________________
પડેલા જૈન ધર્મના પ્રભાવને દર્શાવીને શ્રીમદ્ રાજચંદ્ર વિશે એમણે પ્રગટ કરેલા વિચારો મળે છે.
આ બધાં પુસ્તકોમાં અંગ્રેજીમાં લખાયેલું Tirthankara Mahavir સૌથી ઉત્તમ ગણી શકાય. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં દર વર્ષે બીજી ઓ ટોબરે ‘અહિંસા દિવસ • જવવામાં આવે છે અને એ સંદર્ભમાં આ પુસ્તક ત્યાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને ભગવાન મહાવીર વિશેના એન્સાઇ• લોપીડિયા જેવો દરજ્જો મળ્યો છે. એ વિશે યુનોમાં ભારતના રાજદૂત તરીકે રહી ચૂકેલા જૈનદર્શનના અભ્યાસી ડિૉ. એન. પી. જૈન લખે છે,
"Tirthankara Mahavir authored by Padmashree Kumarpal Desai is a highly commendable and worthwhile work as it gives a most comprehensive, lucid and vivid account of Bhagwan Mahavir's life and legacy.
The book has been attractively designed and rare pictures from Kalpasutra and other Jain Scriptures have given it tremendous added value. This has made it of interest both to scholars and researchers as well as the average reader. The style of expression, the medium of simple language and the devotional spirit mirrored on every page of the book makes it immensely readable. In fact, it will not be an exaggeration to say that this is the most complete and beautifully formatted biography of Tirthankara Mahavir so far in the English language. With the rapid globle spread of Jain community all over the world, the book makes for not only an invaluable reference material, but easy, impact making and assimilative reading for the younger generation of Jains born and brought up in distant foreign countries in the midest of highly materialistic environment."
આ ગ્રંથમાં ' ડા અભ્યાસ અને દીર્ધ સંશોધન દ્વારા ભગવાન મહાવીરનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં ભગવાન મહાવીર વિશે મળતા ઉલ્લેખ અને વિશ્વની મહાન વિભૂતિઓએ ભગવાન મહાવીર વિશે કરેલી શબ્દવંદના આલેખાયાં છે. સરળ, પ્રવાહી, રસપ્રદ અને પ્રમાણભૂત રીતે લખાયેલા આ ચરિત્રની સામગ્રી વિશે લખતા અને વિદેશમાં જૈન ધર્મનો પ્રસાર કરનારા ગુરુદેવ ચિત્રભાનુ નોંધે છે,
Tirthankara Mahavir is a laudable book for more than one reason. Not
only it is a labour of love of a noted Jain scholar, but its spotlight is hung over a world philosophy that is essential at the present moment. This is not surprising given the impeccable credentials of Kumarpal Desai and his life-long study of the subject."
તીર્થકર મહાવીરના ગ્રંથના પાને પાને બહુરંગી તસવીરો મળે છે. એમાં આલેખાયેલાં પ્રસંગચિત્રોમાં કેટલાંક તો સર્વપ્રથમ વખત આલેખાયાં છે. વળી ભગવાન મહાવીરના વિહારની, તપની, ચાતુર્માસની, એમના ૨૭ ભવની તથા ધર્મ, આત્મા, શીલ, સ્વાધ્યાય, વિનય, ત્યાગ વિશેનાં એમનાં વચનોનું સંકલન મળે છે. વળી ભગવાન મહાવીરનો કાલનિર્ણય, જન્મકુંડળી અને એમણે કરેલી ભવિષ્યવાણીનાં રસપ્રદ સંશોધનોની સાથે આગમસૂત્રોમાં મળતા તેમનાં તપ, ત્યાગ અને મહાવીર-જીવનના ઉલ્લેખો આલેખાયા છે.
ભગવાન મહાવીરની પરિષદામાં એમના પરમ શિષ્ય ગુરુ ગૌતમસ્વામી તથા અનેક રાજાઓ અને સામાન્ય માનવીઓએ પોતાના મનની જિજ્ઞાસા પ્રગટ કરી હતી. એ પ્રશ્નો આગમગ્રંથોમાં સંવાદરૂપે મળે છે. એનો પણ આસ્વાદ વાચકને મળે તે માટે આ ગ્રંથમાં LUnique Dialogues પ્રકરણમાં આલેખવામાં આવ્યા છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ અને ‘ભગવતી સૂત્ર” એ આલેખાયેલા મહત્ત્વના સંવાદો પણ અહીં મળે છે.
વળી આ ગ્રંથની એક વિશેષતા એની સર્વગ્રાહિતા છે. ભગવાન મહાવીરના સંઘમાં કોણ કોણ સામેલ હતું. એનો વિગતે ખ્યાલ મળે છે. એ પછી ભગવાન મહાવીરની પાટપરંપરા દર્શાવી છે તથા તેમના જીવનને લગતાં ત્રણ મહત્ત્વનાં તીર્થો - બ્રાહ્મણવાડા, ક્ષત્રિયકુંડ અને પાવાપુરી–ની વિગતો આપી છે. જુદાં જુદાં આગમસૂત્રોમાં મળતી ભગવાન મહાવીરની વાણી સંગ્રહિત કરી છે. ભગવાન મહાવીર વિશેની સ્તુતિ તથા અન્ય કાવ્યરચનાઓ અહીં સમાવેશ પામી છે.
ભગવાન મહાવીરસ્વામીના જીવન વિશે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં કેટલોક ભેદ જોવા મળે છે. આવા મહત્ત્વના ૧૯ ભેદ અહીં દર્શાવ્યા છે. વળી વિદેશી ચિંતકોએ તથા ભારતના રાષ્ટ્રપુરુષોએ જૈન ધર્મ અને ભગવાન મહાવીર વિશે કહેલાં અવતરણો અહીં મૂ યાં છે. આ ગ્રંથની એક ઉપયોગિતા એ ભગવાન મહાવીર વિશે લખાયેલા મહત્ત્વના ગ્રંથોની સૂચિ છે અને અંતે આ પુસ્તકમાં આવતા સંસ્કૃત અને પ્રાકૃત પારિભાષિક શબ્દોની અંગ્રેજીમાં સમજણ આપી છે.
અક્ષરના યાત્રી
અંગ્રેજી પુસ્તકો
૧૦૫