Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 42
________________ પ્રાર્થના-૫ ૧૫. દોષ અને દ્વેષ : ગુણ અને રાણ શું નથી બોલવું ? નક્કી છે ? 93 વહોરી લેતો હોય છે. જવાબદાર લોકો દોષાનુવાદ કરતા નથી. દોષાનુવાદ કરનારા લોકો જવાબદાર હોઈ શકતા નથી. બીજાની માટે અવળી વાતો કરનારા લોકોમાં હિંમત હોય છે, પરંતુ આવા લોકોની કિંમત હોતી નથી. આપણા શબ્દો આપણું વજન ઊભું કરે છે. આપણાં મોઢે થતી વાતો આપણી વ્યક્તિમત્તાની ઓળખ આપે છે. આપણને સુધારે છે આપણા શબ્દો. આપણને બગાડે છે આપણી વાતો. આપણને તારે છે. આપણા શબ્દો. આપણને ડૂબાડે છે આપણી વાતો. નહીં બોલવામાં કેવળ છોડવાનું છે. નહીં બોલવામાં ફક્ત બહારની બાબતોની બાદબાકી કરવાની છે. નહીં બોલવામાં બાંધવાનું કશું નથી. નહીં બોલવામાં ફસામણ થતી નથી. ખરાબ શબ્દો અને બીજાની બૂરાઈને હોઠો પર જગ્યા ન મળે તેનું ધ્યાન રાખવાનું છે. તમે જેના દોષની વાતો કરો છો તેની સાથે પ્રચ્છન્ન શત્રુતા ઊભી થાય છે. ભવિષ્યમાં આ શત્રુતા શું પરિણામ લાવી શકે છે તેનો તમને અંદાજ નથી. ટાઈપપાસ, ગપ્પાબાજી માટે દુશ્મનાવટ વહોરતા પહેલા સો વાર વિચાર કરજો, ગુણ જોવા મળે તો રાગ કરવો. દોષ જોવા મળે તો દ્વેષ કરવો ? પ્રશ્ન મજાનો છે. ગુણ તારક છે માટે ગુણવાન પર રાગ થવો જોઈએ, ગુણવાન તરીકેનો રાગ. દોષ મારક છે માટે દોષ પર દ્વેષ થવો જોઈએ. દોષવાન તરીકેનો દ્વેષ ? માત્ર સવાલ છે. ગુણ અને ગુણવાન બંનેને એક માનીએ કે જુદા માનીએ, તકલીફ નથી. ફાયદાની વાત છે. દોષ અને દોષવાન બંનેને એક માનીને ચાલી ન શકાય. દોષવાન વ્યક્તિ છે, દોષ એક આવરણ છે. દોષવાન હોવું તે સંસારની અસર છે અને દોષની હાજરી તે કર્મોની પ્રબળતા છે. દોષ કાળા રંગની જેમ ખરાબ છે તેમાં કોઈ પ્રશ્ન જ નથી. ગુણની હાજરી વ્યક્તિને ઉત્તમ બનાવે છે. દોષની હાજરી વ્યક્તિને અધમ બનાવે છે. ઉત્તમનો અનુરાગ જરૂરી. અધમનો અનુરાગ નથી કરવાનો : અધમનો તિરસ્કાર કરી શકાય ? આ પ્રશ્નને મંત્રીશ્વરની નજરે વિચારીએ. સામી વ્યક્તિમાં ગુણ છે તે એની સિદ્ધિ છે. સામી વ્યક્તિમાં દોષ છે તે એની વિફળતા છે. સામી વ્યક્તિમાં રહેલા ગુણ કે દોષ એ સામી વ્યક્તિમાં જ રહે છે માટે તેનાથી આપણને ફાયદો પણ નથી અને નુકશાન પણ નથી. સામી વ્યક્તિનું ગુણવાન હોવું તે એની અંગત વાત છે અને એનું દોષવાન હોવું તે પણ એની અંગત બાબત છે માટે તે તે વ્યક્તિના ગુણ કે દોષની હાજરી હોવા માત્રથી તે આપણે સુધારી કે બગાડી શકતા નથી. સાધનાનો રસ જીવંત રાખવા આપણે ગુણવાન અને દોષવાનનો વિવેક રાખવાનો છે. ગુણવાન વ્યક્તિની ઓળખ થાય ત્યાર સુધી ફાયદો નથી. તેનો સંપર્ક શરૂ થાય અને સંપર્ક સંબંધમાં પરિણમે, પછી ફાયદો થાય છે. દોષવાન વ્યક્તિની

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54