિભાને ઉજળી દેખાડવા માટે જ જીવતા હોય છે. તદ્દન નૅગેટિવ હોનારો માણસ પોતાની ઇમેજ પોઝિટિવ માણસ તરીકેની બતાવે - તેના જેવી આ વાત છે. અંદર જે ના હોય તે દેખાડ્યા કરવામાં રીતસરનું અંતર્લૅક ચાલતું હોય છે. પ્રેમ જ્યારે પઝેશન બને ત્યારે સંબંધોને આગ લાગે છે તેમ આત્મગૌરવ જ્યારે અભિમાન બને ત્યારે સ્વભાવને લૂણો લાગે છે. મંત્રીશ્વર વસ્તુપાળની ચોથી માંગણીની માંડણી આ ભૂમિકાથી. થાય છે. બીજાને સારા માણસ તરીકે સ્વીકારવાની ઉદારતા ના હોય આપણી પાસે, તો આપણામાં માણસાઈ અને ધર્મભાવના આવી નહીં શકે. આપણું અભિમાન જાગતું હશે તો આપણે એવા જ માણસોને જોઈશું જે આપણા અહંને બરકરાર રાખે. આપણે, આપણી જાત માટે ચણી રાખેલો હવાઈ કિલ્લો જમીનદોસ્ત ન થાય તેવા જ વિચારો કરીશું. વિચાર માટેનાં આલંબન આપણે એવા જ પસંદ કરીશું જે આપણા અહંને વિક્ષિપ્ત ન કરે. જીવનમાં અહંકારને વધુ પડતું મહત્ત્વ આપી દેવાથી વિકાસ અટકી જાય અને પતનનો પ્રારંભ થાય. આપણે વિચારીએ છીએ તેનો પડઘો આપણી વાતોમાં પડે છે. આપણા વાર્તાલાપનો વિષય આપણા સ્વભાવની સાચી ઓળખ આપે છે. નાર્સિસ આદમ વાતો કરશે તેમાં પોતાના અહંકારને પહેલું સ્થાન આપશે. અને અહંકારને સ્થાન મળે તે માટે નાર્સિસ પોતાની પ્રશંસા કરશે અથવા પોતાની ઉત્તમતા પૂરવાર કરશે. અહ-ને કેન્દ્રમાં રાખીને બોલનારો માણસ બીજાની ઉત્તમતાની સાચી કદર કરી શકતો નથી. મંત્રીશ્વર માંગે છે પ્રભુસમક્ષ અદ્ભુત આદર્શ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૨
ગુણોની ગોઠડી
‘હું ઉત્તમ પુરુષોના ઘણા બધા ગુણોની વાતો કરતો રહું તેવા આશીર્વાદ આપો’ ચોથી માંગણીમાં મંત્રીશ્વર કહે છે.
પોતાનો સ્વાર્થ અને પોતાની મોટાઈના ખ્યાલમાંથી બહાર આવ્યા વિના પારકા ગુણોની પ્રશંસા થઈ શકતી નથી. સારા દેખાવા માટે પ્રશંસા કરવી હોય તો એકાદ ગુણની અછડતી કથા પછી અટકી જવાય છે. આગળ વધવાનું મન થતું નથી. મંત્રીશ્વર ઘણા બધા ગુણોની પ્રશંસા કરવા ચાહે છે. લક્ષ્ય સ્પષ્ટ છે. પોતાના અહંકારમાંથી બહાર આવવાનું આલંબન મંત્રીશ્વરે શોધ્યું છે. ઉત્તમ પુરુષોમાં વસી રહેલા ગુણોને સુણતા સુણતા શ્રવણે અમી ઝરતા હોય છે, એમના ગુણોનું ગાન કરતાં કરતાં સમયનું ભાન ભૂલ્યાં હોઈએ તેવું અકસર બનતું હોય છે, જો આપણે અહંકારને વેગળો રાખી શકીએ તો.
મંત્રીશ્વર માને છે કે ગુણાનુવાદ આ શબ્દ દિવંગત થઈ ચૂકેલા આચાર્યભગવંતોનાં જીવન પૂરતો સીમિત ના હોઈ શકે. ગુણોમાં સચ્ચાઈ હોય તો એ ગુણોની જયાં હાજરી હોય તેવી દરેક વ્યક્તિનો ગુણાનુવાદ થવો જોઈએ. ગુણાનુવાદ આ સ્તરે કરવા હોય તો એની માટે સભાની જરૂર નથી, વકતૃત્વકલાની જરૂર નથી. બસ, ગુણોને શોધી કાઢવાની જ જરૂર છે. અઘરું કામ છે. આપણને આપણા ગુણો યાદ હોય તેને ગૌણ ગણીને બીજાના ગુણોને મહત્ત્વ આપી દેવા માટે જબરદસ્ત સમાધાનવૃત્તિ કેળવવી પડે છે. દુનિયામાં મોટા માણસ તરીકે જાહેર થઈ ચૂકેલા પવિત્ર આત્માઓના ગુણાનુવાદ સરળતાથી થઈ શકે છે. જેને કોઈ જાણતું જ નથી તેના ગુણોને જાહેર કરવાની તાકાત પામર માણસોમાં નથી હોતી. શ્રીમંતોએ દેરાસરો બંધાવ્યા તેની પ્રશંસા કરવી સહેલી છે. આ જ દેરાસરોમાં હોંશથી ઝાડુ વાળનાર નાના માણસની પ્રશંસા કરવી દુર્લભ છે. મંત્રીશ્વર ગુણદૃષ્ટિની વાત નથી કરતાં. ગુણગણદૃષ્ટિ છે મંત્રીશ્વરની, ઘણા બધા ગુણો. ઘણા બધા ગુણવંત જનો. ઘણી બધી ગુણપ્રશંસા. એક છરીપાલક સંઘ કાઢયા પછી મંત્રીશ્વરને સંતોષ ના થયો. ઘણાબધા સંઘો કાઢ્યા. આ જ રીતે એક સજ્જન અને એકાદ સદ્ગુણથી મંત્રીશ્વરને સંતોષ નથી. ઘણા સજજનો અને ઘણા ગુણો સુધી મંત્રીશ્વર પહોંચવા માંગે છે.
અનહદની આરતી ગુણાનુરાગ, ગુણાનુવાદ અને ગુણસ્વીકાર આ ત્રણ શબ્દો છે. ગુણસ્વીકાર જીવનગત બાબત છે. ગુણાનુરાગ મનોગત બાબત છે. ગુણાનુવાદ વાણીનો ઉદ્ઘોષ છે. જે ગુણો તમારા નથી તે ગુણની પ્રશંસા બીજી વ્યક્તિ સમક્ષ કરતી વખતે તમે તમારા અભિમાનથી દૂરદૂર પહોંચી શકો છો, એવો મંત્રીશ્વરનો અનુભવ છે. સતત અને સતત બીજાની ભીતરમાં છુપાયેલો ગુણોને શોધતા રહેવાનું આપણને ગમવું જોઈએ. ગલીના ધૂળધોયાઓ ગંદા પાણીમાંથી ચાંદીના કણિયા શોધીને પેટિયું રળી લે છે. મરજીવાઓ લાખો ટન કાદવમાંથી મોતીની છીપ શોધીને ધંધો સાચવી લે છે. આપણે બધાની પાસેથી ગુણોની શોધ ચલાવવાની છે. ગુણો પૈસા જેવા છે, તેને શોધવાની અને કમાવાની જવાબદારી આપણી છે. ધંધામાં રહેલી તક શોધી શકે તેના હાથમાં પૈસા આવે તેમ આસપાસ વસતા સ્નેહીસ્વજનોમાં ગુણ શોધી શકે તેનાં જીવનમાં ગુણો આવે છે.
ચોથી માંગણીમાં ગુણોનું ઉપાર્જન માંગ્યું નથી. ગુણો તો આપણી ભીતરમાં બેસુમાર છે. એ ગુણોનું અનાવરણ થવાનું બાકી છે. આપણા હોઠેથી ગુણોની ગોઠડી અવિરત થાય છે તેને લીધે ભીતર સૂતેલા ગુણોના પ્રાણ જાગે છે.
મુદ્દાની વાત. બીજી વ્યક્તિમાં ઘણાબધા ગુણો છે અને ગુણો ધરાવનારી વ્યક્તિઓ ઘણી બધી છે આ સ્વીકૃતિ, અહંકાર સાથેની બાંધછોડ વિના થતી નથી. આપણને કામ ન લાગે તેવા અગણિત લોકોને ગુણિયલ વ્યક્તિ તરીકે આદરપૂર્વક જોઈએ છીએ, તો એ દરેક વ્યક્તિ દૂર બેઠી કામ લાગે છે. ગુણવાન સજજનોની વિશાળ સૃષ્ટિ છે. આપણને ગુણગણકથા કરવાનો રસ જાગે તે જ ઘડીએ આ સૃષ્ટિમાં પ્રવેશ થાય છે.
મંત્રીશ્વરની માંગણીની બીજી પણ એક ભૂમિકા છે.
આપણે જે ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગીએ છીએ. તે ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને બેસેલી વ્યક્તિ આપણી માટે આદર્શ પુરુષ બને છે. એણે જે હાંસિલ કર્યું છે, જે રીતે હાંસિલ કર્યું છે, તેનો ઇતિહાસ આપણે જાણીએ છીએ અને યાદ રાખીએ છીએ. ગુણોની ગરીબી આપણને સતાવે છે. આપણી આસપાસમાંથી કોઈ એક આદર્શપુરુષ શોધીને તેના ગુણોને ધ્યાનથી જોયા કરવાના. એ
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૪
૧૩. ગુણસ્થા દ્વારા ગુણોનો આવિષ્કાર
ગુણોની ગોઠડી વ્યક્તિ સાથે સંપર્ક થાય અને મૈત્રી થાય તો એ ત્રીજી માંગણી સાકાર થઈ ગણાય : સજ્જનોની સંગતિ.
હવે એ વ્યક્તિ સાથે કશો જ સંપર્ક થાય તેમ નથી. કેવળ દૂરથી એમની ઊંચાઈ અને ઉત્તમતાનો આસ્વાદ લેવાનો છે તો એ ઉત્તમ વ્યક્તિના ગુણોનો અભ્યાસ કરીને તેની પ્રશંસા આપણાં વર્તુળમાં કરવાની. આ આદર્શપુરુષ કોઈ આચાર્યભગવંત પણ હોઈ શકે, સાધુભગવંત પણ હોઈ શકે અને સંસારી આત્મા પણ હોઈ શકે. વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ લાગણીશીલતામાં ફેરવાય છે તેમાં રાગ અને દ્વેષની સંભાવના ઊભી રહે છે. વ્યક્તિગત કશો સંબંધ હોય જ નહીં, ગુણોની સંપૂર્ણ ઓળખાણ હોય અને શબ્દ શબ્દ એ ગુણોની સરાહના હોય. નાના બાળકને રમકડું મળે તો દસ જણને બતાવે છે તે ચોથી માંગણી. નાના બાળક બનવાની માંગણી છે. બીજી વ્યક્તિમાં ગુણ દેખાય તે જોઈને હરખાવાનું. તે ગુણને ઘણાબધા લોકો સુધી શબ્દો દ્વારા વહેતો કરવાનો. થોડા સમયમાં નવા ગુણો દેખાય. તેની નવી પ્રશંસા થાય. જીંદગીભર આમ બનતું જ રહે, પથ્થર પર સતત વહેતું પાણી પથ્થરની સપાટીને ઘસીને લીસી બનાવી દે છે તેમ હોઠેથી સતત થતી ગુણોની પ્રશંસા આત્મામાં પડેલા દોષોને ઝાંખા બનાવી દે છે.
સરખામણી કરવાની આદત હોય છે મનને. સરખામણી કર્યા બાદ મનમાં બળતરા થાય તે ઇર્ષા. સરખામણી અને ઇર્ષા આ બંનેની એકસરખી આદત છે આપણને. સરખામણી કર્યા બાદ પ્રેરણા લેવાની વૃત્તિ હોવી જોઈએ. સરખામણી કરો તેમાં કશું ખોટું નથી. સરખામણીમાંથી ઇર્ષા ડોકાય છે તે ખોટું. સરખામણીમાંથી પ્રેરણા પ્રકટવી જોઈએ. અલબતું, સરખામણી કરીએ અને પ્રેરણા મળે તેમાં આલંબન પણ હોવા જોઈએ નજર સમક્ષ. કવવાનાં TMT[વાથા, મંત્રીશ્વર માંગે છે જીવનને પવિત્ર બનાવનારા મહાનું આતમાઓની ગુણકથા. ગુણોની પ્રશંસા કરતી વખતે મનમાં સ્વાર્થ ન હોય તે બહુ જરૂરી છે. ગુણોની પ્રશંસામાં અંગત અપેક્ષાની ગંધ ન આવવી જોઈએ. કામનો માણસ છે માટે પ્રશંસા કરવી તે એક વાત. ગુણવાનું છે માટે પ્રશંસા કરવી તે બીજી વાત. મિત્ર અને શત્રુ બંનેમાં રહેલા સગુણોની ભૂરિ ભૂરિ અનુમોદના કરવાની દૃષ્ટિ કેળવે તે સાચો ગુણવાનું છે. દરેક વસ્તુની જેમ ગુણની પ્રશંસા કરવામાં વિવેક અનિવાર્ય છે. અનેક લોકો સાંભળી શકે તે રીતે ગુણવંતા જનની પ્રશંસા આપણે કરવાની છે. આપણી વાત સાંભળીને કોઈને ખોટો સંદેશ ન મળવો જોઈએ. ગુજરાતીમાં કહેવત છેઃ વેશ્યાનાં રૂપનાં વખાણ ન થાય. આ છે વિવેકદૃષ્ટિ. મનફાવે તે રીતે ગુણોની પ્રશંસા કરવાની નથી હોતી. પ્રશંસાની પાછળ આશયશુદ્ધિ અને આલંબનશુદ્ધિનું પીઠબળ હોય તો જ મજા આવે. ધર્મવિરોધી તરીકે પંકાયેલા, જાહેરમાં ધર્મભાવનાને નુકશાન કરનારા ચોક્કસ તત્ત્વોની પ્રભાવક શક્તિની પ્રશંસા થઈ જ શકે નહીં. ગુણોનું સંચાલન સારી દિશા તરફ થતું હોય તે જોઈ લેવાનું. એક વેપારી છે. ધંધો સારો ચાલે તે માટે નીતિમત્તા જાળવે છે તો એના ગુણની
Page #38
--------------------------------------------------------------------------
________________
१५
અનહદની આરતી
ગુણસ્થા દ્વારા ગુણોનો અવિક્કર પાછળનો આશય મલીન છે. એની નીતિમત્તા સારી હોવા છતાં સાચી નથી. પ્રશંસા કરવામાં જોખમ છે. આવા માણસની પ્રશંસા કરવામાં વિવેક પણ રાખી શકાય. એ વેપારીની માનસિકતા સારી હોય તો સોનામાં સુગંધ ભળે તેવી સ્પષ્ટતા કરતા આવડતી હોય તો એના ગુણોની પ્રશંસા થઈ શકે. ઘણા બધા દોષોની વચ્ચે બે-પાંચ સદ્ગુણો જુદા તરી આવતા હોય તો દોષની નોંધ લીધા વિના કેવળ ગુણાનુવાદ કરવાથી એ વ્યક્તિના દોષોને મૂકસંમતિ મળી જતી હોય છે. દોષોને લીધે તેની ગુણવત્તાનો સમૂળગો છેદ પણ ઉડાડી શકાતો નથી. આટલા બધા દોષો વચ્ચે પણ તે વ્યક્તિ આવા સગુણોને જીવતા રાખી શકી છે તેવી સ્પષ્ટતા કરી શકવાની આવડત હોય તો પ્રશંસા થઈ શકે.
પ્રશંસાના, ગુણાનુવાદના બે અંતિમ છે. એક છેડે પ્રશંસા બોલનાર છે તો બીજા છેડે પ્રશંસા સાંભળનાર છે. પ્રશંસા કરનારની માનસિકતા પોતાનાં અભિમાનને કમજોર બનાવવાની છે, માટે તે પ્રશંસા કરે છે. પોતે જે બોલે છે એને સાંભળનારા કેવી માનસિકતા ધરાવે છે તેની આ બોલનારને ખબર નથી હોતી. પ્રશંસા ગુણવાનની થાય તેની સાથે ગુણવાનમાં રહેલા ગુણની જ પ્રશંસા થાય, બીજા કોઈ તત્ત્વની નહીં તે યાદ રાખવું જોઈએ. ગુણવાન હોવાનો અધિકાર દરેકને છે. પરંતુ થોડાક ગુણો મળી જાય તેને લીધે બાકી રહેલા દોષોને માફ કરી શકાય નહીં. ખાસ કરીને બોલવાની બાબતમાં આ વિવેક જરૂરી છે. કબીર અને તુલસીદાસના દોહરા અદ્દભુત ચિંતનસામગ્રી ધરાવે છે તે જેટલું સત્ય છે એટલું જ સત્ય એ પણ છે કે તેમની વિચારધારાને પ્રભુશાસનનો પૂર્ણ સ્પર્શ મળેલો નથી. આ સમતુલા ચૂક્યા તો પ્રશંસામાં અવિવેક આવી જાય છે. બોલતી વખતે ગુણવાન વ્યક્તિનો સદ્ગુણ મહત્ત્વનો બને છે તેની જેમ આ વ્યક્તિ સર્વગુણસંપન્ન તો નથી જ એવી જાગૃતિ પણ મહત્ત્વની બને છે.
અને તેમ છતાં -
ગુણોની શોધ અને ગુણોની કદર કરવાનો રસ જીવંત રાખવાનો છે. આખો દિવસ બોલવાના મુદ્દા શોધ્યા વિના મળતા જ રહેવાના છે. વધારે વાત શાની કરવી છે તેની પદ્ધતિસર ગોઠવણ કરવાની છે. આપણું અજ્ઞાત મન અપરિસીમ શક્તિ ધરાવે છે. અજ્ઞાતમનની સૌથી મોટી શક્તિ છે,
સંસ્કારનું ગ્રહણ કરવાની. જ્ઞાત મન એટલે વિચારશીલ મન. અજ્ઞાતમન વિચારોની આધારશિલા છે. સંસ્કારોનું ગ્રહણ અને સંસ્કારોનું સંગ્રહણ અજ્ઞાતમન કરે છે. અજ્ઞાતમના શબ્દોને સ્વીકારે છે, શબ્દોના અર્થને સ્વીકારે છે, વિચારને સંદેશરૂપે સ્વીકારે છે. અજ્ઞાતમન દરિયાની જેમ બધું જ પોતાનામાં સમાવી લે છે. પછી અવસરે અવસરે અજ્ઞાતમનના ઉદ્દગાર જ્ઞાતમન સુધી આવે છે અને જીવન સુધી આવે છે. ગુણગણ કથામાં બોલવાનું હોય છે. અજ્ઞાતમન આપણાં મોઢેથી બોલાતી વાતને બહુ ઝડપભેર આત્મસાત કરી લે છે. જે વાત સતત બોલાતી રહે છે તે શબ્દો દ્વારા અજ્ઞાતમન સુધી પહોંચે છે. ઉપલા સ્તરે એમ લાગે છે બોલાઈ ચૂકેલી વાતો યાદ રહેતી નથી. હકીકત ઊંધી છે. બોલાઈ ચૂકેલી વાતો અંદર અદ્દલોઅદ્દલ કોતરાઈ જતી હોય છે. બોલતા રહીને બોર વેંચવાની કહેવત સાધારણ લોકો માટે છે. મંત્રીશ્વર કહે છે કે બોલતા રહો અને ગુણો ખરીદો. જેટલા ગુણોની વાતો થઈ શકે, તે કરવાની. જેટલા ગુણવાનોની પ્રશંસા થઈ શકે, તે કરવાની. વધારે અને વધારે ગુણકથા, વધારે અને વધારે ગુણસંસ્કાર.
સવૃત્તાનાં શબ્દ મજાનો છે. ગુણો કોના ? જીવન સારું હોય તેના. પવિત્ર ગુણોની કથા જ પવિત્રતા આપી શકે છે. સંસ્કૃત્ત મહાપુરુષો બે પ્રકારના હોય. પરોક્ષ મહાપુરુષો અને પ્રત્યક્ષ મહાપુરુષો આપણો જન્મ થયો તે પહેલાં, આપણામાં સમજણ આવી તે પૂર્વે જેઓ પરલોક કે પરલોકમાં પહોંચી ગયા છે તે પરોક્ષ મહાપુરુષો છે. તેમનામાં વસેલા ગુણોની ગોઠડી માંડવાની. નામ ગણવા માંડો. પાર જ નહીં આવે. દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને છેક શ્રીમહાવીરસ્વામી ભગવાન સુધીના સમય સુધીમાં થઈ ગયેલા સવૃત્ત મહાપુરુષો કેટલા બધા ? મોક્ષગામી મહાપુરુષો પણ ગણનાતીત. સદ્ગતિગામી મહાપુરુષો પણ ગણનાતીત. તેમનાં જીવનમાં ઊંડા ઉતરવાનું. તેમના એક એક પ્રસંગો યાદ રાખવાના. પ્રસંગે પ્રસંગે પ્રેરણા આપનારા સદ્ગુણોની ધારા વહેતી રહે છે. વાર્તાઓ મહત્ત્વની નથી. વાર્તાની અંદર છૂપાયેલા ગુણો મહત્ત્વના છે. ગુણો શરૂઆતમાં નાના હતા તે ધીમે ધીમે મોટા થતા ગયા. ગુણોની સંખ્યામાં ધીમે ધીમે ધરખમ વધારો થતો ગયો. શરૂઆત એક ગુણથી થઈ. પછી ગુણોની ભરતી જ ઉભરી આવી. ગુણો
Page #39
--------------------------------------------------------------------------
________________
અનહદની આરતી
ગુણક્યા દ્વારા ગુણોનો અધિકાર જનમાવે નવા ગુણો. ગુણોનાં મૂળમાં રહેલા પ્રારંભિક ગુણો. ગુણોની દુનિયા અગમ અપાર છે. દુનિયાદારીની વાતો કરવાને બદલે આવી સવૃત્ત મહાપુરુષોના ગુણોની વાતો કરીશું તો જમાનો આપણને ગાંડામાં ખતવી દેશે. ચાલશે. ગુણોની ખરીદી કરવા માટે ગમે તે કિંમત ચૂકવવા આપણે તૈયાર જ છીએ. ગુણોની ગતાગમ ન હોય તેવા લોકોને આપણી વાતમાં રસ નહીં પડે તો એ લોકો દૂર ટળશે. ભલું થયું ભાંગી જંજાળ. સાધારણ લોકો ગુણોની વાર્તામાં રસ લઈ શકતા નથી. શાયરીમાં સરસ લખ્યું છે :
दुनिया जिसे कहो तुम - बस्ती है जाहिलोकी ।
कब वो समझ सकी है - इस गैब के इशारे ॥
જાહિલ એટલે અજાણ. ગુણોમાં રસ લઈ શકે તેવા લોકો સાથે જ ગુણગણકથા થઈ શકે છે. ગુણોને સમજવાની પરખ હોય છે તેમ ગુણોને સાંભળવાની પણ આવડત હોય છે. તે બધામાં નથી હોતી. ગુણો સંબંધી વાર્તાલાપ કરવાનો મતલબ છે નકામી વાતો અને નકામા લોકોથી દૂર થઈ જવું. બોલવા માટે જીભ મળી છે. બોલશો તે સાંભળનારા મળી જ રહેવાના છે. આપણને સાંભળનાર મળે તે માટે બોલવું અને સાંભળનારને આપણી પાસેથી કંઈક મળે તે માટે બોલવું તેમાં ઘણો બધો ફરક છે. ગુણોની વાત કરવી હોય તો ગુણો જોવા પડે છે, જોયેલા ગુણોને યાદ રાખવા પડે છે અને ગુણો ઉપર વિચાર કરવો પડે છે. એમનેમ ગુણો વિશે બોલી શકાતું નથી. ગુણો વિશે બોલીએ છીએ તેમાં ગંભીરતા કેળવવી પડે છે, ચોક્કસ શૈલી સાથે રજૂઆત કરવી પડે છે. ગુણોની બાબતમાં આપણો રવૈયો આકર્ષણનો હોવો જોઈએ. બગીચામાં ઉડતો ભમરો ફૂલે ફૂલે નોખી સુવાસ પામે છે ને ફૂલે ફૂલે નવો રસ આસ્વાદે છે. આપણે ગુણવત્તાનાં દરેક સરનામે પહોંચવાનું છે. દરેક ગુણાનુવાદ દ્વારા નવો આનંદ પામવાનો છે.
મહાપુરુષો, પુરાણા સમયના કે વર્તમાન સમયના. તેમનામાં ગુણોની સ્થિરતા છે માટે તે વંદનીય છે, સરાહનીય છે અને સ્તવનીય છે. આપણને જેમાં રસ પડે છે તે આપણને મળે જ છે આ ધર્મમાર્ગનો નિયમ છે.
ગુણગણકથા ઘણી રીતે થઈ શકે છે.
રામાયણ, મહાભારત, ત્રિષષ્ટિ, કથારત્ન કોષ, ભરણે સર જેવા કથાગ્રંથોના પ્રસંગો બરોબર યાદ રાખી લેવાના. દરેક પ્રસંગ સાથે જોડાતી ગુણકથા જાતે જ પ્રસ્તુત કરવાની. અનેક મહાપુરુષોના પ્રસંગો અનેક અનેક મહાપુરુષોના ગુણો અનેક અનેક ગુણો સંબંધી
પ્રશંસાકથા પણ અનેક અનેક. + પરિવારના સ્વજનોની ધર્મચર્યા અને ગુણસાધનાની વિશેષ પ્રકારે નોંધ
લેવાની. પરિવાર સાથે બેઠા હોઈએ ત્યારે દરેકના ધર્મની અને ગુણની હાર્દિક પ્રશંસા કરવાની. પરિવારના સભ્યો કેવળ સગા નથી, એ સાધર્મિક પણ છે. પારિવારિક પ્રીતિ સંપાદન કરવા માટે નહીં, બબ્બે પારિવારિક સ્નેહ ધર્મ તરફ ઢળે તે માટે તેમના સુયોગ્ય સગુણોની
પ્રશંસાકથા. + આપણો વિસ્તાર અને આપણું વર્તુળ. કેટલાય ધર્માત્મા જોવા મળે છે.
તેમના ધર્મને, તેમના ગુણોને, તેમની આરાધનાને સાચા દિલથી ધન્યવાદ આપવાના. વારે તહેવારે તેમની આ ઉત્તમતાનાં વખાણ
કરવાના. + ધર્મ અને ગુણ મળે પછી તેને ટકાવી રાખવા વિશેષ કાળજી લેવાની
હોય છે. અઢળક અનુકૂળતાઓ વચ્ચે ધર્મ અને ગુણો ઢંકાઈ જવાની પૂરી સંભાવના હોય છે. આકરી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ધર્મ અને ગુણોને વેઠવું પડે તેવું બને છે. અનુકૂળતામાં લેપાયા વગર અને પ્રતિકૂળતામાં ડગ્યા વગર, પોતપોતાની ભૂમિકાએ ધર્મ કરી રહેલા, ગુણોને સંભાળી રહેલા સજજનોને શોધી કાઢવાના. તેમની પ્રશંસા અચૂક કરવાની.
ગુણોનો પ્રેમ ગુણીજનના પ્રેમ સુધી લઈ જાય છે. ગુણીજન સાથેનો સંપર્ક ગુણો પાસે લઈ જાય છે. આપણાં શ્રીમુખેથી ઉદ્ગાર પામતા શબ્દોમાં ગુણકથાની સુવાસ મહોરતી હોય. આપણો આત્મા આપણા શબ્દોની સુવાસ દ્વારા જ ભીતરી સદ્ગુણોનો આવિષ્કાર કરતો હોય. સાકાર થઈ શકે તેવું સપનું.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૫
૧૪. શું નથી બોલવું? નક્કી છે ?
નિર્ણય લેવાના બે સ્તર હોય છે. શું કરવું છે તેનો નિર્ણય. શું નથી કરવું તેનો નિર્ણય. To be and not to be. ન કરવાનું નક્કી થવામાં વાર લાગી જાય છે. એક શબ્દ બોલવાનો હોય તે જ વખતે બાકીના લાખો શબ્દો નથી બોલવાના તે નક્કી થતું હોય છે. એક શાક બનાવવાનું હોય છે તેની સાથે જ બીજા કોઈ શાક નથી બનાવવાના તે નક્કી થતું હોય છે. આત્મસાધનના મંગલમાર્ગે પ્રગતિ સાધવા માટે બંને સ્તરે નિર્ણય કરવાના હોય છે. શું નથી કરવાનું તે નક્કી કરવાની પ્રક્રિયા લાંબી હોય છે. સાધુજીવનનાં પાંચ મહાવ્રતોમાં, શું નથી કરવાનું તેનો જ સંકલ્પ હોય છે. જે નથી કરવાનું તે નક્કી થાય, પછી જે કરવાનું છે તે નક્કી થાય. ન કરવાનું ઘણીવાર સહેલું પડે છે. અમુક લોકો સાથે નથી બોલવું એમ નક્કી કર્યા બાદ તો શાંતિ થઈ જતી હોય છે. અમુક વસ્તુઓ નથી જ ખાવી તેવો સંકલ્પ કર્યો હોય તો તબિયત સુધરવા લાગે છે. ના પાડવાની કળા, હા પાડવા જેટલી જ મધુર બની શકે છે. આવડવું જોઈએ.
મંત્રીશ્વર વસ્તુપાળ - not to be કરવા માટે મૌનનો આશરો માંગે છે. બોલવાના સંદર્ભે ચોથી માંગણી ગુણગણકથા-ની છે. ન બોલવાના સંદર્ભે પાંચમી માંગણી છે : દોષવાદમાં મૌન. ગુણોની વાતો કરતા જ રહીએ તે ચોથી માંગણી. દોષોની વાતોમાં માથું ન મારીએ તે પાંચમી માંગણી. દોષને દોષ તરીકે જોયા વિના દોષથી બચી શકાતું નથી. દોષની ઉપેક્ષા કરવાથી, એ દોષ ગુણોને આગ ચાંપે છે. દોષ તો બળતો અંગારો છે. જોયા વિના ચાલીએ તો પગને ડામ લાગે. દોષનું અસ્તિત્વ વાસ્તવિક હોય અને એ દોષને જોતાં ન આવડે તો પાર વિનાનું નુકશાન થવાનું. દોષ જોયા બાદ આપણે તે દોષ વિશે
go
અનહદની આરતી બોલવું કે નહીં તે અંગે પાંચમી માંગણીમાં વિચારણા થઈ છે. દોષો દેખાય છતાં દોષો વિશે બોલવાનું ટાળવું તેવું ઉપલક નજરે લાગે છે આ માંગણીમાં. પણ મંત્રીશ્વરે માંગ્યું હોય તેની ભૂમિકા તો મજબૂત જ હોય ને.
દોષ વિનાનો માણસ પાંચમા આરામાં મળવાનો નથી. જયાં સુધી છદ્મસ્થતાનું રાજ છે, દોષો તો રહેવાના જ. નાના અથવા મોટા. છદ્મસ્થતા પાંચમા આરાનો સ્થાયી ભાવ છે. આપણું ધ્યાન દોષોને જોવા પર વિશેષ રહેતું હોય તે ખોટું. રસ્તે પડેલા પૈસા પર ધ્યાન જાય તે ચાલે, રસ્તે પડેલા કચરા પર ધ્યાન જાય તે ના ચાલે. બીજી વ્યક્તિમાં રહેલા ગુણ પર ધ્યાન જાય તેવું બને, બીજી વ્યક્તિ દોષો પર ધ્યાન જાય તેવું ન બનવું જોઈએ. એક વાત નક્કી છે, રસ્તે પડેલો કચરો દેખાશે તો ખરો જ. કચરા વિશે વાત કરવી કે નહીં તે આપણી બુદ્ધિમત્તા પર નિર્ભર છે. બીજી વ્યક્તિમાં રહેલા દોષો નજરે તો ચડશે જ, તે દોષોને આપણી જીભે બેસાડવા કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. મંત્રીશ્વર દોષનાં અસ્તિત્વનો ઇન્કાર નથી કરતા. તેઓ દોષવાદનો ઇન્કાર કરે છે.
દોષ દેખાય તો શું કરવાનું ? વિવેકનો પ્રશ્ન છે. મંત્રીશ્વર સામો સવાલ પૂછે છે : દોષ દેખીએ છીએ કે દોષ દેખાય છે ? જેમની પાસેથી કશું લેવાનું નથી અને જેમને કશું દેવાનું નથી એવા બધા લોકોના દોષો જાણીબૂઝીને જોઈએ ત્યારે જ દેખાય છે. જેઓ સતત સાથે છે અને નજર સમક્ષ છે તેમના દોષો પણ છેક ત્યારે દેખાય છે જયારે તેઓ આપણને નડવા લાગે છે. દોષો શોધવા તે નજરનો દોષ છે. સબૂર. આમાં સામા માણસનો વાંક ઓછો છે. દોષો છે માટે નજરે ચડે છે તે વાસ્તવિકતા છે. આમાં સામો માણસ પૂરેપૂરો સામેલ છે. દોષોનો ઢંઢેરો પીટીને મહાનું પૂરવાર થવાની તુચ્છ આદત આપણામાં ના હોવી જોઈએ, એક વાત. નજર સામે દેખાતા હોનહાર દોષોને સાવ અણદેખ્યા માનીને સંબંધો સાચવવાના ન હોય, બીજી વાત. દોષ છે અને તે માટે દેખાઈ રહ્યા છે તો સૌથી પહેલાં બે માનસિક કામ કરો.
સામી વ્યક્તિમાં દેખાઈ રહેલા દોષોને લીધે તેને નુકશાન શું થઈ રહ્યું છે, તેના હાથે બીજી વ્યક્તિઓને શું નુકશાન થઈ રહ્યું છે તે ચુપચાપ શોધી કાઢવાનું. એ દોષને લીધે એ વ્યક્તિ કેટલી બધી પામર પૂરવાર થાય છે તે
Page #41
--------------------------------------------------------------------------
________________
૨
અનહદની આરતી
શું નથી બોલવું ? નક્કી છે ? જોવાનું. એ દોષ ના હોય તો એ વ્યક્તિ કેટલી બધી ઉજળી લાગે તેની કલ્પના કરવાની. એકાદ દોષ તે તે વ્યક્તિના જીવનમાં કેવી રીતે ખલનાયક પૂરવાર થાય છે તે જોવાનું. આ થયું મનોમન કરવાનું પહેલું કામ.
હવે એ દોષ આપણામાં છે કે નહીં તે તપાસવાનું. એ દોષ આપણામાં ના હોય તો અભિમાન કર્યા વિના રાજી થવાનું. એ દોષથી બચી જવા બદલ પોતાના હાથે પોતાની પીઠ થાબડવાની. તકેદારી તરીકે, આગળ એ પણ વિચારવાનું કે ભવિષ્યમાં આ દોષ મારામાં ના આવવો જોઈએ. એ દોષ આપણને લાગુ પડે અને એ દોષને લીધે ભરપૂર નુકશાની થાય તેવું થવા નહીં દેવાનો સંકલ્પ કરવાનો. આ છે બીજું માનસિક કામ.
સમજો કે એ વ્યક્તિમાં રહેલો તે દોષ આપણામાં હોય તો ? સીધી વાત છે. બંને સમદુખિયા થયા. એનામાં રહેલા દોષને લીધે એને વગોવવાનો પ્રયત્ન કરવાનો નહીં કેમકે આપણે કાંઈ કમ નથી. પોતાના દોષોનો પ્રામાણિકતાપૂર્વક વિચાર અને સ્વીકાર કરવામાં સાચી પાત્રતા વસે છે. દોષો સામેની લડાઈ તે ધર્મ છે. દોષો જોવાના હોય તો પોતાના જ જોવાના કેમકે પોતાના દોષોને જેમ જોઈ શકાય છે તેમ દૂર પણ કરી શકાય છે. પરાયા દોષોને જોઈ તો શકાય છે પરંતુ તેને દૂર કરવામાં આપણો ફાળો નાનો અને સુનો હોય છે. હવામાં ગોળીબાર કરો કે પરાયા દોષોની જાહેરાત કરો, અવાજથી વિશેષ કશું નીપજતું નથી. મંત્રીશ્વરની માંગણી આ તબક્કેથી શરૂ થાય છે.
બોલવાનો પ્રસંગ આવે ત્યારે ખૂબ ખ્યાલ રાખવાનો. જરૂરી વાતો જ થાય. બીનજરૂરી વાતો કરવામાં બુદ્ધિનું પ્રદર્શન થાય છે. જે વાત ન કરવાથી કામ અટકી પડે છે તે વાત અવશ્ય કરવાની. જે વાત ન કરવાથી કશું જ અટકતું નથી તે વાત કદી નહીં કરવાની. બોલતા પહેલા આયોજન કરવાનું. શું બોલવું છે તેની યોજના બનાવવાની. ગાતાં પહેલા ક્ષણેક ખાંસી ખાવાની ઘણાને આદત હોય છે. સૂરીલા અવાજની એ તૈયારી હોય છે. બોલતાં પહેલાં મનમાં પૂર્વતૈયારી થવી જોઈએ. કંઈ વાતો નથી કરવી અને કેવા શબ્દો નથી વાપરવા તેવું સ્પષ્ટીકરણ મનમાં હોવું ઘટે, બીજાની માટે ઘસાતું બોલવાનો આપણને કોઈ જ અધિકાર નથી. જેની માટે આપણે ઘસાતું બોલીએ છીએ એ
વ્યક્તિ પોતાનાં મનમાં પોતાની તે ખરાબી વિશે પસ્તાવો ધરાવતો હોય તો એના દોષની તાકાત કમજોર બની જાય છે. દોષનો પશ્ચાત્તાપ કરી રહેલા કર્મવશ જીવને બદનામ કરવાથી મોટું પાપ બંધાય છે. એનાં જીવનમાં એ દોષ કોઈ લાચારી કે કમનસીબીને લીધે આવ્યો હશે, એની લાચારીને સમજ્યા વિના એની માટે અવળો અભિપ્રાય ઉચ્ચારવામાં સરાસર અન્યાય છે. દોષ બચાવ કરવા લાયક હોતા નથી. સાથોસાથ, દોષ પ્રચાર કરવા લાયક પણ હોતા નથી. દોષવાદ નામનું કલંક આપણા સ્વભાવને ખરડી નાંખે તે પૂર્વ મંત્રીશ્વરની જેમ સાબદા બની જવાનું છે.
આપણે બોલવા સંબંધી આયોજન કરવું જોઈએ. આપણે જે કાંઈ પણ બોલીએ તે પદ્ધતિસરનું હોય, સમજી વિચારીને એકએક અક્ષર ઉચ્ચારવો. મોઢામાંથી બહાર નીકળેલો શબ્દ આપણને બાંધી લે તે પૂર્વે એ શબ્દને વિવેકની સીમામાં બાંધી લેવાનો હોય. મનમાં આવ્યું તે બોલી નાખવામાં નિખાલસતા કરતાં છોકરમત વધારે હોય છે. ખાસ કરીને બીજાના દોષની વાત કરવાની હોય ત્યારે નિખાલસતા હોવાનો સવાલ જ રહેતો નથી. દોષાનુવાદ મનની કમજોરીની ગવાહી છે. આપણને બીજી કોઈ વાત સારી રીતે કરતા આવડતી નથી માટે જ આપણે નિંદા કરીએ છીએ અને આપણે નિંદા કરતા રહીએ છીએ માટે જ આપણને બીજી કોઈ સારી વાત કરતા આવડતી નથી. બોલવાનું મન હોય તો ઘણા મુદ્દા છે. સીધું જ બીજાની ઉપર આક્રમણ કરવાની જરૂર નથી. આપણે બીજાના દોષો બોલીશું. એ દોષાનુવાદના સમાચાર પેલી વ્યક્તિને મળશે. પાપ છાપરે ચડ્યા વિના રહેતું જ નથી. એ વ્યક્તિ ઇંટનો જવાબ પથ્થરથી વાળશે. તમારા દોષાનુવાદની સભા એ વ્યક્તિના અધ્યક્ષપદ હેઠળ યોજાશે. તમારા વિશેની ખરાબ વાતોની રજૂઆતને તાળીઓથી વધાવી લેવામાં આવશે. એ સમાચાર ફરતા ફરતા તમારી પાસે આવશે. તમારો જીવડો રઘવાયો થશે. તમે ચૂંટણીપ્રચારનો રવૈયો અખત્યાર કરશો. ચારેકોર પેલી વ્યક્તિના દોષની જાહેરાત થશે, તમારાં શ્રીમુખે. તમને લાગશે તમે જીત્યા. પેલી વ્યક્તિને લાગશે, એ જીતી. સરવાળે બંને હારે છે. તમારી અને પેલી વ્યક્તિની અંગત વાતો પારકા લોકો સુધી બહુ સહેલાઈથી પહોંચી ગઈ. દોષાનુવાદ કરનાર બહુ મોટી નુકશાની
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૫
૧૫. દોષ અને દ્વેષ : ગુણ અને રાણ
શું નથી બોલવું ? નક્કી છે ?
93 વહોરી લેતો હોય છે. જવાબદાર લોકો દોષાનુવાદ કરતા નથી. દોષાનુવાદ કરનારા લોકો જવાબદાર હોઈ શકતા નથી. બીજાની માટે અવળી વાતો કરનારા લોકોમાં હિંમત હોય છે, પરંતુ આવા લોકોની કિંમત હોતી નથી.
આપણા શબ્દો આપણું વજન ઊભું કરે છે. આપણાં મોઢે થતી વાતો આપણી વ્યક્તિમત્તાની ઓળખ આપે છે. આપણને સુધારે છે આપણા શબ્દો. આપણને બગાડે છે આપણી વાતો. આપણને તારે છે. આપણા શબ્દો. આપણને ડૂબાડે છે આપણી વાતો.
નહીં બોલવામાં કેવળ છોડવાનું છે. નહીં બોલવામાં ફક્ત બહારની બાબતોની બાદબાકી કરવાની છે. નહીં બોલવામાં બાંધવાનું કશું નથી. નહીં બોલવામાં ફસામણ થતી નથી. ખરાબ શબ્દો અને બીજાની બૂરાઈને હોઠો પર જગ્યા ન મળે તેનું ધ્યાન રાખવાનું છે. તમે જેના દોષની વાતો કરો છો તેની સાથે પ્રચ્છન્ન શત્રુતા ઊભી થાય છે. ભવિષ્યમાં આ શત્રુતા શું પરિણામ લાવી શકે છે તેનો તમને અંદાજ નથી. ટાઈપપાસ, ગપ્પાબાજી માટે દુશ્મનાવટ વહોરતા પહેલા સો વાર વિચાર કરજો,
ગુણ જોવા મળે તો રાગ કરવો. દોષ જોવા મળે તો દ્વેષ કરવો ? પ્રશ્ન મજાનો છે. ગુણ તારક છે માટે ગુણવાન પર રાગ થવો જોઈએ, ગુણવાન તરીકેનો રાગ. દોષ મારક છે માટે દોષ પર દ્વેષ થવો જોઈએ. દોષવાન તરીકેનો દ્વેષ ? માત્ર સવાલ છે. ગુણ અને ગુણવાન બંનેને એક માનીએ કે જુદા માનીએ, તકલીફ નથી. ફાયદાની વાત છે. દોષ અને દોષવાન બંનેને એક માનીને ચાલી ન શકાય. દોષવાન વ્યક્તિ છે, દોષ એક આવરણ છે. દોષવાન હોવું તે સંસારની અસર છે અને દોષની હાજરી તે કર્મોની પ્રબળતા છે. દોષ કાળા રંગની જેમ ખરાબ છે તેમાં કોઈ પ્રશ્ન જ નથી. ગુણની હાજરી વ્યક્તિને ઉત્તમ બનાવે છે. દોષની હાજરી વ્યક્તિને અધમ બનાવે છે. ઉત્તમનો અનુરાગ જરૂરી. અધમનો અનુરાગ નથી કરવાનો : અધમનો તિરસ્કાર કરી શકાય ? આ પ્રશ્નને મંત્રીશ્વરની નજરે વિચારીએ.
સામી વ્યક્તિમાં ગુણ છે તે એની સિદ્ધિ છે. સામી વ્યક્તિમાં દોષ છે તે એની વિફળતા છે. સામી વ્યક્તિમાં રહેલા ગુણ કે દોષ એ સામી વ્યક્તિમાં જ રહે છે માટે તેનાથી આપણને ફાયદો પણ નથી અને નુકશાન પણ નથી. સામી વ્યક્તિનું ગુણવાન હોવું તે એની અંગત વાત છે અને એનું દોષવાન હોવું તે પણ એની અંગત બાબત છે માટે તે તે વ્યક્તિના ગુણ કે દોષની હાજરી હોવા માત્રથી તે આપણે સુધારી કે બગાડી શકતા નથી. સાધનાનો રસ જીવંત રાખવા આપણે ગુણવાન અને દોષવાનનો વિવેક રાખવાનો છે. ગુણવાન વ્યક્તિની ઓળખ થાય ત્યાર સુધી ફાયદો નથી. તેનો સંપર્ક શરૂ થાય અને સંપર્ક સંબંધમાં પરિણમે, પછી ફાયદો થાય છે. દોષવાન વ્યક્તિની
Page #43
--------------------------------------------------------------------------
________________
દોષ અને દ્વેષ : ગુણ અને રાગ
ઓળખ થાય તેનાથી પણ નુકશાન થતું નથી. તેનો સંપર્ક થાય અને સંપર્ક સંબંધમાં પરિણમે, પછી નુકશાન થવા માંડે છે. આવું અકસર બને છે તેથી જ ગુણવાન અને દોષવાનને જુદા પાડીને જોતા શીખવાનું છે. ગુણવાનને જોયા બાદ આપણાં મનમાં આપણે ચોક્કસ પ્રતિભાવનું નિર્માણ કરવાનું છે. દોષવાનને જોયા બાદ પણ આપણે ચોક્કસ પ્રતિભાવનું નિર્માણ કરવાનું છે. આપણો સંસાર આપણાં મનમાં સર્જાતા પ્રતિભાવો દ્વારા ચાલે છે. આલંબનની અસર આત્મા પર પડે છે તે સારી કે નરસી હોઈ શકે છે. એ પ્રતિભાવ અને એ અસર કેવી હોઈ શકે તેની પૂર્વધારણા મંત્રીશ્વર બાંધી શક્યા છે. ગુણવાનને જોયા બાદ મનમાં જાગતો પ્રતિભાવ સારો જ હોય તેવું નક્કી કહી શકાય નહીં. ગુણવાનને જોયા બાદ તેના ગુણની ઇર્ષા થાય તેવું પણ બને. ગુણવાનના ગુણનો અણગમો પણ થઈ શકે છે. આપણે નક્કી કરવાનું છે, કેવો પ્રતિભાવ મનમાં જાગવા દેવો તે ? આપણી કક્ષા સારી છે. ગુણ જોઈને પ્રમોદનો અનુભવ થાય છે તે એક સારા પ્રતિભાવની નિશાની છે. ગુણવાનને જોયા બાદ તેની માટે જાગનારા પ્રતિભાવ અનેક પ્રકારના હોય છે તેમ દોષવાનને જોયા બાદ મનમાં જાગનારા પ્રતિભાવ પણ અનેક પ્રકારના છે. દોષવાનના દોષને જોઈને તે દોષનું આકર્ષણ જાગી શકે છે. નીતિમત્તા જાળવીને ધંધો કરનારા ગરીબ માણસને, શ્રીમંત માણસની અનીતિ જોયા બાદ અનીતિનું આકર્ષણ જાગી શકે છે. દોષ જોયા બાદ દોષતરફી બનવું તે તો આપણી અનાદિસિદ્ધ આદત છે. આ પ્રતિભાવ જોખમી છે માટે જ દોષવિરોધી માનસિકતાનો સંસ્કાર ધર્મ આપે છે. દોષને જોયા બાદ દોષવિરોધી માનસિકતા જાળવી શકાય તે માટે દોષનો દ્વેષ સતત જીવતો રાખવાનો છે. મજાની વાત એ છે કે દોષ પરનો દ્વેષ મનમાં જીવતો રાખીને પણ અંતે તો બીનજરૂરી દ્વેષથી બચવાનું છે. જો દોષ જોઈને દોષ પર દ્વેષ થાય તો દોષ પરનો દ્વેષ, દોષવાન પર દ્વેષ કરાવી શકે છે. દોષનો દ્વેષ તાત્ત્વિક દ્વેષ છે. દોષવાન પરનો દ્વેષ વ્યક્તિગત દ્વેષ છે. તાત્ત્વિક દ્વેષ વાસ્તવિક રીતે જાગૃતિ સ્વરૂપ હોય છે. વ્યક્તિગત દ્વેષ મોટેભાગે ભાવનાની તીવ્ર વિકૃતિ સ્વરૂપ હોય છે. સંસારમાં રઝળપાટ નથી કરવાનો. સંસારના સામે પાર વહેલાસર પહોંચવાનું છે. મનમાં જાગતા પ્રતિભાવનો પરિણામ સુયોગ્ય હોય તો સંસાર
94
અનહદની આરતી
સામે જીતી શકાશે. પ્રતિભાવનો પરિણામ અયોગ્ય હોય તો સંસાર સામે હારી જવાશે. દોષનો દ્વેષ મનમાં જીવતો હોય તો દોષવાનને જોયા બાદ કરુણાનો ભાવ જાગે છે. દોષનો દ્વેષ કમજોર કે અસ્પષ્ટ હોય તો દોષવાનને જોયા બાદ દ્વેષનો ભાવ જાગે છે. દોષવાનમાં દ્વેષ જાગે તેને લીધે નુકશાન શું થાય છે તે શોધીએ. દોષવાનમાં દ્વેષ થાય તેની અભિવ્યક્તિમાં તીવ્રતા કે ઉગ્રતા વ્યક્તિલક્ષી હશે. વ્યક્તિ માટે જાગેલો આવેશ તે વ્યક્તિ સુધી પહોંચાડ્યા વિના આપણને જંપ વળતો નથી. એ દ્વેષ સૂક્ષ્મ રીતે આપણા અભિમાનને પંપાળશે. બહુ નાજુક ફરક છે. સામી વ્યક્તિ તમને ખરાબ લાગે તે એક વાત છે અને સામી વ્યક્તિમાં રહેલી એકાદ કમજોરી તમને ખરાબ લાગે તે બીજી વાત છે. સામી વ્યક્તિને તમે ખરાબ કહી દો તે વ્યક્તિગત દ્વેષ છે. સામી વ્યક્તિની એકાદ કમજોરી સામે તમે સ્વસ્થતાપૂર્વક વાંધો લો તે તાત્ત્વિક દ્વેષ છે. વ્યક્તિ પરનો દ્વેષ તેનાં તમામ પાસાની ઉપેક્ષા કરાવે છે. વ્યક્તિ પરનો દ્વેષ તે વ્યક્તિનાં સારાં લક્ષણોને ભૂલાવી શકે છે. મંત્રીશ્વરે દોષવાદમાં મૌન રાખવાની માંગણી કરી છે.
સામી વ્યક્તિમાં દોષ દેખાય છે તે જોઈને મારાં મનમાં તે વ્યક્તિ માટે દ્વેષ જાગશે તો જ હું તેની બદનામી કરવા પ્રેરાઈશ. હું જેની બદનામી કરતો હોઉં તેની માટે મારાં મનમાં રાગ હોય તેવું બનવાનું જ નથી. દોષવાદ એ વ્યક્તિગત દ્વેષનું ઉચ્ચારણ છે માટે મંત્રીશ્વર તેનાથી દૂર રહેવા માંગે છે. મૌન શબ્દ પણ અર્થસભર છે. ન બોલવું તે મૌન નથી. બોલવાનું ન ગમે તે મૌન છે. મનમાં દ્વેષ હોય અને અભિવ્યક્તિ ન થાય તે મૌન નથી. મનમાં દ્વેષ હોય જ નહીં માટે તેની અભિવ્યક્તિનો પ્રશ્ન જ આવે નહીં તે મૌન છે. દોષનો દ્વેષ વ્યક્તિગત નથી. દોષવાનનો દ્વેષ વ્યક્તિગત છે. ગુણનો રાગ વ્યક્તિગત નથી. ગુણવાનનો રાગ વ્યક્તિગત છે. વ્યક્તિગત દ્વેષ ન હોવો જોઈએ તેમ વ્યક્તિગત રાગ પણ ના જ હોવો જોઈએ આ પ્રશ્ન જાગી શકે છે. આપણે રાગને વિભાજીત કરીશું. વ્યક્તિલક્ષી રાગ. વ્યક્તિકેન્દ્રી રાગ. વ્યક્તિ આશ્રિત રાગ. વ્યક્તિ ગમે છે માટે તેના ગુણ ગમે છે તે વ્યક્તિલક્ષી રાગ. વ્યક્તિ ગમે છે માટે તેના ગુણ ગમે છે અને માટે તે વ્યક્તિ સિવાયની વ્યક્તિના ગુણો પર ધ્યાન આપવાનું મન થતું નથી તે વ્યક્તિકેન્દ્રી રાગ.
Page #44
--------------------------------------------------------------------------
________________
અનહદની આરતી
નથી. વ્યક્તિઆધારિત દોષદ્વેષ હોય છે પરંતુ તેમાં દ્વેષ કેવળ દોષ માટે જ હોય છે, વ્યક્તિ માટે નહીં.
ધર્મવિરોધ જેવા ભયંકર દોષો ધરાવનારી વ્યક્તિ માટે તો ષ થવાની સંભાવના છે પણ તેના મૂળમાં ગુણોની અને ધર્મની પ્રીતિ છે. ધર્માનુરાગ અને ગુણાનુરાગ જાનત ઉગ્રતા પ્રભુશાસનમાં આવકાર્ય છે. પરંતુ - પાપી અને દોષી એવા અજ્ઞાની આત્માઓનાં પાપો અને દોષોને જોઈને મનમાં દ્વેષ જાગવા દેવાનો નથી.
મંત્રીશ્વરે દોષવાદમાં મૌન માંગ્યું છે. દોષનો વિચાર છે. દોષનો વિરોધ છે. વ્યક્તિનો વિચાર છે. વ્યક્તિનો વિરોધ નથી. ઝેરને લીધે ઝેરનો કટોરો ખરાબ બની જતો નથી. ઝેર ઢોળી નાંખો અને કટોરો ધોઈ નાંખો તો એ કટોરામાં અમૃત પણ ભરી શકાય છે.
દોષ અને દ્વેષ : ગુણ અને રાણ
૩૭ વ્યક્તિમાં ગુણ જોયા બાદ તે ગુણનો આધાર બની રહેતી વ્યક્તિના આશ્રયે તેનામાં રહેલા ગુણનો રાગ રાખવો તે વ્યક્તિઆશ્રિત રાગ. ગુણોના આધારે જ વ્યક્તિનું મૂલ્યાંકન કરનારો વ્યક્તિઆશ્રિત રાગ, જે વ્યક્તિમાં ગુણ દેખાશે ત્યાં રાગનું નિર્માણ કરશે. સાદી ભાષામાં કહીએ તો માણસ ગમે માટે તેના ગુણ ગમે તે ખોટું, ગુણ ગમે માટે તે ગુણોને ધરાવતો માણસ ગમે તે સારું. માણસ ગમે છે તો તે માણસના દોષ પણ સ્વીકાર્ય બની જાય છે. ગુણ જ ગમે છે તો તે તે વ્યક્તિમાં રહેલા દોષથી સાવધ રહેવાનું સુકર બની જાય છે. આમ ગુણલક્ષી રાગ, ગુણકેન્દ્રી અને ગુણઆશ્રિત હોય છે. તો વ્યક્તિલક્ષી, વ્યક્તિકેન્દ્રી રાગ ગુણલક્ષી અને ગુણકેન્દ્રી હોય જ તેવો નિયમ નથી. ગુણના રાગ માટે ગુણવાનને આલંબન બનાવતો રાગ કોઈ નુકશાન કરી શકે ? ગુણને બદલે વ્યક્તિને પ્રાધાન્ય વિશેષ મળે તો નુકશાન બેસુમાર છે. વ્યક્તિને બદલે ગુણને પ્રાધાન્ય વિશેષ મળે તો ફાયદો જ ફાયદો છે, નુકશાન કશું નથી. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી મહારાજાને શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્માના ગુણોનો રાગ હતો. એ રાગનો એક અંશ વ્યક્તિગત સ્તરે બેઠો હતો માટે તેમનું કેવળજ્ઞાન દૂર રહ્યું અને એ એક અંશ સિવાય તો ગુણોનો રાગ તીવ્ર અને ઉચ્ચ હતો માટે તેમનું ગુણસ્થાનક સાધુનું જ રહ્યું. રાગનો એક અંશ વ્યક્તિગત સ્તરે હતો તે ભૂંસાયો તે જ ઘડીએ તેમના ગુણોના તીવ્ર રાગમાંથી વીતરાગભાવનું નિર્માણ થયું. તો વાત આમ છે. ગુણોનો રાગ વ્યક્તિઆધારિત હોય, વ્યક્તિકેન્દ્રી ના હોય. ગુણોનો રાગ વ્યક્તિલક્ષી પણ ના હોય, વ્યક્તિઆધારિત જ હોય. આ પવિત્ર રાગ માટે ભક્તિ શબ્દ વપરાયો છે, આ પવિત્ર રાગ, સમર્પણ અને શ્રદ્ધા તરીકે ઓળખાય છે. ભક્તિ અને શ્રદ્ધાની પાવન સ્તવનાઓમાં વ્યક્તિ આધારિત ગુણાનુરાગ પોષાતો હોય છે. આનાથી તદ્દન સામા છેડે દોષની વાત કરીએ તો દોષને જોયા બાદ તે દોષ ધરાવનારી વ્યક્તિ માટે કરુણા જાગતી હોય છે. દોષનું ભવિષ્ય દુઃખ છે, દોષવાન ભવિષ્યમાં દુઃખવાન બનશે તે વિચારે અનુકંપા જાગતી હોય છે. દોષોને લીધે ગુણોને અવકાશ નથી મળતો તે જોઈને દયા જાગતી હોય છે. દોષ માટેનો દ્વેષ કેવળ દોષ આધારિત જ રહે છે, રહેવો જોઈએ. વ્યક્તિલક્ષી દોષષ, વ્યક્તિકેન્દ્રી દોષષ સહી સલામત હોઈ શકતા
Page #45
--------------------------------------------------------------------------
________________
CO
અનહદની આરતી
પ્રાર્થના-૬
૧૬. જબ અપના મુંહ ખોલો તુમ
સંવાદિતા. સૌનો મનગમતો શબ્દ, અસરપરસનો વહેવાર સંવાદિતા વિના સારો ચાલતો નથી. તમારી વાત સામા માણસને સમજાય અને સામા માણસની વાત તમને સમજાય તે સંવાદિતા છે. તમારી વાત સામા માણસને ગમે અને સામા માણસની વાત તમને ગમે આ સંવાદિતાનું ફળ છે. તમારી વાત સામો માણસ સ્વીકારે અને સામા માણસની વાતને તમે સ્વીકારો આ સંવાદિતાનું લક્ષ્ય છે. બે માણસ ભેગા થાય ત્યાંથી સમાજવ્યવસ્થા શરૂ થાય છે. સૌને પોતાના મનની વાત કહેવી હોય છે, પોતાને સાંભળે અને સંભાળે તેવો સથવારો સૌને ખપે છે. પોતે કોઈને સાંભળે અને સંભાળે તેવો મમતાનો ભાવ પણ સૌનાં દિલમાં હોય છે. મનના ભાવને વ્યક્ત કરવા માટે વાણીનું માધ્યમ શ્રેષ્ઠ છે. બોલવામાં વિવેકે વર્તવાનું જેને સહજ છે તેને સંવાદિતાનો સુમધુર અનુભવ સાંપડે છે.
મારે મારી હાજરી પૂરવાર કરવી છે માટે બોલું છું – એવું બને. મારે બીજાની હાજરીનો સ્વીકાર કરવો છે મારે હું બોલું છું – તેવું બને. ગમે તેમ, બોલવામાં અરસપરસ કે આમનેસામને બે પાત્રોનું હોવું જરૂરી છે. ઉચ્ચારણ અને શ્રવણ - આ બે શબ્દો સાથે પનારો પડે છે, તે એક સાથે જ. મંત્રીશ્વરની છઠ્ઠી માંગણી બોલવા અંગેની છે : મારી વાણી સૌની માટે, પ્રિયકારી, હિતકારી બને તેવું મંત્રીશ્વર માંગે છે.
તમારાં શ્રીમુખેથી વ્યક્ત થઈ રહેલા શબ્દો સાંભળનારા એ શબ્દો દ્વારા પોતાના વિચારને, પોતાની લાગણીને આકાર આપે છે. તમારો શબ્દ આલંબન છે, સામા માણસનાં વિચારતંત્રનું આલંબન. તમારો શબ્દ આલંબન છે, સામા માણસનાં લાગણીતંત્રનું આલંબન. તમારા શબ્દને કાને
ધરનારો માણસ, પોતાના વિચારજગતમાં એ શબ્દો દ્વારા એક અવકાશ પૂરે છે. બોલાયેલો શબ્દ કયારેય નિષ્ફળ જતો નથી. તમારો ઉચ્ચારેલો શબ્દ સામા માણસનાં મનમાં જે કોઈ વિચારનું નિર્માણ કરે છે તેની કલ્પના કરીને બોલવાનું છે. તમે સામી વ્યક્તિનાં મનમાં સારા વિચારનું આરોપણ કરી શકો તો તમારા શબ્દો સારા છે. તમે સામી વ્યક્તિનાં મનમાં, સારા ન કહી શકાય તેવા વિચારોનું આરોપણ કરી દો તો તમારા શબ્દો સારા નથી. તમારા બોલવાને લીધે સાંભળનારાના વિચારને દિશા મળે છે, તમારે યોગ્ય દિશા આપવાની છે, તમારા શબ્દો જે યોગ્ય દિશા નથી આપતા તો તમે શબ્દોનો વિનિયોગ કરવામાં ચૂકો છો. તમારા શબ્દોમાં તમારી જિન્મેદારીનું વજન હોવું જોઈએ. પૈસાની જેમ શબ્દોની કિંમત વસૂલ થવી જોઈએ. વાતો કરીએ તેમાં શબ્દો વપરાય છે. શબ્દોની પહેલા અને પછી કોણ કોણ હોય છે ? શબ્દો બોલાય તે પહેલા તમારું મન, મનના વિચાર હોય છે. શબ્દો બોલાય તે પછી સામા માણસનું મન અને એના વિચાર હોય છે. શબ્દો હોઠેથી નીકળે તે પહેલાં મનમાં ગોઠવાતા હોય છે, શબ્દો કાને પડે તે પછી મનમાં અસર નીપજાવતા હોય છે. મંત્રીશ્વર, શબ્દો બોલાઈ જાય તે પછીની અસરનો | વિચાર કરી રહ્યા છે. શબ્દોની અસર વિધાતક ન હોય તેનું ધ્યાન રાખવાનું
છે, તમારા શબ્દો સામી વ્યક્તિને અવાજ તરીકે નથી સાંભળાતા. તમારા શબ્દોને એ સંદેશ તરીકે સાંભળે છે. બોલાતો શબ્દ કાન દ્વારા વંચાતો હોય છે. શબ્દ દ્વારા મન અર્થઘટન કરે છે, વિચારે છે. તમારા શબ્દોનું અર્થઘટન કરવાની ક્ષણોમાં એ શબ્દો સાંભળનાર ક્ષુબ્ધ બને તેવું ના થવા દેવાય. તમારા શબ્દો દ્વારા દુ:ખ નીપજે, તકલીફ પડે, નિરાશા થાય, અપમાન કે અવજ્ઞાનો અનુભવ થાય તો તમારો શબ્દ તમે સરિયામ વેડફડ્યો છે તેમ માનવું પડે. તમારા શબ્દો સાંભળીને સામી વ્યક્તિને તાજગીનો અહેસાસ થાય, એ તમારા શબ્દ દ્વારા હૂંફ અને હિંમત પામે, એનાં મનનું દુ:ખ ઘટે, એની ચિંતા ઓછી થાય, એ આદર અને આવકારનો અનુભવ પામે તો તમારા શબ્દોનો સાચો ઉપયોગ થયો છે તેમ કહી શકાય.
પોતાના તોરમાં જીવનારા મોટા માણસોને નાના માણસો સાથે વાત કરવાની ફુરસદ હોતી નથી. મોટાઈનું અભિમાન જ, મોટા માણસ અને નાના
Page #46
--------------------------------------------------------------------------
________________
જબ અપના મુંહ ખોલો તુમ માણસ વચ્ચે એવો ભેદભાવ ઊભો કરે છે. મોટા માણસને નાના માણસ સાથે વાત કરવાનું ગમતું નથી. વહેવારને લીધે વાત કરવી પડે તેમાં બોજો વર્તાયા કરે, નિખાલસતાને બદલે ચાલાકીના સૂરમાં વાત થતી હોય, બે સારી વાત કહેવાને બદલે કશુંક સંભળાવી દેવાની હોંશ તરવાર્યા કરે, પોતાનું મહત્ત્વ પૂરવાર કરવા માટે જ વાતચીતમાં બોલવાનું થતું હોય – આ લક્ષણો છે, શબ્દોનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે તેનાં.
સામાં માણસને મહત્ત્વ ન મળે, સામા માણસની પ્રશંસા ગૌણ બને અને સામો માણસ ટીકાપાત્ર બને તેવા શબ્દો પ્રયોજવામાં વાણી વેડફાય છે. વાણીમાં મધુરતા હોય તે પ્રથમ આવશ્યકતા છે. જૂઠી માખણબાજીમાં અને મીઠાશમાં ફરક છે. સામા માણસને પલાળીને પોતાના સ્વાર્થ માટે કામે લગાડવો છે તે માટે સારા શબ્દો વાપરવાનો દંભ કરવામાં મધુરતાનો આભાસ છે, તેથી વિશેષ કશું નહીં.
મંત્રીશ્વર પ્રિય વચનનું વરદાન માંગે છે તે સામી વ્યક્તિની સંવેદનાનો ખ્યાલ કરીને માંગે છે. પોતપોતાનું જગત લઈને સૌ જીવે છે. પોતાનો આનંદ અને પોતાની પ્રસન્નતાને સૌ પોતપોતાની રીતે ઉછેરતા હોય છે. પોતાની ખુશીને કેન્દ્રમાં રાખીને સૌ કોઈ દિવસ અને રાત ગુજરતા હોય છે. તમારા શબ્દો દ્વારા એમની ખુશીને ધક્કો લાગે તે સારું ગણાય ? આનંદમાં રહેવાની સ્વતંત્રતા દરેક માણસને મળી છે. તમારા શબ્દો એ સ્વતંત્રતા પર તરાપ મારે છે. તમે ફક્ત થોડા શબ્દો બોલો છો અને બદલામાં સામા માણસની ઢગલાબંધ શાંતિને છીનવી લો છો. તમારી આ વચનનીતિની ફેરવિચારણા કરો. સામા માણસના વિચારોને તમે બદલો કે ન બદલો તે પછીની વાત છે. સામા માણસની ભાવનાને તમે ખલેલ પહોંચાડી તે બિલકુલ ખોટું છે.
તમને કેટલાક માણસો માટે હંસીમજાક કરવાની આદત છે. એને મૂરખ પૂરવાર કરવામાં તમે ક્રૂરતાથી રસ લો છો. એ બિચારો ભોળો કે કમજોર છે તેનો તમે ખોટો લાભ લો છો. ઠઠ્ઠામશ્કરી કરીને રાજી થનારાને પોતાનો અહંકાર ખૂબ પ્યારો હોય છે તેમ મનોવિજ્ઞાન કહે છે. તમને જેમાંથી રાજીપો મળે છે તેમાંથી એને વેદના મળે છે. આને હિંસાનો એક પ્રકાર
૮૨
અનહદની આરતી કહેવાય. સામા માણસમાં રહેલી કમજોરી કે ઓછપ તે એની વ્યક્તિગત ખામી છે. એ આપણને નડતી નથી. આપણે એની ખામીનો વાણીવિલાસ દ્વારા ઉપહાસ કરીએ અને બાપડા એ જીવને નડીએ તેમાં સજજનતા જેવું કાંઈ બચતું નથી.
તમારા હાથે ન થતી હોય તેવી ભૂલો, તમારામાં ન હોય તેવો દોષો, બીજી વ્યક્તિમાં જોવા મળે, તમે એ વ્યક્તિને એ ભૂલ અથવા દોષના બદલામાં ઠપકો આપો અને તિરસ્કારી કાઢો તે શબ્દોનો દુરુપયોગ છે. સામી વ્યક્તિનું કલ્યાણ કરવાની ઇચ્છા હોય તો વાત જુદી છે. કેવળ પોતાનું મહત્ત્વ સાબિત કરવા જ ઠપકો આપવો તે દોંગાઈ છે. સાસુ અને વહુના ઝઘડામાં આવું જોવા મળે છે. સંબંધમાં જ્યારે જ્યારે સમતુલા ખોરવાય છે ત્યારે ત્યારે ભૂલોની વિગતવાર મીમાંસા કરવામાં આવે છે. સામા માણસ પર હાવી થવા માટે તેની ભૂલોનું હથિયાર વાપરવું તે ઘાતકી રીત છે.
એક પદ્ધતિ વ્યંગ અને કટાક્ષની છે. સીધેસીધું કહી શકાતું ન હોય તો આડકતરી રીતે બે-ચાર ચોપડાવી દેવાનું મન થાય છે. બોલવાની ચળ ઉપડે છે પછી શબ્દોને વધુર્યા વગર એ શાંત નથી થતી. આ એક તુચ્છ પદ્ધતિ છે. કહીં પે નિગાહે અને કહીં પે નિશાના હોય છે. તમે બે-પાંચ જણા સાથે વાતો કરી રહ્યા છો તેવો એક દેખાવ હોય છે. તમારા શબ્દોનાં તીરનું લક્ષ્ય એક જ વ્યક્તિ હોય છે. લોકગીતમાં સરસ લખ્યું છે.
કો’કની કાંકરીના માર્યા ન મરીએ
મહેણાના માર્યા મરીએ જી રે. આ મેણાટોણામાં તમે સત્તાવાર રીતે બંધાતા નથી અને બીનસત્તાવાર રીતે બોલવામાં કશું બાકી રાખતા નથી. શબ્દોનો આ દુરુપયોગ છે.
વાતે વાતે જૂઠું બોલવાની આદત હોય છે. અમુક લોકોને. સામા માણસને દાદ નથી આપવા માટે મૃષાવાદ સેવવાનું એ લોકો પસંદ કરે છે. હા પાડી શકાય તેવી વાતોમાં ધરાર ના કહી દે છે. ના પાડી દેવી જોઈએ તેવી વાતોમાં ખસૂસ હા ભણી દે છે. જાણી જોઈને અજાણ્યા થવાનો દેખાવ કરવાનો. સીધી અને સરળ વાતમાં વધારે પડતો વઘાર કરી દેવો. બીજાના
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૬
૧૭. સાચું Èવું? સાચી રીતે ફ્લેવું
જબ અપના મુંહ ખોલો તુમ શિરે ટોપલો ઢોળી દેવાનો. રાઈ હોય તેનો પર્વત બનાવી મૂકવાનો. પોતાની ભૂલનો સાવ ખોટો ખુલાસો કરવાનો. બીજાની નાની ભુલને તાણીતૂસીને ભારેખમ બનાવી દેવાની. આ બધો અસત્યનો વહેવાર છે. સ્વાર્થ માટેની આ રમતમાં સામી વ્યક્તિની લાગણી દુભાશે તેનો કોઈ જ ખ્યાલ રાખવામાં આવતો નથી. મધુરતાના ભોગે બોલાતા શબ્દો હોય છે આ બધા.
મંત્રીશ્વરની માંગણી એવી સરસ છે કે સમજાય તરત અને અમલ કરવામાં ખાસ્સી વાર લાગે. તમે બીજાને આ રીતે સંભળાવી દેવાની આદત કેળવશો નહીં તેમ મંત્રીશ્વર ભગવાનું સમક્ષ પ્રાર્થના કરવા દ્વારા સમજાવે છે. સાથોસાથ બીજી પણ વાત છે. તમને આ રીતે કોઈ કશુંક સંભળાવી દેતું હોય ત્યારે વિચલિત થશો નહીં. આ વાતચીત કરવાની પામર પદ્ધતિઓ છે. તમારી મોટાઈ આવાં અપમાનોને લીધે ઘટતી નથી. બલ્ક આવાં અપમાનોને હસતાં મોઢે ગળી જવામાં જ મોટાઈ છે. બજાર વચ્ચેથી ચાલી જતા હાથીની પાછળ ભસી રહેલું ચોક્કસ પ્રકારનું પ્રાણી તેની વાંકી પૂંછડીને લીધે તો પછી વગોવાયું, તેની આ પાછળ પાછળ ભસતા રહેવાની આદતે તેને પહેલેથી બદનામ કરી મૂક્યું છે. હાથીને એ ડગાવી શકતું નથી. તમારા કાનમાં ઘોંઘાટને લીધે થોડો ત્રાસ જરૂર થાય પરંતુ મનથી ડગવાનું ન હોય. તમારી સમક્ષ મધુર વાણીથી ૨જૂઆત થાય તેવી અપેક્ષા રાખશો નહીં. તમારી રજૂઆત મધુર વાણીમાં જ થાય એ મુદ્દે કદી ઉપેક્ષા કરશો નહીં. વાણી એ આત્માનો અવાજ છે. મહાત્મા, અંતરાત્મા કે દુરાત્માની પરખ તેની વાણી દ્વારા થાય છે. તમારી સચ્ચાઈ વાણીમાં વ્યક્ત થાય તે સારું કહેવાય. તમારી નબળી કડી વાણી દ્વારા વ્યક્ત થાય તે ખોટું.
શરીરમાં શર્કરાતત્ત્વ વધી જાય તો કડવી દવા પીને તેને કાબૂમાં લેવાતું હોય છે. મીઠાશનો ઉપયોગ વાણીમાં વધારે પડતો ન થવો જોઈએ. મીઠાશની જેમ કડવાશ જરૂરી છે. મીઠાશ સામી વ્યક્તિના સદ્ગુણને ટેકો આપે, સદ્ભાવનાને સાચવે અને હૂંફ આપે. આ જ મીઠાશ સામી વ્યક્તિના અવગુણને ટેકો આપે, ખોટી વિચારણાને સાચવે અને છલના ઊભી કરે તેવું બની શકે છે. સામાન્ય વ્યવહારમાં મીઠાશનો ઉપયોગ વાણીમાં જરૂરી છે. ચોક્કસ સંયોગોમાં કડવાશનો ઉપયોગ કરવો પડે છે. કડવા થવાનું ગમતું નથી. ઊગ્રતા વિના કડવાશ અસરકારક બનતી નથી એવું મોટેભાગે બને છે. પ્રેમથી મારેલો તમાચો વાગતો નથી. મંત્રીશ્વર કડવાશને સાહજીક બનાવવા માટે - હિતકારી વચન - આ શબ્દ ખપમાં લીધો છે. મંત્રીશ્વરની માંગણી છે : મારું વચન પ્રિય હોય તેથી વિશેષ હિતકારી હોવું જોઈએ. પ્રિય વચન બોલવાનું લક્ષ્ય જાળવવામાં હું હિતકારી વચન બોલવાનું ના ભૂલું. હિતકારી વચન બોલવાની જરૂર પડે ત્યારે પ્રિય વચન બોલવાની ઉપેક્ષા કરીને પણ, હિતનો ઉદેશ હું જાળવું.'
સમતુલા અને સંતુલન આ બંને બહુ સરસ શબ્દો છે. એક પાસું ઉઘડે અને બીજું પાસું ઢંકાયેલું રહે એમાં સમતુલા નથી. એક પક્ષની વાત સંભળાય અને બીજા પક્ષની વાત કાને ધરવામાં ન આવે એમાં સંતુલન નથી. જમણો હાથ શુકનવંતો ભલે ગણાતો. ડાબો હાથ ના હોય તો જમણા હાથની હાજરીમાં માણસ અપંગ ગણાય છે. બોલવાની બાબતમાં મીઠાશ જમણો હાથ છે. કડવાશ ડાબો હાથ છે. સંવાદિતાનો ઉદ્દેશ એ પણ હોય છે કે સાંભળનારી વ્યક્તિ સાચી વાતને સમજે અને વાતને સાચી રીતે સમજે. ભૂલ ન કરે તે
Page #48
--------------------------------------------------------------------------
________________
અનહદની આરતી
સાચું Èવું સાચી રીતે ફ્લેવું ભગવાનું છે. ભગવાનું ન હોય તેમની ભૂલ થવાની સંભાવના પૂરેપૂરી છે. ભૂલ થઈ હોય અને પોતાને ભૂલનો ખ્યાલ ન આવ્યો હોય તેવું સામી વ્યક્તિમાં જોવા મળશે. તમે એને ભૂલનો ખ્યાલ નહીં આપો તો એ ભૂલમાં આગળ વધશે અને ભૂલના પરિણામો ભોગવવા મજબૂર બનશે. તમારે એને ભૂલ બતાવવાની રહેશે. ભૂલ બતાવવા માટે તરત જ કડક થવાનું ના હોય. ભૂલ બતાવવા માટે પણ પહેલો ઉપયોગ મીઠાશનો જ કરવાનો. ધીમે રહીને પૂછીએ, દોહરો કહે છે. ભૂલ પ્રેમથી બતાવી. સામી વ્યક્તિએ ભૂલનો બચાવ કર્યો, તમે મીઠાશ નથી ચૂક્યા પણ સામી વ્યક્તિ સજ્જનતા ચૂકી રહી છે. તમારી સાચી વાતને તે સાંભળી રહ્યો નથી. તમારે કડવાશ કહેતાં કડકાઈ અપનાવવી પડશે. કડવા બોલ ઉત્તમ માણસો ના બોલે તેવું વિચારીને તમે મીઠાશને પકડી રાખો તે નહીં ચાલે. હિતકારી વચન બોલવા તે જ ઉત્તમ માણસનું ખરું લક્ષણ છે. તમે વ્યાજબી વાત કરો છો કે નહીં તેની પૂરેપૂરી ખાતરી કરી લેજો . તમે તમારા મુદ્દાની સચ્ચાઈમાં સ્પષ્ટ હો તો કડક થવામાં કોઈ જ વાંધો નથી. તમે કડક થશો એ પછી સામી વ્યક્તિ તમારી વાત પર અવશ્ય વિચાર કરશે. એને ભૂલ સમજાશે. એ અટકશે. ભૂલના પરિણામોથી તે બચી જશે. એનું હિત થશે. હિતકારી વચનનું આ સુખદ કર્તવ્ય તમે ચૂકશો નહીં, મંત્રીશ્વરના શબ્દો કહે છે.
ઘણી વખત એવું બને છે કે “આપણા કડક થવાને લીધે સામી વ્યક્તિ ગુસ્સામાં આવે છે. આપણને એવું લાગે છે કે આપણે એમના કષાયનું નિમિત્ત બની રહ્યા છીએ.’ આમાં બે વાત છે. સામી વ્યક્તિ ગુસ્સે થાય તેમાં પણ જો આપણા ગુસ્સા સામે વાંધો હોય અને પોતાની ભૂલનો સ્વીકાર હોય તો એના ગુસ્સાને ખમી લેવાનો. આપણે ગુસ્સો કર્યો તેની માફી માંગવાની. એણે પોતાની ભૂલ સ્વીકારી છે તે બદલ તેને ધન્યવાદ આપવાના, આ પહેલી વાત થઈ. બીજી વાત. આપણી કડકાઈને લીધે અર્થનો અનર્થ થાય અને મામલો તદ્દન ઊંધા રવાડે ચડી જાય તો, જેટલી બાજી હાથમાં છે તેટલી સમજીને સુધારી લેવાની. આપણો અધિકાર ન હોય અને સામી વ્યક્તિની પાત્રતા ન હોય તો બોલીને કશું ઉપજતું નથી. ભૂલ અને ભૂલના પરિણામથી એને બચાવવા આપણે થઈ શકતું હતું એટલું કર્યું. હવે એનાં ભાગ્ય પર છોડી
દેવાનું. આપણે કહ્યું તેનું ઉપજતું નથી એવી ખોટી બળતરા નહીં રાખવાની. ભાવિભાવ. બસ.
તમારી બોલવાની આવડત, સીધી સરળ વાતમાં સફળ થાય તેમાં કશી નવાઈ નથી. મુશ્કેલ અને અઘરી બાબતમાં તમારી આવડતની પરીક્ષા થાય છે. ખુશાલીની વાતોમાં તો બોલતા સૌને આવડે. કડવી વાતો કરવાની આવી કળા શીખવી પડે છે. જે મહેતા મારી શકતો નથી એ ભણાવી નથી શકતો. મહેતાએ જો ભણાવવું હોય તો એને મારતા આવડવું જોઈએ. તમારી વાત હિતકારી બને તે માટે તમારો વહેવાર સારો હોય તે જરૂરી છે. તમારો વહેવાર સારો બને તે માટે તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. તમને સામા માણસમાં તમારો સ્વાર્થ દેખાય છે માટે તમે એનામાં રસ લો છો આવું બનતું હોય તો તમારો સ્વભાવ સારો નથી. તમને સામા માણસમાં ઉજળી સંભાવના દેખાય છે, તેમને સામા માણસનું રળિયાત તત્ત્વ ગમે છે માટે તમે એનામાં રસ લો છો તો તમારો સ્વભાવ સારો છે. સામા માણસના ગુણોની અસરમાં તમે તુરંત આવો છો તો તમારો સ્વભાવ સારો છે. સામા માણસના દોષની અસર તમારી પર તુરંત પડે છે તો તમારા સ્વભાવ સારો નથી. ટૂંકમાં - તમે તમારાં અભિમાનને ગૌણ કરી શકતા હો તો તમારો સ્વભાવ સારો છે. વાતચીતમાં બગડતું હોય છે કેવળ પોતાની જક પકડવાને લીધે. તમે સાચી વાત દેઢતાથી કહી દો તે તમારી જીત છે. તમે સામી વ્યક્તિને જુઠી અને બેકાર પૂરવાર કરો તે જક છે. હિતકારી વચનનો અર્થ છે સામી વ્યક્તિના કષાયને છંછેડ્યા વિના એને કષાયોની પકડમાંથી ધીમે ધીમે બહાર લાવવી. ઇંજેક્શન તો આપવાનું જ છે. તમારો હાથ સારો હોય અને સોંય વાગવાની વેદના ન થાય તે તમારી સફળતા.
સાચી વાત કહેવાની આવડત તમારામાં હોય એનાથી વાત પૂરી થવાની નથી. સાચી વાત કહેતી વખતે તમારી માનસિકતામાં તાજગી હોવી જોઈએ. બીજાની લીટીને નાની બતાવવા તમે તમારી લીટીને મોટી કરીને તાણો તે બરોબર નથી. કોઈનું સાચા હોવું અને કોઈનું ખોટા હોવું તે તેમનો સ્વતંત્ર મામલો છે. તમારું સાચા હોવું એ તમારી જવાબદારીનું મામલો છે. જાતે સાચા બનો તો સાચી વાત કરી હોય તે શોભે. જૂઠનો વેપાર કરતા
Page #49
--------------------------------------------------------------------------
________________
સાચું વ્હેવું : સાચી રીતે કહેવું
s
રહીએ અને પારકા ચોપડે સાચો હિસાબ ન હોવાની ફરિયાદ કરીએ તેમાં સત્યનું અપમાન થાય છે. સાચને જીવી જાણો એ પછી જ સાચની વાતો કરો. બીજાને પ્રભાવિત કરવા, બીજાને અપમાનિત કરવા માટે સત્યનો ઉપયોગ ના કરશો.
સત્ય કહેવાની, હિતકારી વચન કહેવાની વાત નીકળે ત્યારે એક કહેવત યાદ આવતી હોય છે : સત્ય હંમેશા કડવું હોય છે. આ કહેવત બનાવનારે સત્યનું બહુ મોટું અવમૂલ્યાંકન કર્યું છે. તમે શ્વાસ લઈ રહ્યા છો અને જીવી રહ્યા છો આ સત્ય છે, એમાં કડવાશ નથી. તમે વાંચી શકો છો, સાંભળી શકો છો, બોલી શકો છો આ સત્ય છે, એમાં કડવું શું છે ? તમે સત્ય સાંભળીને તમારી ભૂલનો સ્વીકાર કરી ન શકો તો સત્ય કડવું છે, બાકી સત્ય જેવી ખૂબસૂરત શક્તિ દુનિયામાં બીજી કોઈ નથી. ગુલાબનું સૌન્દર્ય અદ્ભુત છે - આ સત્યમાં કડવો છાંટો શોધ્યો નહીં જડે. રાતરાણીની સુવાસ માદક હોય છે આ સત્યમાં એક અંશ પણ કડવાશ નથી. આપણાં મોઢે બોલાતું સત્ય ગુલાબનું સૌન્દર્ય અને રાતરાણીની સુવાસ લઈને આવે છે. અલબત્, દરેક સત્યને આ નિયમ લાગુ નથી પડતો. કાંટા વાગે જ છે, ભલે પછી એ ગુલાબના છોડ પર ઉગ્યા હોય - આ પણ સત્ય છે, નરદમ કડવું. ઝેરનો ઘૂંટડો ભરનાર મરે છે - આ સત્ય છે, એકદમ ભયાનક. સવાલ એટલો જ રહે છે કે તમારી ફરજનો ભાગ બનતું સત્ય કેવું હોવું જોઈએ. સત્યની રજૂઆતને સ્યાદ્વાદ લાગુ પડશે. સત્ય કહેવા માટે તમારે કડવા થવું જ પડશે તેવો નિયમ નથી. સત્ય કહેવા માટે સુંવાળી સુવાંગ ભાષા જ વાપરવાની તેવો પણ નિયમ નથી. તમારે સામી વ્યક્તિ પોતાનું હિત ન ચૂકે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તમારા શબ્દો તેને હિતની દિશા ચીંધે તે તમારે જોતા રહેવાનું. તમારા શબ્દો સાંભળે છે તમારી આસપાસના લોકો. તમારા દેશના લાખો અને કરોડો લોકો તમારા શબ્દો સાંભળતા નથી. તમારા શબ્દો થોડાક જ લોકો સાંભળવાના છે. એમાંથી પણ તમારા શબ્દો પર ધ્યાન આપનારા બહુ ઓછા લોકો છે. તમે કહો તે સાંભળે, તમારી વાતને વજન આપે અને તમારો મુદ્દો સ્વીકારવા તૈયાર થાય એટલા નજીક તો ગણતરીના જ માણસો છે. તેમની સમક્ષ રજૂ થનારા શબ્દોને તમે નાણીને વાપરો. તમારો શબ્દ
અનહદની આરતી કસીને વપરાતો હશે તો સામી વ્યક્તિને તે યાદ પણ રહેશે અને ગમશે પણ ખૂબ.
૮૮
સાચી વાત, હિતકારી વાત કહેવાનું સત્ત્વ કેળવતાં પહેલાં, સાચી અને હિતકારી વાત સાંભળવાનું સત્ત્વ કેળવવું જોઈએ. તમને ન ગમે તેવી વાત જો હિતકારી હોય તો હસતાં મોઢે સાંભળવી જોઈએ. તમને ગમે તેવી વાતમાં હિતકારી તત્ત્વ ન હોય તો એ વાતને સ્વીકારવી જોઈએ નહીં. તમે સાંભળવામાં કાચા હશો તો બોલવામાં સાચા નહીં બની શકો. તમારી પર આક્રોશપૂર્વક હિતવચનનો પ્રહાર થાય તેને સામી છાતીએ વીરની જેમ ખમી લેજો . હિતવચનનાં જનોઈવઢ ઘા જનયોજનમનું અસત્ ટાળે છે. તમને કહેલું હિતવચન તમે ધ્યાનમાં નથી લેતા અને એ વાતને તમે ટાળી દો છો, તમારી કાળજી રાખનારાની હિતશિક્ષાનો તમે સ્વીકાર નથી કરતા, તમારી ભૂલનો તમે બચાવ કરો છો, ભૂલના ઉટપટાંગ બચાવ કરો છો, તમને સમજાવ્યા હોય તો પણ તમે હિતવચન તરફ બેદરકાર રહો છો, તમારી ભૂલ બતાવનારને ચૂપ કરવા તમે એમની ભૂલની યાદ આપો છો. આવું કર્યા બાદ તમે પોતાને જાતે જ સજ્જન માનો છો તે દંભ છે. આવું કરતા રહીને તમે હિતકારી વાત ઉચ્ચારવાની પાત્રતા ગુમાવી રહ્યા છો. હિતકારી વચન બોલવાની આવશ્યકતા મોટી છે તો હિતકારી વચન સાંભળવાની આવશ્યકતા અનિવાર્ય છે. હિતકારી વચન સાંભળતા આવડતું હશે તો હિતકારી વચન બોલતી વખતે કડવાશ આવશે નહીં. હિતકારી વચન સાંભળીને સ્વીકારવા જોગી યોગ્યતા કેળવી હશે તો એ યોગ્યતાની તાકાત આપણાં કહેલાં હિતવચનોને સ્વીકાર્ય બનાવશે. આપણાં જીવનમાં હિતકારી વચનને લીધે પરિવર્તન આવી શકે તે આપણી ઉત્તમતા. આપણાં હિતકારી વચનને લીધે સામી વ્યક્તિનાં જીવનમાં પરિવર્તન આવી શકે તે આપણી સફળતા.
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૭
૧૮. જીવનની ઝળતી વારતા
જીવવાનું શા માટે ? ક્યાં છે ઉત્તર કોઈ પણ એટલે ઉજવી નથી શકતો તું અવસર કોઈ પણ લય વગરની જીંદગી છે : સાવ ખાલી છે હૃદય હા, નથી આ દુનિયામાં સાચે જ અદ્ધર કોઈ પણ વાંચશે કંઈ રીતે બુદ્ધિ પ્રેમની બારાખડી છે અભણની આંખમાં સરખા જ અક્ષર કોઈ પણ એ ધબકશે, આંખમાં, શ્રદ્ધામાં, શ્વાસોશ્વાસમાં બસ, બધું ભૂલીને તું પૂજી જો પથ્થર કોઈ પણ માત્ર દોડાદોડ જીવનની ૨ઝળતી વારતા
આમ, બસ ખેંચે છે લખચોર્યાસી ચક્કર કોઈ પણ
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની આ ગઝલ આત્માનાં જીવન સંદર્ભે લખાઈ છે. સવારથી સાંજ સુધી દોડધામ કરનારો રાતે જમીનદોસ્ત થઈને ઊંધી જાય છે તેમ જન્મથી ઘડપણ સુધી દોડધામ કરતો આત્મા મૃત્યુની સાથે જમીનદોસ્ત થઈ જાય છે. નવી સવાર અને નવો જનમ, જમીનદોસ્ત થવાનું ભવિષ્ય લઈને જ આવે છે. લાખ ચોર્યાશીનો રઝળપાટ પૂરો થતો નથી. સામાન્ય માણસનો પ્રશ્ન હોય છે : જીવવાનું કોની માટે ? આરાધકનો પ્રશ્ન હોય છે : જીવવાનું શાની માટે ? જીવનનું લક્ષ્ય શું હોય ? દુનિયાદારી લોકો? પરિવારના લોકો ? તમે પોતે ? તમારું મન ? તમારો આત્મા ? આત્મા સિવાયનું બીજી બધું મૃત્યુની સાથે જ ખતમ થઈ જવાનું છે. આ આત્મા માટે નક્કર સર્જન નથી થયું માટે છતી જીંદગીએ મરણનો ભય કંપાવે
0
અનહદની આરતી છે. સુખ અને સામગ્રી વચ્ચે પણ જીંદગી દોર વિનાના પતંગની જેમ ઝોલા ખાય છે. ઍજયુકેશનની આંખે આત્મા જોઈ શકાતો નથી. આસ્થા વિના આતમજી દર્શન દેતા નથી. આપણે કેવળ બુદ્ધિનાં જોરે આત્માને સ્વીકારીએ છીએ અથવા નથી સ્વીકારતા, આત્માનું અસ્તિત્વ શ્રદ્ધાથી સ્વીકારવાનું અને બુદ્ધિથી પૂરવાર કરવાનું. એ વિના અભણ નીવડીશું આપણે. આતમરામની પરમચેતનાની શ્રદ્ધા બાંધી હોય અને એ પરમચેતનાનો આવિર્ભાવ પામવાની લગની લાગી હોય તો નાનુંમોટું કોઈ પણ પ્રશસ્ત આલંબન તીવ્ર પ્રભાવે બતાવી શકે છે.
મંત્રીશ્વર વસ્તુપાળની સાતમી માંગણીમાં, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના શબ્દો પડઘાય છે :
જિહાં લગે આતમતત્વનું, લક્ષણ નવિ જાણ્યું,
તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું. મારે ઉત્તમ ગુણસ્થાનકની સ્પર્શના પામવી છે. મારે નીતિનિયમોનું પાલન તો અવશ્ય કરવું છે, મારે પહોંચવું છે આત્માની અનુભૂતિ સુધી. ગણધરવાદમાં આત્માને વિજ્ઞાનઘન કહેવામાં આવ્યો છે. આતમાં જ્ઞાનમય છે, પ્રતિભાવ જાગ્યા કરે છે ત્યાર સુધી આત્માનું સંપૂર્ણ જ્ઞાન થઈ શકતું નથી. હું કોણ છું અને હું શું બની શકું છું – આ વાતોનો સતત વિચાર કરવાનો છે. આત્માનું અસ્તિત્વ શરીરથી અલગ છે. આત્માનું અસ્તિત્વ વાણીથી અલગ છે. આત્માનું અસ્તિત્વ વિચારોથી અલગ છે. શરીર, વાણી અને વિચારોનું અસ્તિત્વ આત્મા પર આધારિત છે. આત્માની હાજરી જાણવા મળે છે, શરીર દ્વારા અને વાણી દ્વારા અને વિચાર દ્વારા. પરંતુ આત્મા શરીર વિના, વાણી વિના અને વિચાર વિના હોઈ શકનારું અલૌકિક તત્ત્વ છે. આપણી નજર શરીર અને વાણી પર જ રહેતી હોય છે, બહુ બહુ તો આપણા વિચારોને આપણે પારખી શકીએ. આ ત્રણ સિવાયની બીજી કોઈ સત્તાની આપણને ઝાંખી થતી નથી. આપણો સ્વભાવ છે તે મુજબ જે દેખાતું નથી તેની પર ઝાઝો વિચાર કરતા નથી. આત્મા છે તેવી શ્રદ્ધા આપણે કેળવી છે. આત્માને જોવો છે તેવી ઉત્કંઠા આપણે કેળવી નથી. બુદ્ધિનાં સ્તરે આત્મા સ્વીકાર્યો છે. શ્રદ્ધાના સ્તરે કદાચ, આત્માનો પૂરેપૂરો સ્વીકાર થઈ શક્યો નથી. મંત્રીશ્વરની
Page #51
--------------------------------------------------------------------------
________________
જીવનની ઝળતી વારતા
૧ અંતિમ માંગણી છે : આત્મતવ ની ભાવના. ‘આત્માનાં સ્વરૂપને સમજવાની મથામણ હું કરતો રહું' તેવું મંત્રીશ્વર માંગી રહ્યા છે.
આત્માનો વિચાર ત્રણ રીતે થઈ શકે છે. ૧. સંસારમાં ભ્રમણશીલ આત્માનાં વિવિધ રૂપો. ૨. વર્તમાન જીવનમાં આઠ કર્મો દ્વારા બંધાયેલો આત્મા. ૩. કર્મોથી અને સંસારથી સંપૂર્ણ મુક્ત હોઈ શકે તે આત્મા.
બીજી રીતે કહીએ તો આપણા આત્માના સંપૂર્ણ ભૂતકાળ વિશે વિચારવાનું. આપણા આત્માની વર્તમાન અવસ્થાને સમજવા પ્રયત્ન કરવાનો. આપણા આત્માનાં તંદુરસ્ત ભવિષ્યની ઠોસ કલ્પના કરવાની. મંત્રીશ્વરની માંગણી ત્રીજા મુદાની છે. આત્માના મૂળભૂત સ્વભાવની કલ્પના જેમ જેમ થતી જાય છે તેમ તેમ આત્માનો આનંદ ઉઘડતો જાય છે. આ પહેલાની છ માંગણી પ્રસ્તાવના છે. આ સાતમી માંગણી ખરેખરી પ્રાર્થના છે. ભગવાનું પાસે રોજરોજ માંગવા લાયક છે. આ આત્મતત્ત્વની ભાવના. શાન્ત સુધારસ ગ્રંથનો પ્રારંભ કરતી વખતે મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ લખ્યું કે ‘ભાવના વિના શાંતરસનો અનુભવ ન મળે.’ વારંવાર ઘૂંટીને આત્મસાત્ થયેલો વિચાર તે ભાવના છે. આત્માનું કર્મરહિત સ્વરૂપ કેવું હોય તેની કશી જ કલ્પના આપણે કરી નથી. આત્માનું સપનું જોયા વિના આત્મા નહીં મળે. મોક્ષ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. આત્મા મોક્ષમાં પહોંચે તે માટેની મહેનત આપણે કરીએ છીએ. મોક્ષ ખૂબ ઊંચું લક્ષ્ય છે તે આપણે સમજીએ છીએ. આ મોક્ષને આપણો આત્મા પામી શકે છે તેવું આત્મવિશ્વાસપૂર્વક આપણે સ્વીકારી શકયા નથી. કારણ ગમે તે હોય, ધર્મનું પરમ અને ચરમ લક્ષ્ય યાદ હોવા છતાં તેની સ્પષ્ટ રૂપરેખા મનમાં આવી નથી. મોક્ષમાં મળે છે તે આનંદની કલ્પના કરીને અઢળક રોમાંચ અનુભવી શકે તે સમકિતી. મોક્ષના આનંદને સમજવા માટે સતત સાધના કરે તે વિરતિધર. મોક્ષનો આનંદ નિવૃત્તિ પ્રધાન છે. આત્માનું મૂળ સ્વરૂપ નિવૃત્તિમય છે. આપણને પ્રવૃત્તિઓનો અભ્યાસ છે. ક્રિયાઓ કરવાનો મહાવરો છે. ન કરવાનો કશો અનુભવ આપણને નથી. માટે આત્માની તાત્ત્વિક ભાવના આપણી પાસે નથી.
અનહદની આરતી મંત્રીશ્વર સાધુપુરુષોનાં સાંનિધ્યમાં બેસીને આત્માની ઓળખાણ કરવાની ઝંખના વ્યક્ત કરે છે. મૃત્યુ બાદ જે ફરી શરીરનું નિર્માણ કરે છે તે આપણો આત્મા છે. જન્મ થાય તે પૂર્વે જે પોતાનું આયુષ્ય નક્કી કરી લે છે તે આપણો આત્મા છે. શરીરની સંવેદનાશક્તિનાં માધ્યમે હજારો ભૌતિક અનુભવોનું જે સ્પષ્ટ પૃથક્કરણ કરે છે તે આત્મા છે. મનને મળતા સંદેશાને જે લાગણીઓનાં રૂપમાં પરાવર્તિત કરે છે આપણો આત્મા છે. આંખમાં આવતાં આંસુની પછવાડે રહેલી વેદનાની અનુભૂતિ આત્માની સપાટી પર થાય છે. રોમહર્ષક આનંદનું ઉગમબિંદુ આત્મા છે. ચેતનામય અનુભૂતિનાં તમામ સ્તરો આત્માના કબજામાં છે. આ સંસારવર્તી આત્માની ઓળખ છે. સંસાર વિના, સંસારનાં સાધનો વિના, સંસારી સંબંધો વિના અનંત અનંત આનંદનું આચમન કરનારા પરમ આત્માની કલ્પના જ કેટલી બધી રોમાંચક છે ? પરમ બનેલો આત્મા શ્વાસ વિના જીવે છે, શરીર વિના વર્તે છે, હૃદયના ધબકાર વિના અસ્તિત્વ ધરાવે છે, આહાર અને પાણી વિના અસ્મિતા બનાવી રાખે છે. એનાં આયુષ્યનો અંત નથી માટે જ એને આયુષ્ય નથી, એની પાસે વ્યક્તિમત્તા નથી માટે એ અગોચર છે અને એની પાસે શક્તિમત્તા છે માટે અણદીઠ છે. એની સરખામણી કોઈ સાથે થઈ નથી શકતી માટે તે અવર્ણનીય છે, એ શબ્દોથી સમજાવી શકાય એવો નથી માટે અક્ષર છે. એ વાણીમાં સમાતો નથી માટે નિર્વાણ છે. એણે મેળવવા યોગ્ય બધું જ મેળવી લીધું છે માટે એ સિદ્ધ છે. એને કોઈ કમજોરી બાંધી શકતી નથી માટે તે શુદ્ધ છે. એને સાંભળવા માટે કાનની જરૂર નથી અને જીભથી જવાબ આપવાની એને કશી જરૂર નથી માટે તે નિરંજન છે. એને થાક અને રોગ નડી શકતા નથી માટે તે નિરાકાર છે. એનામાં કોઈ પ્રતિભાવ જાગતા નથી માટે તે નિર્વિકાર છે. એના તરફથી કોઈને, ક્યારેય દુઃખ પહોંચતું નથી માટે તે ભગવાનું છે.
‘મારો આત્મા આવો બની શકે છે અને મારે આવા બનવા માટે ભરચક મહેનત કરવાની છે’ આત્મતત્ત્વની આ ભાવના છે. આપણા આતમરામને કર્મોએ બાંધી રાખ્યો છે માટે કર્મોનો બારીકાઈપૂર્વક અભ્યાસ કરવો તે આત્મતત્ત્વની ભાવના છે. આઠ કર્મો શી રીતે બંધાય છે અને તે શી રીતે ઉદયમાં આવે છે અને એ કર્મોની કેવી કેવી અસર આત્માપર પડે છે
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના-૭
૧૯. જાગી અનુભવ પ્રીત
જીવનની ઝળતી વારતા તેનો અભ્યાસ કરવો તે આત્મતત્ત્વની ભાવના છે. ખરાબ કર્મો અને સારાં કર્મોનાં, મતલબ પાપ અને પુણ્યનાં ફળનો બોધ સતત મેળવવો તે આત્મતત્ત્વની ભાવના છે. ખરાબ કર્મો ઘટતાં જાય તેવો માર્ગ શોધવો તે આત્મતત્ત્વની ભાવના છે. સારાં કર્મોને પૂરતો અવકાશ મળે તેવી જાગૃતિ કેળવવી તે આત્મતત્ત્વની ભાવના છે.
આ સંસારની ચાર ગતિઓમાં કેવાં કેવાં દુઃખો પડે છે તેનો વિચાર કરવો તે આત્મતત્ત્વની ભાવના છે. નરકગતિમાં કેવાં અને કેટલાં દુ:ખો પડે છે તેનો વિગતવાર અભ્યાસ કરીએ તો ધ્રુજારી છૂટે. ભવભાવનામાં ખૂબ જ અદ્ભુત રીતે નરકગતિનાં દુ:ખનું વર્ણન કર્યું છે. આવાં વર્ણનો વાંચવા અને તે તે દુ:ખો આપણા આત્માને ભવિષ્યમાં સહન કરવા પડશે તો શું થશે તેની કલ્પના કરવી તે આત્મતત્ત્વની ભાવના છે. તિર્યંચગતિ નજરે સામે છે. એ ભૂખ્યા અને તરસ્યા અને પરવશ અને જંગલી જીંદગી જીવનારા જનાવરોનો અવતાર આપણને મળે તો શું થાય તેની કલ્પના કરવામાં આત્મતત્ત્વની ભાવના વસેલી છે. દેવલોકનાં પ્રલંબ આયુષ્યના અંતિમ છ મહિનાનો કરુણ વિલાપ સમજીને સાબદા બનીએ તે આત્મતત્ત્વની ભાવના છે. માનવલોકનાં દુ:ખોથી, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત બનેલો આતમરામ પોતાના મૂળ સ્વભાવથી કેટલો બધો વિખૂટો પડી જાય છે તેનો સાચો બોધ મેળવવો તે આત્મતત્ત્વની ભાવના છે. સંસાર અને કર્મો આત્માને જેટલે અંશે અને જે રીતે પરેશાન કરે છે તેનો શાસ્ત્રોના સથવારે બોધ મેળવવાનો અણથક પુરુષાર્થ કરવો તે આત્મતત્ત્વની ભાવના છે.
આત્માનો ભૂતકાળ ઘણો ખરાબ હતો તે સમજવું, એ ભૂતકાળનું પુનરાવર્તન કરીને આત્માને ભવિષ્યમાં હેરાન થવા દેવો નથી તેવો સંકલ્પ કરવો અને એ સંકલ્પ દ્વારા આત્માનાં વર્તમાન જીવનને ઘડવું તે આત્મતત્ત્વની ભાવના છે.
મંત્રીશ્વર વસ્તુપાળની અંતિમ માંગણી છે : આત્મતત્ત્વની ભાવના. તે આત્માનાં અસ્તિત્વને સ્વીકારનારા આસ્તિક તો હતા જ, આત્માના શક્તિવિસ્તારને જાણનારા સમકિતી હતા. તેમની માંગણીમાં તેમની શોધ વસે. તેમની દૃષ્ટિએ જે અધૂરપ હશે તે એમણે માંગી. ‘હું આત્મા છું' આ વિચારને ભાવનાનાં ઊંડાણ સુધી લઈ જવાનો પોતાનો અંતરંગ પુરુષાર્થ અમ્મલિત રાખવા માટે તેમણે માંગ્યું. ‘હું આત્મા છું.’ એનો અર્થ એ છે કે જે આત્મા નથી તે હું નથી. શરીર પાંચ તત્ત્વોનું બનેલું છે તો શરીર એ આત્મા નથી માટે હું શરીર નથી. આપણા સંપૂર્ણ જીવનની પળેપળ બાંધી લેનારા કર્મો એ આત્મા નથી, આ જો કર્મો આત્મા નથી તો હું કર્મોથી અલગ છું. હું કર્મો નથી, હું આત્મા છું. આપણાં મોઢેથી નીકળતા શબ્દો એ ભાષાવર્ગણાનાં પુદ્ગલો છે અને વચનયોગનું એ પરિણામ છે. ભાષાવર્ગણા અને વચનયોગ મારા આત્માથી અલગ છે. મારા શબ્દો આત્માથી જુદા છે માટે મારા શબ્દો પણ હકીકતે મારા નથી. શબ્દો એ હું નથી. હું તો આત્મા છું. મારા શરીરમાં પ્રવેશ પામતા શ્વાસો. મારા હૃદયમાંથી પસાર થતું લોહી, મારા શરીરની ઉષ્માં આ બધું મારા આત્માથી અલગ છે. માટે શ્વાસો, હૃદય, લોહી, ઉમા એ હું નથી. હું આત્મા છું. મને સંભળાતા શબ્દો હું યાદ રાખું છું, એ શબ્દો પર હું વિચારી શકું છું, છતાં મેં યાદ રાખેલા શબ્દો અને મારા મનમાં ઉઠતા વિચારો આત્માથી અલગ છે. હું શબ્દો અને વિચારોથી અલગ છું. હું આત્મા છું. - આત્માનો વિશુદ્ધ સ્પર્શ જેને નથી મળ્યો તે જડ તત્ત્વોને જુદા પાડીને જોવાનો અભ્યાસ કરવો જોઈએ. શરીર સાથે સતત જીવીએ છીએ આપણે. શરીર સિવાયનાં જીવનની કલ્પના કરવી જોઈએ. આપણે આખા દિવસ
Page #53
--------------------------------------------------------------------------
________________
જાગી અનુભવ પ્રીત
દરમ્યાન જે અનુભવો પામીએ છીએ તે દેહનાં માધ્યમે જ. દેહાતીત અનુભવ શોધવો જોઈએ. શરીરનાં સુખ કે શરીરના વિશ્રામથી રાહત મળે છે તે નહીં, શરીરથી તદ્દન વેગળા થઈએ તેની રાહત શોધવાની છે. ધર્મની ક્રિયાઓ અને આરાધનાઓ આપણને અસદ્ આલંબનથી અને તેની અસરથી બચવાની તક પૂરી પાડે છે. તે તે અસદ્ આલંબનો વિના પણ આપણને જે આનંદ મળે છે તે પ્રશસ્ય અને પવિત્ર હોય છે. આ જ વાત આગળ વધે છે. અસદ્ આલંબનના અસદ્ આનંદને બદલે સદ્ આલંબનના સદ્ આનંદને માણવો તે ધર્મચર્ચા છે અને બાહ્ય આલંબન વિના અંતરંગ આનંદને પામવો તે આત્મચર્યા છે. ધર્મક્રિયા માટે બાહ્ય આલંબનોનો સાથ લઈએ છીએ તે પુણ્યોદયની સફળતા છે પરંતુ આ બાહ્ય આલંબનો ગમે તેટલા પ્રશસ્ય હોય - એ આત્માથી અલગ છે માટે એ આલંબનોથી પણ આગળ નીકળવાનું છે. અલબત્, આ લક્ષ્ય કઠિન છે. સદ્ આલંબનોની ઉપેક્ષા કરવી તે એક વાત છે અને સદ્ આલંબનો દ્વારા લૂંટી શકાતો રસ પૂરેપૂરો લૂંટી લઈને પછી આગળ વધવું તે બીજી વાત છે. આત્માની નજીકમાં પહોંચવા માટે પરથમ પહેલું અસદ્ આલંબનોથી દૂર થવાનું કામ કરવાનું છે. અસદ્ આલંબનથી દૂર થયા બાદ સદ્ આલંબનોને ચુસ્ત રીતે વળગી રહેવાનું બીજું કામ કરવાનું. અસદ્ આલંબનના અનાદિકાલીન સંગે, આત્મા પર ઊંડા કુસંસ્કારો મૂક્યા છે. તેને ભૂંસવા માટે સદ્ આલંબનોનું આસેવન સતત કરતા રહેવું જોઈએ. અસદ્ આલંબનથી દૂર થયા તે પૂરતું નથી. અસદ્ આલંબનના સંસ્કારો દૂર થાય તે મહત્ત્વનું છે. સદ્ આલંબન એક તરફ અસદ્ આલંબનની પુરાતન અસરો ભૂંસે છે અને બીજી તરફ પોતાની એટલે કે સદ્ આલંબનની પવિત્ર અસર ઊભી કરે છે. ધર્મનાં નિત્ય અનુષ્ઠાનો એ સદ્ આલંબન છે. સુવિહિત અનુષ્ઠાનો વિના ચારેય આત્મતત્ત્વનો અનુભવ થશે નહીં. ધ્યાનસાધનામાં નામે સુવિહિત અનુષ્ઠાનોનો પરિત્યાગ કરીને આત્મતત્ત્વની અનુભૂતિ પામવાનો પ્રયત્ન કરવો તે કેવળ ભ્રમણા છે. અસદ્ આલંબનથી વિખૂટા પડવાને લીધે થોડો આનંદ તો મળશે જ. કેવળ એ જ આનંદને યાદ રાખીને, સલંબનો વિસારે પાડવા તે ભૂલભરેલી પ્રક્રિયા છે. સદ્ આલંબનો સાથે લાંબો સત્સંગ જાળવી રાખવો જોઈએ. સદ્ આલંબનોમાં જેટલી અસર ઊભી કરવાની તાકાત છે તે તમામ અસર આપણા આત્મા પર પડી રહે ત્યાર સુધી ધીરજ
૫
Εξ
અનહદની આરતી
ધરવી ઘટે. છેવટે પ્રામાણિકતાપૂર્વક એમ લાગે કે આ સદ્ આલંબનો જે કાંઈ આપી શકે છે તે મળી ગયું છે, હવે જે મેળવવાનું છે તેની માટે સદ્ આલંબનો ઉપયોગી નથી તો સદ્ આલંબનોની સીમામાંથી બહાર આવીને નિરાલંબન ભાવે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કરવું તે સાધનાનો ચરમ ઉત્કર્ષ છે.
મંત્રીશ્વર બહુ સ્પષ્ટ છે. આલંબનોની દુનિયાથી દૂર પહોંચી જવું છે. મુખ્ય લક્ષ્ય એ છે. જ્યાર સુધી એ શક્ય નથી બનતું, આલંબનો સદ્ હોય તેની કાળજી રાખવાની છે. અસદ્ આલંબનની દૂરી બરકરાર રહે તેવો પ્રયત્ન જારી રાખવાનો છે. આ આખી વાત સાદી ભાષામાં સમજવા જેવી છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ઘર-પરિવાર-પૈસા આ કશું સાથે આવવાનું નથી માટે તેનો મોહ ન રાખો.' વાત સાચી છે. આ બધું સાથે આવતું જ નથી. સવાલ એ છે કે ‘દેરાસર-ઉપાશ્રય-પ્રભુમૂર્તિ આ બધું પણ સાથે નથી આવતું તો એનો મોહ પણ રાખવાનો નહીં ?’
આ સવાલની સાથે જ વાતને નવો વળ ચડે છે. ઘર-પરિવાર-પૈસા સાથે નથી આવતા પણ આ બધાનો મોહ સાથે આવે છે તે કુસંસ્કાર બને છે અને આત્મા વધુ અશુદ્ધિથી બંધાય છે. મોહ રાખવાથી થનારી અશુદ્ધિ એ મોટું જોખમ છે. વાસ્તે મોહ ઓછો કરવા કહેવાય છે કે ઘર-પરિવાર-પૈસા સાથે નથી આવવાના. આ મોહ શું છે ? અસદ્ આલંબનની અસદ્ અસર. દેરાસર-ઉપાશ્રય-પ્રભુમૂર્તિ પણ સાથે નથી જ આવતા પરંતુ આ સદ્ આલંબનો છે અને તેની અસર ઉમદા સંસ્કારોનું સર્જન કરે છે. શ્રદ્ધાની પરિણતિ બંધાય છે. આ પરિણિત શું છે ? સદ્ આલંબનની સદ્ અસર. શ્રદ્ધાની પરિણતિથી આત્માની અશુદ્ધિ ઘટે છે, તૂટે છે તે મહાન્ લાભ છે. અસદ્ આલંબન અને સદ્ આલંબનની અસરનો ફરક તેમની ઉપયોગિતાનાં સ્તર નક્કી કરે છે.
મંત્રીશ્વર જાણે છે, મૃત્યુ પછી મારી સાથે કર્મો અને સંસ્કારો આવશે. જીવનનાં જેટલાં વરસો બાકી રહ્યાં છે તેમાં મારે જાગૃત રહીને જીવવાનું છે. કેવાં કર્મો અને કેવા સંસ્કારો સાથે લઈ જવા છે તે નક્કી કરવા માટે હું ઘણેખરે અંશે સ્વતંત્ર છું. કર્મોનો બંધ કેવો પડે છે તે પૂરેપૂરું મારા હાથમાં નથી. સંસ્કારો કેવા સર્જાય તે બાબતમાં હું સજાગ રહી શકું તેમ છું. સારા
Page #54
--------------------------------------------------------------------------
________________ જાગી અનુભવ પ્રીત સંસ્કારો ઘડાતા રહે તે માટે સારાં આલંબનોનો સંપર્ક અને સારા આલંબનોની અસર, આ બંને માટે મહેનત કરીશ. ખરાબ સંસ્કારો ઘટતા રહે તે માટે, ખરાબ આલંબનો અને ખરાબ આલંબનોની અસર, આ બંનેથી ખૂબ ખૂબ સાવધાન રહીશ. આત્મતત્ત્વની ભાવનાનો પહેલો પડઘો વિચારોમાં પડે છે. અપેક્ષાઓ અધૂરી રહે તો નારાજગી નથી થતી. મહત્ત્વાકાંક્ષાનું ઝનૂન ઓસરવા લાગે છે. અહંકારને લીધે થનારા સંઘર્ષો નામશેષ થવા લાગે છે. મોજશોખ અને લાલસાની વૃત્તિ ઘટી જાય છે. મને તેનો મદ નથી થતો. ન મળે તેની નિરાશા નીપજતી નથી. બીજાની પ્રગતિ જોઈને ઈર્ષા નથી થતી. પોતાની નામના અને પ્રશંસા જોઈને હરખ થતો નથી. આવેશ ઘટે છે. ઇચ્છાઓ ઓછી થાય છે. અતૃપ્તિનું પ્રમાણ નહીંવતું રહે છે. સંબંધોમાં પઝેશન નથી રહેતું. નિજી જીવનમાં સાદગી આવે છે. ખોટી પકડમાં વાતનું વતેસર થતું હતું તે તો જાણે સૈકાઓ જૂનો ભૂતકાળ બની જાય છે. ધર્મસાધનામાં આળસ રહેતી હતી તે ગાયબ થાય છે. ધર્મની ક્રિયાઓમાં આશયની શુદ્ધિનું લક્ષ્ય પ્રધાન બને છે. વિધિનો તીવ્ર પક્ષપાત અને અવિધિનો તીક્ષ્ણ ઉદ્વેગ. કર્મોનું જોર તોડવા માટેનું સંપૂર્ણ પ્લાનીંગ મનોમન તૈયાર હોય છે. તબક્કાવાર પ્રગતિ થતી જાય છે. આમાને લાગેલા ડાઘને દૂર કરવા માટેના દરેકે દરેક પ્રયત્નો ચાલુ રહે છે. એક સરસ શ્લોક છે તેમાં કહ્યું છે “જેનાથી દોષો દૂર થાય અને જેના દ્વારા પૂર્વનાં કર્મો તૂટે તે બધું જ મોક્ષનું સાધન બને છે, રોગ મટાડે તે જ દવા કહેવાય.’ આત્મતત્ત્વની ભાવનાના તબક્કે દવા લેવાનું શરૂ નથી થતું. આ તબક્કે દવા શરીરમાં પોતાનો પ્રભાવ બતાવવા માંડે છે. દવાની અસર શરીર સ્વીકારે તે સાજા થવાની નિશાની. પ્રશસ્ય આલંબનોની ઊંડી અસર આત્મા સ્વીકારે આત્માના સાક્ષાત્કારની પૂર્વ નિશાની. નબળા વિચારો આવે અને નિષ્ફળ જાય તે સારી છતાં જૂની વાત. હવે તો નબળા વિચારો આવતા જ નથી. સારા વિચારોની ગુણવત્તા પણ ખૂબ ઊંચી છે. વાતો કર્યા વિના એકલા રહેવાનું હવે ફાવે છે. કોઈ મળવા ન આવે તો એકલું એકલું લાગતું નથી. ટોળાશાહીનો ડર નથી અને લોહચાહનાની 98 અનહદની આરતી ખેવના નથી. પોતાનો પ્રભાવ જમાવવો નથી. બીજાનો પ્રભાવ તોડવો નથી. પરિણતિની કક્ષાએ પહોંચેલા શાસ્ત્રબોધને લીધે વ્યક્તિમાત્ર સાથેના વર્તાવમાં કરુણા ટપકે છે. કોઈ તુચ્છ લાગતું નથી, કોઈ હીન લાગતું નથી. નાની મોટી વાતોમાં છુપાયેલું જૂઠ તરત દેખાય છે. સત્યની હાજરી જ્યાં હોય ત્યાં આંખો ઠરે છે. ગર્વ વિનાનું ગૌરવ છે. અભિમાન વિનાનું આત્મસન્માન છે. પરાજય વિનાની પીછેહઠ છે. વિજયથી સવાયો ટંકાર છે. આત્મતત્ત્વની ભાવના એ આત્મા જેવી જ અજાયબ અને અવર્ણનીય શક્તિ છે. એનો અહેસાસ થાય પછી દુનિયાનાં સમીકરણો નકામાં થઈ જાય છે. આત્મતત્ત્વની ભાવનાનો અહેસાસ કરનારો કેવી સંવેદના અનુભવે ? સુરેશ દલાલ કહે છે : અનુભવ કરિયો રે કરનારે સાગર શું છે, મોજાં શું છે, થપાટ શું છે તેની વાત બધી મઝધારે ફૂલનું ખીલવું શું છે એ તો કેવળ જાણે ફૂલ ભમરો કેવળ સૌરભ માણે : ના જાણે કાંઈ શુલ રણની આંધીના અનુભવની વાત કરી વણઝારે..અનુભવ. ઘુવડ કરે દિવસની વાતો : સાવ અલેખે જાય રાતરાણીને ગુલમહોરની મહેક નહીં સમજાય પગથિયાને ખબર પડે નહીં શું શું હોય ગિરનારે....અનુભવ.