Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat Author(s): Mahasukhbhai Chunilal Publisher: Mahasukhbhai Chunilal View full book textPage 7
________________ વનાર માટે અત્યંત નાપસંદગી જાહેર કરે છે અને ઠરાવ કરે છે કે આપણા સમુદાયના સાધુઓ પૈકી કેઈએ પણ આવી ખટપટમાં ઉતરવું નહીં અને જે મુનિ આવી ખટપટમાં પડશે તેને માટે આચાર્યજી મહારાજ સખ્ત વિચાર કરશે.” (ઠરાવ ૨૩ મો). એ સંમેલનના અધ્યક્ષસ્થાનેથી બોલતાં સગત આચાર્યશ્રી વિજયકમળમૂરિએ જણાવ્યું હતું કે “દેશકાળને વિચાર કર્યા વગર શિષ્ય વધારવા તરફના મેહમાં તણાઈ કેટલાક સાધુએામાં ન સહન થાય તેવી વર્તણુંક ચાલે છે અને તેના પરિણામે તે જૈનધર્મની નિંદાનું કારણ થઈ પડે છે. તે તેને માટે પણ આપણે એવી કઈ ગોઠવણ કરવી જોઈએ કે જેથી આ પ્રસરેલી બદીને ચેપ આપણું સાધુએને લાગે નહીં.” વળી તેમણે ઉપસંહાર કરતાં ભાર દઈ જાહેર કર્યું હતું કે “દીક્ષા સંબંધી જે કોઈ ઠરાવ આપણે પસાર કર્યા છે તે તરફ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. આજકાલ સાધુઓને માટે જ્યાં જેશે ત્યાં એજ નિંદાનું કારણુ થઈ પડયું છે તે તમારે તેમાંથી બચવા પ્રયત્ન કરવા જ જોઈએ. આપણું મહાન પૂર્વાચાર્યોએ આપણું. માટે જે નિયમ બાંધ્યા છે તે તરફ નજર કરશે તે સહેજે જણાશે કે શિષ્યો વધારવા માટે દેશકાળ વિરૂદ્ધને હાલ કેટલેક પ્રસંગે જે વર્તન ચાલે છે તે અયેચ છે.”$ આ ઉપરથી વાચકોને ખ્યાલ આવશે કે અયોગ્ય દીક્ષાએજ સાધુસંસ્થાની ગંભીર સ્થિતિ બનાવી મુકી છે. અયોગ્ય દીક્ષાથી સાધુત્વની પાત્રતા નહીં ધરાવનાર ઘણું પુરૂષો સાધુસંસ્થામાં જોડાય છે અને પરિણામે તેમાંથી કેટલાક આચારભ્રષ્ટ થાય છે, બીજાઓને બગાડે છે અને સમગ્ર સાધુસંસ્થાને કલંક લગાડે છે. ઉપર પ્રમાણે સાધુસંમેલનમાં ઠરાવ થયા છે અને તેના ઉપર સહીઓ પણ થઈ છે છતાં કેટલાક આચાર્યો અને સાધુઓ તે ઠરાવને ઠાકરે મારી અગ્ય દીક્ષા આપી ઠામ ઠામ ઝેરનાં બી વાવી જુઓ સદર પુસ્તકનું પાન ૩૫૭. ૬ જુઓ સદર પુસ્તકનું પાન ૩૭૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 418