Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat Author(s): Mahasukhbhai Chunilal Publisher: Mahasukhbhai Chunilal View full book textPage 4
________________ જ અર્પણ પત્રિકા. અગ્ય દીક્ષાના હિમાયતી મુનિ મહારાજોના ચરણકમળમાં. પવિત્ર ભાગવતી દીક્ષાકુમારિકાને વિકરાળ રાક્ષસી બનાવી, શિષ્ય પરિવાર વિસ્તારવાની તીવ્ર તૃષ્ણાને નવદીક્ષિતનાં સ્નેહી જનેની અશ્રુધારાના પાનથી તૃપ્ત કરી, તે નિશાસા ભરેલા અમૃપાનના ગુમાનમાં પવિત્ર પંચ મહાવ્રતને ખુલ્લી રીતે ભંગ કરી પચીસમા તીર્થંકર રૂપ મનાતા પરમ પૂજ્ય સંધને અપમાન ભરેલા શબ્દોથી સંબોધી, “સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવતિ” એ ન્યાયાનુસાર જૈનસમાજને તારક મટી ઘાતક બની, અયોગ્ય દીક્ષાને ભાગવતી મનાવી, ધર્મના નામે અધર્મ પ્રવર્તાવી, જે મુનિમહારાજે ભારતવર્ષની જૈનજનતામાં ઝેરી રસને પ્રવાહ રેડી સંઘમાં ઝેર વેર કુસંપ ને કલેશ ફેલાવી રહ્યા છે તે ઝેરી રસને ધોઈ નાખી શુદ્ધ કરવા તે મુનિમહારાજના ચરણકમળમાં આ મારી અમૃતસરિતા અર્પણ કરું છું. તે એવી આશાથી કે તેઓ આ અમૃતસરિતામાં પરિપૂર્ણ રીતે નિમજજન કરી પિતાના હદયને અમૃતમય બનાવી, વિચાર વાણી અને વર્તન દ્વારાએ અમૃતને પ્રવાહ વહેવડાવી ભારતવર્ષના સંધમાં સંપ સુલેહ અને શાંતિ પ્રસારે. અધિષ્ઠાતા દેવો તેમને બુદ્ધિ આપી આ મારી અંતરની આશાને સફળ કરી મને કૃતાર્થ કરે. લી. સંઘને સદાને સેવક મહાસુખભાઈ ચુનીલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 418