Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 9
________________ પરંતુ ઉત્તેજન આપી સડાને દૂર નહીં કરતાં તેને છુપે રાખી પણ કરે છે. આથી તે સડે હાલમાં ભયંકર ઝેરી રોગમાં ફાટી નીકળ્યો છે, જેના પરિણામે જૈન સમાજમાં ઘેરે ઘેર ઝેરવેર કલેશ અને કુસંપનો પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદની કોર્ટમાં ચાલેલો બાઈ રતનનો કેસ, કુતરાપ્રકરણને કેસ, ખંભાતમાં બાઇ લીલાવતીને કેસ, વાસદમાં બાઇ મેના કેસ, જામનગરને જૈનઝગડે, જયવિજયે જાહેર રીતે એક વિધવા સાથે કરેલું પુનર્લગ્ન અને તેમની આત્મકથા, કેટલાક સાધુઓએ છેડેલી દીક્ષા તેમની પતિતતા અને એકરાર, વડોદરાની કોર્ટમાં નવદીક્ષિત સગીરને કેસ, મુંબઈમાં સાધુ ઉપર ચાલેલા કેસો, પાટણના ઝગડા અને કારટે ચડેલા કેસ, સુરતના અને છાણના ઝગડા એમ ઘણું ઘણું પ્રકારના બનેલા બનાવો કેવળ અયોગ્ય દીક્ષામાંથી જ જન્મ પામેલા છે એ જગજાહેર છે. વળી કેરટે ચડેલા કેટલાક કેસેમાં મેજીસ્ટ્રેટેએ ઠરાવમાં દીક્ષા સંબંધી અને અયોગ્ય દીક્ષાના હીમાયતી સાધુઓ સંબંધી પિતાના વિચારે જણાવી સખ્ત ટીકા કરેલી છે. અયોગ્ય દીક્ષાથી આવા પ્રકારનું નિંદાપાત્ર કલેશમય વાતાવરણ ઉભું થયેલું હોવાથી તેની આબેહુબ પરિસ્થિતિને ખ્યાલ આપવા અને તે સ્થિતિ છે તેમને તેમ ચાલશે તો ભવિષ્યમાં કેવું ગંભીર પરિણામ આવશે તેનો ભાવી ચિતાર ખડો કરવા આ એક નવલકથા લખવાને વિચાર મને ક્રુરી આવ્યો. અયોગ્ય દીક્ષા ઉપર લગભગ ચાર વરસથી હું જાહેર વર્તમાનપત્રમાં અને ખાસ કરી મુંબઇના સાંજવર્તમાન પત્રમાં છુટક લેખો લખ્યા કરું છું પરંતુ તેવા છુટક લેખે સાથે કાયમને માટે વાચકોના હાથમાં તે સંબંધી વાંચન પૂરું પાડવા, જે જે બનાવો બન્યા છે અને જાહેર વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા છે, જે જે જાહેરમાં આવ્યા નથી અને છુટા છવાયા ગુપ્ત રીતે કોઈ કઈ સ્થળે બન્યા જ કરે છે તથા જેના ભવિષ્યના ભણકારા વાગી રહ્યા છે તે તથા મન નિરંકુશ બની કેવી પ્રપંચ જાળો પાથરે છે, અનીતિ અને દુરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 418