Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 37
________________ પ્રાર્થના-૪ ૧૩. ગુણસ્થા દ્વારા ગુણોનો આવિષ્કાર ગુણોની ગોઠડી વ્યક્તિ સાથે સંપર્ક થાય અને મૈત્રી થાય તો એ ત્રીજી માંગણી સાકાર થઈ ગણાય : સજ્જનોની સંગતિ. હવે એ વ્યક્તિ સાથે કશો જ સંપર્ક થાય તેમ નથી. કેવળ દૂરથી એમની ઊંચાઈ અને ઉત્તમતાનો આસ્વાદ લેવાનો છે તો એ ઉત્તમ વ્યક્તિના ગુણોનો અભ્યાસ કરીને તેની પ્રશંસા આપણાં વર્તુળમાં કરવાની. આ આદર્શપુરુષ કોઈ આચાર્યભગવંત પણ હોઈ શકે, સાધુભગવંત પણ હોઈ શકે અને સંસારી આત્મા પણ હોઈ શકે. વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ લાગણીશીલતામાં ફેરવાય છે તેમાં રાગ અને દ્વેષની સંભાવના ઊભી રહે છે. વ્યક્તિગત કશો સંબંધ હોય જ નહીં, ગુણોની સંપૂર્ણ ઓળખાણ હોય અને શબ્દ શબ્દ એ ગુણોની સરાહના હોય. નાના બાળકને રમકડું મળે તો દસ જણને બતાવે છે તે ચોથી માંગણી. નાના બાળક બનવાની માંગણી છે. બીજી વ્યક્તિમાં ગુણ દેખાય તે જોઈને હરખાવાનું. તે ગુણને ઘણાબધા લોકો સુધી શબ્દો દ્વારા વહેતો કરવાનો. થોડા સમયમાં નવા ગુણો દેખાય. તેની નવી પ્રશંસા થાય. જીંદગીભર આમ બનતું જ રહે, પથ્થર પર સતત વહેતું પાણી પથ્થરની સપાટીને ઘસીને લીસી બનાવી દે છે તેમ હોઠેથી સતત થતી ગુણોની પ્રશંસા આત્મામાં પડેલા દોષોને ઝાંખા બનાવી દે છે. સરખામણી કરવાની આદત હોય છે મનને. સરખામણી કર્યા બાદ મનમાં બળતરા થાય તે ઇર્ષા. સરખામણી અને ઇર્ષા આ બંનેની એકસરખી આદત છે આપણને. સરખામણી કર્યા બાદ પ્રેરણા લેવાની વૃત્તિ હોવી જોઈએ. સરખામણી કરો તેમાં કશું ખોટું નથી. સરખામણીમાંથી ઇર્ષા ડોકાય છે તે ખોટું. સરખામણીમાંથી પ્રેરણા પ્રકટવી જોઈએ. અલબતું, સરખામણી કરીએ અને પ્રેરણા મળે તેમાં આલંબન પણ હોવા જોઈએ નજર સમક્ષ. કવવાનાં TMT[વાથા, મંત્રીશ્વર માંગે છે જીવનને પવિત્ર બનાવનારા મહાનું આતમાઓની ગુણકથા. ગુણોની પ્રશંસા કરતી વખતે મનમાં સ્વાર્થ ન હોય તે બહુ જરૂરી છે. ગુણોની પ્રશંસામાં અંગત અપેક્ષાની ગંધ ન આવવી જોઈએ. કામનો માણસ છે માટે પ્રશંસા કરવી તે એક વાત. ગુણવાનું છે માટે પ્રશંસા કરવી તે બીજી વાત. મિત્ર અને શત્રુ બંનેમાં રહેલા સગુણોની ભૂરિ ભૂરિ અનુમોદના કરવાની દૃષ્ટિ કેળવે તે સાચો ગુણવાનું છે. દરેક વસ્તુની જેમ ગુણની પ્રશંસા કરવામાં વિવેક અનિવાર્ય છે. અનેક લોકો સાંભળી શકે તે રીતે ગુણવંતા જનની પ્રશંસા આપણે કરવાની છે. આપણી વાત સાંભળીને કોઈને ખોટો સંદેશ ન મળવો જોઈએ. ગુજરાતીમાં કહેવત છેઃ વેશ્યાનાં રૂપનાં વખાણ ન થાય. આ છે વિવેકદૃષ્ટિ. મનફાવે તે રીતે ગુણોની પ્રશંસા કરવાની નથી હોતી. પ્રશંસાની પાછળ આશયશુદ્ધિ અને આલંબનશુદ્ધિનું પીઠબળ હોય તો જ મજા આવે. ધર્મવિરોધી તરીકે પંકાયેલા, જાહેરમાં ધર્મભાવનાને નુકશાન કરનારા ચોક્કસ તત્ત્વોની પ્રભાવક શક્તિની પ્રશંસા થઈ જ શકે નહીં. ગુણોનું સંચાલન સારી દિશા તરફ થતું હોય તે જોઈ લેવાનું. એક વેપારી છે. ધંધો સારો ચાલે તે માટે નીતિમત્તા જાળવે છે તો એના ગુણની

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54