Book Title: Anahadani Arti
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 17
________________ ત્રિવેણી સંગમ શાસ્ત્રોનો અભ્યાસ પૂરો થાય પછી ઘેર જવાનું થાય. ભલે. ગુરુ પાસે ફરી વાર રહેવા આવવાની બાધા લઈને જવું. ફરી મળવા માટે વિખૂટો પડે તે ભક્ત. દરવરસે સંસારનું વૈકૅશન પાડીને થોડો વખત ગુરુનિશ્રાએ રહી જવું. આ પહેલી પદ્ધતિ છે. કોઈ પણ ઉંમરે અમલમાં મૂકી શકાય તેવી આ પદ્ધતિ આજે પ્રચલિત નથી. પ્રયોગ તરીકે અજમાયશ કરવા જેવી છે. બીજી પદ્ધતિમાં ગુરુભગવંત આપણાં ગામે આવે તેની રાહ જોવાની છે. ગુરુ પધારે એટલે તેમની પાસે જઈને આપણા અભ્યાસ માટે સમય માંગવાનો. ગુરુની સ્થિરતા આપણા માટે વસૂલ થવી જોઈએ. તેમની પાસે ભણવામાં પ્રમાદ ન નડી જાય તેની જાગૃતિ રાખીને ધગશપૂર્વક ભણવું. મુંબઈના એક ડૉક્ટર ધર્મના અભ્યાસ માટે ગુરુભગવંત પાસે પહોંચ્યા. તેમની પાસે દિવસે ભણવાનો સમય નહોતો. ઇચ્છા આકંઠ હતી, અલબતું. ગુરુભગવંતે તેમને જ સમય નક્કી કરવા જણાવ્યું. ડૉક્ટર રાતે બાર વાગે જ ઘેર આવતા. ક્ષમાયાચનાના ભાવ સાથે તેમણે રાતે બાર વાગે ભણવાની ઇચ્છા વ્યક્ત કરી. ગુરુભગવંતે હા ભણી. એ ડૉક્ટર રોજ રાતે બારથી બે ભણ્યા. તદન અપવાદરૂપ આ કિસ્સો છે. આવો સમય માંગીને ગુરુભગવંત પર અત્યાચાર ન કરાય. એ ગુરુભગવંત તો સમર્થ હતા. બધા ગુરુભગવંત આવું ન કરી શકે, સમજવાનું એ છે કે ડૉક્ટરે ભણવા માટે ગુરુભગવંત શોધ્યા અને તેમનો સમય મેળવ્યો. આપણે સુયોગ્ય રીતે આ કામ કરવાનું. ગુરુભગવંતનો અને આપણો સમય મૅચ થાય તેવો ટાઈમ નક્કી કરવો પડે. વ્યાખ્યાન ઉપરાંતનો આ ધર્માભ્યાસ છે. વ્યાખ્યાને છોડીને ભણવા ન બેસાય, વ્યાખ્યાન સાંભળવા મળે તે મુજબ જ શાસ્ત્રના અભ્યાસનો અલગ સમય ગોઠવાય. વહેલી સવારે કે રાતે આ સમયખંડ ગોઠવી દેવાનો. ભણવામાં સૂત્ર પણ આવે અને અર્થ પણ આવે. ગુરુભગવંત પાસે સૂત્ર લેવાના અને અર્થ શીખવાના. મતલબ સુત્ર ગોખવાનું છે તેવી તૈયારીપૂર્વક જ ગુરુભગવંતનો સમય લેવાનો. આપણે નવકાર – પંચિંદિય અને બીજાં સૂત્રો શીખ્યા. સુત્રો આપ્યાં કોણે ? પાઠશાળાના શિક્ષકે. ગુરુભગવંતનાં શ્રીમુખે સૂત્ર નથી લીધાં. સાધક પાસેથી સૂત્ર લીધું હોય તો સાધના કેવી મહોરી ઉઠે ? અનહદની આરતી આપણે ધર્મનો - શાસ્ત્રનો અભ્યાસ કરીને તેમાં સૌથી પહેલું ગોખવાનું છે. શાસ્ત્રના અભ્યાસનો બીજો નિયમ તે કંસ્થીકરણ. ગાથા મોઢે કરવાની. જૂના જમાનામાં ચોટલી બાંધીને ભણવામાં આવતું. મંત્રી પેથડશાહ રાજદરબાર જવા માટે પાલખીમાં બેસે તે સમયે ગોખતા. આમ રાજાના ધર્મદાતા ગુરુદેવ શ્રી બપ્પભટ્ટિસૂરિજી મહારાજા રોજની હજાર ગાથા ગોખતા. ધર્મનાં ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય તખ્તો ગજવનારા શ્રી આત્મારામજી મહારાજા રોજની ત્રણસો ગાથા ગોખતા. ગોખવું એ ખૂબ જ લાભકારી મનોવ્યાયામ છે. ધર્મના શીખાઉ વિદ્યાર્થીઓ જ નહી બલ્ક ધર્મના મર્મજ્ઞ ગીતાર્થો પણ ગોખે છે. દસહજારની જનમેદની ભેગી કરનારા વ્યાખ્યાનકાર મહાત્મા રોજ સવારે એક ગાથા નવી અવશ્ય ગોખે છે તેવું આજના જમાનામાં જોવા મળે છે. નેવું વરસની ઉંમરે સવારે અડધો કલાકમાં પાંચ નવી ગાથા ગોખીને માથાના વાળમાં કાળી સેરો જીવતી રાખનારા શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગઈકાલ જેટલા દૂર નથી. એક જ દિવસમાં સાડાત્રણસો ગાથાનું પપ્નીસૂત્ર કંઠસ્થ કરનારા મહાત્માઓનાં તો નામ કેટલાં ગણાવવા ? વરસાદને લીધે ગોચરી ન જવાનું હોય તેથી વરસાદ ન અટકે ત્યાર સુધી ગાથા જ ગોખવી તેવી બાધા. લઈને મંડી પડનાર સાધુભગવંત છેક સાંજે વરસાદ અટકે ત્યારે અઢીસો ગાથા ગોખી ચૂક્યા હોય તેવું આજના સમયમાં બને છે. ગોખવાની મજા કંઈ અલગ છે. માંહી પડ્યા તે મહામુખ માણે એવો ઘાટ છે. આપણે નવી ગાથા ગોખી શકતા હોઈએ અને ન ગોખીએ તો આપણી શક્તિનો ઉપયોગ ન કરવાનું મોટું પાપ બંધાય છે. ભવિષ્યમાં બુદ્ધિ જ નથી મળતી – એ પાપને લીધે. જેટલો સમય નીકળી શકે તેની મર્યાદામાં રહીને પણ ગોખવું તો ખરું જ. સૂત્ર ગુરુ આપે. ગોખવાનો સમય આપણે કાઢવાનો. ઓછું ગોખાતું હોય, ગાથા ચડતી ન હોય એટલે ગોખવું નથી તેમ માનવું નહીં. તમે શું ગોખો છો તે મહત્ત્વનું નથી, તમે કેવા ભાવથી ગોખો છો તે મહત્ત્વનું છે. કલાકમાં અડધી ગાથા ચડતી હોય તો પણ ગોખવું. માષતુષ મુનિને તો એક પદ પણ કંઠસ્થ થતું નહોતું. થાક્યા વગર ગોખતા રહ્યા. વહેલું મળ્યું કેવળજ્ઞાન. સૂત્રો ગોખાય, સ્તવનો-સજઝાયો-સ્તુતિઓ ગોખાય. આવશ્યકક્રિયા અને દૈનિક ધર્મચર્યામાં જે કાંઈ મોઢે હોવું જોઈએ તે બધું ધીમે ધીમે ગોખતાં જવું. શાસ્ત્રનો અભ્યાસ આ જ ક્રમે ચાલશે. ગોખવા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54