Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 8
________________ રહ્યા છે. આવી અગ્ય દીક્ષા અટકાવવા ઘણું શહેરમાં અને ગામમાં યુવકસંઘ અને સમાજ સ્થપાયા છે અને તેના કાર્યવાહકો, અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓનાં વર્તન સુધારવા દીક્ષા સંબંધી ઠરાવ કરી પ્રયત્ન કરી રહ્યા છે. સંવત ૧૯૮૬ ના માહ સુદ ૧૦ ના રોજ જુનેર મુકામે મળેલી તેરમી જૈન વેતાંબર કોન્ફરંસે પણ દીક્ષા સંબંધી ઠરાવ કર્યો. જૈન કૅન્ફરંસની વિરૂદ્ધ પડનાર ઑલ ઈડીઆ યંગમેન્સ જૈન સોસાયટીની સંવત ૧૯૮૬ ના ચૈત્ર વદ ૧ ને સેમવારે સુરતમાં મળેલી પહેલી પરિષદના પ્રમુખે પણ પિતાના ભાષણમાં મુક્તકંઠે જાહેર કર્યું છે કે “પૂજ્ય સાધુસંસ્થામાં કુસંપ ઘર ઘાલ્યું છે, એકલ વિહારી સ્વછંદી સાધુઓની સંખ્યા વધતી જાય છે.. કેટલાક પતિત સાધુઓ ધર્મના નામે અધર્મ ઉપદેશી રહ્યા છે” આ ઉપરથી વાચકો સમજી શકશે કે બંને પક્ષવાળા કબુલ કરીને ચાલે છે કે કેટલાક સાધુઓમાં પતિતતા દાખલ થયેલી છે તે વાત નિર્વિવાદ છે. સાધુસંસ્થા તે સંવત ૧૯૬૮ થી ચેતવણી આપી રહી છે. એટલે હવે પ્રશ્ન એટલો જ રહે છે કે એ સડે કેમ દૂર કરવો ? તે દાબી રાખીને કે ઉઘાડે બહાર પાડીને? - સાધુઓ ધર્મના નેતા, ઉપદેશક અને માર્ગદર્શક હોવાથી અને જ્યારે તેમનામાંજ પતિતતાએ પ્રવેશ કર્યો છે ત્યારે તેમના ચેપથી આખી સાધુસંસ્થાને અને જૈન સમાજને હાની પહેચે એમાં શું આશ્ચર્ય? આ સ્થળે મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે “સાચું તે મારું” એ સિદ્ધાંતની અવગણના કરી “મારું તે સાચું” એવા પિતાના હઠવાદને વળગી રહી, સાધુસંમેલનના ઠરાવને પણ કેરાણે મુકી, કેટલાક આચાર્યો અને સાધુઓ કેવળ દ્વેષની દૃષ્ટિથી જોઈ ધર્મના બહાના નીચે ચેલાની લાલસા તૃપ્ત કરવા યેન કેન પ્રકારેણ અગ્ય દીક્ષાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને તેને કેટલાક અંધશ્રદ્ધાળુ અને કેટલાક ધર્મને આડંબર કરનાર દાગ્મિત ભકતે નિભાવી લઈ એટલું જ નહીં ક વાંચો તા. ૨૧-૪-૧૯૩૦ નું વીરશાસન પત્ર પાન ૪૪૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 418