Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 38
________________ १५ અનહદની આરતી ગુણસ્થા દ્વારા ગુણોનો અવિક્કર પાછળનો આશય મલીન છે. એની નીતિમત્તા સારી હોવા છતાં સાચી નથી. પ્રશંસા કરવામાં જોખમ છે. આવા માણસની પ્રશંસા કરવામાં વિવેક પણ રાખી શકાય. એ વેપારીની માનસિકતા સારી હોય તો સોનામાં સુગંધ ભળે તેવી સ્પષ્ટતા કરતા આવડતી હોય તો એના ગુણોની પ્રશંસા થઈ શકે. ઘણા બધા દોષોની વચ્ચે બે-પાંચ સદ્ગુણો જુદા તરી આવતા હોય તો દોષની નોંધ લીધા વિના કેવળ ગુણાનુવાદ કરવાથી એ વ્યક્તિના દોષોને મૂકસંમતિ મળી જતી હોય છે. દોષોને લીધે તેની ગુણવત્તાનો સમૂળગો છેદ પણ ઉડાડી શકાતો નથી. આટલા બધા દોષો વચ્ચે પણ તે વ્યક્તિ આવા સગુણોને જીવતા રાખી શકી છે તેવી સ્પષ્ટતા કરી શકવાની આવડત હોય તો પ્રશંસા થઈ શકે. પ્રશંસાના, ગુણાનુવાદના બે અંતિમ છે. એક છેડે પ્રશંસા બોલનાર છે તો બીજા છેડે પ્રશંસા સાંભળનાર છે. પ્રશંસા કરનારની માનસિકતા પોતાનાં અભિમાનને કમજોર બનાવવાની છે, માટે તે પ્રશંસા કરે છે. પોતે જે બોલે છે એને સાંભળનારા કેવી માનસિકતા ધરાવે છે તેની આ બોલનારને ખબર નથી હોતી. પ્રશંસા ગુણવાનની થાય તેની સાથે ગુણવાનમાં રહેલા ગુણની જ પ્રશંસા થાય, બીજા કોઈ તત્ત્વની નહીં તે યાદ રાખવું જોઈએ. ગુણવાન હોવાનો અધિકાર દરેકને છે. પરંતુ થોડાક ગુણો મળી જાય તેને લીધે બાકી રહેલા દોષોને માફ કરી શકાય નહીં. ખાસ કરીને બોલવાની બાબતમાં આ વિવેક જરૂરી છે. કબીર અને તુલસીદાસના દોહરા અદ્દભુત ચિંતનસામગ્રી ધરાવે છે તે જેટલું સત્ય છે એટલું જ સત્ય એ પણ છે કે તેમની વિચારધારાને પ્રભુશાસનનો પૂર્ણ સ્પર્શ મળેલો નથી. આ સમતુલા ચૂક્યા તો પ્રશંસામાં અવિવેક આવી જાય છે. બોલતી વખતે ગુણવાન વ્યક્તિનો સદ્ગુણ મહત્ત્વનો બને છે તેની જેમ આ વ્યક્તિ સર્વગુણસંપન્ન તો નથી જ એવી જાગૃતિ પણ મહત્ત્વની બને છે. અને તેમ છતાં - ગુણોની શોધ અને ગુણોની કદર કરવાનો રસ જીવંત રાખવાનો છે. આખો દિવસ બોલવાના મુદ્દા શોધ્યા વિના મળતા જ રહેવાના છે. વધારે વાત શાની કરવી છે તેની પદ્ધતિસર ગોઠવણ કરવાની છે. આપણું અજ્ઞાત મન અપરિસીમ શક્તિ ધરાવે છે. અજ્ઞાતમનની સૌથી મોટી શક્તિ છે, સંસ્કારનું ગ્રહણ કરવાની. જ્ઞાત મન એટલે વિચારશીલ મન. અજ્ઞાતમન વિચારોની આધારશિલા છે. સંસ્કારોનું ગ્રહણ અને સંસ્કારોનું સંગ્રહણ અજ્ઞાતમન કરે છે. અજ્ઞાતમના શબ્દોને સ્વીકારે છે, શબ્દોના અર્થને સ્વીકારે છે, વિચારને સંદેશરૂપે સ્વીકારે છે. અજ્ઞાતમન દરિયાની જેમ બધું જ પોતાનામાં સમાવી લે છે. પછી અવસરે અવસરે અજ્ઞાતમનના ઉદ્દગાર જ્ઞાતમન સુધી આવે છે અને જીવન સુધી આવે છે. ગુણગણ કથામાં બોલવાનું હોય છે. અજ્ઞાતમન આપણાં મોઢેથી બોલાતી વાતને બહુ ઝડપભેર આત્મસાત કરી લે છે. જે વાત સતત બોલાતી રહે છે તે શબ્દો દ્વારા અજ્ઞાતમન સુધી પહોંચે છે. ઉપલા સ્તરે એમ લાગે છે બોલાઈ ચૂકેલી વાતો યાદ રહેતી નથી. હકીકત ઊંધી છે. બોલાઈ ચૂકેલી વાતો અંદર અદ્દલોઅદ્દલ કોતરાઈ જતી હોય છે. બોલતા રહીને બોર વેંચવાની કહેવત સાધારણ લોકો માટે છે. મંત્રીશ્વર કહે છે કે બોલતા રહો અને ગુણો ખરીદો. જેટલા ગુણોની વાતો થઈ શકે, તે કરવાની. જેટલા ગુણવાનોની પ્રશંસા થઈ શકે, તે કરવાની. વધારે અને વધારે ગુણકથા, વધારે અને વધારે ગુણસંસ્કાર. સવૃત્તાનાં શબ્દ મજાનો છે. ગુણો કોના ? જીવન સારું હોય તેના. પવિત્ર ગુણોની કથા જ પવિત્રતા આપી શકે છે. સંસ્કૃત્ત મહાપુરુષો બે પ્રકારના હોય. પરોક્ષ મહાપુરુષો અને પ્રત્યક્ષ મહાપુરુષો આપણો જન્મ થયો તે પહેલાં, આપણામાં સમજણ આવી તે પૂર્વે જેઓ પરલોક કે પરલોકમાં પહોંચી ગયા છે તે પરોક્ષ મહાપુરુષો છે. તેમનામાં વસેલા ગુણોની ગોઠડી માંડવાની. નામ ગણવા માંડો. પાર જ નહીં આવે. દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને છેક શ્રીમહાવીરસ્વામી ભગવાન સુધીના સમય સુધીમાં થઈ ગયેલા સવૃત્ત મહાપુરુષો કેટલા બધા ? મોક્ષગામી મહાપુરુષો પણ ગણનાતીત. સદ્ગતિગામી મહાપુરુષો પણ ગણનાતીત. તેમનાં જીવનમાં ઊંડા ઉતરવાનું. તેમના એક એક પ્રસંગો યાદ રાખવાના. પ્રસંગે પ્રસંગે પ્રેરણા આપનારા સદ્ગુણોની ધારા વહેતી રહે છે. વાર્તાઓ મહત્ત્વની નથી. વાર્તાની અંદર છૂપાયેલા ગુણો મહત્ત્વના છે. ગુણો શરૂઆતમાં નાના હતા તે ધીમે ધીમે મોટા થતા ગયા. ગુણોની સંખ્યામાં ધીમે ધીમે ધરખમ વધારો થતો ગયો. શરૂઆત એક ગુણથી થઈ. પછી ગુણોની ભરતી જ ઉભરી આવી. ગુણો

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54