Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat Author(s): Mahasukhbhai Chunilal Publisher: Mahasukhbhai Chunilal View full book textPage 6
________________ પ્રસ્તાવના. કેટલાંક વર્ષોથી કેટલાક જૈન આચાર્યો અને મુનિ મહારાજેએ શિષ્ય પરિવાર વધારવાની લાલસાને તૃપ્ત કરવા પરમ પવિત્ર ભાગવતી દીક્ષાને એવી ખેદજનક દશાએ પહોંચાડી દીધી છે કે તે સંબંધી સાધુસંસ્થા અને જૈન સમાજમાં ભારે ઉહાપોહ થઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ જનઆલમનું વાતાવરણ કલેશમય બની રહ્યું છે અને દિન પ્રતિ દિન તેમાં વધારે થતું જાય છે. શિષ્ય પરિવાર વધારવાની લાલસાથી થતા અનર્થો કેટલાક વિચારશીલ આચાર્યો અને મુનિ મહારાજોના ધ્યાન ઉપર આવવાથી તેમને સાધુસંસ્થા સુધારવા દીક્ષા પર અંકુશ મુકવા પ્રેરણા થઈ હતી ને તે પ્રેરણાનુસાર સંવત ૧૯૬૮ ના જેઠ વદ ૧૩ ગુરૂવાર તા. ૧૩-૬-૧૯૧૨ ના રોજ સવારે વડોદરા મુકામે સાધુસંમેલન મળ્યું હતું, જેમાં સવનુમતે ચોવીસ કરાવો થયા હતા, તે પૈકી ખાસ દીક્ષા સંબંધી નીચેના બે ઠરાજ થયેલા તે વાચકોના ધ્યાન ઉપર લાવું છું— “જેને દીક્ષા આપવી હોય તેની ઓછામાં ઓછી એક મહીનાની મુદત સુધી યથાશક્તિ પરીક્ષા કરી તેના સંબંધી માતાપિતા ભાઈ સ્ત્રી વગેરેને રજીસ્ટર્ડ કાગળથી ખબર આપવાનો રીવાજ આપણ સાધુઓએ રાખવો, તેમજ દીક્ષા નિમિત્તે આપણી પાસે જે વખતે આવે તે જ વખતે તેના સંબંધીઓને રજીસ્ટર્ડ કાગળથી તેની પાસે ખબર અપાવવાને ઉપયોગ રાખો.” (ઠરાવ ૨૦ ) આજકાલ કેટલાક સાધુએ શિષ્ય કરવા દેશકાળ વિરૂદ્ધ વર્તન ચલાવે છે જેથી શાસનની હેલના થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેમજ મુનિઓને કઈ કઈ વખત અનેક મુશ્કેલીઓમાં ઉતરવું પડે છે, જેથી આ સંમેલન આવી રીતે દીક્ષા આપી શિષ્યો કરવાની પદ્ધતિને તેમજ તેવી રીતે દીક્ષા લેનાર તથા આપનાર અપા * જુઓ આત્માનંદપ્રકાશ પુસ્તક ૯ અંક ૧૨ પાન ૩૬૮ તથા ૩૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 418