Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 13
________________ પ્રાર્થના-૧ ૪. શાસ્ત્રો : શબ્દોથી ભાવ સુધી દર્શનથી દેશના સુધી વાંચન માટેનું સ્થાન નક્કી હોય. રોજનું વાંચન એ જગ્યાએ જ કરવું. અલબત્ત, જગ્યા કરતાં વાંચન વધુ અગત્યનું છે. જગ્યા નિયત ન રહેતી હોય ચાલશે. વાંચન તો નિયમિત ચાલવું જ જોઈએ. જો જગ્યા નિયત રાખી હોય તો વાતાવરણનો સ્પર્શ વાંચનને વહારે આવે છે. - વાંચનની જેમ અભ્યાસ પણ જરૂરી. નવું શીખવું. સદ્દગુરુ પાસે કે પછી શિક્ષક પાસે ગોખવું, સમજવું, યાદ રાખવું અને આત્મસાતું કરવું આ સાધારણ ક્રમ. વાંચનમાં ચોપડીઓ અને પુસ્તકો આવે. અભ્યાસમાં શાસ્ત્રો અને ગ્રંથો. વાંચન એકલા બેસીને કરવાનું. અભ્યાસ વિઘાદાતારકને થાય. વાંચન મરજી મુજબનું હોઈ શકે. અભ્યાસ પરંપરા મુજબનો હોય. અઢી હજાર અને એકસોથી વધુ વરસ પૂર્વે પ્રભુએ દેશનાઓ આપી. પ્રથમ દેશના ખાલી ગઈ. પછીની બીજી દેશનાએ ધર્મતીર્થ સ્થપાયું. તે સમયે ભગવાનના મુખે ત્રિપદીનો ઉચ્ચાર થયો. તેના આધારે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. આ દ્વાદશાંગીમાં સકલ આગમ સમાયા. આગળ રચાયાં નવાં શાસ્ત્રો, નવા ગ્રંથો, નવી વૃત્તિઓ અને નવાં વિવરણો. ધારા વહેતી રહી. નૂતન સર્જનો મળતાં ગયાં. આજ લગી એ ગ્રંથોની સરવાણી ચાલી આવી છે. આજે શાસ્ત્રો મળે છે તેના સગડ પ્રભુનાં સમવસરણમાં પહોંચે છે. શાસ્ત્રોનું વાંચન સમવસરણમાં પ્રવેશ કરાવે છે. શાસ્ત્રોનાં સૂત્રો પ્રભુના માલકૌસબદ્ધ અવાજનો પડઘો છે. આગમોની ગાથાઓ ગણધારી ભગવંતોની સૃષ્ટિ છે. શાસ્ત્રો અને શાસ્ત્રીય ટીકાઓ પ્રભુની હાજરીનો ઊજળો પડછાયો છે. મંત્રીશ્વરે કેવળ સદ્વાંચન નથી માંગ્યું. મંત્રીશ્વરે શાસ્ત્રનો અભ્યાસ માંગ્યો છે. સારાં પુસ્તકો વાંચીને મનનું ઘડતર કર્યું હશે તો શાસ્ત્રોની ભાષા અને શૈલી અઘરી નહીં પડે. આ દષ્ટિપૂર્વક વિચારપ્રેરક પુસ્તકોનું સતત વાંચન કરતા રહેવું જોઈએ. કોઈને નિર્ણય લેવામાં વાર લાગે ત્યારે ડર લાગી રહ્યો છે તેમ માની લેવાય છે. નવું કામ શરૂ કરવાનું હોય તો કામ કરવાનો વાંધો નથી હોતો. તે કામની આગળ નવું હોવાનું વજન હોય છે તેની ફડક રહે છે. નિર્ણય નથી થતો. આવું કેમ બને છે ? કલ્પના કરવાની આવડત નથી હોતી માટે. સુવાંગ સોચીને મંડી પડનારા ઓછા મળે છે કેમ કે ઠીક ઢંગથી આગળનું પેખનારી નજર નથી હોતી. વાતો કરીએ છીએ. એકના એક મુદ્દા આમનેસામને ઊછળતા હોય છે. કપડાં નવાં હશે. દાગીના નવા હશે. વાતો એ જ જૂનીપુરાણી, બજારપુરાણ, રસોઈકાંડ, પૈસાશાસ, ઘરવાળા મહાકાવ્યમ્. વાતોમાં દમ નથી હોતો. બન્ને પક્ષે નવી વાતોની હાજરી નાકબૂલ છે. સારી વાત સાંભળ્યા પછી યાદ નથી રહેતી. અડધીપડધી યાદ રહે તો બે-પાંચ દિવસમાં વિસારે પડે છે. કમજોર યાદશક્તિ છે, જેમાં ચોક્કસ બાબતો જ ભૂલી જવાની આદત આપણને પીડ છે. ખાસ કરીને નવું હોય તે ભુલાઈ જાય છે. મગજમાંથી નીકળી જ જાય છે. આ ત્રણ નાની સમસ્યા છે. અનિર્ણાયકતા, એકવિધતા અને ભૂલકણો સ્વભાવ. આવી નાની નાની સમસ્યાઓનું આખું કટક આપણને ઘેરી વાળ્યું છે. નિયમિત રીતે નવું અને નક્કર વાંચન કરીએ તો આ કીડીઓ દરભેગી થઈ જાય. વાંચન કરીએ. નવો મુદ્દો આવે તેની સાથે પનારો પાડીએ. ગલી કૂંચીઓ વચ્ચેથી એ મુદ્દા સાથે પસાર થઈએ. સાદો લાગતો મુદ્દો અસાધારણ લાગે. દરવખતે એવું બને. તાત્ત્વિક વાંચન કરતા હોઈએ તેથી રોજ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54