Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 35
________________ પ્રાર્થના-૪ ૧૨. ગુણોની ગોઠડી ડૉ. એમ. સ્કૉટ પૅક કહે છે કે ‘બીજાની માટે વિચારી જ ન શકે તેવા આત્મમુગ્ધ માણસોને નાસિસિસ્ટ કહેવા જોઈએ.’ પોતાની માટે જે કામનું હોય તેનો પૂરેપૂરો વિચાર કરવામાં બુદ્ધિમત્તા છે. પરંતુ પોતાનાં કામનું હોય તેનો જ વિચાર કરવો તે વધારે પડતું છે. પૂર્વગ્રહની જેમ એક આત્મગ્રહ હોય છે. પોતાની ખાસિયત, પોતાની લાગણી, પોતાની ઇચ્છા, પોતાની પીડા, પોતાની મૂંઝવણ, પોતાની આશા-નિરાશા પર જ કેન્દ્રિત રહીને જીવનારો આદમ બીજાને કામ લાગતો નથી, એ આદમ પોતાને શાંતિ આપી શકતો નથી. ડૉ. આંટ કહે છે કે નાર્સિસિસ્ટ માણસો દુ:ખી થવા જ નિર્માયા હોય છે. પોતાની જાત વિશે અને પોતાનાં ભવિષ્ય વિશેનાં ઉચ્ચ સપનાં જોવાની ઉમદા વૃત્તિમાં સ્વાર્થનું વજન ઉમેરાય અને બીજાની સહેજે દરકાર ન રહે તેવું નાર્સિસિસ્ટના કિસ્સામાં અચૂક બને છે. નાની નાની વાતોમાં નાર્સિસિઝમ વ્યક્ત થતું જાય છે. પોતાની પ્રશંસા સાંભળીને અઢળક રાજીપો. પોતાને કામ લાગે તેવા માણસોની ઉપયોગિતા પ્રમાણે સંબંધ. કામ ન લાગે તેવા માણસોની ઉપેક્ષા કે તેમનો વિરોધ. પોતાની ઇચ્છા સાથે બાંધછોડ કરવાની અશક્તિ. બીજાની ઉપર વિશ્વાસ મૂકવામાં સતત સંકોચ. પોતે કરેલા ઉપકારો યાદ રાખવાની અને યાદ કરાવવાની આદત. પોતાને થયેલો અન્યાય ખમવામાં હીણપતનો તીવ્ર અનુભવ. નાની વાતોમાં મોટા ઝઘડા. દોષનો ટોપલો પોતાનાં માથે ન આવે તે માટે જૂઠું બોલવાની તૈયારી. બીજાની નિંદા સરળતાથી થાય. પોતાની નિંદાથી ખૂબ ગભરાય. વાતે વાતે ખુલાસા કરવા જોઈએ. બીજાની સાથે સરખામણી કરીને પોતાનું અભિમાન પંપાળે અથવા નાનપ અનુભવે. આવું બધું બનતું રહે છે નાર્સિસિઝમના પ્રભાવતળે. પોતાને ૬૦ અનહદની આરતી સારા માનવાથી આત્મવિશ્વાસ બંધાય છે. એકમાત્ર પોતે જ સારો છે તેવું માનવાથી જીવન બંધિયાર બની જાય છે. આપણે સારા હોઈએ તે દેખાડવાનું હોતું નથી. ફૂલ રૂપાળું દેખાવા માટે ખીલતું નથી. સારા હોવાનો અર્થ કેવળ એટલો કે તમે તમારી જાતને સતત સુધારવા તૈયાર છો. સારા હોવાનો બીજો અર્થ એ પણ છે કે તમે જેટલે અંશે સુધરી ચૂક્યા છો તેમાંથી હવે પાછીપાની કરવા માંગતા નથી. તમને બીજા લોકો આદરસત્કાર આપે તે માટે તમારે સારા બનવાનું ન હોય. રોટલી દેખાડવા માટે નથી હોતી, ખાવા માટે હોય છે. સજ્જનતા દેખાડવા માટે નથી હોતી, એ અંતરંગ અનુભવ માટે હોય છે. નાર્સિસ લોકો તો પોતાની પ્રતિભાને ઉજળી દેખાડવા માટે જ જીવતા હોય છે. તદ્દન નૅગેટિવ હોનારો માણસ પોતાની ઇમેજ પોઝિટિવ માણસ તરીકેની બતાવે - તેના જેવી આ વાત છે. અંદર જે ના હોય તે દેખાડ્યા કરવામાં રીતસરનું અંતર્લૅક ચાલતું હોય છે. પ્રેમ જ્યારે પઝેશન બને ત્યારે સંબંધોને આગ લાગે છે તેમ આત્મગૌરવ જ્યારે અભિમાન બને ત્યારે સ્વભાવને લૂણો લાગે છે. મંત્રીશ્વર વસ્તુપાળની ચોથી માંગણીની માંડણી આ ભૂમિકાથી. થાય છે. બીજાને સારા માણસ તરીકે સ્વીકારવાની ઉદારતા ના હોય આપણી પાસે, તો આપણામાં માણસાઈ અને ધર્મભાવના આવી નહીં શકે. આપણું અભિમાન જાગતું હશે તો આપણે એવા જ માણસોને જોઈશું જે આપણા અહંને બરકરાર રાખે. આપણે, આપણી જાત માટે ચણી રાખેલો હવાઈ કિલ્લો જમીનદોસ્ત ન થાય તેવા જ વિચારો કરીશું. વિચાર માટેનાં આલંબન આપણે એવા જ પસંદ કરીશું જે આપણા અહંને વિક્ષિપ્ત ન કરે. જીવનમાં અહંકારને વધુ પડતું મહત્ત્વ આપી દેવાથી વિકાસ અટકી જાય અને પતનનો પ્રારંભ થાય. આપણે વિચારીએ છીએ તેનો પડઘો આપણી વાતોમાં પડે છે. આપણા વાર્તાલાપનો વિષય આપણા સ્વભાવની સાચી ઓળખ આપે છે. નાર્સિસ આદમ વાતો કરશે તેમાં પોતાના અહંકારને પહેલું સ્થાન આપશે. અને અહંકારને સ્થાન મળે તે માટે નાર્સિસ પોતાની પ્રશંસા કરશે અથવા પોતાની ઉત્તમતા પૂરવાર કરશે. અહ-ને કેન્દ્રમાં રાખીને બોલનારો માણસ બીજાની ઉત્તમતાની સાચી કદર કરી શકતો નથી. મંત્રીશ્વર માંગે છે પ્રભુસમક્ષ અદ્ભુત આદર્શ.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54