Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 27
________________ પ્રાર્થના-૨ ૯. તુમ ચરણોની સેવા પ્રભુજી સામું જુઓ ૪3 પ્રભુની સાક્ષાત્ હાજરી ખપે. મૂર્તિ જોઈને મન મનાવવાનું નાકબૂલ. પ્રભુનો સાદ સાંભળવો છે. પ્રભુનો હાથ માથે મુકાવવો છે. પ્રભુનાં ચરણોને આંખની બંધ પાંપણો દ્વારા સ્પર્શવાં છે. પ્રભુનાં ચરણની આંગળીઓ પર કપાળ મૂકવું છે. પ્રભુની સુવાસિત શ્વાસધારાનું આચમન લેવું છે. પ્રભુને મળવાની પ્યાસ. પ્રભુને જોવાની તીવ્ર તલપ. પ્રભુની મૂર્તિમાં સાક્ષાત્ પ્રભુનો વસવાટ દેખાય હવે. મૂર્તિની આંખોમાં અગમના ઇશારા વર્તાય. મૂર્તિનાં સ્થિર સત્ત્વમાં પ્રભુની ઉપસ્થિતિ જણાય. પ્રભુમૂર્તિ નીરખતાં હૈયું હિલોળે ચડે. પ્રભુમૂર્તિને સ્પર્શતાં તો નખશિખ રોમાંચિત. પ્રભુની ભક્તિથી આત્માનો સંસાર કપાવાનો છે. પ્રભુની ભક્તિથી જીવન ઉજમાળ થવાનું છે. પ્રભુ માટેનો અનહદ આદરભાવ વધતો જાય તેમ આત્માને કનડી રહેલા રાગદ્વેષનું જોર નબળું પડતું જાય. પ્રભુ સાથેની ક્ષણોમાં આનંદ મળે તેમાં કર્મોની તાકાત તૂટતી જાય. પરમાત્મા ઉપકાર કરે તે માટે ભક્તનો ભક્તિભાવ પ્રચંડ હોવો જોઈએ.પરમાત્મા ધોધમાર વરસે તે માટે ભક્તના ગળે ચાતકપંખીની ચીસ જોઈએ.પરમાત્મા આંગણે પધારે તે માટે આતમના અવાજે પોકાર કરવો જોઈએ. ભગવાનની ભક્તિ કરવામાં જીવનની કૃતાર્થતા છે. ભગવાને જે આપ્યું છે તે કોઈ આપી શકે નહીં. આપણી પાસે આપવા જેવું છે તે ભગવાન સિવાય કોઈને આપી શકાય નહીં. અને આપણી પાસે આપવા જેવું જે કોઈ છે તે ભગવાન પાસેથી જ આવ્યું છે. ભગવાનની મહેરબાની વિના જીવનનું પાંદડું પણ ફરકતું નથી. ભગવાને જે આપ્યું. તે જ ભગવાનને આપવાનું છે. આમાં સમર્પણભાવ છે. સર્વાગીણ અર્પણ. રોજ પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ તેમ જ પ્રભુનાં ધામમાં - જિનમંદિરમાં જઈએ છીએ. આપણાં સપનાંઓ આ બે મહામંગલ તત્ત્વોની આસપાસ ગૂંથવાનાં. પ્રભુ માટેનાં સપનાં. દેરાસરની દરેક મૂર્તિને રોજ આંગી કરવી જોઈએ. મારે અને મારા હાથે. નથી થતું. કમસેકમ એવું બને કે મહિનામાં કે વરસમાં મૂર્તિઓના વારા ગોઠવીને હું એક પછી એક મૂર્તિને આંગી કરું. પાષાણનાં પ્રતિમાજી અને પંચધાતુનાં પ્રતિમાજી, મારાં દેરાસરમાં જેટલાં છે તેની સંખ્યા મેળવીને તે મુજબ રોજ આંગી કરવી. આમાં કરીશ એ રીતે કે રોજના એક ભગવાનની આંગી તો હંમેશ પ્રમાણે થાય જ. એ ઉપરાંત રોજ એક નવા ભગવાનની આંગી. ફૂલો સુંદર મળે છે. આખા દેરાસરને ફૂલોથી ઢાંકી દઉં તો મારી ભક્તિ લેખે લાગે. તેમ નથી કરી શકાતું. તો દેરાસરનાં દરેક પ્રતિમાજીને હું ફૂલોની માળા પહેરાવીશ. એ ન થાય તો રોજ એક ભગવાનને ફૂલની માળા પહેરાવીશ. માળાની સગવડ ન થાય તો ફૂલો ચડાવીશ. સિઝન મુજબ જેટલી જાતનાં ફૂલ મળે તે ભગવાનને ચડાવીશ. દેરાસરની

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54