Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 10
________________ ચારે કેવી કેવી ગુપ્ત યુક્તિ પ્રયુક્તિ રચી ધર્મના ઓઠા નીચે પગપેસારે કરે છે તે તમામ ઉપરથી ઉદ્દભવેલી કલ્પનાએ, તેમજ હાલમાં જનતામાં નવલકથા વાંચવાનો શેખ ઘણેજ વધી ગયો છે તેથી વાચકવર્ગની અભિરૂચિને સત્કાર કરી તે દ્વારાએ ઉદ્દેશ સફળ કરવાની મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી પ્રેરણાએ આ મારી અમૃતસરિતાની નવલક્થાને જન્મ આપ્યો છે. અમૃત અને સરિતા પતિપત્ની તરીકે છે અને તે પાત્ર આ નવલકથાના નાયકનાયિકા છે. ભાવસૂચક નામ અગ્ય દીક્ષા ઉપર દૃષ્ટિપાત છે.” હું હૃદયપૂર્વક જણાવવાની રજા લઉં છું કે સાધુસંસ્થાની અને જૈનસમાજની આંખ ઉઘાડી તેમાં જે જે ભયંકર બદીઓ દાખલ થઈ છે અને વધુ દાખલ થવાનો સંભવ છે તેનું દશ્ય જનતા આગળ ખડું કરી દુરાચારની પરિસ્થિતિ સમજાવી તે દૂર કરી સુધારે કરો અને સાધુસંસ્થાને વધુ કલંકિત થતી અટકાવી શુદ્ધ કરવી એજ આ નવલકથા લખવાને મારે ઉદ્દેશ છે. વાચકે કબુલ કરશે કે કઈ પણ ધાતુના કે માટીના પાત્રમાં પણું હોય અને તેમાંથી પાણી જતું હોય તે આપણે પ્રથમ તે પાત્રમાંનું છિદ્ર શેધી કાઢવું પડશે અને તે શોધી કાઢયા પછી જ તેને પૂરવાને પ્રયત્ન થાય છે. ડોકટર વૈદ્ય કે હકીમ પણ રોગીના રોગનું પ્રથમ નિદાન કરી તેનું કારણ શોધી કાઢી પછી દવા અને ચિકિ લ્યા કરે છે. તે જ પ્રમાણે આ નવલકથામાં વસ્તુની સંકલના વાચકોની દૃષ્ટિગોચર થાય એ સ્વાભાવિક છે. દેષ કે નિંદાની ખાતર નહીં પણ અંધ શ્રદ્ધાના પાટા છેડાવી ધર્મના બેટા દંભને પ્રકાશમાં લાવી માત્ર સુધારવાની ખાતરજ મારા શુદ્ધ હૃદયથી ભૂત વર્તમાન અને ભવિષ્યના સંભવનું સત્ય સ્વરૂપ વાચકો આગળ મુકી હાલની પરિસ્થિતિ સુધારવા શું શું પ્રયત્ન કરવા જોઈએ તેને વિચાર કરી જૈન જનતામાં ખરી ધગશ જાગૃત કરવા આ નવલકથા દ્વારા કાર્યનું ક્ષેત્ર નજર આગળ ધરવા મેં યથાશક્તિ પ્રયાસ કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 418