________________
ટેવ છે, આકાશને આંબવું છે” તે આકાશને આંબી તો ન શકાય, પણ તેમણે આકાશ જેવી વ્યાપ તાથી મહાન ગ્રંથો અને સૂત્રોની ઓળખ કરાવી છે.
‘ગુજરાત ટાઇમ્સમાં પ્રગટ થતી તેમની પાંદડું અને પિરામિડ” કૉલમ તો સુવર્ણજયંતિ • જવે એમ છે. તે કૉલમ વિશે લખતાં વિનુભાઈ શાહ લખે છે :
છે ‘ગુજરાત ટાઇમ્સ’નો વાચકવર્ગ પાંદડું અને પિરામિડ'ની કાગડોળે રાહ જોતો હોય છે. શીર્ષક પછી તરત શેર-શાયરી કે ગઝલની બે રત્નકણિકા સમી પં િતઓ, પછી લેખનું લક્ષ્ય, પછી દૃષ્ટાંત અને અંતે નિષ્કર્ષ – એવી ચોક્કસ ભૌમિતિક પ્રમેય સમી પ્રતિ સપ્તાહ પ્રસિદ્ધ થતી કૃતિઓમાં પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક તથા સામાજિક દૃષ્ટાંતકથાઓનો આધાર કુમારપાળ લે છે. તેમાં તેમના વિશાળ વાંચનનું પ્રતિબિંબ પડે છે, જે ધાર્યું નિશાન તાકે છે. એમની કૉલમલેખક તરીકેની એક વિશેષતા એ રહી છે કે કોઈ રાજકીય પક્ષની તરફદારી કરવાને બદલે એમણે પ્રજાની લાગણીને વાચા આપી છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશની પ્રજાની વેદના, હતાશા અને ગુંગળામણને નિર્ભીક રીતે આલેખી છે. આને માટે • વચિતુ કોઈ રાજકીય નેતાએ અણગમો પ્રગટ કર્યો હોય, છતાં એમણે એવી કચ્છી પરવા કરી નથી અને પોતાનો પત્રકાર તરીકેનો ધર્મ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી બજાવ્યો છે.”
આમ તેમણે પત્રકારત્વક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કર્યું છે. આજના સમયમાં ચારિત્રઘડતર કરતી કૉલમ સતત અને સફળ રીતે ચલાવવી એ કપરું કામ કુમારપાળ દેસાઈએ કરી બતાવ્યું છે, જ્યારે એમના આ વિષયના પુસ્તક-લેખનના કાર્યમાં તેમની યશકલગીરૂપ પુસ્તક તરીકે “અખબારી લેખન'ને ગણાવી શકાય. પત્રકારત્વના અનુસ્નાતક કેન્દ્રના મુલાકાતી અધ્યાપક તરીકે, વિશેષાંકોના સંપાદક તરીકે, પત્રકારત્વમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે તેમજ આ વિષયને અનુલક્ષીને પરિસંવાદોના યોજક તરીકેની તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. આથી તેમને પત્રકારત્વક્ષેત્રની કામગીરી માટે નવચેતન રૉપ્યચંદ્રક', થશેશ શુ લ ચંદ્રક’ તથા ‘હરિ ૐ આશ્રમ એવોર્ડ મળ્યા છે. પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ' પણ પ્રાપ્ત થયો છે.
અખબારી લેખન’ પુસ્તક પત્રકારત્વના વિષયોને કેન્દ્રમાં રાખીને લખાયેલું છે. અખબારી લેખન કેવી રીતે થઈ શકે તેની ઉદાહરણ સહિત ૨૪ પ્રકરણોમાં વિસ્તૃત માહિતી આપતું પુસ્તક છે. ગુજરાતી પત્રકારત્વમાં એવો ખ્યાલ ઘર કરી
ગયો હતો કે પત્રકારને કોઈ તાલીમ લેવાની ન હોય. તે તો નૈસર્ગિક પ્રેરણાથી થતું સર્જન છે. પરિણામે પત્રકારત્વની તાલીમ આપતાં પુસ્તકોનો સમૂળગો ભાવ હતો. આ સમયે પત્રકારને તાલીમ આપતું અને સજ્જતા કેળવવાના માર્ગો દર્શાવતું આ પુસ્તક પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયું છે. પત્રકારત્વ એક ‘પ્રોફેશનમાં છે. એ વિચારને લક્ષમાં રાખીને આ ગ્રંથ લખાયો છે. આમાં પત્રકારે કયા વિષય પર લખવું જોઈએ. લેખનું આયોજન, એની ભાષા તથા એના આંતરિક બંધારણ જેવી બાબતો અંગે અભ્યાસીને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. પત્રકારની શૈલીમાં પેરેગ્રાફનું આયોજન, વા• યનું મહત્ત્વ, શબ્દનું સામર્થ્ય કેવી રીતે આવવું જોઈએ તેની સદૃષ્ટાંત ચર્ચા કરીને અખબારી લખાણના લખનારે શબ્દના ઔચિત્યનો ખ્યાલ રાખવો જોઈએ એ સમજાવતાં લેખક લખે છે : “જાણીતો’ અને ‘નામીચો’, ‘વિદ્વાન’ અને ‘સુશિક્ષિત’, ‘આરોગ્ય’ અને નીરોગીતા', “સાક્ષર” અને “ભણેલો’ જેવા શબ્દો વચ્ચેનો ભેદ ખ્યાલમાં રાખવો જોઈએ. અગ્રણી, આગવું શ્રેષ્ઠ, આશ્ચર્યજનક, સર્વોત્કૃષ્ટ જેવાં વિશેષણોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.” ફીચરનું મહત્ત્વ, તંત્રીની સજ્જતા, કાર્ટુનની કલા જેવા વિષયો પર સદૃષ્ટાંત ચર્ચા કરી છે. અહીં અખબારને લગતા જે લેખો છે તેમાં વિષયની વ્યાપકતા અને તલસ્પર્શી છણાવટ ધ્યાન ખેંચે છે. આમ ‘અખબારી લેખન’ પત્રકારત્વ વિશેનું મહત્ત્વનું પુસ્તક બન્યું છે. અખબારી લેખન વિશે શ્રી વાસુદેવ મહેતા કહે છે,
“એ કુંવારી ભૂમિ ને ખેડવાનો પ્રથમ પ્રયાસ ડૉ. કુમારપાળ દેસાઈએ આ પુસ્તકમાં કર્યો છે. તેમણે ઘણી મોટી બાથ ભીડી છે. આ વિષયનો આટલો • ડો અને આટલાં બધાં પાસાંવાળો અભ્યાસ બીજા કોઈએ ગુજરાતીમાં કે અન્ય પ્રાદેશિક ભાષામાં આપ્યો નથી. તેઓ પોતે ફીચર લેખનના ઉત્તમ કસબી અને અગ્રગણ્ય કતાર-લેખક હોવાથી વિપુલ સૈદ્ધાંતિક સામગ્રી સાથે એમના વ્યવહારુ જ્ઞાનનો સમન્વય કર્યો છે. જાતજાતના ફીચરના જુદા જુદા પ્રકારો, સ્વરૂપો, ઇતિહાસ વગેરે સમજાવ્યા પછી સંપાદક તરીકે કૃતિઓનું મૂલ્યાંકન, સજાવટ, મથાળાં વગેરેને કેવી રીતે ન્યાય આપવો તે ભરપૂર દૃષ્ટાંતો સાથે ડૉ. કુમારપાળ દેસાઈએ સમજાવ્યું છે. આ પુસ્તક પત્રકારત્વના અભ્યાસીઓ અને અનુભવીઓ માટે બહુમૂલ્ય છે.”
આ રીતે કુમારપાળ દેસાઈએ ભિન્ન ભિન્ન રીતે પત્રકારત્વક્ષેત્રે પ્રદાન કર્યું છે. પત્રકારત્વ ક્ષેત્રે વાચકોની એકસરખી ચાહના જાળવીને દાયકાઓ સુધી લેખન કરવું એ પડકારરૂપ બાબત છે. સમયે સમયે વાચકોની રુચિ બદલાય છે. સમાજની
અક્ષરના યાત્રી
પત્રકાર
૧૧૬
૧૧e