Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ બ્રિટનની પાર્લામેન્ટમાં દર બીજી ઑ ટોબરે અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે છે, તે સંદર્ભમાં ૨૦૦૪માં બ્રિટનની પાર્લામેન્ટમાં આ પુસ્તક ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ચેરમેન શ્રી રતિભાઈ ચંદરયાએ પાર્લામેન્ટના અધ્યક્ષ સ્ટીફન પાઉન્ડને ભેટ આપ્યું હતું. તીર્થંકર મહાવીર એ પુસ્તક કુમારપાળ દેસાઈ દ્વારા પૂર્વે લખાયેલી ‘ભગવાન મહાવીર’ નામની પુસ્તિકા તથા મહાવીર જીવનદર્શન ગ્રંથનો નિચોડ પણ આપે છે. મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' એ શ્રીમદ્ રાજચંદ્રના જીવનની ગાથા આલેખતું પુસ્તક છે. આ પુસ્તક પાછળનો પોતાનો ઉદ્દેશ ‘આરંભે’માં સ્પષ્ટ કરતાં લેખકે કહ્યું છે. “આવી દિવ્ય વિભૂતિનું ચરિત્ર આલેખવાની પાછળનો અમારો આશય એટલો જ કે શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય પ્રકાશિત જીવનનાં થોડાં કિરણો વાચકો, ભાવકો કે જિજ્ઞાસુઓને સાંપડે અને એ દ્વારા એમનામાં મુમુક્ષા જાગે. એ જાગેલી મુમુક્ષાને એમના આ જીવનચરિત્રમાંથી દિશાસૂચન સાંપડી રહે.” એક પૃષ્ઠ ઉપર શ્રીમદ્ રાજચંદ્રના જીવનનો એક પ્રસંગ અને તેની સામે એનું ચિત્ર – એ પ્રકારે આ પુસ્તક તૈયાર થયું છે. શ્રીમના જન્મથી માંડીને તેમના દેહત્યાગ સુધીની આ કથા છે. મહાત્મા ગાંધી સ્વયં શ્રીમદ્ રાજચંદ્ર વિશે કહે છે. “મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું. પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સ્ટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” મહાત્મા ગાંધી રાજચંદ્રભાઈને પ્રથમ કોટિના તત્ત્વજ્ઞાની અને અધ્યાત્મપુરુષ તરીકે મૂકી આપે છે. આ પુસ્તકમાં શ્રીમદ્ રાજચંદ્રના વૈરાગ્યની તીવ્રતા. બોધબીજનું અપૂર્વપણું અને સમ્યગ્જ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર દ્વારા થયેલી એમની અધ્યાત્મયાત્રાની ઝાંખી આપવામાં આવી છે. ૧૬૧ પૃષ્ઠોમાં એમની પ્રેરક સચિત્ર જીવનગાથા મળે છે. એ પછી શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિભા વિશે મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથા સત્યના પ્રયોગો'માં તથા અન્ય નિમિત્તે આપેલાં વ તવ્યોમાં આલેખાયેલાં અનુભવવચનોમાં જોવા મળે છે. છ પદનો પત્ર અને આત્મસિદ્ધિશાસ્ત્ર છે જેવી એમની કૃતિઓની સાથોસાથ એમના ગ્રંથોમાંથી જૈનદર્શનનો મર્મ, અક્ષરના યાત્રી. ૨૪ 13 અધ્યાત્મસંદેશ અને મોક્ષમાર્ગ વિશેની એમની વિચારધારા દર્શાવી છે. અંતે વચનામૃતની પદસરિતા પણ આપી છે. આ રીતે આત્માના અમૃત પ્રકાશની ઓળખ આપનાર શ્રીમદ્ રાજચંદ્રજીનાં જીવન અને તત્ત્વજ્ઞાનને દર્શાવવાનો આ પ્રયાસ છે. એમને વિશેનું આ સચિત્ર પુસ્તક એમની વિરલ એવી વિભૂતિમત્તા દર્શાવી જાય છે. કુમારપાળ દેસાઈનાં આધ્યાત્મિક યાત્રાના આલેખ આપતાં ચરિત્રોમાં મ્બાળકોના બુદ્ધિસાગરસૂરિજી અને આતમજ્ઞાની શ્રમણ કહાવે' એ બે જીવનચરિત્રો ભિન્ન વિશેષતાઓ માટે આપણું ધ્યાન ખેંચે છે. બાળકોના બુદ્ધિસાગરસૂરિજી'માં ૧૦૮ ગ્રંથોના રચિયતા, વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા સામે સમાજને જાગ્રત કરનાર અધ્યાત્મયોગી આચાર્ય બુદ્ધિસાગરસૂરિના ચરિત્રને બાળભોગ્ય શૈલીમાં આલેખ્યું છે. એમના જન્મથી આરંભાતી આ કથા એક-એક પ્રસંગો દ્વારા વિકસતી રહે છે. પેથાપુરના નિરક્ષર કણબી કુટુંબમાં જન્મેલી એક વ્યતિ જ્ઞાનનો સાગર અને ધ્યાનનો મહાસાગર બની જાય તેની આ રોમાંચક અને પ્રેરણાદાયી જીવનકથા છે. ૧૯ પ્રકરણોમાં વહેંચાયેલા આ પુસ્તકમાં આચાર્ય બુદ્ધિસાગસૂરિજીના બાલ્યાવસ્થાના, નિર્ભયતાના અને જ્ઞાનોપાસનાના અનેક પ્રસંગો મળે છે. જ્યારે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીની જીવનકથા આતમજ્ઞાની શ્રમણ કહાવે'માં કાશીરામમાંથી કૈલાસસૂરિ બન્યા, તેની અધ્યાત્મયાત્રાનું આલેખન છે. ૧૩ પ્રકરણોમાં આલેખાયેલી આ કથામાં સાચા સાધુની મહત્તા દર્શાવવામાં આવી છે. વળી, આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં જે પ્રકરણોનાં શીર્ષકો અપાયાં છે. તે તેમાં આલેખાયેલા પ્રસંગોને કેન્દ્રમાં રાખીને અપાયેલાં છે. સામાન્ય રીતે પાત્રો કે ઘટનાને કેન્દ્રમાં રાખીને શીર્ષકો અપાતાં હોય છે. વળી, દરેક પ્રકરણની શરૂઆતમાં આચાર્યશ્રીની સચિત્ર છબી મૂકી છે. કાશીરામના જીવનની કટોકટીથી અધ્યાત્મકથાનો પ્રારંભ અને મહાન વ્યતિનું મૃત્યુ કેવું હોય ત્યાં સુધીની એક સંત જનસામાન્યની જીવનશૈલીમાં કેવું સમૂળગું પરિવર્તન સાધે છે, તે આચાર્યશ્રીની અંતિમયાત્રાના વર્ણનમાં પ્રતિધ્વનિત થાય છે. લેખક લખે છે. કાશીરામમાંથી ગચ્છાધિપતિ શ્રી કૈલાસસાગરસૂરિજી બનેલા સાધુપુરુષની જીવનગાથા આ પુસ્તકમાં આલેખાઈ છે. - પુસ્તકના અંતે તેમના જીવનનો પરિચય, તેમણે કરેલા ચાતુર્માસની વિગત, તેમના હસ્તે કઈ સાલમાં કયા પ્રભુજીનો કયા સ્થાને અંજન-પ્રતિષ્ઠામહોત્સવ થયો ચરિત્ર સાહિત્ય ૨૫

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88