Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 40
________________ પ્રાર્થના-૫ ૧૪. શું નથી બોલવું? નક્કી છે ? નિર્ણય લેવાના બે સ્તર હોય છે. શું કરવું છે તેનો નિર્ણય. શું નથી કરવું તેનો નિર્ણય. To be and not to be. ન કરવાનું નક્કી થવામાં વાર લાગી જાય છે. એક શબ્દ બોલવાનો હોય તે જ વખતે બાકીના લાખો શબ્દો નથી બોલવાના તે નક્કી થતું હોય છે. એક શાક બનાવવાનું હોય છે તેની સાથે જ બીજા કોઈ શાક નથી બનાવવાના તે નક્કી થતું હોય છે. આત્મસાધનના મંગલમાર્ગે પ્રગતિ સાધવા માટે બંને સ્તરે નિર્ણય કરવાના હોય છે. શું નથી કરવાનું તે નક્કી કરવાની પ્રક્રિયા લાંબી હોય છે. સાધુજીવનનાં પાંચ મહાવ્રતોમાં, શું નથી કરવાનું તેનો જ સંકલ્પ હોય છે. જે નથી કરવાનું તે નક્કી થાય, પછી જે કરવાનું છે તે નક્કી થાય. ન કરવાનું ઘણીવાર સહેલું પડે છે. અમુક લોકો સાથે નથી બોલવું એમ નક્કી કર્યા બાદ તો શાંતિ થઈ જતી હોય છે. અમુક વસ્તુઓ નથી જ ખાવી તેવો સંકલ્પ કર્યો હોય તો તબિયત સુધરવા લાગે છે. ના પાડવાની કળા, હા પાડવા જેટલી જ મધુર બની શકે છે. આવડવું જોઈએ. મંત્રીશ્વર વસ્તુપાળ - not to be કરવા માટે મૌનનો આશરો માંગે છે. બોલવાના સંદર્ભે ચોથી માંગણી ગુણગણકથા-ની છે. ન બોલવાના સંદર્ભે પાંચમી માંગણી છે : દોષવાદમાં મૌન. ગુણોની વાતો કરતા જ રહીએ તે ચોથી માંગણી. દોષોની વાતોમાં માથું ન મારીએ તે પાંચમી માંગણી. દોષને દોષ તરીકે જોયા વિના દોષથી બચી શકાતું નથી. દોષની ઉપેક્ષા કરવાથી, એ દોષ ગુણોને આગ ચાંપે છે. દોષ તો બળતો અંગારો છે. જોયા વિના ચાલીએ તો પગને ડામ લાગે. દોષનું અસ્તિત્વ વાસ્તવિક હોય અને એ દોષને જોતાં ન આવડે તો પાર વિનાનું નુકશાન થવાનું. દોષ જોયા બાદ આપણે તે દોષ વિશે go અનહદની આરતી બોલવું કે નહીં તે અંગે પાંચમી માંગણીમાં વિચારણા થઈ છે. દોષો દેખાય છતાં દોષો વિશે બોલવાનું ટાળવું તેવું ઉપલક નજરે લાગે છે આ માંગણીમાં. પણ મંત્રીશ્વરે માંગ્યું હોય તેની ભૂમિકા તો મજબૂત જ હોય ને. દોષ વિનાનો માણસ પાંચમા આરામાં મળવાનો નથી. જયાં સુધી છદ્મસ્થતાનું રાજ છે, દોષો તો રહેવાના જ. નાના અથવા મોટા. છદ્મસ્થતા પાંચમા આરાનો સ્થાયી ભાવ છે. આપણું ધ્યાન દોષોને જોવા પર વિશેષ રહેતું હોય તે ખોટું. રસ્તે પડેલા પૈસા પર ધ્યાન જાય તે ચાલે, રસ્તે પડેલા કચરા પર ધ્યાન જાય તે ના ચાલે. બીજી વ્યક્તિમાં રહેલા ગુણ પર ધ્યાન જાય તેવું બને, બીજી વ્યક્તિ દોષો પર ધ્યાન જાય તેવું ન બનવું જોઈએ. એક વાત નક્કી છે, રસ્તે પડેલો કચરો દેખાશે તો ખરો જ. કચરા વિશે વાત કરવી કે નહીં તે આપણી બુદ્ધિમત્તા પર નિર્ભર છે. બીજી વ્યક્તિમાં રહેલા દોષો નજરે તો ચડશે જ, તે દોષોને આપણી જીભે બેસાડવા કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. મંત્રીશ્વર દોષનાં અસ્તિત્વનો ઇન્કાર નથી કરતા. તેઓ દોષવાદનો ઇન્કાર કરે છે. દોષ દેખાય તો શું કરવાનું ? વિવેકનો પ્રશ્ન છે. મંત્રીશ્વર સામો સવાલ પૂછે છે : દોષ દેખીએ છીએ કે દોષ દેખાય છે ? જેમની પાસેથી કશું લેવાનું નથી અને જેમને કશું દેવાનું નથી એવા બધા લોકોના દોષો જાણીબૂઝીને જોઈએ ત્યારે જ દેખાય છે. જેઓ સતત સાથે છે અને નજર સમક્ષ છે તેમના દોષો પણ છેક ત્યારે દેખાય છે જયારે તેઓ આપણને નડવા લાગે છે. દોષો શોધવા તે નજરનો દોષ છે. સબૂર. આમાં સામા માણસનો વાંક ઓછો છે. દોષો છે માટે નજરે ચડે છે તે વાસ્તવિકતા છે. આમાં સામો માણસ પૂરેપૂરો સામેલ છે. દોષોનો ઢંઢેરો પીટીને મહાનું પૂરવાર થવાની તુચ્છ આદત આપણામાં ના હોવી જોઈએ, એક વાત. નજર સામે દેખાતા હોનહાર દોષોને સાવ અણદેખ્યા માનીને સંબંધો સાચવવાના ન હોય, બીજી વાત. દોષ છે અને તે માટે દેખાઈ રહ્યા છે તો સૌથી પહેલાં બે માનસિક કામ કરો. સામી વ્યક્તિમાં દેખાઈ રહેલા દોષોને લીધે તેને નુકશાન શું થઈ રહ્યું છે, તેના હાથે બીજી વ્યક્તિઓને શું નુકશાન થઈ રહ્યું છે તે ચુપચાપ શોધી કાઢવાનું. એ દોષને લીધે એ વ્યક્તિ કેટલી બધી પામર પૂરવાર થાય છે તે

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54