Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 18
________________ ત્રિવેણી સંગમ પ્રાર્થના-૧ ૬. શબ્દ શબ્દ શાતા માટેના ગ્રંથોની આખી હારમાળા ખડી છે. જીંદગી આખી ગોખીશું તોય ખૂટે તેમ નથી. આપણું બજેટ હોય તે મુજબ અવશ્ય ગોખવું. જે સૂત્ર કંઠસ્થ થાય તેના અર્થ સમજવા. જે સુત્ર કંઠસ્થ થઈ શકે તેમ નથી તેના અર્થ પણ શીખવા. સૂત્રની રચના ગણધરો દ્વારા થઈ. સૂત્રનો અભ્યાસ એટલે ગણધરો સાથે વાર્તાલાપ. સૂત્રમાં સંનિહિત અર્થનો ઉપદેશ તીર્થકરોએ આપ્યો. અર્થનો અભ્યાસ એટલે તીર્થકરો સાથેનો સંવાદ. અર્થ યાદ નથી રહેતા, વિચારમાં નથી ઉતરતા માટે સુત્રોનો સહારો લઈ અર્થ યાદ રાખવાના છે. કેવળ સૂત્રથી કામ ન ચાલે. અર્થ પણ જોઈએ. ગુરુ પાસેથી અર્થની જાણકારી મેળવવી. તે તે સુત્રોનો શાબ્દિક અર્થ સમજવો. સૂત્ર દ્વારા જે સંદેશ પામવાનો છે તે મેળવવો. સૂત્ર શીખામણ આપે છે તે અર્થ દ્વારા સાનમાં સમજવી, મારા આત્માને આ અર્થ કંઈ રીતે લાભકારી નીવડે છે તેનું મનોમંથન કરવું. અર્થ દ્વારા આત્મપરીક્ષા કરવી. હું ક્યાં છું અને કેવો છું ? અર્થ દ્વારા આત્મનિરીક્ષણ સાધવું ? હું કંઈ દિશામાં જઈ રહ્યો છું. અર્થનો ટકોરો આત્માને વાગવો જોઈએ. અર્થનો પડઘો ભીતરમાં પડવો જોઈએ. ગુરુભગવંતો વ્યાખ્યાનમાં જે શૈલીથી સમજાવે છે તે મુજબ અર્થના સથવારે મનોમંથન થવું જોઈએ. આપણો સંસાર વિચારો દ્વારા ઘડાયો છે. સુત્રમાંથી નીપજતો અર્થ નવા વિચાર ઘડે અને એ અર્થાનુસારી વિચાર સ્થિર બને તો સંસાર ઘટે. આત્માનાં સ્તરે જીવતા સંસ્કારોએ આપણને સંસારમાં બાંધી રાખ્યા છે. અર્થો શીખીને, તે આત્મસાત કર્યા બાદ જે વિચાર કરીશું તે નવતર સંસ્કારો ઘડશે. સંસારને કમજોર થવું જ પડશે. તીન બાત હૈ. ૧. ગુરુભગવંતની નિશ્રા સ્વીકારવી. ૨. રોજ નવાં સૂત્ર કંઠસ્થ કરવા. ૩. સૂત્રનો અર્થ શીખી, તેની ભાવના સુધી પહોંચવું. શક્તિ, સપનું અને સર્જન આ ત્રણ તબક્કે શાસ્ત્રાભ્યાસના નિયમોનો ત્રિવેણીસંગમ થશે. મંત્રીશ્વર વસ્તુપાળની પહેલી પ્રાર્થના ઘંટારવ બની જશે. શાહી ખૂટે તો પૈન ચાલતી નથી. પેટ્રોલ ન ભરો તો ગાડી ચાલતી નથી. નવું ભણતા ના રહો તો ધર્મની તાજગી જીવંત રહેતી નથી. અઘરું, તરત જ ન સમજાય તેવું ભણવાથી મગજને ઉદ્દીપન મળે છે. સમજાય નહીં તેથી કંટાળો કરવો તે અણઘડ હોવાની નિશાની છે. મગજને સતત કસતા રહેવું એ જ ઘડતરની પ્રક્રિયા છે. મગજને આદત ના પડે ત્યાર સુધી મગજ અસહકાર આંદોલન ચલાવે. ગભરાયા વગર અઘરું અઘરું ઝીંકતા રહ્યા મગજ પર, તો એક દિવસ મગજની સાન ઠેકાણે આવે છે. સહેલું ભણવાની આદત રાખીશું તો મગજને એશઆરામ મળશે. મગજ પાસેથી કચકચાવીને કામ લેવું જોઈએ. આપણી શક્તિ પાસેથી આપણે કામ નથી લઈ શકતા તેનો મતલબ એ થાય છે કે આપણને શક્તિ પર વિશ્વાસ નથી, પરિણામની શ્રદ્ધા નથી, લડવાનું ઝનૂન નથી. મોટી નદીઓનાં વહેણો કાળમીંઢ શિલાઓમાં બાકોરાં પાડી આરપાર નીકળી જાય છે. સેંકડો વરસના ધસારાથી પથ્થરોને પણ પાણી ફાડી નાંખે છે. શું આપણે પાણી જેટલા પણ શક્તિશાળી નથી ? આજ સુધી જે આવડ્યું છે તેમાં પુરુષાર્થ ઓછો અને વારસો વધુ છે. વગર પુરુષાર્થે આવડેલું – તરત નથી આવડ્યું. નવું હતું. ધીમે ધીમે સદી ગયું. એ શીખવાનું લક્ષ્ય નહોતું. છતાં આવડી ગયું. હવે શીખવાનું લક્ષ્ય રાખવાનું છે. પાપ સામેની લાંબી લડાઈ તે મોટું લક્ષ્ય છે. એ લડાઈના દાવપેચ શીખવા તે અવાંતર નાનું લક્ષ્ય છે. પૈસા મુખ્ય લક્ષ્ય છે. ભણવું તે અવાંતર છતાં અનિવાર્ય લક્ષ્ય છે. પૈસા કમાવા હોય તો સ્કૂલની ડિગ્રી જોઈએ આ સંસારી નિયમ છે. ધર્મ કમાવો છે તો સૂત્રોનો અભ્યાસ હોવો જોઈએ એ ભગવાનનો નિયમ છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54