Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 23
________________ ૩૫ ૩૬ અનહદની આરતી ધન્નાજીને ના ગમી. ભલે. આપણી માટે તે કામની છે. પાપ છોડવું છે. એક પછી એક પાપ છોડતા જવું. પ્રૉજેક્ટ ફાઈલ બનવી જોઈએ. હવે પછીના ત્રણ મહિના દરમ્યાન મારે આ પાપ ઓછું કરવું છે. સમયમર્યાદા સાથેનું લક્ષ્ય. આ વરસે મારે કુલ મળીને ત્રણથી ચાર પાપો ઓછાં કરવાં છે. તેમાંનું એક પાપ ત્રણ મહિને છોડવું છે. દાખલા તરીકે એઠા મોઢે વાંચવાની આદત-પંદર દિવસમાં છોડી દેવી છે. પછી ત્રણ મહિના લઈશ, એઠાં મોઢે ટીવી જોવાની આદત છોડવા માટે. આધાર, મેરો પ્રભુ મારામારી કરતા હતા, જૂઠું બોલતા હતા, ગંદી માટી ખાતા હતા. એવાં બધાં અગણિત પાપો. આજની જીવાતી જિંદગીમાં ચાલુ રહેલાં પાપો ગણવા બેસીએ તો એની સંખ્યા નાનીસૂની નથી. આ વર્તમાન પાપો એ આત્મા પરનું પ્રવર્તમાન જોખમ છે. ભગવાને અઢાર પાપસ્થાનક સમજાવ્યાં છે. આપણી જિંદગીમાં આ અઢારે વરણ ભેગી થઈ છે. ભૂતકાળનાં પાપોનો હિસાબ આપણે ચૂકવવાનો છે. આજનાં પાપોનો હિસાબ ચૂકતે કરવો જ પડશે. પાપ પ્રવૃત્તિરૂપે શરીર કે મન દ્વારા થાય છે અને પસાર થઈ જાય છે પરંતુ એના લિસોટા આત્મા પર રહી જાય છે. સાપના લિસોટા જાતે ભૂંસાઈ જાય છે, પાપના લિસોટા ભૂંસવા મહેનત કરવી પડે છે. આજની તારીખે જીવનમાં ચાલી રહેલાં પાપોમાંથી તદ્દન અનિવાર્ય હોય તે પાપો ન છૂટી શકે તે અલગ વાત. જે પાપો અનિવાર્ય નથી તે છૂટવા જોઈએ. ખાવાનો શોખ પાપ છે. એ પાપ અભક્ષ્ય વસ્તુ સુધી લઈ જાય છે. ભક્ષ્ય વસ્તુમાં તીવ્ર આસક્તિ હોય છે. ખાવાના શોખ માટે પૈસા, પૈસા માટે ધંધો. ધંધા માટે અનીતિ. અનીતિ માટે જૂઠ પ્રપંચ, જૂઠ માટે મગજમાં તરંગતુક્કા. એક પાપ હજાર પાપને ખેંચી લાવે છે. આંખોને જોવાનું પાપ ગમે છે. દિવસમાં દિલભરીને જોવા માટેનાં મનપસંદ આલંબનો જોતા રહીએ છીએ. સંતોષ નથી થતો. નવી શોધ ચાલુ રહે છે. ભૂખ વધ્યા કરે છે. ઓડકાર આવતો નથી. અજીર્ણ સદી ગયું છે. હિંસા ચાલુ રહી છે. ભગવાને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીની હિંસા સમજાવી. હિંસામાં પ્રત્યક્ષ ભાગ હોય અને પરોક્ષ સહકાર હોય, કરણ કરાવણ અને અનુમતિ હોય. કેટલી બધી હિંસા થતી હોય છે. આખા દિવસમાં. પરિગ્રહનું પાપ. દિવસે ન વધે એટલું ટેન્શન રાતે વધે. રાતે ન વધે એટલું ટેન્શન દિવસે વધે. પાપોની દુનિયામાં ભૂલા પડી ગયેલા આતમરામને શોધી કાઢવો મુશ્કેલ છે. ધર્મના રસ્તે પ્રગતિ કરવી હશે તો પાપો ઘટાડવા પડશે. એક ઝાટકે તમામ પાપો છૂટી જાય તે શક્ય નથી. થોડાં થોડાં પાપો ઘટાડવા. એક એક પાપ નક્કી કરીને છોડતા જવું. શાલિભદ્રજીની નીતિ પાપ છોડવાનું નક્કી થાય. પાપ સામે લડવાનું ઝનૂન જાગે. પાપ છોડવા માટે યોજના બને. યોજનાનો અમલ થાય. મન ઢીલું પડે તો મક્કમતાપૂર્વક સામનો કરવો પડે. તબિયત સાથ ન આપે તો હિમ્મત જાળવવી પડે. પાપ છોડવા જાનની બાજી લગાવી દેવાની. સવાંચન કર્યું હશે. શાસ્ત્રનો અભ્યાસ થયો હશે તો છોડવાલાયક પાપો નજર સમક્ષ દેખાતાં રહેશે, એ પાપો ન છોડવાથી થનારી નુકશાની યાદ આવતી રહેશે અને એ પાપો છોડવાથી થનારા લાભો પણ મનમાં સ્પષ્ટ હશે. આ અંતર્જગતમાં ચાલતું યુદ્ધ છે. ભગવાન પાસે આ યુદ્ધમાં જીત મળે તેવી માંગણી મંત્રીશ્વર કરે છે. પાપો પાનખરનાં પાંદડાંની જેમ ખરતાં રહે તે ભક્તનું સપનું હોય. પરમાત્મા અને આપણા આત્મામાં ફરક ઊભો રાખનારાં આ પાપો જ છે. ભીતરના ભગવાનને આ જ પાપો દબાવી રાખે છે. પાપોને છોડી દેવાની તમન્નાની તીવ્ર અસર ભૂતકાળ પર પડે છે. ગઈ કાલ સુધી રસપૂર્વક પાપો કરેલાં. એના સંસ્કારો જમા થયેલા છે. આજે થઈ રહેલાં પાપો ના છૂટે તોપણ આ પસ્તાવો નકામો નથી જવાનો. એ જૂનાં પાપોના લિસોટાને ભૂસ્યા કરશે. જિંદગીનાં ઘણાં વરસો ગુજાર્યો છે આપણે. પાપો બેસુમાર થઈ ચૂક્યાં છે. એ પાપના પોટલાને દીવાસળી ચાંપે છે પસ્તાવો. પાપ છોડવાની ભાવના કયારેય નિષ્ફળ જતી નથી. પરમાત્મા સમક્ષ જતા પહેલાં પાપોની પહેચાન મેળવી હોય, પાપનો

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54