Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 31
________________ વધુ સારા બનાવે છે સજ્જનો સારા માણસ સાથે સંબંધ રાખવામાં ફાયદો ભરપૂર છે અને નુકશાન સદંતર નથી. અલબત્, સારા માણસ સાથે સંબંધ રાખવા માટે ખુદ આપણે સારા બનવું પડે છે. આપણે જો ૪૦ ટકા સારા છીએ તો આપણી માટે કામના સારા માણસ કોણ ? જેઓ ૬૦ ટકા, ૭૦ ટકા સારા છે તેઓ. જો આપણે એકાદ ટકો પણ સારા નથી તો સારા માણસો આપણાથી દૂર રહેશે. તેઓ આપણી સાથે વાત જ નહીં કરે. આપણી સમકક્ષાએ રહેલા સારા માણસો આપણને સથવારો આપે છે. આપણાથી ઉપરની કક્ષાએ રહેલા સારા માણસો આપણને પ્રેરણા આપે છે. આપણો સંબંધ સારા માણસો સાથે હોવો જોઈએ તે આ અર્થમાં. આપણી જેમ જ સારા હોય તેમની સાથે રહીને આગળ વધવાનો સંકલ્પ કરવાનો છે. આપણાથી આગળ નીકળી ગયા હોય તેમની પાસે જઈને પ્રેરણા મેળવવાની છે. ૧ મજાની વાત એ છે કે - તમે સારા માણસ છો માટે જ તમને બીજી વ્યક્તિઓમાં સારા માણસનાં દર્શન થઈ શકે છે. દુર્યોધનને આખાં શહેરમાં કોઈ જ સારો માણસ ના મળ્યો કેમ કે દુર્યોધન પોતે સારો માણસ બની શક્યો નહોતો. સારા માણસ સાથે સંબંધ રાખવાનો વિચાર આવે છે તે આપણા સારા હોવાનો બહુ મોટો પુરાવો છે. સામી વ્યક્તિને સારો માણસ સમજીને તેનામાં વિશ્વાસ મૂકવા જેટલી શ્રદ્ધા હોય તો આપણે બહુ ખરાબ માણસ નથી. હવે સ્વાર્થની વાત. આપણે સારા છીએ અને છીએ તેથી વધુ સારા બનવા માંગીએ છીએ તો આપણી માટે એ જ સારા માણસો કામના છે જે આપણાથી આગળ હોય. જેમના સંપર્કમાં રહેવાથી આપણા આત્માને નવો નવો લાભ સાંપડે છે તે આપણી માટે સજ્જન છે. પહેલાં તો આપણામાં જે વિચાર નથી, જે ગુણો નથી અને આપણી પાસે જે સત્કાર્યો નથી તેની બાબતમાં આપણે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. આ બધું મારે મેળવવું છે. તેવી તીવ્ર ઉત્કંઠા મનમાં હોવી જોઈએ. એકલે હાથે એ બધું મેળવી શકાતું હોત તો આપણે બીજાની પાસે હાથ લંબાવવાની જરૂર નહોતી. પણ હકીકત એ છે કે બીજાના સંગાથ વિના હવે નવી સિદ્ધિ મળી શકે તેમ નથી. તો સજ્જન પુરુષ પાસેથી મારે જે મેળવવાનું છે તેનો ખ્યાલ પણ સ્પષ્ટ હોવો જોઈએ. ગુણો કે અનહદની આરતી વિચારો મેળવવા માટે એ વ્યક્તિ સમક્ષ વિદ્યાર્થી બનીને ઉપસ્થિત થવું જોઈએ. પર ગુણોની બાબતમાં એક સચ્ચાઈ હંમેશા સમજી લેવી જોઈએ કે ગુણો વ્યક્તિમાં જ જોવા મળે છે. ગુણ વિનાની વ્યક્તિ કદાચ, જોવા મળશે પણ વ્યક્તિ વિનાનો ગુણ ક્યારેય જોવા નહીં મળે. ગુણ જોઈતો હશે તો ગુણવાન વ્યક્તિ પાસે જઈને ઝોળી ફેલાવવી પડશે. એ ગુણિયલ વ્યક્તિનો વિશ્વાસ જીતવો પડશે. એને આપણામાં રસ પડે તેવો વહેવાર રાખવો પડશે. એને આપણી સાથે સંબંધ રાખવાનું ગમે તેવો સ્વભાવ કેળવવો પડશે. ગુણવંતા સજ્જનો મફતમાં નથી મળતા. તીર્થંકરોના આત્માની જેમ આપણે સ્વયંસંબુદ્ધ હોત તો બીજાની ગરજ રહેવાની નહોતી. આપણે તો સ્વયં સંક્ષુબ્ધ છીએ. ખોટા વિચારો કરીને જાતને અકળાવી દઈએ છીએ. સારાં કામ થતાં નથી. ખરાબ કામો છૂટતાં નથી. ભૂલો દેખાતી નથી. ગુણો કેળવાતા નથી. સંસારની પામર સફળતાનું અભિમાન થઈ આવ્યું છે તેની ધૂનમાં સાચી વાતો પણ સાંભળી શકતા નથી. એકલા એકલા ધર્મમાં આગળ વધવાનું આપણું ગજું નથી. એક સક્ષમ ભાગીદાર અને માર્ગદર્શક સાથે રાખવો જ પડશે. ગુણોની સમજણ મેળવી લીધા પછી કામ શરૂ થાય છે. એ ગુણને જીવનમાં ઉતારવો છે. હવે કઠણાઈ શરૂ થઈ. ગુણ સાંભળ્યા, ગમ્યા અને એ કેળવવાનો સંકલ્પ કર્યો તે બધું મનોમન થયું છે. એ જીવનમાં અવતરિત કરવાનું નક્કી કર્યું એટલે આપણી વહેવારુ દુનિયા નવેસરથી નજર સામે આવી. જેમકે - જૂઠું નથી બોલવું - એમ સાંભળવું અને વિચારવું અને નક્કી કરવું, સહેલું છે કેમ કે એ મનમાં થાય છે. દુકાને બેસીને ખરેખર જૂઠું ન બોલવાનો સંકલ્પ પાળવો હોય તો ભારે પડી જાય છે. ઉપરાંત, એકાદ ગુણને મેળવ્યા પછી તેને આત્મસાત્ કરવા માટે સઘન પુરુષાર્થ કરવો પડે છે. ગુણનો કશો અનુભવ ન હોય તો થોડો ક્ષોભ થાય છે. આવો સદ્ગુણ આત્મસાત્ શી રીતે થશે ? આવા સંયોગોમાં ભાંગ્યાના ભેરૂની મૈત્રી કામ લાગે છે. સારા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54