Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ અને ક ક્ષેત્રોમાં લેખન કરનારી વ્ય”િ ત પાસે એક જ વિષયનો આટલો માહિતીસંગ્રહ થયું જ પમાડે ! આજે ભારતમાં આટલી સમૃદ્ધ અને રમતગમતનાં અનેક ક્ષેત્રોની લાઇબ્રેરી ધરાવનારો કોઈ સૉટ્સ સમીક્ષક મારી જાણમાં નથી. આ પ્રભા પરિશ્રમ પાછળનું મુખ્ય કારણ તો વાચક પ્રત્યેની નિષ્ઠા છે. વાચકને પ્રમાણભૂત માહિતી આપવાનો નિર્ધાર છે. શરૂઆતમાં પ્રત્યેક મંચની દરરોજ સમીકા લખવાનું શરૂ કર્યા પછી કુમારપાળભાઈએ રમતનું પૃથક્કરણ કરવાનું શરૂ કર્યું. કૉલમ ઉપરાંત તેમણે રમતગમતની પ્રવૃત્તિનો શોખ વિકસે અને એના ચાણ કોને માહિતી મળે તે માટે સ્પોર્ટ્સ ઉપર અત્યારસુધીમાં ૩૦૦ જેટલાં પ્રવચનો આપ્યાં છે. તેમની રજૂઆતની શૈલી ખૂબ સુંદર હોય છે જેમાં ધ કીકત તેમજ આંકડાઓનું સુંદર આયોજન હોય છે. ભાષા ઉપરના સુંદર કાબૂને લીધે તેમની રજૂઆત આકર્ષક રહેવા પામી છે. દરેક રમત અને તેના ખેલાડીઓનું વર્ણન કરવાની તેમની આબેહૂબ શ*િ ત છે. માત્ર કૉલમ લખીને સંતોષ માનવાને બદલે કુમારપાળભાઈએ સનાં પુસ્તકો લખ્યાં. આ દરેક પુસ્તક એ કબીજાથી તદન અલગ છે, તેમણે લખેલાં પુસ્તકોમાં ‘હાઉ ટુ પ્લે ક્રિકેટ' અને અપંગનાં ઓજસ' ખૂબ લોકપ્રિય બન્યાં છે. સુધીર તલાટી જયભિખુ સમર્થ સાહિત્યકાર હતા. સાહિત્યકારના પુત્ર રમતસમીકલ ક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરે, તે કેવું ગણાય ? આથી પિતા કરતાં તદ્દન ભિન્ન ક્ષેત્રમાં લેખનકાર્ય કરવાનું પસંદ કર્યું. રમતગમત વિશેના લેખો લખવાનો પ્રારંભ કર્યો. ૧૯૬ ૧થી સાહિત્ય પાસેથી ખોબે ખોબે આનંદ માણતાં કુમારપાળ દેસાઈને રમતના મેદાન પર સર્જાતી સિદ્ધિઓ જોઈને પણ આનંદ આવતો. તેમના પ્રિય ખેલાડી તે વેસ્ટ ઇન્ડિઝના ખેલદિલ સુકાની ફ્રેન્ક વૉરેલ. તેની ઉદારતા અને મહાનતા તેમને સ્પર્શી ગઈ હતી. વળી એક જ વિષયમાં ખૂંપવાથી વ્યકિતએ એની રસ-રુચિનાં ક્ષેત્રો સીમિત કરી દેવા જોઈએ નહીં ! પરિણામે “ યારેક એકાંગિતા આવી જાય છે. ઉમાશંકર જોશીનાં અધ્યાપનમાં, ગાવસ્કરની સદીમાં, અને આનંદઘનની અધ્યાત્મલહરીમાં આનંદ આવતો. આથી તેમણે વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ વિષયોમાં ગતિ કરી આથી વૈચારિક ક્ષિતિજનો વિસ્તાર થાય, નવું જોવાની દૃષ્ટિ વિશેષ વિકસે. પરિણામે સાહિત્યનાં સ્વરૂપોની સાથોસાથ ૨મતના ક્ષેત્રમાં તેમની કલમ ચાલતી રહી છે. જયભિખુ'ને હૉકીમાં વધારે રસ હતો. પરિણામે કુમારપાળ દેસાઈએ રમતગમતમાં ક્રિકેટનું ક્ષેત્ર પસંદ કર્યું. તેમણે મનથી નક્કી ક્યું કે જે ક્ષેત્રમાં જવું હોય તેમાં આગળ આવવું અને તે માટે પરિશ્રમ કરવો; પાછું વાળીને જોવું નહીં. એ સમયે ગુજરાતી પત્રકારત્વમાં રમતગમતનું “ઝાઝું મહત્ત્વમાં નહોતું. દૈનિક સમાચારપત્રમાં જગાના અભાવે કોઈ સમાચાર કાઢી નાખવાના હોય, તો પહેલાં સાહિત્યના અને પછી રમતગમતના સમાચાર કાઢી રદ કરવામાં આવતાં, આવી પરિસ્થિતિમાં ૧૯૬૨માં કુમારપાળ દેસાઈએ દર અઠવાડિયે ‘ગુજરાત સમાચાર'માં ‘રમતનું મેદાન' શરૂ કર્યું. આ કૉલમ પ્રમાણભૂત. રસપ્રદ અને માહિતીપૂર્ણ બને તે માટે તેમણે અથાગ મહેનત કરી. જુદાં જુદાં અખબારો અને સામયિકોમાંથી

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88