Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 32
________________ વધુ સારા બનાવે છે સજ્જનો માણસની સાદી વ્યાખ્યા એટલી જ છે કે એ આપણને સારા બની રહેવામાં સહાય કરે છે. ЧЗ થોડીક બાંધછોડ અભિમાન સાથે કરવાની છે. સારા માણસને આપણો કબજો સોંપવાનો. આપણાં અપલક્ષણોથી વિગતે ચર્ચા તેની સાથે કરવાની. આપણે જે ગુણો મેળવવાની ઇચ્છા રાખીએ છીએ તે ગુણો તેમને જણાવવાના. આપણને શેની સમજ નથી પડતી તે જણાવી દેવું. સાધુ મહાત્મા સાથે આવી કલ્યાણમૈત્રી થઈ શકે છે. પરિવારના કોઈ પણ સભ્ય સાથે આવો સત્સંગ કેળવી શકાય છે. બજારમાં કે વ્યાખ્યાનમાં ભેગા થઈ જતાં કોઈ સાધર્મિક સાથે આવો સંબંધ થઈ શકે છે. સુવાસ ફેલાવતાં ફૂલ જેવા સજ્જનો આપણને અવશ્ય સુવાસિત બનાવે છે. સારા માણસો સંબંધ કેળવે તેમાં સ્વાર્થ નથી હોતો. સારા માણસો આપણી સદ્ભાવનાને તુરંત સમજી શકે છે. સારા માણસોને સંબંધની સાથે અહં રાખવાનું ગમતું નથી. સારા માણસોને સાચી વાત કહેતા સંકોચ થતો નથી. સારા માણસો જૂઠ બોલતા નથી આપણી સાથે. સારા માણસો સ્પર્ધા રાખતા નથી. સારા માણસના સ્વભાવની સારી અસર આપણી ઉપર પડે. સારા માણસના ગુણો જોઈને આપણને એવા ગુણો પામવાની ઇચ્છા થાય. સારા માણસો સાથેની વાતચીતમાં મહોરતી સંસ્કારિતાનો સ્પર્શ આપણી શૈલીને થાય. સારા માણસની સૌમ્ય અને સરળ રજૂઆત આપણને સુધારતી રહે. સારા માણસ આપણને વધુ સારા બનાવે. પ્રાર્થના-૩ ૧૧. સજ્જનોનો સથવારો ઃ દુર્જનોનું દૂરીણ કોઈ પણ માણસનું ઘડતર બીજાના હાથે જ થાય છે. માણસ એકલે હાથે ખરાબ પણ ના બની શકે, સારો પણ ના બની શકે. માણસ સારો બને છે તે બીજા દ્વારા. માણસ ખરાબ બને છે તે બીજા દ્વારા. તમે સારા બનશો કે ખરાબ બનશો તે નક્કી કરવાનું સમીકરણ સહેલું છે. તમે કેવા લોકો સાથે રહો છો તે જોઈ લો. તમારું સ્તર તેના પરથી નક્કી થઈ જશે. તમારું ભવિષ્ય પણ તેનાથી પરખાઈ જશે. હજી પણ વધારે ચોખવટ કરવી હોય તો જાતે તપાસી લો કે તમને કેવા માણસો ગમે છે ? તમારી નજર કોની પર ઠરેલી રહે છે ? તમને જે માણસો ગમતા હશે, તમે એવા જ થવાના છો. તમને જે માણસો સાથે ભળવાનું ગમતું નથી તે માણસો તમારી માટે પ્રેરણારૂપ બની શકતા નથી. તમને પૈસા ગમતા હશે તો ગરીબ માણસ સાથે ભળવાનું નહીં ગમે. તમને મીઠાઈનો શોખ હશે તો તમારી માટે આંબેલખાતું ત્રાસજનક બની શકે. તમને જે નથી ગમતું તે તત્ત્વ ખરાબ હોઈ શકે. તમને જે નથી ગમતું તે સારું હોઈ શકે. તમને સારું તત્ત્વ નથી ગમતું તો તમે સારા માણસ ન હોઈ શકો. તમને સારા માણસો સાથે મૈત્રી બાંધવાનું મન છે તો તમે સારા છો. તમને ખરાબ માણસ સાથે મૈત્રી બાંધવાનું મન છે તો તમે ખરાબ છો. પંદરવીસ માણસનું ટોળું ઊભું હોય. એમાં એક માણસને તમારે અલગ તારવવાનો હોય તો તમે એને સારા માણસ તરીકે અલગ તારવી શકો અને બીજા માણસને ખરાબ માણસ તરીકે અલગ તારવી શકો. તમારી વાત આ રીતે કરીએ તો પંદર-વીસનાં ટોળામાં તમને કોઈ અલગ તારવતું હોય ત્યારે એ તમને સારા માણસ તરીકે અલગ તારવે કે ખરાબ માણસ તરીકે ? તમે વિચારી લો. તમારે સારા માણસ તરીકે બીજાથી જુદા પડવાનું છે. તમને

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54