Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 19
________________ શબ્દ શબ્દ શાતા આપણે ઇતિહાસ શીખવાનો છે. શાસકોનો અને શાસ્ત્રોનો એમ બે પ્રવાહમાં વહ્યો છે ઇતિહાસ. પ્રભુ વીર પછીની પરંપરામાં હજારો નામો યશસ્વી સૂર્ય બન્યા છે. સૌની જીવનકથા સાંભળીને, વાંચીને યાદ રાખી લેવી છે. એક સુંદર સૂત્ર છે. ભરતેસર બાહુબલિ સૂત્ર. વાર્તાઓનો ખજાનો જ જોઈ લો. દરેક વાર્તાઓની પાછી અવાંતર કથાઓ. આ દરેક વાર્તાઓ સત્યઘટના છે. તે યાદ હોય. તેમાંથી બોધ તારવતાં આવડતું હોય, એકલા બેઠા બેઠા વાર્તા વાગોળ્યા કરીએ. બોધ મમળાવતા રહીએ. ધર્મચિંતા અચૂક સધાય. ધ્યાનથી ભણીને વાર્તાઓ યાદ રાખવી પડે છે. એ રીતે પાટપરંપરા આવે છે. પ્રભુવીર પછી ગુરુ શ્રીસુધર્માસ્વામી. પછી શ્રીજંબૂસ્વામી. આ ધારા છેક આપણા ભવનિતારક ગુરુ સુધી આવે છે. તે આખી મોઢે હોવી જોઈએ. પ્રાચીન કે અર્વાચીન કથાને આત્મસાધક બનાવવા માટે દૃષ્ટિ કેળવવી પડે. આ મહાપુરુષોએ દીક્ષા શા માટે લીધી ? દીક્ષા લીધા બાદ શું સાધના કરી અને કેવી તકલીફો વેઠી ? તેમના હાથે ધર્મ કોણ કોણ પામ્યા? તેમને કયા સંજોગોમાં કેવળજ્ઞાન કે સમાધિમરણ મળ્યું ? કંઈ ગતિમાં ગયા ? આ સવાલો વિચારવા જોઈએ. માહિતી મેળવવાનો મારગ માત્ર નથી આ. આ જાતને ઢંઢોળવાનો ઉપાય છે. તેમની જગાએ આપણે હોઈએ તો શું કરીએ તે વિચારતા રહેવાનું ? પૂરી પ્રામાણિકતાથી સરખામણી કરીને એ કેટલા ઊંચા છે તે પૂરવાર કરવાનું. સરખામણી કરવાની રીત પ્રશ્નો દ્વારા ઘડાય છે. + મારે દીક્ષા લેવી હોય અને મને મોટાભાઈ ના પાડી દે તો હું શું કરું ? આ પ્રશ્ન નંદીવર્ધનની કથામાંથી મળે છે. પ્રભુવીરનાં અંતિમ બે વર્ષના ગૃહસ્થાવાસમાંથી. + મને સામા માણસનો ડર લાગે તો ઊભો રહું કે છટકી જાઉં, ભાગી જાઉં ? આ સવાલ પૂછવાનો મોકો સમવસરણના દરવાજે ઊભા રહી પ્રભુવીરને જોઈ રહેલા બ્રાહ્મણકુળ શિરોમણિ શ્રી ઇન્દ્રભૂતિજી આપે છે. + રોજ ઘેરબેઠા નવાણું પેટી મળતી હોય તો મને દીક્ષા યાદ આવે? આ સવાલ શાલિભદ્રજીની કથામાંથી જાગે. અનહદની આરતી + મને દરિયામાં ધકેલી દેવામાં આવે તો મારા મનમાં શું વિચાર જાગે, તેમ જ મારાં મોઢામાં કયા શબ્દો હોય? શ્રીપાળ રાજાની કથામાંથી આ પ્રશ્ન ઊઠે. + મારું માથું દુખતું હોય અને પત્નીનો અવાજ મગજમાં ઘણની જેમ ઝીંકાતો હોય તો દીક્ષાનો સંકલ્પ સૂઝે કે મોટો ઝઘડો થઈ જાય? અનાથી મુનિની કહાનીનો આત્મલક્ષી સવાલ. + તમારા છ મહિનાના ઉપવાસથી અભિભૂત થયેલો ભારતનો સર્વસત્તાધીશ તપનું પ્રેરણાબળ શું છે તેમ સવાલ કરે તો શું જવાબ આપો ? આત્મપ્રશંસાની બાદબાકી થાય ? આ સવાલ આવે છે શ્રાવિકા ચંપાબાઈના પ્રસંગમાંથી.. કથાઓમાં જીવનના જ પ્રસંગો હોય છે. પ્રસંગે પ્રસંગે નવી નવી પ્રેરણા મળતી હોય છે. દૃષ્ટિપૂર્વક કથાનો અભ્યાસ થવો જોઈએ. અને ફરી સવાલ, જૈન રામાયણ અને જૈન મહાભારતની સ્વતંત્ર ખાસિયત સાથેની કથા આખી આવડે છે ? શાસ્ત્રોનો અભ્યાસ તો થતા થશે. આપણને તો શાસ્ત્રીય કથાઓ સુદ્ધાં આવડતી નથી. એક બે વાર વાંચો તો યાદ રહી જાય તેવી સેંકડો વાર્તાઓ આપણે વાંચી નથી. ચૂકી ગયા છીએ. અને ઇતિહાસ. જિનશાસનનાં દરવાજે અને શિખરે ફરકતી ધર્મની ધ્વજા પર આવેલા અઘોર આક્રમણોની કોઈ જાણકારી છે ? જૂના યુગોમાં આપણા ધર્મ પર જે અપરંપાર આક્રમણો થયાં તેની માહિતી મેળવવા કદી મથામણ કરી છે ? બૌદ્ધધર્મ, હિન્દુધર્મ, મુસ્લિમ ધર્મનાં નાનાંમોટાં આક્રમણો વેઠતા આવ્યા છે. પૂર્વપુરુષો. કદી કોઈની ખબર રાખી છે ? મૂર્તિઓ અને મંદિરોની સલામતી માટે માથું વધેરીને મૂકી દેનારા કોઈના લાડકવાયાઓનાં નામ યાદ છે ? ઇતિહાસને ભણવાનું ભૂલી જઈશું તે દિવસે આપણે ઇતિહાસમાંથી ભૂંસાઈ જઈશું. શબ્દો યાદ આવે છે ઉર્દૂ કવિના : કુછ બાત હૈ કિ હસ્તિ મીટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દરેઝમાં હમારા. શાસ્ત્રો અને ગ્રંથોનો આગવો ઇતિહાસ છે. રચનાઓ થઈ તેની કથા.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54