Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 44
________________ અનહદની આરતી નથી. વ્યક્તિઆધારિત દોષદ્વેષ હોય છે પરંતુ તેમાં દ્વેષ કેવળ દોષ માટે જ હોય છે, વ્યક્તિ માટે નહીં. ધર્મવિરોધ જેવા ભયંકર દોષો ધરાવનારી વ્યક્તિ માટે તો ષ થવાની સંભાવના છે પણ તેના મૂળમાં ગુણોની અને ધર્મની પ્રીતિ છે. ધર્માનુરાગ અને ગુણાનુરાગ જાનત ઉગ્રતા પ્રભુશાસનમાં આવકાર્ય છે. પરંતુ - પાપી અને દોષી એવા અજ્ઞાની આત્માઓનાં પાપો અને દોષોને જોઈને મનમાં દ્વેષ જાગવા દેવાનો નથી. મંત્રીશ્વરે દોષવાદમાં મૌન માંગ્યું છે. દોષનો વિચાર છે. દોષનો વિરોધ છે. વ્યક્તિનો વિચાર છે. વ્યક્તિનો વિરોધ નથી. ઝેરને લીધે ઝેરનો કટોરો ખરાબ બની જતો નથી. ઝેર ઢોળી નાંખો અને કટોરો ધોઈ નાંખો તો એ કટોરામાં અમૃત પણ ભરી શકાય છે. દોષ અને દ્વેષ : ગુણ અને રાણ ૩૭ વ્યક્તિમાં ગુણ જોયા બાદ તે ગુણનો આધાર બની રહેતી વ્યક્તિના આશ્રયે તેનામાં રહેલા ગુણનો રાગ રાખવો તે વ્યક્તિઆશ્રિત રાગ. ગુણોના આધારે જ વ્યક્તિનું મૂલ્યાંકન કરનારો વ્યક્તિઆશ્રિત રાગ, જે વ્યક્તિમાં ગુણ દેખાશે ત્યાં રાગનું નિર્માણ કરશે. સાદી ભાષામાં કહીએ તો માણસ ગમે માટે તેના ગુણ ગમે તે ખોટું, ગુણ ગમે માટે તે ગુણોને ધરાવતો માણસ ગમે તે સારું. માણસ ગમે છે તો તે માણસના દોષ પણ સ્વીકાર્ય બની જાય છે. ગુણ જ ગમે છે તો તે તે વ્યક્તિમાં રહેલા દોષથી સાવધ રહેવાનું સુકર બની જાય છે. આમ ગુણલક્ષી રાગ, ગુણકેન્દ્રી અને ગુણઆશ્રિત હોય છે. તો વ્યક્તિલક્ષી, વ્યક્તિકેન્દ્રી રાગ ગુણલક્ષી અને ગુણકેન્દ્રી હોય જ તેવો નિયમ નથી. ગુણના રાગ માટે ગુણવાનને આલંબન બનાવતો રાગ કોઈ નુકશાન કરી શકે ? ગુણને બદલે વ્યક્તિને પ્રાધાન્ય વિશેષ મળે તો નુકશાન બેસુમાર છે. વ્યક્તિને બદલે ગુણને પ્રાધાન્ય વિશેષ મળે તો ફાયદો જ ફાયદો છે, નુકશાન કશું નથી. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી મહારાજાને શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્માના ગુણોનો રાગ હતો. એ રાગનો એક અંશ વ્યક્તિગત સ્તરે બેઠો હતો માટે તેમનું કેવળજ્ઞાન દૂર રહ્યું અને એ એક અંશ સિવાય તો ગુણોનો રાગ તીવ્ર અને ઉચ્ચ હતો માટે તેમનું ગુણસ્થાનક સાધુનું જ રહ્યું. રાગનો એક અંશ વ્યક્તિગત સ્તરે હતો તે ભૂંસાયો તે જ ઘડીએ તેમના ગુણોના તીવ્ર રાગમાંથી વીતરાગભાવનું નિર્માણ થયું. તો વાત આમ છે. ગુણોનો રાગ વ્યક્તિઆધારિત હોય, વ્યક્તિકેન્દ્રી ના હોય. ગુણોનો રાગ વ્યક્તિલક્ષી પણ ના હોય, વ્યક્તિઆધારિત જ હોય. આ પવિત્ર રાગ માટે ભક્તિ શબ્દ વપરાયો છે, આ પવિત્ર રાગ, સમર્પણ અને શ્રદ્ધા તરીકે ઓળખાય છે. ભક્તિ અને શ્રદ્ધાની પાવન સ્તવનાઓમાં વ્યક્તિ આધારિત ગુણાનુરાગ પોષાતો હોય છે. આનાથી તદ્દન સામા છેડે દોષની વાત કરીએ તો દોષને જોયા બાદ તે દોષ ધરાવનારી વ્યક્તિ માટે કરુણા જાગતી હોય છે. દોષનું ભવિષ્ય દુઃખ છે, દોષવાન ભવિષ્યમાં દુઃખવાન બનશે તે વિચારે અનુકંપા જાગતી હોય છે. દોષોને લીધે ગુણોને અવકાશ નથી મળતો તે જોઈને દયા જાગતી હોય છે. દોષ માટેનો દ્વેષ કેવળ દોષ આધારિત જ રહે છે, રહેવો જોઈએ. વ્યક્તિલક્ષી દોષષ, વ્યક્તિકેન્દ્રી દોષષ સહી સલામત હોઈ શકતા

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54