Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ માનવઆત્માનો અવાજ સમૂહમાધ્યમનો પ્રભાવ ગમે તેટલો હોય, અગાઉ નિર્દેશ્યું તેમ, સાહિત્યસર્જન તો ચાલુ જ રહેવાનું. સાહિત્યમાં નિહિત છે માનવઆત્માનો અવાજ. આ સૂરની ફાવટ સમૂહમાધ્યમોને નથી, તેથી સાહિત્યનો એ અવાજ સમૂહમાધ્યમમાં કાં તો ગૂંગળાય છે અથવા તો કચડી નખાય છે. પરંતુ માનવ-આત્માનો અવાજ સાહિત્યમાં કેવો સંભળાય છે તે સાહિત્યનો એ અવાજ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સેમ્બર્ન ઓસમનેમાંથી પામી શકાય. ‘Fingers’ નામના કાવ્યમાં સંગેમરમરમાં સુંદર આકૃતિ સર્જતી સ્થપતિની આંગળીઓ કે પછી જમીનને હળથી ખેડચા બાદ ખાડો ખોદી વાવણી કરતા ખેડૂતની આંગળીઓની વાત કરતાં. એ એવી આંગળીઓ પ્રતિ પણ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. કવિ કહે છે, The finger of a soldier Across the rivers and languages Of Europe and Asia Of China and Africa, Of India and the Oceans Let us join our fingers to take away All the power of their finger Which keeps humanity in mourning. [Sambene Ousmane, ‘Fingers' quoted in Lotus Awards 1971, Published by the Permanent Bureau of Afro-Asian Writers] લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને પણ મૂંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. The spirit of resistance સાહિત્ય દ્વારા જ વ્યક્ત થાય. વર્તમાન સમયમાં હું માત્ર અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સ૨વાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત અક્ષરના પાત્રી. ૧૩૮ સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્ર્મણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું વિધાયક કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર અને માનવ-અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની પોતાની ક્રિયા-પ્રતિક્રિયા કેવી છે ? – આ બધાંનો વિચાર કરવો જોઈએ. ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજા બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેની વાત કરતાં માર્ટિન નીમોલેર (Martin Niemoeller) To the Faculty' કાવ્યમાં કહે છે : In Germany they first came for the communist And I did not speak up because I wasn't a communist Then they came for the jew and And I didn't speak up because I wasn't a Jew Then they came for the trade unionists And I didn't speak up because I wasn't a trade unionist Then they came for the catholics And I didn't speak up because I was a protestant Then they came for me - and by that time no one was left to speak up. સહૃદયતા અને મૂલ્યહ્રાસ સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે. આ સદયતા જેટલા મોટા ફલક પર આપણા સર્જકોમાં પ્રવર્તતી હોય એના પ્રમાણમાં આપણા સાહિત્યને ઉચ્ચાવચ્ચ કોટિમાં ગોઠવી શકાય. આનું દૃષ્ટાંત ગઈ પેઢીના આપણા કવિઓ અને નવલકથાકારોમાંથી મળી શકે તેમ છે. એક સમય એવો હતો કે જ્યારે રમણલાલ દેસાઈ જેવા નવલકથાકાર પોતાની નવલકથાંના પાત્રો સમકાલીન સમાજમાંથી લેતા હતા અને તેને વાસ્તવિક ભૂમિકા ઉપર આદર્શનો ઓપ આપીને રજૂ કરતા હતા. પચાસના દાયકામાં યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ એક કૉલેજમાં સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૩૯

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88