Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 85
________________ સાહિત્યિક પારિતોષિકો પ્રગટ કરી શક્યો નથી. પત્રકારત્વનું લખાણ અને સાહિત્યનું લખાણ તદ્દન ભિન્ન બાબત લાગતી હોવાથી અખબારમાં પ્રગટ થયેલ સમગ્ર સામગ્રીનું પુનર્લેખન કર્યું છું. પત્રકારત્વમાં પણ એક જ દૃષ્ટિ અને એને કારણે ચાલીસેક વર્ષ થયાં છતાં વાચકોનો એટલો જ પ્રેમ બધી કૉલમને મળતો રહ્યો છે. વાસુદેવ મહેતા પાસેથી મળેલી પત્રકારત્વની આકરી તાલીમ આશિષરૂપ પુરવાર થઈ. ‘ગુજરાત સમાચાર'નો સદા સ્વજન જેવો સાથ રહ્યો. શાંતિલાલ શાહની પ્રેરણા, શ્રેયાંસભાઈ અને બાહુબલિભાઈ સાથેનો આત્મીય સંબંધ સદાય પારિવારિક સંબંધ જેવો રહ્યો છે. અખબારી લેખન અને સાહિત્યિક લેખન બંને એકબીજાના પર્યાય બની જાય તેવો મારો પ્રયત્ન છે. અખબારમાં સાહિત્યિક સુગંધવાળું લખાણ આવે અતિશયોક્તિ, અખબારી શબ્દાળુતાનો ત્યાગ કરીને શુદ્ધ સાહિત્યિક રચના માટે પ્રયાસ કર્યો. પેલી દૃષ્ટિ પ્રવૃત્તિઓ તરફ લઈ ગઈ અને તેને કારણે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. જેમાં અનુકંપા ટ્રસ્ટ દ્વારા પીડિતોને સહાય, વિદ્યાવિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સર્જકોને સહાય અને બોટાદ જેવા જિલ્લાના રેડક્રૉસના અન્વયે નેત્રયજ્ઞો જેવાં અનેક કાર્યો થઈ શક્યાં છે. ધરતીકંપ સમયે પંદરેક લાખ રૂપિયા જેવું ભંડોળ એકઠું કર્યું હતું. વિશ્વકોશના પ્રારંભકાળના માઠા દિવસોનું સ્મરણ છે. અઢી કરોડનો પ્રોજેક્ટ અને માત્ર તેર લાખ રૂપિયા. છતાં વિદ્યાતપને કારણે આ પ્રવૃત્તિએ આગવી ભાત પાડી. વિશ્વકોશની સફળતા એ ગુજરાતમાં રહેતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધ્યાપકોના સહકારને કારણે જ છે. કદાચ વિશ્વ કોશ ન થયો હોત તો ગુજરાતમાં આટલું મોટું વિદ્યાધિન રહેલું છે, તેની પ્રતીતિ કદાચ ન થાત. વિદ્વાનોને સક્રિય કરવાની પ્રવૃત્તિ વિશ્વકોશ વતી થઈ તેમાં નિમિત્તરૂપ બન્યાનો આનંદ છે. સાહિત્યિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં મને જોતરવાનું કામ રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાન્ત મહેતા અને ચંદ્રકાન્ત શેઠ વગેરેએ કર્યું છે. ગુજરાત સાહિત્ય સભાનો ચંદ્રક એનાયત કરવા માટે આભાર માનું છું. ચંદ્રક કે એવોર્ડને મારા કાર્યના એપ્રીશિએશન રૂપે લેખું છું અને તે ક્ષેત્રમાં વધુ કાર્ય કરવા માટેનો પડકાર ગણું છું. આ જે કંઈ છે તેની પાછળ રહેલું છે પેલું આકાશ અને પેલી દૃષ્ટિ. ૧૯૬૫ ‘લાલ ગુલાબ” – ગુજરાત રાજ્યના ઉત્તમ ગુણવત્તા ધરાવતાં પુસ્તકોની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મહામાનવ શાસ્ત્રી' – કેન્દ્ર સરકાર યોજિત બાળસાહિત્યની સોળમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૬૩ “ડાહ્યો ડમરો - ગુજરાત રાજ્યના ઉત્તમ ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક ૧૯૬૯ * કેડે કટારી, ખભે ઢાલ’ – બાળસાહિત્યની પંદરમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૧ | ‘બિરાદરી’ – એન.સી.ઇ.આર.ટી. યોજિત બાળસાહિત્યની દસમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૨-૭૩ ‘પંજા વિનાનો પહેલવાન’ – ‘નયન જ્યોત' સામયિકમાં લખાયેલા લેખ માટે પ્રથમ ઇનામ ૧૯૭૩ ‘મોતને હાથતાળી’ – ગુજરાત રાજ્યના ઉત્તમ ગુણવત્તાવાળાં બાળસાહિત્યનાં પુસ્તકોની સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક ૧૯૭૩ ‘અપંગનાં ઓજસ' – કેન્દ્ર સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક, સંસ્કાર પરિવાર તરફથી સંસ્કાર એવોર્ડ, ૧૯૭૮ ૧૯૭૫ મોતીની માળા” – પ્રૌઢો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધાનું કેન્દ્ર સરકારનું પારિતોષિક ૧૯૭૬ હૈયું નાનું. હિંમત મોટી” – એન.સી.ઇ.આર.ટી. દ્વારા યોજિત દસમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૬-૭૭ ‘ટુ લાઇફ - નયન જ્યોત સામયિકમાં લખેલા લેખ માટે પ્રથમ ઇનામ ૧૯૭૮ નાની ઉંમર, મોટું કામ’ - એન.સી.ઇ.આર.ટી. દ્વારા યોજિત એકવીસમી રાષ્ટ્રીય સાહિત્ય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૯ અખબારી લેખન’ – ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ૧૯૭૯ ‘બાળકોના બુદ્ધિસાગરસૂરિજી - શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રકાશન સમિતિ તરફથી સુવર્ણચંદ્રક, ૧૯૭૮ સાહિત્યિક પારિતોષિકો જોનારના યાત્રી

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88