Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 29
________________ ૪૮ અનહદની આરતી તુમ ચરણોની સેવા ૪૩ પૂજાઓ અને પૂજનો વહેવાર બની ચૂક્યા છે. આયોજક હોય તે આમંત્રણ આપે. મહેમાન હોય તો યજમાન માટે આવે. બેય એકબીજાનું ધ્યાન રાખે. ભગવાન રહી જાય બાજુમાં. ના. આવું નહીં થવા દઉં. પૂજા કે પૂજનના પ્રસંગે મારાં આંગણે આવશે ત્યારે મારું ધ્યાન પ્રભુમાં અને પૂજા-પૂજનની વિધિમાં હશે. આવનાર ભલે ના મળે. પ્રભુ મળે તે મહત્ત્વનું છે. સામે છેડે મારે પૂજામાં જવાનું હશે તો આખી પુજા કે સંપૂર્ણ પૂજનમાં બેસીશ. એ ન બને તો પૂજા કે પૂજન પૂરતા બેસવું છે તેવો વિચાર રાખવાને બદલે ભક્તિસંવેદનાની ભાવનાથી બેસીશ. મુખ્ય વાત એ રહેશે કે : મારા દ્વારા આયોજિત અનુષ્ઠાન પ્રાસંગિક નહીં હોય, એ હશે આધ્યાત્મિક અને પારમાત્મિક. મારા આનંદ માટેના અને મારા ભગવાન માટેનાં હશે એ સૌ અનુષ્ઠાન. મારાં ગામમાં જેટલાં દેરાસરો છે તેનાં મહિનામાં એકાદ વાર અવશ્ય દર્શન કરીશ. વાલી મુનિ તો દરિયાપાર દર્શન કરવા જતા પ્રભુનાં. રોજનો ક્રમ હતો, મારે રોજ સમય નથી. પણ મારા ગામનાં દેરાસરોમાં હું દર્શન કરતો જ રહીશ. ચોક્કસ અને નિયમિત.. કી મારા પરિવારના દરેક સભ્ય દેરાસરે અવશ્ય જતા હોય અને પૂજા કરતા હોય તેવું તંદુરસ્ત વાતાવરણ હશે ઘરમાં. દેરાસરના દરવાજે લાગતી પત્રિકા વાંચવાનું ચૂકીશ નહીં. દૂર દેશાવરના પ્રભુભક્તિના પ્રસંગોની વધામણી વાંચવામાં ઓછો લાભ નથી. દેરાસરનાં બૉર્ડ પરની સૂચના વાંચીશ. સૂર્યોદય અને સૂર્યાસ્ત વાંચતો રહીશ. ભગવાનના દરવાજે મારા માટેની સૂચના હોય તે વાંચવી જ પડે. પ્રભુભક્તિ શ્વાસોમાં વસે. પ્રભુપ્રીતિ ધડકનની જેમ જીવે. પ્રભુનો રાગ સૂરજની જેમ ઊગે, આથમે કદી નહીં. પ્રભુ સાથે ભાવના તદાકાર બનવી જોઈએ . પ્રભુનું સંમોહન આત્માને અવશ બનાવી રાખે તે સૌભાગ્ય છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે : આપણો સ્વભાવ આશરો શોધવાનો છે. દુઃખ જણાવીએ. હિંમત મેળવીએ. પ્રતીક્ષા કરીએ. મળીને ખુશી પામીએ. ન મળવાની વેદના અનુભવીએ. પરાશ્રિત હોવાનો અનુભવ મનને ગમે છે. જો સામેથી અનુકૂળ પ્રતિભાવ મળતો હોય તો. આ પ્રતિભાવ પણ વસ્તુતઃ આપણે નક્કી કરેલો હોય છે મનમાં. પ્રભુ સાથેનો પરાશ્રિત ભાવ અંતરંગ આનંદનું ઉત્થાન કરે છે. પ્રભુ સાથેના પ્રેમમાં આપણો સ્વાર્થ અને આપણો અહં વેગળો રહે છે. આ મોટી વાત છે. આપણી લાગણી સાથે સજ્જડ વળગી રહેલા સ્વાર્થ અને અહંના વિચારોની પ્રભુભક્તિના સમયે બાદબાકી થતી રહે છે. સ્વાર્થવિહાણો મનોભાવ. અહંવિરહિત મનોગત. સુખની ક્ષણો હોય છે. સામી વ્યક્તિને મહત્ત્વ આપતી વખતે આપણા મનમાં કોઈ અપેક્ષા રહેતી હોય છે. સામી વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે એ વ્યક્તિ આપણી માટે શું કરી શકે છે તેનો સુરેખ અંદાજ હોય છે આપણને, સ્વાર્થનાં ચોકઠાં અને અહંની ચાલબાજી આગળ વધે છે સંબંધમાં, પ્રભુ સમક્ષ આવું નથી બનતું. સ્વાર્થ અને અહંભાવે મનમાં તાણ ઊભી રાખે છે તે પ્રભુના પ્રેમમાં ગાયબ થાય છે. પ્રભુની પ્રીતિનો આંતરિક ઉદ્દેશ આ ભૂમિકા સિદ્ધ કરવાનો છે. પ્રભુ વિના જેને નથી ચાલતું તેને સ્વાર્થ અને અહં વિના ચાલી જાય છે. સ્વાર્થ અને અહં વિના જેને નથી ચાલતું તેનું જીવન પ્રભુ વિના એમનું એમ ચાલી જાય છે. પ્રભુનો આશરો હોવાની લાગણી આપણા તનાવને ઘટાડે છે. પ્રભુની ઉદારતા પર વિશ્વાસ છે તેને લીધે પાપોની કબૂલાત થાય છે અને અપરાધગ્રંથિનું વજન તૂટે છે. પ્રભુની અગમ અગોચર શક્તિની કલ્પના મનને હોય છે તેથી અંતરમાં પ્રચંડ આશાવાદ ઊભો હોય છે. જે હિંમતને ખૂટવા નથી દેતો. પ્રભુની પ્રાર્થના દ્વારા આપણી ભીતરી તાકાતનું નવસર્જન થાય છે એમ આજનું ચિકિત્સાશાસ્ત્ર ડંકો વગાડીને કહે છે. આપણી પોતાની શક્તિગત સંભાવનાઓને પ્રાર્થના જાગ્રત કરે છે. શાસ્ત્રશુદ્ધ ભાષામાં કહીએ તો - ભીતરમાં પડેલું પુણ્ય આલંબનસાપેક્ષ બનીને પ્રભુ દ્વારા ઉદયમાં આવી શકે છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54