Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 8
________________ પ્રવેશ ૨. અધ્યાતમનું બંધારણ માંગવું અને જાણવું સાતત્ય અને ઉત્સાહ જળવાય તે માટે પરિણામદૃષ્ટિ અનિવાર્ય છે. ચીલાચાલુ કામકાજમાં ઘસડાતા આમઆદમીથી જુદા પડવાની પ્રતિભા નીખરવી જોઈએ આપણામાં. આજનો એક સંબંધ પાંચમાં વરસે કેટલો આગળ વધ્યો હશે તે વિચારતાં આવડવું જોઈએ. આજનો નાનો રોગ પાંચ વરસ પછી ક્યાં પહોંચશે તે સમજાવું જોઈએ. આજનું નાનું દુઃખુ પાંચ વરસ પછી વિકરાળ બની શકે છે તે ખ્યાલમાં આવવું જોઈએ. આ જિંદગીની વાત થઈ. આત્માની નિસ્બત હોય ત્યારે વાત ઔર આગળ વધવાની. આજે મારામાં કેટલા દોષો છે તેની મને ખબર હોવી જોઈએ. દરેક દોષોને પોતાનું ભવિષ્ય હોવાનું. આજે મારામાં કેટલા ગુણો છે તેની જાણ મને હોવી જોઈએ. દરેક ગુણોનું ભવિષ્ય હોવાનું. દોષોનું ભવિષ્ય ઝાંખું હોય અને ગુણોનું ભવિષ્ય ઊજળું હોય તેવી પરિણામદેષ્ટિ રાખવાની છે. રોગ ઘટે અને આરોગ્ય સુધરે તે જ રીતે દોષ ઘટે અને ગુણો સાંપડે. ‘ધર્મ કરીએ છીએ. એની મેળે આ બધું થયા કરશે. ગુણો જે મેળવવાના છે તે આવી જશે. દોષો જે ટાળવાના છે તે જતા રહેશે એની મેળે. આપણે ધરમ કરીને ભાઈ. લોકો કાંઈ કરતા નથી. આપણે આટલું તો કરીએ છીએ...” આવી ઢીલી મનોવૃત્તિ નહીં ચાલે. ધર્મ મળ્યો છે, બીજનાં રૂપમાં. છોડ આપણે ઉગાડવાના છે. મંત્રીશ્વરે આત્માની યાત્રાની રૂપરેખા તૈયાર કરી છે. જે રસ્તે આગળ વધવું છે તેનો નકશો બનાવ્યો છે. ભગવાન સામે બોલતા પહેલાં ખૂબ સોચી લીધું છે. પોતાની રીતે વિચારોમાં સ્પષ્ટતાઓ આંકી છે. કશું અદ્ધર રાખ્યું નથી. કોઈ ગોળગોળ વાત નથી. મોઘમ અને મભમ રહેવા દીધું નથી. પોતાની વ્યક્તિગત આવશ્યકતાને સમજીને તેમણે ભગવાન સમક્ષ સાત માંગણી મૂકી છે. હકીકતમાં આ સાત મુદ્દા તેમના અધ્યાત્મભાવની કાર્યરેખા છે. તે ભગવાનને કેવળ આત્મનિવેદન કરે છે. મંત્રીશ્વર આત્માને પરમાત્મા બનાવવા માટે સભાન છે. પરમાત્મા બનવા માટેની આત્મિક જવાબદારી પાર પાડવા તે પ્રભુ સમક્ષ પોતાના મનોરથો વ્યક્ત કરે છે. તેમને પ્રભુની મહોરછાપ જોઈએ છે. સ્ટીફન કૉવીએ આપેલો વિચાર છે. રાષ્ટ્ર સારું ચાલે તે માટે બંધારણ ઘડવું પડે અને તેના નિયમોનું પાલન કરવું પડે તેમ મારું જીવન સારું ચાલે તે માટે મારે મારી જાત માટેનું એક બંધારણ ઘડવું. એમાં નિયમો ઘડ્યા હોય તે મુજબ જ ચાલવાનું. જિંદગી છલોછલ ભરાઈ જશે. મોટાં ગજાની સફળતા મેળવનારા લોકો પાસે પોતાની જિંદગીનાં સ્પષ્ટ લક્ષ્યો હોય છે. જો કે, લક્ષ્ય ઘડવા માટે દૃષ્ટિ હોવી જોઈએ. ત્રણ શબ્દો છે. શક્તિ, સપનાં અને સર્જન, આપણે શક્તિશાળી હોઈએ કે ઓછી શક્તિ હોય આપણામાં. આપણને આપણી શક્તિ અને અશક્તિનો ખ્યાલ હોવો જોઈએ. હું શું શું કરી શકું તેની મને જાણ હોય. હું શું શું કરી શકું તેમ નથી તેનું ભાન હોય. શું કરવાથી મને ફાયદો છે અને શું છોડવાથી મને નુકશાની છે તેની મને સમજ હોય. મારે મારી જિંદગી પાસેથી સમગ્રતાનાં સ્તરનું એક પરિણામ જોઈએ. તે છેલ્લાં વરસના છેલ્લા દિવસે મળે તો પણ ચાલે. વરસો વરસ ધીમે ધીમે મળતું રહે તો પણ ચાલે. એ પરિણામને નજર સમક્ષ રાખીને હું નિશ્ચિત ધોરણે સક્રિય બનું. આપણને આટલું વિચાર્યા પછી આપણી શક્તિ મુજબની સૂઝ મળશે. સૂઝ મળે તે પૂર્વે શક્તિનું તારણ નવેસરથી કાઢવાનું. આપણાં સપનાં આપણી શક્તિનો મોભો જાળવે તેવાં હોવાં જોઈએ. લાખ રૂપિયા કમાઈ શકે તેવો માણસ સો રૂપિયાની કમાણીનું સપનું જુએ તે દેવાળું ફૂંકયું કહેવાય. સપનું જોતાં પહેલાં શક્તિની જાંચતપાસ કરવી જોઈએ. ભગવાને સપનું આપતાં પહેલાં શક્તિ બતાવી. અપ્પા સો પરમMી. આત્મા એ પરમાત્મા છે. આત્મા જો ભગવાન બની શકે તો એ બીજું શું ન

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54