________________
છે. પરિણામે સાહિત્યસર્જનના એવા વિષયો મળવા લાગ્યા કે જેના આલેખનથી સ્વયં પ્રસન્નતાનો અનુભવ થાય. કૉલેજના અભ્યાસ કાળ સમયે ‘લાલ ગુલાબ” નામે લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર લખ્યું. એની ૬૦,000 જેટલી નકલો વેચાઈ. હજી કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો અને અધ્યાપક તરીકેની કારકિર્દીના પ્રારંભે જ પિતાનું અવસાન થયું. જૈન સમાજમાં લેખકે થવું મુશ્કેલ. જ્યારે “જયભિખ્ખું એ એ સમયે આવી ફકીરી મોજથી સ્વીકારી હતી અને સાહિત્યના આ કે તે જૂથમાં રહેવાને બદલે પોતીકી રીતે લેખનપ્રવૃત્તિ કરી હતી. મૃત્યુ પહેલાં એકાદ મહિના પૂર્વે પોતાની રોજનીશીમાં પોતાના અવસાન સમયે શું કરવું - ન કરવું એની ઝીણામાં ઝીણી સૂચના આપી હતી અને એનું અંતિમ વાક્ય હતું, ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.’ જયભિખ્ખએ મોગલયુગ, રજપૂતયુગ અને વૈષ્ણવભક્તિ જેવા વિષયો પર સફળતાથી કલમ ચલાવી, પરંતુ સર્જકોને ‘લેબલ’ લગાડીને જોનાર લોકો એમની વ્યાપકતાને જોઈ શક્યા નહીં. આ ગાળામાં સર્જક ‘ધૂમકેતુ'નું એક વાક્ય મનમાં જડાઈ ગયું. એમણે એમ કહ્યું કે મીરાં એ હિંદુઓ પાસે હતી તો જગતની કવયિત્રી બની અને આનંદઘન જૈનો પાસે હતા તેથી સાવ ભુલાઈ ગયા. એમની આ ટકોરના પરિણામે આનંદઘનનાં પદો અને સ્તવનો વાંચવાનું બન્યું. એની આધ્યાત્મિક ઊંચાઈ સ્પર્શી ગઈ. ચારસો જેટલી હસ્તપ્રતોને આધારે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કર્યો. પં. બેચરદાસ દોશી અને ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધકોની ચકાસણીમાં એ મહાનિબંધ સફળ પુરવાર થયો. પછી તો લેખનયાત્રા સાથે સંશોધન-એપ ચાલતી રહી.
નવલિકા, ચરિત્ર, સંશોધન, વિવેચન, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પંદર જેટલાં સંપાદનો કર્યો પણ આ બધાની પાછળ કોઈ મૂલ્યને અનુલક્ષીને સર્જન કરવું એવો ભાવ સતત રહે. સાહિત્યસમીપ વસવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. સર્જકના શબ્દ પાસે જઈએ ત્યારે એની ચેતનાનો સંસ્પર્શ ચિત્તને વિસ્મયનો, આનંદનો અનુભવ કરાવે છે. આવા સાહિત્યસ્વામીઓની વામયસૃષ્ટિની થોડી વાત આજે વિમોચન પામેલા ‘શબ્દસમીપ’માં કરી છે.
અધ્યાપક તરીકે બે કામ સાથોસાથ ચાલે. એક તો ‘શબ્દસંનિધિ’ અને ‘ભાવન વિભાવન' જેવા વિવેચનસંગ્રહ પ્રગટ કર્યા, ‘જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક’, ‘વાચક મેરુસુંદરસૂરિ બાલાવબોધ’, ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિ’ જેવા મધ્યકાલીન સંશોધનના ગ્રંથો તૈયાર થયા. અભ્યાસકાળમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, દલસુખભાઈ માલવણિયા, યશવંત શુકલ, મધુસૂદન પારેખ, પ્રબોધ પંડિત પાસે
અભ્યાસ કરવાની જ નહીં, પણ ગુરુચરણે રહેવાની તક મળી. એક સમયે જ્યાં બેસીને ઉમાશંકરભાઈનાં વ્યાખ્યાન સાંભળતા હતા, એ ભાષાભવનમાં આજે વ્યાખ્યાન આપતી વખતે ઘણી પુણ્યસ્મૃતિઓ અનુભવાય છે. મૂલ્યલક્ષી જીવનનો મહિમા હોવાથી ચરિત્રલેખનમાં આનંદ આવ્યો. બુદ્ધિસાગરસૂરિ અને કૈલાસસાગરસૂરિજી જેવા સાધુઓનાં ચરિત્રો કે આફ્રિકામાં જઈને એક સૈકા પહેલાં આફ્રિકનોને ઉદ્યોગ શીખવનાર પ્રેમચંદ વ્રજપાળ શાહના ચરિત્રની રચના કરી.
મહાયોગી આનંદઘનના અભ્યાસે એક નવી દિશા ખોલી આપી. તેને પરિણામે જૈનદર્શનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જૈનદર્શન જીવનધ્યયને વધુ અનુરૂપ બની રહ્યું. રૂઢ ક્રિયાકાંડ કે પ્રચલિત માન્યતાને બદલે દર્શનના પ્રકાશમાં શાશ્વત મૂલ્યોને પામવાની મથામણ શરૂ થઈ. આને પરિણામે પ્રવચનો, લેખો, ગ્રંથો અને વિદેશ પ્રવાસ શરૂ થયાં. દર્શનના અભ્યાસે જીવન જોવાની નવી દૃષ્ટિ અને પ્રસન્ન રહેવાની ઘણી ખૂબીઓ આપી. અનેકાંતવાદના અભ્યાસે સંઘર્ષને બદલે સંવાદ રચવાની વિરલ સમજણ આપી. ભિન્ન ભિન્ન ક્ષેત્રના ઉત્કૃષ્ટ માનવીઓને જોયા પછી આપોઆપ પોતાના કાર્ય વિશે નમ્રતાનો ભાવ રહ્યો. અમદાવાદના ટાઉનહોલથી માંડીને યુનાઇટેડ નેશન્સના ચેપલ સુધી વક્તવ્ય આપવાની તક મળી. ઇંગ્લેન્ડના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ, વેટિકનના પોપ જ્હૉન પૉલ (દ્વિતીય) અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા જેવી વ્યક્તિઓને મળવાની અને તેમની સાથે ચર્ચા કરવાની તક મળી. ઇસ્ટિટયૂટ ઑફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના કો-ઑર્ડિનેટર તરીકે વિશ્વસ્તરે કામગીરી અને આયોજન કરવાનો અમૂલ્ય અનુભવ મળ્યો. નેમુ ચંદરિયા જેવી વ્યક્તિનો પરિચય થયો. વિદેશમાં એટલા અને એવા મિત્રો મળ્યા છે કે ઘણી વાર દેશ-વિદેશ વચ્ચે ભેદ લાગતો નથી. ૧૯૯૩માં શિકાગોની ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં તથા ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ માં વક્તવ્ય આપવાનું બન્યું. પણ સાથોસાથ વિશ્વના ધર્મ-દર્શનના અગ્રણીઓ, વિચારકો અને ઍક્ટિવિસ્ટોના સંપર્કમાં આવવાનું બન્યું. જૈનદર્શન વિશેનાં પુસ્તકો, તીર્થંકર ચરિત્ર તથા મહત્ત્વનું યોગદાન કરનાર ચરિત્રોનું આલેખન થયું, એની સાથોસાથ એક અભાવ ખટકવા લાગ્યો અને તે જૈન ધર્મ વિશેનાં અંગ્રેજી પુસ્તકોનો. તેના પરિણામે દસેક જેટલાં પુસ્તકો પ્રગટ થયાં. અનેક દેશના પ્રવાસે જવાનું બન્યું. આજે તેની નોંધો અને એનાં લખાણો ગ્રંથસ્થ થવાની રાહ જુએ છે. એવું જ પત્રકારત્વમાં બન્યું. બત્રીસ વર્ષથી ‘ઈટ અને ઇમારત' કૉલમ લખું છું, પણ એનો સંગ્રહ અદ્યાપિ
અક્ષરના યાત્રી
મારી નિસબત
૧૫૩